લગભગ 1:45 બપોરનો સમય થયો હશે આજે મેં. બપોરે ઊંઘ લીધી હતી, આંખો ધીરે ધીરે ઢૂંઢળી થતી ગઈ, વિચારો ઘેરાવા લાગ્યા, ઓક્સિજનો પ્રવાસ વધતો ગયો અને ઊંડા શ્વાસો સાથે હું સપનામાં પહોંચ્યો.
રોજની જેમ ઊંઘવા માટે મારે આજે ઘણા પ્રયત્નો નતા કરવા પડ્યા બસ આંખો મીચાઈ ગઈ, આંખોમાં ધીરે ધીરે એક નવી દુનિયામાં આવ્યાની માદકતા જોવા મળી, હું સપનામાં પેલીપાર પહોંચ્યો અને ત્યાં એક મોટો રાજ઼મહેલ હતો પણ જાણે મારું જ઼ ગામ અને એ રસ્તો જ્યાં ભાગ્યે વર્ષમાં એક બે વાર મારે જવાનુ થાય, મારાં મિત્રનું ઘરે એ રસ્તાથી જઈ શકીએ એટલે,
એક મોટો મહેલ જેની મોટી મોટી દીવાલો અને ઈટાલીયન સ્ટાઈલમાં આખુ આર્કીટેક સ્ટક્ચર ઉભું જોવા મળતું હતું, થોડીજ વારમાં મારો હાથ કોઈએ પકડ્યો અને ડરતા ડરતા કહ્યું ઉપર જો ફ્રેમ.. મેં પૂછ્યું કઈ ફ્રેમ? એને કીધું ઓલા જાદુગરની.. મેં કીધું અરે હા પણ આતો વર્ષોથી છે એમાં શું મોટિવાત.. ડરેલો મારો મિત્ર મને કે એ સાધુને મેં જોયો છે મહેલની પાછળ, મેં હસ્તા હસ્તા કહ્યું અરે પાગલ પણ એ સાધુ ને મર્યે 500 વર્ષ થયાં.... પણ મારાં મિત્રનો ડર વધતો જ઼ ગયો એને ફરીથી એ ફ્રેમ જોઈ પણ એ ડરેલો જ઼ હતો
આખુ ગામ સુમસાન હતું, ચારે તરફ આંધકાર ફેલાયેલો જોવા મળતો હતો, માણસોની અવર જવર બંધ હતી, નદીનો. અવાજ ગુંજતો હતો, પણ ગામમાં દૂર દૂર સુધી નદી જ ન હતી, આ કઈ માયા હતી હું મનમાં જ વિચારતો હતો, મારાં મિત્રના ધબકારા વધતા જતા હતા અને મારે રહસ્ય જાણવાની તાલાવેલી વધતી હતી, ઘનઘોર વાદળા છવાયેલા હતા, કયારેય પણ ન જોયા હોય એવા, અચાનક અટ્ટ હાસ્ય સાંભળવા મળ્યું અને દૂર -દૂર સુધી ગુંજતો અવાજ એક કરુણ રુદન હાસ્ય સાથે હતું ભયાનક અવાજ,
જોરજોરથી પવન ફૂંકવા લાગ્યો અને મંદિરની ધજા લહેરવા લાગી, ધૂળની ડમરીઓ મારી આંખોને શોધતી હોય એવુ લાગ્યું, લાલ આંખો થયેલી મારી આંખો, મારાં મિત્રને શોધતી હતી, એ બાજુમાં જ હતો અને આંખો ખોલવાનો પ્રયત્ન કરતો હતો, એટલામાં જ પવન સાથે ફરીથી અટ્ટહાસ્ય શરુ થયું અને એક કરુણ રુદન ફરીથી સંભળાયું, આંખો ખુલે એ પહેલા જ મેં મારાં મિત્રનો હાથ પકડી કહ્યું ભાઈ ડર મત આ પવન થોડી વારમાં શાંત થઇ જશે, એટલામાં જ એ બોલ્યો હા પણ આ અવાજ ક્યાંથી આવે છે નક્કી એ જાદુગર જ છે, જે ફ્રેમમાંથી બહાર આવ્યો છે, ભાગ તું ભાગ એના શબ્દો પુરા થાય એ પહેલા જ,અચાનક વાદળા ગરજવા લાગ્યા અને વરસાદ થવા લાગ્યો અને મારો મિત્ર અને હું મંદિર તરફ ભાગ્યા જેથી પાણીથી પલડતા બચીએ, પરંતુ મારો મિત્ર મંદિરે જઈને ઉભો રહ્યો અને એને હાશકારો આવે તે પહેલા જ઼ એક સાધુવેશમાં એજ જદુગર જોર જોરથી હસવા લાગ્યો, આ શરૂઆત છે, દીકરા હજી તો તારી કયાપલટ થશે, બધા જ઼ રંગો તને એક સવાલ પૂછશે ઓળખે છે મને?
એની વાતો કઈ જ઼ સમજાય એવી ન હતી અને તરત અચાનક ઘરની બાજુમાં કાન્સ્ટ્રક્સન સાઈટમાંથી મશીનનો અવાજ આવ્યો ને મારી આંખ ખુલી.......
એક ઊંડો શ્વાસ સાથે મને ટોપિક મળ્યો કંઈક લખવાંનો આ સપનું એટલું રિયલ હતું કે એમાંથી હું નીકળ્યો એજ મોટિવાત હતી, પણ હું મસીહા હતો એની ખુશી થઇ,
પણ મને ખબર છે જયારે હું વેન્ટિલેશન વગર બારી બારના બંધ કરીને સૂવું એટલે જ઼ સપનાઓ આવતા હોય છે,. માટે બ્રેઈન માટે ઓક્સિજન જરૂરી હોય છે,
Have a nice day ,
✍🏻vansh prajapati