unlike dissiosion in Gujarati Short Stories by Piyusha Gondaliya books and stories PDF | અણગમતો નિર્ણય

Featured Books
Categories
Share

અણગમતો નિર્ણય

પ્રાચી ઘર છોડી ને નીકળતી જ હતી કે નિશા એ રોકી .

કહું છું હજુ એકવાર વિચારી લે . આમ ઉતાવળે કોઈ નિર્ણય ન લેવાય. ઘર વિખાઈ જાય. ને  મને ખબર છે તું ભાંગી પડીશ. 

હું હવે બાકી જ ક્યાં રહી છું કે ભાંગી પડીશ. છેલ્લા કેટલાય મહિનાથી તો ટુકડે ટુકડે ભાંગી જ ગઈ છું ને! હવે બાકી બચેલી છું એ ને બચાવવા જ આ નિર્ણય લીધો છે. 

તો આ તારો છેલ્લો  નિર્ણય છે. 

હા ને આ નિર્ણય અચાનક નથી લીધો. કેટલાય સમય થી એકલી પડેલી હું અને તરફડતી મારી યાદોં બંને એ મળી ને નિર્ણય લીધો છે. 

પણ ...તું જસ ને ચાહે છે. એના વગર તું કેમ જીવી શકશે?

કેમ છેલ્લા કેટલાક સમય થી જીવી જ છું ને ! એમ આગળ પણ જીવી લઇશ. 

કહેવું સહેલું છે . પણ એ સહેવું ખૂબ અઘરું છે. પ્રાચી તમારા પ્રેમનો આમ અંત n લાવ . હજુ વિચારી લે. બીજું તો તને હું શું કહું . 

આ નિર્ણય લેવો મારા માટે પણ એટલો જ કઠિન છે પણ એના સિવાય બીજો કોઈ રસ્તો હવે મને દેખાતો નથી. 

નિર્ણય ! સાનો નિર્ણય ? ને તું ક્યાં જાય છે ? જસે ઘર માં પ્રવેશતા પૂછ્યું . 

નિશા કહી દે આ માણસને કે હવે હું એની સાથે એક દિવસ પણ રહી નહી શકું .

તમે બંને સમજુ છો . સમજી વિચારી ને નક્કી કરો જે કરવું હોય એ.પણ યાદ રાખજો સંબંધ માં એક વાર ગાંઠ પડે ને તો કોઈ કાળે છૂટશે નહીં. એટલું કહી નિશા પોતાના ઘરે જતી રહી. 

 શું થયું પ્રાચી ? કેમ આમ અચાનક બેગ ભરી તે ? ને ક્યાં જાય છે તું ?

હું હવે આ કહેવાતા સંબંધ માં નથી રહેવા માંગતી. બોલતા બોલતા પ્રાચીનું ગળું ભરાઈ આવ્યું. 

તો તને કોણ કહે છે કે તું જા ? ને આમ રડે છે શું ? થોડી તો મેચ્યોર થા. 

જો હું આવી જ છું . મેં તને પહેલા પણ કહ્યું હતું ને કે મારા થી કોઈ જાતનો ઇગ્નોરન્સ સહન નહી થાય. તું તારા કામ માં જેટલો પ્રામાણિક છે શું આપણા સંબંધ માટે પણ એટલો જ છે ? 

ફરી પાછી તું એ જ વાત પર આવી ? મેં તને કહ્યું હતું ને કે હું મારા કામ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન છું . મારા કામ ની વચ્ચે કોઈ પણ આવશે હું ચલાવી નહીં લવ. મારા માટે મારું કામ ખૂબ જ અગત્યનું છે. ને આ વાત મેં તને કેટલી વાર કહી છે. Why don't u understand that ? જસ થોડો ગુસ્સે થઈ બોલ્યો. 

નિશા કંઇ પણ બોલ્યા વગર પોતાની બેગ લઈ ઘરની બહાર નીકળી ગઈ. તેની આંખો ના આંસુને ખૂબ મહેનત થી રોકી રાખ્યા અને ત્યાંથી નીકળી ગઈ.

પ્રાચી ફ્લેટ પર પહોંચી જે તેની ફ્રેન્ડ નો હતો ને તેની ફ્રેન્ડ વિદેશમાં હતી. ફ્લેટ પર પહોંચી બેગ મૂકી ને તે પોક મૂકી ને રડી . અત્યાર સુધી બાંધેલા બંધ ને તેણે છૂટું મૂક્યું. ચોધાર આંસુઓ વહાવી તેની આંખ પણ થાકી ગઈ પણ જેમ ડેમ તૂટે ને પાણી નો વેગ રોક્યો ન રોકાય એમ પ્રાચી ના અશ્રુઓ પણ રોકાવાનું નામ નોહતા લેતા. તે બાથરૂમ માં શાવર લેવા ગઈ કે કદાચ થોડું મન શાંત થાય. પણ તેના આંસુઓ શાવર ની બુંદો સાથે ભળી ગયા. બહાર આવી ફ્રેશ થવા ની કોશિશ કરવા લાગી. પણ યાદોં નું વાવાઝોડું તેને એની સાથે ખેંચી ગયું. 

તેને એ દિવસ યાદ આવ્યો ....

તે અને જસ મળ્યા હતા. આમ તો એક સોશીયલ એપ પર મળ્યા હતા , થોડા દિવસ મેસેજ પર વાત થઈ ને તેમને લાગ્યું કે તેઓ એકબીજા માટે પરફેક્ટ છે તો મળવું જોઈએ. એક દિવસ આમ જ અચાનક ડિનરનો પ્લાન કર્યો. બંને એ ડિનર પતાવ્યું . ઘણી વાતો કરી . જસ ના હાસ્યમાં પ્રાચી ખોવાઈ જતી . જસ ને પણ પ્રાચી ગમતી હતી. ડિનર પતાવી જસ પ્રાચી ને મૂકવા એના ઘેર ગયો. વાતો વાતો માં તેણે પ્રાચી ને કહી દીધું કે તે એને પસંદ કરે છે. આમ અચાનક કરેલા પ્રપોઝ થી તે થોડી અવાક થઈ ગઈ . પણ તે ને પણ જસ પ્રત્યે લાગણી તો હતી જ . 

જો મને તું ગમે છે. હું તને ચાહવા લાગ્યો છું. શું કામ ? કયા કારણ સર એ બધું મને ખબર નથી પણ બસ મને તું ગમે છે. બોલ તારે શું કહેવું છે ?

પણ મને પ્રેમ થી ખૂબ ડર લાગે છે. પ્રેમમાં  પહેલા પહેલા તો બધું સારું લાગે. પણ પછી ખૂબ દુઃખ આપે .

હું બીજા જેવો નથી . વિશ્વાસ રાખ મારા પર. 

આટલું કહેતા પ્રાચી જસ ને ગળે વળગી ગઈ. 

વર્તમાન માં ફરી પાછી એ યાદ કરી ખૂબ રડી .એના આંસુઓ બંધ થવાનું નામ નોહતા લેતા. એની આંખ સોજી ગઈ હતી . એ જ આંખ જેના પર જસ ને પ્રેમ હતો ને આજે એ એને ચૂપ કરવા સુધ્ધાં ની જહેમત નોહતો લઈ રહ્યો. 

પ્રાચી ને ફરી એ દિવસો યાદ આવ્યા જ્યારે બંને મળતા હતા. પ્રેમ ભરી વાતો થતી. એકમેકના હાથોં માં હાથ લઈ ફરતા . ક્યારેક બગીચા માં તો ક્યારેક કોઈ રેસ્ટોરન્ટ માં. બંને ખૂબ ખુશ હતા એકબીજા સાથે . દિવસો વિતવા લાગ્યા. જસ પોતાના કામ માં વ્યસ્ત રહેવા લાગ્યો. કેટલીય વાર પ્રાચી ને મળવાનું કહીં ને મળવા ન આવતો . ફોન પર તો વાત કરવાનું સદંતર બંધ થઈ ગયું . મેસેજ ના reply પણ જો આપવા હોય તો આપે નહીંતર જોઈ ને રહેવા દે.

આ બધા થી અકળાઈ ને પ્રાચી ફરિયાદ કરતી કે હવે તે બદલાઈ ગયો છે. સમય જ નથી આપતો. 

જસ પાસે પણ એનો જવાબ તૈયાર જ હતો . જો મેં તને પહેલા પણ કહ્યું જ હતું કે મારું કામ મારા માટે પહેલી પ્રાયોરિટી છે. હું કામ છોડી ને બીજું કઈ વિચારતો નથી. 

પણ મારા પ્રત્યે પણ તારી કોઈ તો જવાબદારી છે કે નહીં. 

હું અત્યારે કામ માં છું . પછી કોલ કરું . 

પ્રાચી ફોન ની રાહ જોતી પણ ફોન કે મેસેજ કંઇ ન આવતું.

બીજા દિવસે ફરી એ જ નિત્યક્રમ . 

હું જાણું છું કે તું કામ માં વ્યસ્ત છે પણ મારે વાત કરવી છે. 

મીટીંગ માં છું . ફ્રી થઈ ને કોલ કરું . 

દિવસ વીતી ગયો . ફરી થી કોઈ કોલ નહી . 

જસ શું તું મારા થી થાકી ગયો છે ? જો તું આ સંબંધ થી થાકી ગયો હોય તો જણાવી દે . હું તને disturb નહીં કરું ,

મેસેજ જોઈ ને પણ કોઈ જવાબ નહીં . પ્રાચી ને કઈ સમજાયું નહીં . હવે એની ધીરજ નો અંત આવી ગયો હતો. 

તું ક્યાં છે ?હું મળવા આવું છું અત્યારે જ. મારે મારા સવાલો ન જવાબ જોઈ એ. 

ના હું મળી નહીં શકું . હું કામ માં છું . 

પણ મારે મળવું છે કહ્યું ને . 

તું કેમ નથી સમજતી હું કામ માં છું કહ્યું ને નહીં મળી શકું. 

પ્રાચીનું દિલ ધબકી ગયું . જસે આ રીતે ક્યારે પણ વાત નોહતી કરી . એની આંખોના અશ્રુઓ પાંપણના બંધ તોડી ને ગાલ પર થી નીચે સરકવા લાગ્યા. ફરી આજે એના ઓશિકા ભીંજાયા. 

પ્રાચી ફરી એ દિવસ યાદ કરવા લાગી જ્યારે જસે તેને કહ્યું હતું. હું છું ને હું બધું સાંભળી લઇશ. હું તને સંભાળી લઈશ. સાચવી લઈશ. એ વિચારો માં ડૂબી કે એનો શું મતલબ હતો.?

સવારે જાગીને પણ પ્રાચીના મન માં આગલા દિવસ ની જસે કરેલી વાત જ યાદ હતી. તેણે વાત કરવા કોલ કર્યો. જસે call કટ કર્યો. પ્રાચી મેસેજ કર્યા વગર કદી કૉલ કરતી નહીં . પણ છેલ્લા કેટલાક સમય થી જસે કોલ કરવાનું બંધ કરી દીધું હતું . પ્રાચી ને એ દિવસ યાદ આવી જતા જ્યારે 5min to 5મિનિટ જસ કોલ કરી લેતો. ને છેલ્લા 3 થી 4 મહિનાથી જસે એક વાર પણ ફોન નોહતો કર્યો. 

પ્રાચીના મન માં ગુસ્સો, પ્રેમ, અકળામણ ના મિક્સ ભાવો હતા. તે કઈ સમજી શકતી ન હતી. ગુસ્સા માં ને ગુસ્સા માં તેણે જસ ને કહી દીધું કે મારા બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે . તારી પાસે મારા માટે સમય નથી તો આપણે અલગ થઈ જવું જોઈએ. આ મેસેજ વાંચી ને પણ જસ નો કોઈ j reply નહીં. 

હવે પ્રાચી પોતાના પર કાબુ ગુમાવી બેઠી ..

Can't you understand કે I need you . I need to talk with you. Do you love me or not. ?

Please તું આમ શું કામ અકળાઈ છે . I love you darling. આવતા વિક આપણે મળીએ . 

પ્રાચીને થોડી રાહત થઈ . તે બસ દિવસો ગણવા લાગી કે ક્યારે તે જસ ને મળે અને પોતાની ફરિયાદો કહે. 

દિવસો વિત્યા જે દિવસે મળવાનું નક્કી કર્યું હતું એ દિવસ પણ આવી ગયો . પ્રાચી એ gm નો મેસેજ કર્યો . આજે મળીએ છીએ ને ?

હા હું પ્રયત્ન કરું છું. 

શું મતલબ પ્રયત્ન કરું છું ? હું પંદર દિવસ થી રાહ જોવ છું. આ સાંભળવા કે તું પ્રયત્ન કરીશ . I want to meet you. 

હું અત્યારે કામ માં છું . ફ્રી થઈ ને કોલ કરું . 

શું ? ખરેખર તું મને ignor કરે છે ને હવે . ? એક વાર કહી દે હું એક મેસેજ નહીં કરું તને . 

Darling I love you. પણ હું કામ માં છું પછી કહું ક્યારે મળીએ એ. 

પ્રાચી એ આશા એ સવાર થી સાંજ પાડી દીધી ને સાંજ થી રાત . પણ જસ કોલ તો ઠીક એક પ્રેમ ભર્યો મેસેજ પણ ના કર્યો. 

રાતના 12 વાગ્યા હતા . જસે મેસેજ કર્યો કે હું ઘરે પહોંચી ગયો. થાકી ગયો છું. સુઇ જાવ છું . 

પ્રાચી તેની રાહમાં હજુ રેસ્ટોરન્ટમાં જ બેઠી હતી. રાતના 12 વાગ્યા હતા. તેનું દિલ રડતું હતું હવે . તેને જસ ને કોલ કર્યો atlist 10 મિનિટ મળી લે. એ પોતાના દિલ ની વાત કરી ને હળવી થવા માંગતી હતી. પણ જસે કોલ ન ઉપાડ્યો. પ્રાચીની હાલત હવે દયનીય હતી. તે કંઈ પણ વિચારવાની ક્ષમતા ગુમાવી બેઠી હતી. તેને હવે પોતાની જાત પર પણ ગુસ્સો આવતો હતો. એ જ ગુસ્સામાં ને ગુસ્સા માં એણે જસ ને મેસેજ કરવાનું શરૂ કરી દીધું . 200 થી 300 એનિમલ na ઇમોજીસ જસ ના phone પર તેની notification. આ જોઈ જસે reply આપ્યો કાલ મળીએ પાક્કું. 

પ્રાચી ફરી બીજા દિવસ ની રાહ માં. પણ હવે તો એની ઊંઘ પણ જસે લઈ લીધી . કેમેય કરી તેને ઊંઘ ન આવી તે ન જ આવી. સવારે ફ્રેશ થઈ જસ ને મેસેજ કર્યો. તેનો reply 

હું કામ થી નીકળી ગયો છું . આપણે ફરી ક્યારેક મળીશું. 

પ્રાચીની દિલ ધબકારો ચૂકી ગયું. આંસુઓ સાથે હવે તેની મિત્રતા થઈ ગઈ હતી. જે તેને સાથ આપવા પહોંચી જતા હતા. હવે એ થાકી ગઈ હતી . હારી ગઈ હતી. તે હવે જસ સાથે લડતી થઈ ગઈ હતી. ને એકવાર કહી દીધું આપણે અલગ થઈ જઈએ . 

જેવી તારી મરજી . જસ નો આ reply વાંચી પ્રાચી ના પગ નીચે થી જાણે જમીન સરકી ગઈ . તે કઈ જ વિચારી , સમજી ન શકી. તેનું મન અને મગજ બંને એ કામ કરતું બંધ થઈ ગયું હતું. તે જાણે પોતાની સુધબુધ ખોઈ બેઠી ન હોય . 

તેણે કોલ કર્યો . પણ સામેથી કૉલ કટ થયો. 

તું કહેવા શું માંગે છે ? તું મને છોડવાની વાત કરે છે?

જો મેં ક્યારેય પણ એવું નથી કહ્યું કે મારે તારી સાથે સંબંધ નથી રાખવો પણ તારો behavior મને એવું કરવા પર મજબૂર કરે છે . તું મને સમજ કે હું કામ માં છું. હું તને નહી સમજાવી શકું ને તું એ સમજી નહી શકે. 

જસ ની આટલી વાત પરથી પણ પ્રાચી ફરી થોડી શાંત થઈ ગઈ ને તેને પણ પોતાના વર્તન પર થોડી શરમ આવી. 

થોડા દિવસ પ્રાચીએ મેસેજ કે કોલ ન કર્યા . ને સામે થી જસે પણ કોઈ મેસેજ ન કર્યા. આમ ને આમ પાંચ મહિના વીતી ગયા. જસ મળવાના વાયદાઓ આપતો રહ્યો ને મળવાના દિવસે કઈ ને કઈ કામ માં હોવાથી મળવાનું ટાળતો રહ્યો. પ્રાચી હવે માયુસ રહેવા લાગી. તેની અંદર ની ખુશી ક્યાંક ગાયબ થઈ ગઈ , તેની આંખો કાયમ આંસુથી ભરેલી રહેવા લાગી. તે સવાર થી સાંજ જસ ના એક કોલ માટે તરસવા લાગી. એના જીવન માં ઉદાસી છવાય ગઈ. તે જે હક થી લડતી, ઝઘડતી એ બધું બંધ કરી દીધું. જસ પર પોતાનો હક જતાવાનું છોડી દીધું. 

તે ભાંગી ગઈ . તેણે ફરિયાદ કરવાનું બંધ કરી દીધું . છેલ્લા કેટલાય દિવસ થી એના આંખોના આંસુ સૂકાતા નથી. તે હવે સમજી ચૂકી છે કે જસ ના જીવન માં તેનું કોઈ જ સ્થાન નથી. જસ પણ તેનો નથી . 

આજ એ જ દિવસ છે જ્યારે જસ એ પ્રાચી ને propose કર્યું હતું . આજ ના જ દિવસે જસે કહ્યું હતું કે તે તેને સાચવી લેશે, સાંભળી લેશે. પણ આ દિવસ જસ ને યાદ જ નથી . અને એટલે જ આજે તેને પોતાને પણ ન ગમતો નિર્ણય લીધો . તે જાણે છે કે તે માટે તેને ખૂબ પ્રયત્ન કરવો પડશે. કેમ કે તેને જસ ને પાગલ પન ની હદ સુધી પ્રેમ કર્યો છે ને કદાચ આ પાગલપન વાળો પ્રેમ જ જસ ને બંધનરૂપ લાગ્યો હશે. તો આજ થી તેણે જસ ને પણ આઝાદ કર્યો. કોઈ પણ જાતની લડાઈ વગર. એક શબ્દ કહ્યા વગર. 

પ્રાચી તૂટી ગઈ , ભાંગી પડી , પ્રેમ છે ? પ્રેમ નથી ? , વાતો કરવી કે મળવું  એ જ પ્રેમ છે? આ જસ ના શબ્દો એને યાદ આવ્યા. ને મન માંજ બોલી ....તો પ્રેમ શું છે ? પ્રેમ ની પરિભાષા શું છે ? 

તેનો જવાબ હજુ પ્રાચી ને મળ્યો નથી. ને કદાચ મળશે પણ નહિ.