Cesarean in Gujarati Short Stories by anju books and stories PDF | સિજેરીયન

The Author
Featured Books
Categories
Share

સિજેરીયન

 

                        ડો.શશી દિલ્હી સેમિનારમાં ભાગ લેવા સાંજની ફ્લાઈટમાં નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. તેમના જેવા શ્હેરના મોટાભાગના ગાયનેક જઈ રહ્યા હતા. તેમના પત્ની તેમનો સામાન પેક કરી રહયા હતા.ત્યાં તેમના મિત્ર ડો.પ્રિયંકનો ફોન આવ્યો.  " શશી જલ્દી આવને એક ખૂબ કોમ્પ્લિકેટેડ કેસ આવી ગયો છે. તારા સિવાય કોઈ સોલ્વ નહીં કરી શકે. આવ જલ્દી " 

" આવી ગયો છે કે તે બનાવી દીધો છે " 

" પ્લીજ મારી મદદ કર તારા સિવાય કોઈ આ કેસ નહીં બચાવી શકે " 

" સાંભળો છો, જઈ આવો હજુ તમારી ફલાઈટને ચાર કલાકની વાર છે. આમેય તમને બીજા ડોક્ટર ત્યારેજ બોલાવે છે ને ,જ્યારે કેસ તેમના હાથમાં ના હોય. જાઓ બિચારી કોઈ સ્ત્રીની જીંદગી બચી જાય " 

               સેવાભાવી ડોક્ટર શશી ના ના કહી શકતા. હમેશા દરેકને મદદ કરવા તૈયાર રહેતા. તેઓ ડો.પ્રિયંકના નર્સિંગ હોમ પર આવ્યા.ઓટીમાં સીજેરીયનની બધી તૈયારી કરી દેવામાં આવી હતી.યુવતીના સગા બે હાથ જોડીને તેમની સામે ઊભા રહયા હતા.તે તેમનો યુનિફોર્મ પહેરીને ઓટીમાં ગયા.ઓપરેશન શરૂ થયું.તે યુવતીના ગર્ભમાં બે બાળકો હતા. હજુ પૂરો સમય નહતો થયો, પરંતુ કોમ્પ્લિકેશન્સ  બહુ વધી ગયા હતા. તાત્કાલિક સીજેરીયન કરવું જરૂરી હતું. કોણ જાણે કેમ જીવનમાં પહેલીવાર તેમના હાથ ધ્રુજી રહયા હતા.ગમે તેવા કેસ તેઓ ચૂટ્કીમાં પાર પાડતાં. તેમના માથાના વાળ આવા કેટલાય ઓપરેશનો કરીને ધોળા થયા હતા.આજે તેમને  નામ દામ, શોહરત બધુજ મળ્યું હતું. તેમની હોસ્પિટલે આવતા ડિલિવરીના કેસ મોટેભાગે નોર્મલ ડિલિવરીમાં સરળતાથી પતી જતાં. તે જરૂરી હોય તોજ ના છૂટકે સીજેરીયન કરતાં. લોકો કહેતા કે તેમના હાથમાં કલા અને જશ છે. તેમના હાથમાં સાક્ષાત ભગવાન બિરાજે છે. તેમના હાથે વર્ષોની પ્રેકટીશમાં એક પણ કેસ બગડ્યો નથી. ઘણા એવા પણ કેસ આવ્યા છે જેમાં તેમણે પોતાના ખર્ચે પેશન્ટને દવા આપી છે. તેમને પોતાને સમજાતું નહતું કે આજે તેમના હાથ કેમ કાંપે છે!. મનમાં લાગણીઓની જણજણાટી કેમ થાય છે!. દિલ બેચેન કેમ છે!. ડો પ્રિયંક ને પણ નવાઈ લાગી.  " કેમ શશી શું થાય છે ?" તેમણે તેમનું કામ ચાલુ રાખ્યું. ક્લાક પછી ઓપરેશન પૂરું થયું. બે બાળકોમાં એક તંદૂરસ્ત હતું અને બીજું જરા નબળું હતું.તેને તાત્કાલિક ટ્રીટમેંન્ટની જરૂર હતી. ડો પ્રિયંકના ગયા પછી ડો શાશીએ તે યુવતીની સામે જોયું.જેને હજુ ભાન નહતું. તેનો ચહેરો જોઈને બીજી ક્ષણે તેમના પગ તળેથી જાણે ધરતી ખસી રહી હતી. તે નીચે બેસી ગયા. તેમની આંખો ભીંજાઈ. નર્સે પૂછ્યું " શું થયું સર ?" તેમણે કહયું

"તમે જાઓ હું જરા પેશન્ટને ચેક કરીને આગળ શું કરવું તેની સલાહ આપું છું?" 

" જી સર " બધા ઓટીમાંથી બહાર ગયા પછી તેમણે તે એયુવતીના માથામાં હાથ ફેરવ્યો. તેમની આંખોમાંથી આંશુંના બે બુંદ સરીને તે યુવતી ઉપર પડ્યા. તેઓ બોલ્યા 

          " હવે મને સમજાયું કદી નહીંને આજે મારા હાથ કેમ કાંપે છે. દીકરી મળી મળીને મને આ હાલતમાં મળી?" 

ભારે હ્રદયે તે ડો.પ્રિયકની ચેમ્બરમાં આવ્યા. જ્યાં તે યુવતીના સગા તેમને વિનવી રહયા હતા. " અત્યારે હાલ અમારી પાસે પચાસ હજાર નથી.આ વીસ હજાર છે તે લઈ લો સાહેબ બીજા કાલે વ્યવસ્થા કરીને આપી દઇશું " 

    " એ નહી બને. પૈસા તો તમારે આજેજ જમા કરાવવા પડશે. આ તો સારું કહો ડો .શશી તમારા સારા નસીબે મળી ગયા અને તમારા દીકરાની પત્ની અને બાળકો ને બચાવી લીધા.તમે જાણો છો ડો શશી આ શહેરના સૌથી મોટા ગાયનેક ડોક્ટર છે. એપોઇમેંટ વિના તેઓ કોઈને મળતા નથી. તેમની ફી બહુ ઊંચી છે. આ તો તમારી તકલીફ જોઈને ઓછી ફી લઈએ છીએ " 

" સાહેબ અમારી દીકરીને બચાવી લીધી. મોટો પાડ તમારો, લો આ મારી સોનાની ચેન પરંતુ મારી તાજી જન્મેલી બાળકીને બાળકોની હોસ્પિટલે લઈ જવાની રજા આપો " 

 અત્યાર સુંધી આ સાંભળી રહેલા ડો શશીને ગુસ્સો આવ્યો.  " ડો પ્રિયંક જવા દો એમને ,બહેન તમે જાઓ " 

તેમના ગયા પછી ડો. પ્રિયંકે કહયું  " આ બધી આ લોકોની ચાલ હોય છે શશી "

" મારી ફી કેટલી છે તે બધા સારી રીતે જાણે છે ,પછી આટલા બધા પૈસા શા માટે ?" 

" તું સેવા કરે છે યાર હું નથી કરતો. તે ગરીબ નથી તે અને તેનો પતિ બને શિક્ષક છે. તું જાણે છે લગ્નના દસ વર્ષ પછી આ યુવતી માં બની છે. એટ્લે તેના ઘરના માંગીશું એટલા પૈસા આપશે " 

" પ્રિયંક તે ચાહયુ હોતતો યોગ્ય સારવાર આપીને તેની સમયસર નોર્મલ ડિલિવરી કરાવી શકત "

" એટ્લે તું કહેવા શું માંગે છે! મને પણ વર્ષોનો અનુભવ છે " 

 " એટલેજ તારે નોર્મલને બદલે સીજેરીયન વધારે કરવા પડે છે અને મને વારંવાર બોલાવવો પડે છે " 

" બસ બહુ થયું છોડ યાર ..." 

ડો .શશીએ પોકેટમાંથી નોટોનું બંડલ કાઢીને પ્રિયંકના ટેબલ ઉપર મૂક્યું.  " લે જોઈએ એટલા લઈ લે તારી ઓટીમાં જે પેશન્ટ બેભાન પડી છે એને મારા નર્સિંગ હોમમાં ટ્રાન્સફર કર. તેની સ્થિતિ નાજુક છે. મારે તેનું સતત ઓબ્જર્વેશન કરવું પડશે.અડધો અડધો કલાકે તેનું ચેકઅપ કરવું પડશે. "

" ઓહ શશી આપણે સેમીનારમાં જવાનું છે. હવે બાકીનું કામ સ્ટાફ સાંભળી લેશે " 

" પ્રિયંક આ ઠીક નથી કેસ હાથમાં લીધો આટલી તગડી ફી લીધી પછી તેને પૂરી ઈમાનદારીથી નિભાવવું જોઈએ " 

" ઠીક છે જેવી તારી મરજી બાકી પેશન્ટનું અહી પણ સારી રીતે તું ધ્યાન રાખી શકે છે ,આઈ એમ સોરી " ડો શશી તે સાંભળવા રોકાયા નહીં તેઓ બહાર આવ્યા.બહાર બેઠેલા સજ્જનને  કહયું  " બધુ ઠીક થઈ જશે ભાઈ તમે ચિંતા કરશો નહી " 

" મારી દીકરી ઠીક તો છે ને! " આંખમાં આંશું સાથે તેમણે પૂછ્યું. " હા" તેમનો ફોન રણક્યો. " તમને બહુ વાર લાગી. કેસ બહુ સિરીયસ છે કે શું ? તમારી ફ્લાઇટનો સમય થવા આવ્યો છે " 

" મોડુ થશે " તેમનો અવાજ ગળગળો થઈ ગયો. 

" કેમ પેશન્ટ તો ઠીક છે ને ! સિજેરીયન સફળ તો રહયું ને !" 

" હા તમે અહી આવી જાવ. હું અહીથી સીધો એરપોર્ટ જઈશ." તેમણે ફોન કટ કર્યો. પેલા બહેન તેમની સામે જોઈ રહયા. લગભગ તેમની હમઉમ્ર એવા સાથે આવેલા ભાઈ બાળકીને લઈને બાજુની ચિલ્ડ્રન હોસ્પીટલમાં ગયા હતા. 

                  આજે તેમને એ દિવસ યાદ આવી ગયો. બહુ લાડકોડમાં ઉછરેલી તેમની દીકરી સોનમે જ્યારે સામાન્ય ઘરના યુવાન સાથે લગ્ન કરવાની જિદ્દ પકડી હતી. પોતે ના કહી દેતા તેણે તે યુવાન સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. ત્યારે પોતે ગુસ્સે થઈને કહી દીધું હતું. કે તું આજથી મારી માટે મરી પરવારી છે. સોનમ ત્યાર પછી ક્યારેય ઘરે પાછી આવી નહોતી. તેની કોઈ ભાળ નહોતી મળી. તે કચ્છમાં તેના પતિ સાથે રહેતી હતી. હજુ મહિના પહેલા તેઓ અહી રહેવા આવ્યા હતા. ડો શશી ખડે પગે તેની સેવામાં હાજર હતા. 

                    તે યુવતી સોનમ ભાનમાં આવી હતી. તેણે જોયું ... વારંવાર આંખો પટપટાવી. નજર સામે પિતાનો ચહેરો તરવર્યો. તેણે આંખો મીંચી. ડો શશીએ તેના ભાલે હાથ મૂક્યો 

" બેટા સોનું "  તેને જ્યારે લાગ્યું આ સ્વપ્ન નહીં હકીકત છે ત્યારે તેણે આંખો ખોલી પિતાને જોયા હરખાઈ ગઈ. 

" પપ્પા જ્યારે બધા ડોક્ટરો છૂટી પડ્યા હતા. ત્યારે મે ભગવાનને પ્રાથના કરી હતી કે મારા પપ્પાને મારી પાસે મોકલી દો ..પપ્પા મને માફ કરી ધ્યો " 

ડો.શશીએ દીકરીના હોઠ પર હાથ રાખ્યો  " નહીં બેટા "

તેમના પત્ની ત્યાં આવી ગયા " કેમ મોડુ થયું ? સીજેરીયન સફળ રહયું ને ?" 

 " હા સફળ રહયું આજે હું આ સીજેરીયન કરીને ખૂબ ખુશ છું. તમે દર વખતે ભગવાનને પ્રાથના કરો છો ને ,તમારી એ પ્રાથના મારા માટે નહીં મારા પેશન્ટ માટે હોય છે. તે હું જાણું છું દરેક વખતે તમે બાળકને જ્ન્મ આપતી સ્ત્રી અને જન્મ લેતા બાળક માટે દુઆ માંગો છો. ભગવાને તમારી પાર્થના સાંભળવી પડે છે. તે કારણે જ હું દર વખતે સફળ થાઉં છું. આજે તમે મારા પેશન્ટ ને નહીં મળો !" 

                          તેઓ પત્નીને પેશન્ટ પાસે લઈ ગયા. " સોન આપણી દીકરી " માં દીકરીનો દસ વર્ષ પછી અદ્ભુત મેળાપ થયો. તેઓ બોલ્યા 

" હું ભગવાનને પ્રાથના કરતી હતી કે આજે એમને બહુ વાર લાગી. એ સ્ત્રી અને તેના આવનાર બાળકની રક્ષા કરજે અને જુઓ ભગવાને મારૂ સાંભળ્યુ " 

                                                                                          * સમાપ્ત *

                                

     

                                                                                    *સમાપ્ત *