આરોહી ક્યારની સાર્થકના કોલ ની રાહ જોય રહી હતી પણ સાર્થક એના થી એટલો ગુસ્સો હતો કે તે તેનો કોલ જ ઉપાડતો ના હતો .
આમ તો બને વચ્ચે અપાર પ્રેમ પણ કોઈ નાની એવી વાત ને લઈને બને વચ્ચે ઝઘડો થયો હતો .
આરોહી સાર્થક સાથે વાત કરવા માટે તલપાપડ થઈ રહી હતી .
આરોહી કોલ ઉપર કોલ કરી રહી હતી એટલે સાર્થક એ ના છૂટકે તેનો કોલ રીસિવ કરવો પડ્યો .
સર્થકના કોલ ઉપડવાં ની સાથે જાણે આરોહી માં જીવ જ આવી ગયો તેને એક પણ સેકન્ડ વેસ્ટ કર્યા વિના કોલ ઉપાડ્યો .
સાર્થક નો ગુસ્સો સાતમા આસમાન એ હતો હાલ તે આરોહી ની કોઈ વાત સમજવા સમર્થ ન હતો એટલે એ ગુસ્સા માં ને ગુસ્સા માં જ બોલ્યો શું છે સમજમાં નથી આવતું કે માણસ કોલ નથી ઉપાડતો તો એને વાત નથી કરવી પણ નહિ કોઈ સેન્સ જ નથી બસ બીજા ને હેરાન કર્યાં કરો.
આરોહી રડવા લાગે છે એટેલે સાર્થક ભડકે છે વાહ કઈ કહેવાય પણ નહિ બાકી બસ એક નાટક આવડે રડવા લાગે .
આરોહી ખબર પડે છે તને કે સામે વાળા ને તારા માં કોઈ ઇન્ટરેસ્ટ નથી તો શા માટે પાછળ પડી છે .
તે મારા ઉપર વિશ્વાસ ન કર્યો એટલો જ હતો તારો પ્રેમ તો આવા પ્રેમને રાખી ને પણ શું ફાયદો જેનું કઈ વજૂદ જ નથી એના કરતાં સારું એ છે કે આપણે અહી જ બધું પૂરું કરી દઈએ એટલે તને અને મને બંને ને શાંતિ.
આરોહી રડતા રડતા કહે છે યાર માનું મારી ભૂલ છે પણ આપણા વચ્ચે પ્રેમ પણ તો એટલો છે તું મને છોડી દઈશ તો હું કેમ જીવી શકીશ સાર્થક હું તો મરી જ જઈશ.
સાર્થક થી પણ ગુસ્સા માં ને ગુસ્સામાં બોલાય ગયું તો મરી જા મારા માટે જીવે છે અને અચાનક જ એક એવી ઘટના બની ગઈ કે આરોહી સાથે નો આ કોલ સાર્થક માટે છેલ્લો બની ગયો.
સાર્થક સાથે વાત કરતા કરતા એ રસ્તા પર ચાલી રહી હતી અને અચાનક એક ગાડી આવી ગઈ અને આરોહી નું એક્સિડન્ટ થતાં એ ત્યાં ને ત્યાં જ મુત્યુ પામી .
સાર્થક કદાચ આરોહી ને માફ કરી દે કે કઈ પણ કરે પણ એ હકીકત કોઈ ના બદલી શકે કે આરોહી સાથે ની આ છેલ્લી વાત હતી સાર્થક ના જીવન માં .
ઘણી વખત ગુસ્સે એટલો ચરમસીમા એ હોય કે માણસને ભૂલ વધુ દેખાય પોતાના માણસ કરતા અને આ ગુસ્સો ક્યારેક જીવલેણ સ્થિતિ લાવી ને રાખી દે જો વ્યક્તિ મહ્ત્વ નું હોય તો ભૂલો છોડી દેવી અને ભૂલ મહત્વ ની હોય તો વ્યક્તિ....
આપણા દરેક સાથે એવું બનતું હોય છે કે આપણે કોઈ ને કોઈ ભૂલો ના લીધે માફ કરી નથી શકતા અથવા આપણને કોઈ માફ નથી કરતું ત્તો એવું ન બને કે નારાજગીના ચકર માં કોઈ એવું વ્યક્તિ ગુમાવી દો અને આપણે બધા ને ખબર છે કે બધા ને એક દિવસ મરવા નું જ છે તો શું ખબર તમારી પ્રેમાળ વ્યક્તિ સાથે તમારો છેલ્લો કોલ ક્યારે બની જાય.
કોઈ ભૂલ કરે તો માફ કરી દયો અને કોઈ ભૂલ થાય તો માફી માગી લ્યો શું ખબર આપણી સામે દેખાતા ચહેરા માનો એક ચેહરો કાલ ગાયબ હોય તો કોઈ રંજ ન રહે ને કે છેલ્લો કોલ પણ નારાજગી વાળો રહ્યો પ્રેમ ની પળ છલ્લે ન માની શક્યા .
Thanks for reading ❤️❤️❤️❤️
:- ધૃતિબા રાજપૂત