Maa - 1 in Gujarati Poems by Shreya Parmar books and stories PDF | માઁ - 1

Featured Books
Categories
Share

માઁ - 1

સૌંદર્ય સવાર છે તું,

નમણું નાજુક ફૂલ છે તું,

નદીનો એક કાંઠો છે તું

પણ તારા ચરણ ની માટી છું હું.

દીકરી તારી સુની અહીંયા 

એની જીવન નું કારણ છે તું,

કેમ કે એક માઁ છે તું.

મીઠી મધરત છે તું,

જેમાં ખોળા મા માથું નાખી સૂવું છું હું.

મીઠો એવો દરિયો પણ છે તું 

જેમાં માન છે મારાં આંશુ નું 

સુની આ દુનિયા મા તને ક્યાં 

શોધું હું માઁ 

નાદાન છું હું, થોડી પાગલ પણ છું 

તારા માટે તો જાન પણ છું ને માઁ 

કુદરત ની મસ્ત કમાલ છે તું 

ભગવાન એ બનાવેલ એક માત્ર મારી ભેટ સોગાદ છે તું.

પહાડ નો એ પથ્થર પણ તું જ ને 

હવા મા રહેલો પવન પણ તું જ 

મારાં આંખો નું તેજ છે તું 

મારાં દિલ નો ધબકારા તું 

ચોમાસા નો વરસાદ પણ તું

ને પાનખર ના પાન પણ છે તું 

ઝરણાં નો એક વહેણો છે તું 

ને મારી માટે એક કહેણું છે તું 

તારા થાકી જોવા મળેલી દુનિયા 

તારા વગર છે અધૂરી 

દરિયા ની વચ્ચે નુ વમળ છે તું 

અને શ્રીફળ ની આગવું પળ પણ તું 

કઠોર છતાં કોમળ છે તું 

નિર્મલ ને પ્રેમાળ છે તું 

સૌના દિલ માઁ સમાયેલી છે તું 

મારાં જીવન નું લક્ષ્ય છે તું 

તારા થાકી ની મારી આ દુનિયા 

તારા વિના અધૂરી છે માઁ  

વરસતા વરસાદ ના છાંટા માઁ પણ તું 

મધુર ગીત ની મીઠાસ છે તું 

મારાં જીવન નું કારણ છે તું 

અને પ્રેમ ની છાંયા છે તું 

આરામ નું એક માત્ર સ્થળ છે તારો ખોળ

મારાં જીવન નો શ્વાસ પણ તું 

મારાં માત્ર સુખ નો ઢગલો છે તું 

મારાં દુઃખ લેનારી તું 

તારો પડછાયો હું છું ને

એ જ પડછાયા ની આગવી ઠંડક છે તું 

તું મારો વિશ્વાસ છે ને 

તું મારાં જીવન નો સાર છે  

તું મારાં માટે દુઃખ નો નાશ ને સુખ ની આશ છે 

પ્રેમાળ છે તું કેમ કે માઁ છે તું 

પ્રિય છે કેમ કે શાંત છે તું 

તારું જ upgrade version છું હું 

તારો ને મારો ચહેરો તો એક છે પણ 

તારા ને મારાં મા ફેર છે 

આગવી ઓળખ મારી છે તું 

ને સાચી ઓળખ તારી છું 

પ્રેમ નો મીઠો દરિયો છે તું 

ને દરિયા નું ખારું પાણી છું હું 

પ્રેમ ભરી મીઠાસ મા ક્યાં ગુમ થયી ગયી છે તું 

ને તારા સાથ ને પામવા સૌથી દૂર થયી ગયી છું હું 

ડગલે પગલે તારી યાદ મા ખોવાઈ ગયી છું હું 

તારા પ્રેમ ને પામવા બીજા ને ભૂલી ગયી છું હું 

માઁ તારા ખોળા ને એક વાર પામવા ચાહું છું છું 

તારા હાથ નો સ્પર્શ એક વાર માનવા માંગુ છું હું 

દુનિયા મા તો બહુ માઁ છે 

પણ બાળકો ને તો એક જ માઁ વહાલી હોય 

મારવા માટે સૌ કોઈ હાજર છે માઁ 

પણ ફરી જન્મ લેવા તને ક્યાંથી લાવું,

બધા બોલે છે મમ્મી આમ કર 

મમ્મી આમ ના આવે 

મમ્મી આવું ના પર 

મમ્મી આ સારુ નથી લાગતું 

માઁ મને એક વાર તો આવો મૌકો આપ 

તને હું કોઈ દિવસ નહિ કહું મમ્મી તને નહિ ખબર પડે 

પણ મને તારી પ્રેમ ભર્યો મીઠાસ ભર્યો ઠપકો તો આપ

નાસમજણ મા મને ચાલી ગયું માઁ 

હવે સમજણ માઁ એક એક દિવસ કેવી રીતે નીકળું છું એ સમજવા તો પછી આવ માઁ 

તારા વિના રાત નથી જતી 

તારા વિના દિવસ નથી જતો  

ભલે મોટી થયી ગયી હું માઁ 

છતાં પણ છાતી એ વડગાવવા આવ ને માઁ 

પ્રલય આવે તો કોણ સાચવશે એવુ સમજી ને તો આવ માઁ 

રોજ રોજ રડવું પણ ના સારુ એક વાર આંસુ લુછવા આવ માઁ 

રોજ રોજ વિરહ ક્યાં છુપાવું એક વાર માટે પાલવ પકડવા દેને માઁ 

પ્રેમ ભરી દુનિયા માઁ આંસુ ભર્યા દિવસો છે માઁ 

એક વાર તો ખોળામાં સુવડાવી જા માઁ 

એક વાર છાતી એ વડગાડી જા માઁ 

એક વાર પ્રેમ ભર્યું વહાલ કરી જા માઁ 

એક વાર પ્રેમ થી દીકરા કહી જા માઁ 

બસ એક વાર તારો ચહેરો દેખાડી જા માઁ 

એક વાર મારી સાથે બેસી જા માઁ