Love you yaar - 92 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 92

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 92

"તમે કંઈ ન બોલ્યા તમારા પેરેન્ટસ માટે.." લવે જૂહીની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.."મારે મોમ પણ નથી અને ડેડ પણ નથી.." જૂહી થોડા દબાયેલા નર્વસ અવાજે બોલી."ઑહ, આઈ એમ સોરી.. મને નહોતી ખબર કે તમારા મોમ અને ડેડ.."

"નો પ્રોબ્લેમ, તમે તો મને સ્વાભાવિક પણે જ પૂછ્યું છે ને.. બાય ધ વે, હું પાંચ વર્ષની હતી ત્યારે જ મારા મોમ અને ડેડ બંને એક ગોઝારા એક્સિડન્ટમાં મૃત્યુ પામી ચૂક્યા હતા અને હું મારા કાકાના ઘરે રહીને જ મોટી થઈ છું. અલબત્ત કાકીનો માર ખાઈ ખાઈને જ મોટી થઈ છું તેમ કહું તો પણ ચાલે..!"

જૂહીના આવા દર્દસભર શબ્દો સાંભળતાંની સાથે જ લવને જરા આંચકો લાગ્યો...લવથી રહેવાયું નહીં તે વચ્ચે જ બોલી ઉઠ્યો, "ઑહ નો.. બાપ રે મોમ અને ડેડ વગરના જીવનની તો હું કલ્પના શુધ્ધાં નથી કરી શકતો અને તમે કઈરીતે જીવી રહ્યા હશો મારી તો તે સમજ બહારની વાત છે."

"સાચી વાત છે તમારી, ખૂબ અઘરું છે.. અલબત્ત મોમ અને ડેડ જેવું તો દુનિયામાં કોઈ હોઈ જ શકે નહીં પણ જેની પાસે હોય છે તેને તેની કિંમત નથી હોતી.. અને જેની પાસે ન હોય તેને જઈને પૂછો તો તમને ખબર પડે.." જૂહીએ લવની સામે એક સચોટ વાત રજૂ કરી.

હવે લવના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા અને તેને જૂહી વિશે વધુ જાણવાની ઉત્સુકતા થઈ.. અને ફરીથી તે વચ્ચે જ બોલ્યો કે, "તમે કહ્યું કે તમે માર ખાઈને મતલબ કે કોનો માર ખાઈને..?""હા, હું પાંચ વર્ષની હતી અને મારા મોમ અને ડેડ બંને મને છોડીને ચાલ્યા ગયા પછીથી મારા કાકા મને તેમના ઘરે લઈ ગયા જ્યાં તેમને પણ મારાથી એક વર્ષ નાની તેમની દીકરી હતી એટલે મારા મોમ ડેડના મરણ પછીની બધીજ વિધિ પૂરી થઈ ગઈ ત્યારે મારા કાકાએ મને તેમની આંગળી પકડાવી અને તે એમ બોલ્યા કે, "ચાલ બેટા આપણે ઘેર આ પૂર્વાની સાથે સાથે તું પણ ખાજે પીજે અને રમજે... મારી મોમે મારા પપ્પા સાથે લવ મેરેજ કર્યા હતા એટલે મોમના પિયરમાં તેને કોઈ બોલાવતું નહોતું.. મારા કાકા તો મારા પોતાના હતા એટલે તેમને મને સાથે લઈ જવામાં કોઈ વાંધો નહોતો પરંતુ મારી કાકીને તેમ કરવું નહોતું.. અલબત્ત તે મને અનાથાશ્રમમાં મૂકી દેવા માંગતા હતા કારણ કે તે નહોતા ઈચ્છતા કે તેમની દીકરીની સાથે કોઈ ભાગ પડાવે અને મને બરાબર યાદ છે તેમણે એ દિવસે મારા કાકા સાથે મને અનાથાશ્રમમાં મૂકી આવવા માટે ખૂબ ઝઘડો પણ કર્યો હતો પરંતુ મારા કાકા સતત તેમને સમજાવી રહ્યા હતા કે, "રેણુકા તારે એકને બદલે બે દીકરી જોડકાં આવી હોત તો તું શું કરત તેને નદીમાં જઈને ફેંકી આવત? આ આપણી જ દીકરી કહેવાય ને? એનાં મા બાપ મરી ગયા તેમાં એનો બિચારીનો શું વાંક છે?"અને મારી કાકી જોરથી બોલી રહી હતી, "અભાગણ છે અભાગણ.. માં અને બાપ બંનેને જોડે ભરખી ગઈ...""અરે, રેણુકા એવું ન બોલ્યા કર આ માસુમના દિલ ઉપર શું ગુજરતી હશે તેનો તો તું જરા વિચાર કર.. અને મારી કાકી મોં મચકોડીને પગ પછાડતી રહી પણ મારા કાકાએ એમની જીદ ન છોડી અને બસ આ વાતનો બદલો તે હંમેશાં મારી કાકી મારી સાથે લેતી રહી.. ઘરનું બધુંજ કામકાજ હું હસતે મોઢે કરી લેતી અને છતાં મારાથી કોઈ ભૂલ થઈ જાય તો તે મને ઢોર માર મારતી.."અજાણતાં જ જૂહીની આંખો ભીંજાઈ ગઈ..."પણ તમે તમારા કાકાને કદી કોઈ ફરીયાદ કેમ ન કરી?"જૂહી જરા નરમ અવાજે બોલી કે, "મને ડર હતો કે, હું આ વાત મારા કાકાને કહી દઈશ તો મારી કાકીથી બચાવવા માટે મારા કાકા મને અનાથાશ્રમમાં મૂકી આવશે અને હું મારા કાકાથી દૂર જવા નહોતી ઈચ્છતી કારણ કે તે મારા ડેડ જેવા જ દેખાતા હતા અને મને મારા ડેડ જેટલો જ તે પ્રેમ કરતા હતા હું પણ તેમને મારા ડેડ જ માનું છું." અને જૂહીની આંખમાં આવેલા પાણીએ તેના ગાલ ભીંજવી દીધા...

લવે પોતાના પોકેટમાં રહેલો હેન્કી બહાર કાઢ્યો અને જૂહીની સામે ધર્યો અને તે બોલ્યો, "શાંત થઈ જાવ તમે આ રીતે રડશો તો મેં તમને તમારા મોમ ડેડ વિશે પૂછ્યું તે માટે મને દુઃખ થશે અને આપણી આ સફરમાં મજા નહીં આવે.. લો થોડું પાણી પી લો." લવે ગાડીમાં રાખેલી ટપરવેરની બોટલ ખોલી અને જૂહીની સામે ધરી.

જૂહીએ પોતાનું મોં પણ લૂછી કાઢ્યું અને થોડું પાણી પી ને તે ફ્રેશ થઈ ગઈ.

બંનેની સુહાની સફર આગળ ચાલી..

લવે જૂહીની સામે જોઈને તેને બીજો એક પ્રશ્ન પૂછ્યો, "હું તમને બીજો એક પ્રશ્ન પૂછી શકું છું ?""હા હા સ્યોર સર, તમે મને કંઈ પણ પૂછી શકો છો.. અને હું એક વાત કહું સર આપણે ભલે પહેલીવાર જ મળ્યાં છીએ પણ મને સતત એવું લાગ્યા કરે છે કે આપણે બહુ જૂના ફ્રેન્ડ્સ છીએ અને મને તમારી સાથે એક અલગ પ્રકારની આત્મીયતા હોય તેવું સતત લાગ્યા કરે છે."

જૂહીની આ વાત સાંભળીને લવને પણ જૂહીની આ વાત સાચી છે તેવો અહેસાસ થયો...

અને તેણે પણ જૂહીની વાતમાં પોતાનો હાજીઓ પૂરાવ્યો, "હા, તમારી વાત સાચી છે મને પણ તમે મારા બહુ જૂના ફ્રેન્ડ હોય એવું લાગ્યા કરે છે. અને આપણે પહેલા પણ ક્યાંક મળેલા હોઈએ એવું પણ લાગે છે. બાય ધ વે હું તો યુ કે માં જ રહીને ભણીગણીને મોટો થયો છું છતાં ખબર નહીં.. તમે ક્યાં રહીને તમારું સ્ટડી પુરું કર્યું..?"

"મેં મારું બધું જ સ્ટડી ગાંધીનગરમાં પૂરું કર્યું.. અને જોબ અહીંયા અમદાવાદમાં મળી એટલે અહીં હોસ્ટેલમાં રહું છું."

"અચ્છા ઓકે.. પણ તમને હોસ્ટેલમાં ગમે છે અને ફાવે છે ?""કાકાના ઘરે રહીને કાકીનો ત્રાસ સહન કરવો તેના કરતાં તો ઘણું સારું છે.""હા એ વાત સાચી હોં..""સર, તમે મને તમે..તમે ન કહેશો.. તમે મને જૂહી કહી શકો છો.. આપણે બંને ઉંમરમાં સરખા જ છીએ..""હા, પણ એક શર્ત છે..""હા, બોલો સર..""તમારે પણ મને સર નહીં કહેવાનું લવ જ કહેવાનું.. હા ઓફિસમાં ઠીક છે.. બાકી આજથી તમે મારા એક સારા ફ્રેન્ડ.. ઓકે??""ઓકે સર..""તો પછી મિલાવો હાથ.."અને જૂહીએ પોતાનો નાજુક નમણો હાથ લવના મજબૂત, ભરાવદાર હાથમાં મૂક્યો..બંનેને આજે એક સારો મિત્ર મળ્યાંની અનહદ ખુશી હતી...વધુ આગળના ભાગમાં...

જૂહીની જીવનની કહાની કંઈક અલગ જ હતી અને માટે તેનું ઘડતર પણ કંઈક અલગ રીતે જ થયું હતું...જ્યારે લવ એક ખાનદાન સુખી સમૃદ્ધ પરિવારમાં જન્મેલો એક નો એક લાડકવાયો દીકરો હતો...બંને વચ્ચે થયેલી આ મિત્રતા શું રંગ લાવે છે તે જાણવા માટે વાંચતા રહો..લવ યુ યાર...~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ    7/7/25