College campus - 136 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 136

Featured Books
  • SEE YOU SOON - 6

    "അതൊരു ഊമക്കത്തായത് കൊണ്ടുതന്നെ എനിക്ക് നല്ല പേടിയുണ്ടായിരുന...

  • താലി - 4

    ഭാഗം 4കാർ ബാലസുമ  മന്ദിരത്തിൻ്റെ അടുത്ത് എത്തിയപ്പോൾ ഗേറ്റ്...

  • പ്രതീക്ഷ - 3

    അന്നത്തെ പരുപാടിയൊക്കെ കഴിഞ്ഞ് എല്ലാവരും വീട്ടിലേക്ക് പോയി. ...

  • ദക്ഷാഗ്നി - 1

    ദക്ഷാഗ്നി Part-1ഡോ എവിടെ നോക്കിയ വണ്ടി ഓടിക്കുന്നത് തനിക്ക്...

  • പിരിയാതെ.. - 1

    പിരിയാതെ….." എത്ര നാളായെടോ ഞാൻ തൻ്റെ പുറകെ നടക്കുന്നു.. എന്ത...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 136

દેવાંશ કવિશાને બૂમો પાડતો પાડતો તેની પાછળ પાછળ દોડી રહ્યો હતો.

આખરે તે દોડીને પણ કવિશાની નજીક પહોંચી ગયો અને તેનો હાથ તેણે જોરથી ખેંચીને તેને ઉભી રાખી દીધી અને પોતે તેની સામે ઉભો રહી ગયો અને પોતાનો બળાપો કાઢવા લાગ્યો, "આ સરે તો ખરું કર્યું યાર, મારે તો ડાન્સ પાર્ટનરમાં તું જ જોઈએ છે યાર..."

"મારે તો આ પ્રોગ્રામમાં જ ભાગ નથી લેવો.. એનું કંઈક કરીશ તું..?" કવિશા પ્રશ્નાર્થ નજરે દેવાંશની સામે જોઈ રહી....

"દેવાંશ મેં એને માંડ માંડ તૈયાર કરી છે હવે તું તેની પાછળ ન પડે તે જ સારું છે નહીં તો એ કાલથી કોલેજમાં જ નહીં આવે તેની તને ખબર છે..?" પ્રાપ્તિ પોતાનો સઘળો રોષ દેવાંશ ઉપર ઠાલવી રહી હતી.

કવિશાએ એક જ ઝાટકે પોતાનો હાથ દેવાંશના હાથમાંથી છોડાવ્યો અને તે બંનેને તે વાતો કરતાં છોડીને પોતે આગળ ચાલવા લાગી...

દેવાંશ જાણે રીતસરનો તેની પાછળ દોડી રહ્યો હતો જાણે કવિશાને આઉટ કરવાની હોય તેમ તેણે પાછળથી કવિશાના શર્ટનો કોલર પકડ્યો અને તેને ઉભી રાખી દીધી..

"સોરી યાર, બે મિનિટ તો રોકાઈ જા..."

"ઊભી છું, બોલ શું કામ છે?" કવિશા હવે આ વાત ઉપર પૂર્ણ વિરામ મૂકવા માંગતી હતી.

"તું મારી ડાન્સ પાર્ટનર બની જા ને યાર." દેવાંશ તેને આજીજી કરી રહ્યો હતો.

"એ શક્ય નથી, એક વાર કહ્યું તને સમજાતું નથી..?" પ્રાપ્તિ હવે દેવાંશ ઉપર બરાબરની ભડકી હતી.

"હું તારી સાથે વાત નથી કરતો, તું ચૂપ રહીશ પ્લીઝ.." દેવાંશના મગજનો પારો પણ હવે ઉપર ચડી ગયો હતો.

"પહેલા તમે બંને ઝઘડી લો પછી આપણે વાત કરીએ." કવિશા ખભા ઉલાળતી ઉલાળતી બંનેને પાછળ છોડીને આગળ આગળ ચાલી નીકળી.

બંને જણાં તેની પાછળ દોડ્યા....

"કવિ, ઉભી રે યાર આવું ન કરીશ." પ્રાપ્તિ અને દેવાંશ બંને એક સાથે બોલી ઉઠ્યા..

કવિશા ઉભી રહી ગઈ અને વારાફરતી બંનેનો દયામણો ચહેરો નિહાળવા લાગી.

"બોલો, ઉભી રહી ગઈ." હવે તે પણ દેવાંશની જીદ અને પ્રાપ્તિની લાગણી આગળ જાણે લાચાર બની ગઈ હતી.

દેવાંશ કૂદકો લગાવીને કવિશાની આગળ આવીને તેનો રસ્તો રોકીને ઉભો રહી ગયો હતો.

"દેવાંશ, આવતીકાલે તું ક્રીશ્ના સરને મળી લેજે જો તે ચેન્જ કરી આપતા હોય તો મને કંઈ વાંધો નથી." કવિશાએ એક ઉંડો નિ:સાસો નાંખ્યો, "હવે અમે જઈએ કે અહીંયા જ ઉભા રહીએ..?"

દેવાંશ હવે સમજી ગયો હતો કે, હવે કવિશાની સામે વધુ જીદ કરવી યોગ્ય નથી. આવતીકાલે સરને જ રીક્વેસ્ટ કરી લઈશ..

દેવાંશના હ્રદયમાં જાણે ટાઢક વળી...

તે કવિશાના રસ્તામાંથી હટી ગયો અને ખુશી સાથે બોલ્યો, "તમે જઈ શકો છો મેડમ.. પણ આવતીકાલે પાછા પધારજો.. અચૂક..."

"હાં હોં..." પ્રાપ્તિએ દેવાંશની સામે જોઈને મોં મચકોડ્યું...

"તું જા ને ભઈ ચાંપલી..." દેવાંશ બબડ્યો.

"શું કહ્યું? શું કહ્યું?"

"કંઈ નહીં.. કંઈ નહીં.." અને દેવાંશ પોતાના સુંવાળા વાળમાં હાથ ફેરવતો ફેરવતો મનમાં મલકાતો મલકાતો પોતાનું બાઈક લેવા માટે પાર્કિંગ તરફ જવા લાગ્યો.અને તેની પાછળ પાછળ કવિશા અને પ્રાપ્તિ પણ પાર્કિંગ તરફ જવા લાગ્યા....

"હાંશ, હવે આવતીકાલ જલ્દી થી પડી જાય... અને સર માની જાય એટલે બસ..." દેવાંશ પથારીમાં સૂતાં સૂતાં વિચારી રહ્યો હતો અને કવિશાનો ચહેરો નજર સમક્ષ આવતાં જ તેને પોતાની ડાન્સ પાર્ટનરના રૂમમાં જોતાં જ ખુશ ખુશ થઈ રહ્યો હતો‌.

*******

માધુરીને શેકહેન્ડ કરતાં કરતાં તેનો હાથ પકડીને તે સ્થિર થઈ ગયો હતો અને તેની આંખોમાં ખોવાઈ ગયો હતો...

ત્યારે તેને તેની ફ્રેન્ડ આરતીએ જોરથી ઠૂંહો માર્યો હતો અને તેને ભાનમાં લાવવાની કોશિશ કરી હતી કે, "એ બુદ્ધુ માધુરીનો હાથ છોડ" અને ત્યારે તે ભાનમાં આવ્યો હતો...

આજે તેની નજર સમક્ષ એક પછી એક તમામ ઘટનાઓ એક સીરીયલ બનીને પસાર થઈ રહી હતી અને તે ભૂતકાળમાં ને ભૂતકાળમાં સરી રહ્યો હતો....

અચાનક તેની નજર સમક્ષ એ દ્રશ્ય પણ આવી ગયું જ્યારે માધુરીના પિતા લાચારવશ તેની સામે બે હાથ જોડીને તેને કહી રહ્યા હતા કે, "બેટા, મેં માધુરીને અને તને અન્યાય કર્યો છે..તમારા બંનેના સાચા પ્રેમને હું ઓળખી ન શક્યો અને મારું દુર્ભાગ્ય તો જો બેટા મારી માધુરીની આ અવદશા મારાથી હવે જોવાતી નથી.."

આટલું બોલતાં બોલતાં તો તે સોફાની ચેર ઉપર ફસડાઈ પડ્યા હતા અને મેં તેમને મારા બંને હાથના ટેકે ઝીલી લીધાં હતાં...

અને તેમણે માધુરીના રૂમ તરફ ઈશારો કર્યો હતો...

હું માધુરીના રૂમમાં ઘણાં બધાં અરમાન લઇને દાખલ થયો હતો કે હમણાં મને મારી માધુરી ચોંટી પડશે અને મને વિનવશે કે, "તું મને તારી સાથે જ લઈ જા.. મને આમ એકલી અટુલી છોડીને તું ક્યાં ભાગી ગયો હતો..??"

પરંતુ મારી તમામ આશાઓ ઉપર નિરાશાના ભયજનક વાદળો ઘેરાઈ ચૂક્યા હતા...

મારી માધુરી તો મને છોડીને બહુ દૂર કોઈ બીજી જ દુનિયામાં ચાલી નીકળી હતી...

સમયે એની સાથે કોઈ ભયાનક ખેલ ખેલી દીધો હતો...તેણે તો મને ઓળખ્યો શુધ્ધાં નહોતો...તેના પેટમાં એક નવો આકાર જન્મ લઈ આ દુનિયામાં અવતરવાનું હતું...પરંતુ તે તો પોતાની જ સૂધ બૂધ ખોઈ બેઠી હતી...

તેના અણધાર્યા પગલપને મને તેની નજીક આવવા જ નહોતો દીધો અને...શિવાંગના ચોંધાર આંસુએ માધુરીના શરીરને ભીંજવી દીધું હતું...

આજે તે પાગલ થઇ ગયો હતો...તે કલ્પાંત કરી રહ્યો હતો અને બોલી રહ્યો હતો કે, "ઉઠ માધુરી ઉઠ, ભાનમાં આવી જા આજે તો તારે ભાનમાં આવવું જ પડશે આજે તો મારી મારા કાના સાથે લડાઈ છે આજે મેં બરાબરની બાથ ભીડી છે આજે હું તેને અને તને બંનેમાંથી કોઈને પણ નથી છોડવાનો..."

શિવાંગના ચોંધાર આંસુ માધુરીના દેહની સાથે સાથે તેના મનને પણ પલાળી ગયા...

તેણે આંખો ખોલી...

અને એટલામાં પરીનું રૂમમાં દાખલ થવું...

પરીએ રૂમનો દરવાજો ખોલ્યો અને તે આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ...

"ડેડી.. ડેડી..મોમ..મોમ...."તેના મોંમાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા...

શિવાંગ ભાંગી પડ્યો હતો...માધુરીને ભાનમાં લાવતાં લાવતાં તે માધુરીની સ્થિતિમાં ચાલ્યો ગયો હતો...ક્રમશઃ ~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ

22/6/25