અને બસ પછી હુ , ઘર તરફ જવા નીકળ્યો વરસાદ પછીની બાઈકની સવારી આગળ કોઈ પણ મોંઘી કાર ના આવી શકે માટીની સુગંધ એ કુદરતની ભેટ છે. જે આપ મેળે ઊંડો શ્વાસ લઈ વધુ જીવનને માણવા મજબૂર કરી દે તેમ છે.. બસ આમ વાતાવરણની મજા માણતા ઘરે તો આવે ગયો , અને બાઈકનું સ્ટેન્ડ પડતાજ વિચાર આવ્યું , કે મુંબઈ તો જવાનુજ છેને, ફ્લેટની સીડીઓ રોજ કરતા આપ મેળે થાક આપવા લાગી અને ઘરે આવે ગયો, કાલે સવારની ફ્લાઈટ છે, ને બધું પેકિંગ , બસ આ પેકિંગ નામ થી મારી મોમ યાદ આવી ગઈ , જો મોમના હોયને તો હું ક્યાંક કશુંક ભૂલી જ જાઉં બેડ પર બેસી ગયો, આ મારું ઘર પણ યાદ આવી ગયું , એક ઊંડો શ્વાસ લઈ મિસ યુ મોમ કહીને ઉભો થયો , બધી વસ્તુ ઓ અને કપડાંને ફાઈલ મુકવા લાગ્યો , થોડી વાર મા બધું પેક થઈ ગયું . અને મોમનો અવાજ મારી યાદ માથી જાણી બહાર આવી ગયું હોય , અમિત તારું બ્રશ ! લીધુંને બસ આ સાથે મારી આંખ પણ ભીંજાઇ ગઈ , રાતના બે વાગે રહ્યા હતા કોલ કરું પણ કેમનો , હળવી થી રડી લીધું ધીમા અવાજ સાથે આઈ લવ યુ મોમ i મિસ યુ કહી ને બાથરૂમ તરફ વળ્યોને મારું બ્રશ લઈને બેગ મા મૂક્યું , મારી આદત છે , રડિયા પછી અરિશામા જોવાની , અને અરિશા સામે આવી ગયો , આંખો સાફ કર્યા પછી પહલી નજર " આઈ લાઇનર" પર પડી ને બસ હલકુ સ્મિથ તરી આવ્યું મારા મુખ પરને સ્માઇલ કરતો હાથ માં લીધે હું તો હવે જાઉં છું મુંબઈ ... નેહા હવે ક્યારે મળશે ! કાશ આ તેને પાછી આપે શક્યો હોત તો વાત પણ થઈ જાત અને વિચાર આવ્યો ચલ તને પણ મારી સાથે મુંબઈ લઈ જાઉં , અને આઈ લાઇનરને પણ મારી બેગના આગળના ચેનમા મૂકી દીધી અને લાઈટ ઓફ કરી .. કાલથી થોડા સમય માટે જીવન બદલાવવા નું હતું.. અને આબધા વિચારોને કાબુ કરવા મારા થાકે પણ શાથ આપ્યોને હું જલ્દી થી સૂઈ ગયો..
સવારના ૫ વાગે બેલ વાગી ગયો , ઠડું વાતવરણ થઈ ગયું હતું રૂમ મા પણ મન થયું હજી થોડું ઊંગવું છે, કાશ અહ્યા પણ મારી મોમ હોત તો મારી ચાદર ખીચે લેત અને ફેન પણ બંધ કરી દેતને હું, ઉઠી જાત પણ હાલ એવું નહતું , બસ આ વિચારથી જ ઉથી ગયોને રેડી થઈ ગયો. અને જલ્દીથી નાસતો પણ બનાવી દિધો , જતા પેહલા પણ ઇચ્છા થઈ ગઈ કે રેડિયો ઓન કરીને નાસતો કરવા બેસુ જે મારી આદત હતી , ઓન કર્યો , હા આટલી વેહલી સવારમા જૂના ગીતો જ આવતા પણ એટલા બધા જૂના પણ નહિ ઓન કરી નાસતા કરવા બૈઠો અને થોડી વાત સોંગ આવ્યું " હમે તુમ સે પ્યાર કિતના યે હમ નહીં જાનતે ........ હા મજા આવી ગઈ અને સોંગ પતે એ પેહલા મારો નાસતો પણ પતિ ગયો , બેગ ઉઠાવીને નીકળો એટલામા બેગમા થી કઈક પડ્યો .. હમમ જોયું તો આઈ લાઇનર અને એક સેકંડ મા નેહા યાદ આવે ગઈ , હા અજીબ લાગે પણ આ આઈ લાઇનર ના પાડવા થી ઘર ની બહાર નીકળતા પેહલા મારા ફેસ પર સ્માઇલ તો લઈ આવેને એરપોર્ટ માટે ઓટો કરીને આવે ગયો એરપોર્ટ.. હજી બઘાસા આવી રહ્યા હતા ને આ બઘાશા સાથે કોફીની પણ યાદ આવે ગઈ .. ચાલતો ચાલતો આગળ વધ્યો પ્રોસેસની લાઈનમા આવે ગયો , ભીડ નહતી વધુ મારી આગળ લગભગ ૮ લોકો હતા , મારી આગળ વાડા ભાઈને કોલ આવે ગયોને એ વાત કરતા કરતા બહાર નીકળી ગયા , એમના ગયા પછી મૈ આગળ જોયું એક છોકરી હતી ખુલા વાળ હતા જાણી હમડાજ નહાવિ ને આવે હોય ને ઉતાવળમા સમય પણના મળ્યો હોય , થોડીક જ ક્ષણ મા એક એહસાસ થયો , એક સુગંધ જાણે મૈ પેહલા પણ ક્યાંક મેહસૂસ કરીલે હોય એમ લાગ્યું ફરથી એક વાર ઊંડો શ્વાસ લીધોને એટલા પેલી છોકરી એ પાછા વળીને જોયું ... અને
છોકરી- પેન હસે ..
અમિત - હું કઈ બોલી શકું એ પેહલા હું એને જોતો રહી ગયો .. મન મા હળવે થી અવાજ આવ્યો આતો નેહા...... બે ઘડી તો જાણી બધું ધોંભી ગયું ગયું એમ લાગ્યું અવાજ પણ નીકળી નહતો રહ્યો . સ્માઈલ જાણે મારા ચેહરા પર આવવા કૂદકા મારી રહે હોય એમ લાગતું હતુ
નેહા - હેલો પેન છે તમારી પાસે
અમિત - ઉમ્મ હા હા છે ને ... લો
નેહા - હા હા હા હા અરે ઉહન .. આતો આઈ લાઇનર છે ?
અમિત - ( સવાર બેગ માથી આઈ લાઇનર પડ્યા પછી મૈ અને ભૂલથી શર્ટ ના આગળના ખીશા માજ મૂકી દીધી હતી .. કઈ વિચાર આવે એ પેહલા નેહાના હાથ માથી આઈ લાઇનર લઈ પેન આપે ને હું , મારું હાસ્ય કન્ટ્રોલ કરી રહ્યો હતો ..
નેહા ,,- લો આભાર
અમીત - ઓહ યોર વેલકમ ...
અને જલ્દીથી પેન આપે નેહા ફરી ગઈ હજી પણ આ સપનાથી ઓછું નહતું લાગી રહ્યું અને આ પાછી આઈ લાઇનર, ! એનેમારા વેસી શું વિચાર્યું હસી યાર હું પણ શું કરી બૈઠો પાછું યાદ આવ્યું અને ખબરના પડી કે આ અનેજ આઈ લાઇનર છે ,! એટલા મા પ્રોસેસમા મારો વારો પણ આવે ગયોને હું આગળ વધ્યો નજર હજી નેહા મા હતી પણ દર વખત ની જેમ એ પછી ગાયબ ! હા ફાઈનલી પ્લેનમા આવી ગયો , બેગ હાથમા ને હું મારી સીટ શોધતો હતો , હા થોડા આગળ મારો સીટ નંબર દેખાય ગયો ૦૪ એટલે ઝેરો ફોર અને બાજુ ની સીટ મા એક દાદા બૈઠા હતા , ખૂબ ઉંમરલાયક હતા ,, મારા બેસતા જ વાત સારું કરી દીધી ખબર પડી ગઇ ચાલો કંટાળો તો નહિ જ આવે અને મન મા બીજો સવાલ આવ્યો નેહા પણ આજ ફ્લાઇટ મા જ હસે ને !
દાદા - બેટા મુંબઈ મા ક્યાં જવાનું છે.. ત્યાં ના છો ?
અમિત - હા દાદા પણ હું કામથી જાઉં છું .. અને રેહનવુ તો અહમદાબાદ
દાદા - સારું સારું બેટા ... અનનન મારો છોકરો પણ મારી સાથેજ છે પણ એ આગળની સીટ મા છે , ૦૨ મા ..
અમિત - ઓહ સરસ
દાદા - તારુ નામ
અમિત - દાદા હુ અમિત
દાદા - અમિત તને વાંધો ના હોય તો મારી છે ને મારા દીકરા જોડે બેસવું છે હે તું અ અ , , , , તને વાંધો ના હોય તો હા
અમિત - અરે દાદા એમાં શું કેમ નહિ હું આગળ જઈને તમારા સન ને પાછળ મોકલું ..
અને હું આગળ આવે ગયો ૦૨ મા ... ઊંગ થોડી બાકી રહે ગઈ હતી બેગ માથી હેડ ફૉન કાઢ્યોને રેડિયો ઓન કરી આખો હળવે થી બંધ કરી. આંખો બંધ કરતાજ મારું ઘર નજર સામે આવે ગયો હતું બસ લાગતું હતું હું સોંગ સાંભળતાજ સૂઈ જવાનો સોંગ ના આવતા મૈ સ્ટેશન બદલ્યું અને સોંગ આવ્યો ,, ' યે મોહ મોહ કે ધાગે તેરે ઊંગલીઓ સે ઉલજે.. હા મારું ફેવરિટ હતું ખૂબ ખુશ થઈ ગયોને આંખો ખૂબ સારી રીતે હવે મીંચાય ગઈ ..અને થોડી વાર પછી અવાજ આવ્યો કે બાજુ મા કોઈ બૈઠું અધૂરી ઊંગ પછી મીંચાઈ ગયેલ આંખો ખોલવાની ઇચ્છા નહતી , અને થોડી ક્ષણ મા મારા એક શ્વાસમા એક સુગંધ પણ જાણતી હોય એવું લાગ્યું આંખો હજી બંધજ હતી , આ એવીજ સુગંધ છે , જ્યારે હું નેહા ની પડી ગયેલ આઈ લાઇનર લીધા પછી આવી રહે હતી , આવેલી ઊંગ હળવેથી દુર ગઈ અને એક તાજગી આવી શું મારી બાજુમા તો નેહા ... ! અને બસ પછી હળવી થી આંખ ખોલી બાજુ મા નજર કરી હા નેહા જ હતી, ને બસ મન મા વિચારો ચાલુ શું વાત કરું ! ક્યાંથી શરૂ કરું ? વાત કેમની કરું આ બધું વિચાર કરવા મા લગભગ મૈ રેડિયો પર ૫ સોંગ સાંભળી લીધા હસે અને નક્કી કર્યો હવે હું વાત કરીશ ત્યારે જોયું તો નેહા ને આંખો પણ બંધ થઈ ગઈ હતી , હવે શું હું લેટ પડ્યો અરે હા લેટ ભલે પડ્યો આ ક્ષણ હતી જ્યાં હું નેહા ને મન ભરીને નિહાળી સકતો ,
ખબર નહિ કેમ પણ જાણે તેને મિંચેલી આંખો પણ એટલેજ સુંદર લાગી રહી હતી , અને તેને પાપણો જાણે એટલી સહજતાથી તેના ચેહરા ને એક અલગ કાયા આપે રહે હોય એમ હતું અને તેના વાળ જાણે આંજે મને પૂરી પરવાનગીના આપે હોય કે નિહાળી લે મન ભરીને હું બસ એક નજરે જોઈ રહ્યો હતો ને અચાનક નેહા ને આંખ હળવી થી ખુલી અને મારી સામે જોયું ! .
નેહા - ( નેહા ના મન મા જાણે શું હસે તેને આખો માં જાણે કઈ યાદ કરી રહી હોય એમ લાગતું હતુ )
નેહા - શું થયું ?
. અમિત - ઉમ્મ કઈ નહિ .
નેહા - તમે......... તો પેલે આઈ લાઇનર આપે હતું ઇજને ! જ્યારે મૈ પેન માંગી હતી રાઇટ ,!
અમિત - ઉમ્મ હા હું એટલે કે હા પેન આપે હતી એ હું અમિત
નેહા - હું ....નેહા
અમિત - નેહા ખૂબ સરસ નામ છે
નેહા - હમમ
આટલી વાત તો થઇ પણ પછી એક સન્નાટો છવાયો કે હવે શું ,વાત કરવી હું વિચારવા લાગ્યો
હા તો નેહા .
નેહા - હા
અમિત - મૈ હળવી થી મારા ખીશા નથી આઈ લાઇનર કાઢી આ યાદ ના આવી !
નેહા એ હળવી થી તેને હાથ મા લીધી .
નેહા - ઓહ સાચેજ આતો કદાચ મારી પણ આ તમારી પાસે કેમની ! તમે ....
અમિત - કેફે આઇકોનિક ! યાદ આવ્યું !
નેહા - અરે હા ત્યાજ મારા થી જ્યારે પર્શ પડી ગયું હતું ને ત્યાંજ આ રહે ગઈ હસે .. પણ તમારી પાસે કેમની એ ખ્યાલ ના આવ્યો .
અમિત - ઉમ્મ એટલે એવું થયું કે હું જરા તમારી આગળ બેઠો હતો મને લાગ્યું મારા પગ પાસે કશુંક પડ્યો , ઉઠાવે ને ફરની જોયું ત્યારે તમે નીકળી ચૂક્યા હતા અને.
નેહા - હા બસ સમજી ગઈ અને મેં હાલ નોટીસ કર્યું જ્યારે હું મારું નામ બોલી ત્યારે પણ તમે સાથે બોલ્યા એવું લાગ્યું શું તમે મારું નામ પણ !
અમિત - ઓહ મેહરબાની કરી એમ ના વિચાર તા કે હું તમારો પીછો કરું છું .. એવું કંઈ નથી .
.નેહા - તો !
( મન હજારો વિચારો ચાલવા લાગ્યા શું કહું હવે આ બધા વિચારો બધું જ શાંત થઈ ગયું હું બસ નેહા ની આખો મા જોતો રહે ગયો , ખબર નહિ કેમ ની પણ આગળ વાત કરવાની હિંમત મળી ગઈ , )
અમિત - હા તમે તો કોલ કર્યો તો ને મને .
નેહા - ક્યારે મૈં હું તો તમને આજે મળી છું , તો
અમિત- ( હસતા મોઢે) હેલો હું નેહા બોલો હેલો નવીન ભાઈ ,...
નેહા - ખૂબ આશ્ચર્ય પામી
હા હલકું સ્મિત એ પણ કરવા લાગી હતી મન મા બસ એવું થયું કે આ ફ્લાઇટ હવે નીચે ઉત્રેજ નહી આ વાતો નો અંત આવેજ નહે મને ખૂબ આનંદ થઈ રહ્યો હતો , જે આઈ લાઇનર ને હોય ખુશ થઈ રહ્યો હતો , એ આંખો આજે મારી સામે સ્મિત કરી રહી છે ,
.નેહા - ઓહ તો શું એ કોલ ભૂલ થી તમને લાગી ગયો હતો ,? આવું કેમનું થઈ શકે આઈ મિન આટલા બધા સંજોગો , કેમ ના સાથે મળી શકે ,? મારી આઈ લાઇનર મારું નામ ! આ બધું કઈ સમજાય નથી રહ્યું ?
બાય ધ વે એક વાત ના સમજાઈ મને , તમે આ આઈ લાઇનર સાથે લઈ નીકળ્યા એ પણ ક્યાં પેન રાખવાની હોય એ જગ્યા પર ,?
અમિત - અરે હા
નેહા - વોટ ! હા ટેલ મી નાઉ
હું નેહા ને શું કેહવાનો હતો કેહવાની એટલી હિંમત હોત તો કોલ કરી કહી પણ દીધું હોતને નંબર પણ મારી પાસે સેવ હતો હવે નેહા ને કેમનો જવાબ આપું એ એક મોટો સવાલ હતો .