Heartbeat in Gujarati Love Stories by Jaypandya Pandyajay books and stories PDF | હૃદયનો ધબકાર

Featured Books
Categories
Share

હૃદયનો ધબકાર

          

સુમનનો આજે બર્થડે હતો. તે જાણે ક્યાંય દેખાતી ન હોવા છતાં અભીનાં પ્રેમમાં હતી. અભીનાં વિચારમાં હતી, તેની કલ્પનામાં હતી  અભી સુમનના બર્થડેની પ્લાનિંગ કરે છે. અને ફેમિલી સાથે બંગલામાં બર્થડે સેલિબ્રેટ કરે છે. અને બધું ડેકોરેશન કરે છે. ખુબ મોટી પાર્ટી કરે છે. જાણે કે આજે સુમન અભીની સામે જ છે. જાણે કે તેની પાસે જ છે. તેવું તેને લાગતું હતું.

તે પહેલાની જેમ જ દર વર્ષે સુમનનો બર્થડે આ રીતે જ સેલિબ્રેટ કરતો હતો.

બંગલાના ગ્રાઉન્ડમાં અભી પોતાના હાથે સુમનની તસ્વીર બનાવે છે.

તે એટલી સરસ પેન્ટિંગ કરે છે કે જાણે સુમન તેની સામે જ ઉભી છે.

અને ગુલાબની પાંખડીથી સુમનનું નામ લખે છે. બધે જ સુમનના ફોટા લગાવે છે. આખું ગ્રાઉન્ડ સુમનના ફોટાથી ભરી દે છે. સજાવી  દે છે. જાણે બધે જ સુમન હાજર છે. અને આ બધી સજાવટ જોઈ રહી છે. અને ખુશ થાય છે.

ફેમિલી પણ અભીને સપોર્ટ કરે છે. અને તેની સાથે સુમનનો બર્થડે સેલિબ્રેટ કરે છૅ.

બધા જ આવી જાય છે. અને બર્થડે સેલિબ્રેટ કરવાનું સ્ટાર્ટ કરે છે.

સૌથી પહેલા બધા કેક કટિંગ કરે છે. અને પછી અભી પોતાના અને સુમનના એકસાથે વિતાવેલા દરેક પળને યાદ કરે છે. અને તેના સુમન વિશેની વાતો કરે છે.

માય ડીયર સુમન...

તને યાદ છે જયારે આપણે પહેલીવાર  રાજકોટના એક એક્ઝિવિશનમાં મળ્યા હતા. ત્યાં આપણે એકબીજાથી ઈંટરડયુસ થયાં હતા.

તે પછી તો આપણે ઘણી વખત મળ્યા હતા.

તને યાદ છે એકવાર મારાથી એક પ્રેઝન્ટેશન વ્યવસ્થિત થતું ન હતું ત્યારે લેટ નાઈટ સુધી જાગી અને તે મારી હેલ્પ કરી હતી.

તારા વિશે તો હું શુ કહી શકું મને સમજાતું નથી કે તને કંઈ કંઈ વાત વિશે અને કેટલી વાર થેન્ક્સ કહું.

થૅન્ક્યુ કહેતા કહેતા કદાચ મારી જીભ થાકી જશે પણ. તારા કામ અને હેલ્પની લિસ્ટ પુરી થશે નહિ.

લોકો એમ કહે છે કે સંબંધ નસીબમાં હોય એવી રીતે જ થાય છે. પણ હું કદાચ એ બાબતને માનતો નથી. મારી લાઈફ જુદી જ છે. મારી લાઈફ મારું કરિયર મારા રિલેશનથી સારું થયું છે.

તારા કારણે થયું છે. તું છે તો મારા જીવનમાં બધું જ છે. સુખ છે, શાંતિ છે. અને ઉત્સવ છે, પ્રસંગ છે. તું નથી તો જાણે મારા જીવનમાં કંઈ જ નથી.

મારું જીવન શૂન્ય છે હું પણ ઝીરો છું. મારી લાઈફ જાણે વેરાન પડેલા જંગલ જેવી છે. કે જાણે તેમાં ન તો કોઈ અવાજ છે કે ન તો કોઈ સળવળાટ છે.

મારા જીવન જીવવાની તું એક જ રીત છે. અને તું એક જ કારણ છે.

તું જ મારા માટે શ્વાસ અને તું જ હ્રદયનો ધબકાર છે. તારા માટે તો હું કદાચ બુક લખી અને લાઈન કરું તો પણ ઓછું પડે.

કોણ કહે છે કે તું મારી પાસે નથી?  તું મારી સાથે નથી. તું અહીં જ છે ક્યાંય જ ગઈ નથી. બસ હવે ફર્ક એટલો છે કે તું બધાને દેખાતી નથી. અને બધા સાથે વાત નથી કરતી. પણ મને તો તું દેખાય છે, રોજ મળે છે. રોજ મારી સાથે વાતચીત કરે છે. તું મારી બધી પ્રોબ્લેમમાં તું સોલ્વ કરે છે.

ઘરમાં હું કોઈને કહેતો નથી તે બધી જ વાત બધી તકલીફ હું ખાલી તને જ કહું છું. તું પહેલા પણ મારા સુખદુઃખમાં સહભાગી થતી હતી. અને આજે પણ થા છો.

આ બધાનો પણ  કોઈ વાંક નથી કેમ કે તું આ બધાને રોજ મળતી નથી, તેમને કંઈ કહેતી નથી, તેમની સાથે વાત કરતી નથી તો પછી તું છે કે નહિ તેની કોઈને ખબર કેમ પડે? 

આ બધા તો એમ જ માને છે કે તું અમારા બધાથી ઘણી દુર ચાલી ગઈ છે, અને કદી પછી તું પાછી નહિ આવીશ.

પણ તું મને રોજ મળે છે, મારી સાથે વાત કરે છે. મારે શુ કરવું જોઈએ અને શુ ન કરવું તેના વિશે સમજાવે છે.

મારા મનના તમામ કન્ફ્યુઝન દુર કરે છે.

પણ આ બધાને જો તું મળવા આવે તો આ લોકો પણ તારી સાથે વાત કરે, તને મળે તું એમને મળે એટલે એમના મનનો એક ડાઉટ દુર થઈ જાય  કે તું અમારી સાથે નથી.

તને જયારે પણ જોઉં છું ત્યારે મને અંદરથી એમ થાય છે કે હું હંમેશા ખુશ રહુ, હસતો રહુ.

અરે સોરી તારી સાથે વાત કરવામાં તને બર્થડે વિશ કરવાનું જ હું તો ભૂલી ગયો

વિશ યુ અ વેરી હેપ્પી બર્થડે માય ડીયર.

અચાનક જાણે ત્યાં વાતાવરણ બદલાય છે. પવન ખુબ જોરથી વહે છે.

જાણે આ ઘર રૂપી મૃત વસ્તુમાં કલ્પનાનાં  પ્રાણ પાછા પુરાય ગયા છે.

અચાનક અભીને આછી એવી કોઈનાં આવવાની ઝલક દેખાય છે. તે થોડો આગળ વધી અને જુએ છે તો તે સુમન છે.

અભી - સુમન તું આવી ગઈ.

સુમન - હા હું આવી છું મારો બર્થડે છે તું એટલી સરસ અરેન્જમેન્ટ કરે અને હું પાર્ટીમાં ન આવુ એવુ બને ખરું.

તું ક્યારનો મારી વાતો કરતો હતો, મને યાદ કરતો એટલે હું આવી ગઈ. અને હું બહુ ખુશ છું કે તું મારા વિશે, મારી લાઈફ વિશે આટલું વિચારે છે, હું કંઈ રીતે ખુશ થઉં, મને શુ ગમે છે?  એટલું ઘ્યાન રાખે છે.

હું ભલે અત્યારે તારાથી દુર છું પણ મારી સૌથી નજીક તું જ છે. હું હંમેશા તારી સાથે જ રહીશ અને તારી પાસે જ રહીશ.

મારા ઘણા સપના અને ઘણી ઈચ્છા હતી. પણ ઈશ્વરને તે મંજુર નહિ હોય. તારી સાથે ઘણું બધું સેલિબ્રેટ કરવું હતું. પણ બધું આપણે ધારીએ એવુ થતું નથી.

બધી જ ઈચ્છા પુરી થતી નથી. આપણે આ વસ્તુને પણ નસીબ સમજી અને સ્વીકારી લઈએ. એ જ બરાબર છે.

ચાલ હવે મને યાદ કરી અને દુઃખી ન થતો. અને બધાને ખુશ રાખજે અને તું પણ ખુશ રહેજે. તું ખુશ હોઈશ તો હું પણ ખુશ થઈશ.

મને હસતા હસતા યાદ કરજે અને આપણે રોજ મળશું. અને થૅન્ક્સ અગેઇન કે તું મારી આટલી કેર કરે છે.

ચાલ બાય હું જાઉં છું. ભગવાનને એ જ પ્રાર્થના કરું કે દરેક જન્મમાં તું જ મારો લાઈફ પાર્ટનર બને.

ત્યાર પછી બધું પહેલા જેવું થઈ જાય છે. અને અભી ખુબ રડે છે.

અને આ યાદોનું આલ્બમ બસ યાદ બનીને રહી જાય છે. અને આ સ્ટોરી યાદગાર બની જાય છે.

અભિનાં ધબકાર રૂપ સુમનની યાદો જાણે અભીને જીવવાની સતત પ્રેરણા અને હિંમત આપે છે.

અહીં આ સ્ટોરી રિલેશનની રિલ હોવા છતાં કાલ્પનિક હોવા છતાં રિયલ અને વાસ્તવિક લાગે છે.

                                                                             લેખન - જય પંડ્યા