Life in Gujarati Short Stories by Pravina Kadakia books and stories PDF | જીવન

Featured Books
  • જીવન પથ - ભાગ 33

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૩        ‘જીતવાથી તમે સારી વ્યક્તિ ન...

  • MH 370 - 19

    19. કો પાયલોટની કાયમી ઉડાનહવે રાત પડી ચૂકી હતી. તેઓ ચાંદની ર...

  • સ્નેહ સંબંધ - 6

    આગળ ના ભાગ માં આપણે જોયુ કે...સાગર અને  વિરેન બંન્ને શ્રેયા,...

  • હું અને મારા અહસાસ - 129

    ઝાકળ મેં જીવનના વૃક્ષને આશાના ઝાકળથી શણગાર્યું છે. મેં મારા...

  • મારી કવિતા ની સફર - 3

    મારી કવિતા ની સફર 1. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત આત્માઓ મા...

Categories
Share

જીવન

*****

સાફસૂફી ચાલુ કરી, દિવાળીના નાસ્તા બનાવ્યા. દિવાળી ઉજવી. લક્ષ્મી અને ચોપડાનું પૂજન કર્યું. બેસતા વર્ષે નૂતન વર્ષાભિનંદનના નારા લગાવ્યા. અમેરિકામાં અન્નકૂટ દર્શન સગવડિયા હોય છે. ગોવર્ધન પૂજા અને અન્નકૂટના દર્શનની રાહ જોવાની છે.

ભાઇ બીજે પ્રેમપૂર્વક ભાઈને ભેટ્યા. હવે પછી શું ?પાછી રોજની ઘટમાળમાં વ્યસ્ત થઈ ગયા. સાચું કહું તો ‘હતા ત્યાંના ત્યાં’ !દિવાળીના દિવસોમાં ઉમંગ અનેરો હોય. બધી ચિંતા અને મુશ્કેલીનું પડીકું વાળી માળિયે મૂક્યું હોય. પણ પછી શું ?

આ પ્રશ્ન અનુત્તર રહે તો સારા કે તેનો ઉત્તર શોધવો રહ્યો ? પ્રશ્નને ગાલીચા નીચે ખોસવાથી જિંદગી સુહાની બનતી નથી. મારું માનો તો દરેક સમસ્યાનો હલ હોય છે. આપણે ધીરજ ગુમાવીએ છીએ. જે હકીકતમાં સારી યા સાચી વાત નથી.

જો જિંદગી એક સરખી રેઢિયાળ હોય તો તેને જીવવાની કોઈ મજા ન આવે. સારું છે જે દરિયામાં ભરતી આવે તેમ જીવનમાં નાના મોટા પ્રશ્નો પરેશાન કરે છે. કિંતુ જ્યારે તેઓ પીછો છુડાવે ત્યારે ‘હાશ’ કેટલું મધુરું લાગે છે.

દિવાળી, રોજ હોય તો તેનું મહત્વ ન હોય. તેના આગમનની અધીરાઈથી રાહ જોવાય છે. ઉમળકાભેર તેનું સ્વાગત થાય છે. મોજ મસ્તીથી તેને માણીએ છીએ. કુટુંબને ગળે લગાડી આનંદવિભોર થઈએ છીએ. મિત્રોનું ભાવભર્યું સ્વાગત કરીએ છીએ.

બસ જીવન આમ જીવીએ. દરેક દિવસ ઉમંગ અને ઉત્સાહથી છલકતો હોય છે. આપણે તેની કદર કરતા શીખ્યા નથી. કોને ખબર કાલે ક્યાં હોઈશું ? દરેક શ્વાસ  ફેફસામાં ભરી તેનો સંપૂર્ણ લાભ લઈ ઉચ્છવાસ બહાર ફેંકીએ. કોને ખબર બીજો શ્વાસ આપણા નસીબમાં છે કે નહીં ?

જીવન માટે કોઈ કોષ્ટક નથી હોતું. દરેકે પોતાના ગણિત જાતે ગણવાનું હોય છે. કેટલીક ભૂલો ઓછી એટલા તમે નસીબદાર. જો ભૂલો વધુ હશે તો બાકીનું જીવન એ ભૂલો સુધારવામાં પૂરું થઈ જશે.

તાળો મેળવવાનો અનેક માર્ગ હોય છે. કોઈ સહેલો કોઈ અઘરો. ખેર, જાગ્યા ત્યાંથી સવાર. ૨૪ કલાકના દિવસનો સુંદર ઉપયોગ કરીએ. આઠ કલાકની ઊંઘ જરૂરી છે. ઉમર પ્રમાણે વ્યવસાયમાં ડૂબી જઈએ. યાદ રહે ‘ આ જીવન ઈશ્વરની આપેલી અણમોલ ભેટ છે. વણ માંગ્યું ઘણું મેળવ્યું છે. ‘ હવે આપણી પણ કોઈ ફરજ બને છે, તેના પ્રત્યે. વરના ક્યા પતા ‘જૈસે જીએ વૈસે મરેંગે’.

જીવનમાં સહુ “ટાટા કે કલામ” હોતા નથી. માત્ર માનવ થઈને જીવવામાં પણ લહેર છે.