વરદાન કે અભિશાપ (ભાગ-૪૨)
(નરેશ ઘરના દરવાજે આવી જાય છે. ઘરનું વાતાવરણ અને સગા-સંબંધીઓને જોઇને મણિબાને અણસાર આવી જાય છે કે કંઇક ખોટું થયું છે પણ મનમાં એક આશ હોય છે. આ બાજુ જેવો નરેશ વાનમાંથી ઉતરે છે કે તરત જ મણિબાને ભેટી પડે છે. એ બાદ મણિબાનો અણસાર સાચો પડી જાય છે. તેમની નનામી તૈયારીમાં હતી. વાતાવરણમાં જોરદાર કહેર હતો. તેમની નનામીમાં હજારોની સંખ્યામાં લોકોની હાજરી હતી. કેમ કે, આજે એક સાથે બે નનામી ઉપડી હતી. હવે આગળ......................)
નરેશ અને સુશીલા તેમજ પરિવારના બાકીના લોકો થોડા સમય પછી સામાન્ય જીવન જીવતા થઇ ગયા. પણ હજી પણ ઘરમાં સામાજીક ઝઘડાઓ તો ઉભા જ રહ્યા હતા. એ જ અરસામાં નરેશના પુત્રનો ગંભીર અકસ્માત થયો. અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતને નજરે જોનારા તો એમ જ કહેવા માંડ્યા કે, આ છોકરો તો બચશે જ નહીં.
હોસ્પિટલથી ફોન આવતાં નરેશ તરત જ પરિવાર સાથે દવાખાને પહોંચી ગયા. ત્યાં પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ડૉકટરે તેમને મોટા દવાખાને જવાનું કહ્યું. ધનજી, મણિબા, સુશીલા, નરેશ અને બીજા અંગત પરિવારના લોકો સાથે જ નરેશના પુત્રને દવાખાને લઇ ગયા. દવાખાને નરેશને આટલો બધો લાચાર કોઇએ નહોતો જોયો. ધનજી વાાતને સમજી જાય છે. તે નરેશ પાસે જાય છે. તેના ખભા પર હાથ મૂકી આશ્વાસન આપે છે. તરત જ નરેશ પિતાને ભેટીને નાના બાળકની જેમ રડવા લાગે છે. ત્યાં જ એક ચમકારા સાથે દેવીશક્તિ પ્રકટ થાય છે. નરેશ તો તેમને જોઇને અચંબિત થઇ જાય છે.
દેવીશક્તિ : બોલ વીરા, તારે શું જોઇએ. આજે તે મને ખરા દિલથી યાદ કરી એટલે મારે આવવું પડયું.
નરેશ : મા, મારે બસ એટલું જ જોઇએ કે મારા પુત્રને કંઇ જ ના થાય. જો તમે સાક્ષાત બેઠા હોય ને મારા પુત્રને કંઇક થાય તો મારે તો પૂજા જ કરવી વ્યર્થ.
દેવીશક્ત : બસ આટલી જ વાત. જા તારા પુત્રને કઇ જ નહીં થાય. પણ ................
નરેશ : પણ શું મા ?
દેવીશક્તિ : અત્યાર સુધી ગાદીપતિ તારા દાદા હતા. અને હવે તારા પિતા છે. પણ તારે તારા પિતાની હયાતીમાં ગાદી સંભાવી પડશે.
નરેશ : પણ હું જ કેમ ?
દેવીશક્તિ : તું જ આ ઘરમાં એવી વ્યક્તિ છે કે જે ઘરનું બંધ રહસ્ય બધાની સામે લાવી શકીશ અને પરિવારનો ઉધ્ધાર કરી શકીશ. બોલ તને મંજૂર છે ?
નરેશ : હા મા, મને મંજૂર છે.
આટલું બોલતા જ દેવીશક્તિ અદ્રશ્ય થઇ જાય છે. નરેશને તો કઇ સમજ જ ના પડી કે આ બધું શું થઇ ગયું. તેનું મન હવે શાંત થઇ ચૂક્યું હતુ. જાણે તેનો ભાર કોઇકે હળવો કરી દીધો. જાણે કોઇ ચિંતા જ ન રહી હોય. આ બધું જ પરિવારના સભ્યો જોઇ રહ્યા હતા. એ બધા પણ અવાચક બની ગયા હતા કે જે થયું એ ભ્રમ હતો કે પછી સત્ય ઘટના....!!!
એટલી જ વારમાં ડૉકટર બહાર આવે છે અને આમ તેમ નજર કરીને નરેશને શોધી લે છે. જેવા તેઓ નરેશ પાસે આવે છે તેઓ જે કહે છે તે સાંભળી તો નરેશ અવાક બનછ જાય છે અને બાકીના લોકોને પણ પોતાના કાન પર વિશ્વાસ નથી આવતો કે આમ પણ બની શકે.
ડૉકટર : ભાઇ, તમે શું કર્યું ? તમારી પ્રાર્થનાઓ કામ આવી ગઇ. જે તમારા બાળકના ૧ ટકા જ ચાન્સીસ હતા તે બાળકને હાલ ભાનમાં પણ છે અને તેની રીકવરી પણ ચાલુ થઇ ગઇ છે.
નરેશ : શું વાત કરો છો ? મારા પુત્રને હવે સારું છે ?
ડૉકટર : હા બિલકુલ. આ તો ચમત્કાર થઇ ગયો. મે મારા જીવનમાં આવો કેસ જ નથી જોયો. ખરેખર પરમ કૃપાળુ પરમાત્માી તમારા પર કૃપ દ્રષ્ટિ છે.
નરેશ : (આભાર માનતાં રડી પડે છે.) તમારો ખૂબ-ખૂબ આભાર.
ડૉકટર : અરે મારો આભાર ના માનશો. ભગવાનનો માનો જેમણે તમારા બાળકને નવું જીવન આપ્યું.
નરેશને દેવીશક્તિ પર વિશ્વાસ બેસી ગયો કે તેમણે તેમનું વચન પાળ્યું. હવે નરેશની વારી હતી.
(નરેશને દેવીશક્તિ તરફથી મળેલ વારસો તે સારી રીતે સંભાળી શકશે ? વારસામાં સાથે-સાથે તેને શું મળશે ?)
- પાયલ ચાવડા પાલોદરા