Old key in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | જૂની ચાવી

Featured Books
Categories
Share

જૂની ચાવી

"જૂની ચાવી"


પપ્પા,આ જૂની ચાવીઓ ક્યાંની છે?
વ્યોમ બોલ્યો.

રવિવારે વ્યોમે પિતાજીના રૂમમાં ખાંખાખોળા કરતા જૂની ચાવીઓ મળી હતી. વ્યોમાને નવાઈ લાગી હતી.

જૂના ચશ્માની દાંડી સરખી કરીને પ્રવિણભાઈ બોલ્યા.
ક્યાંથી મળી હતી? મારા રૂમમાં શું શોધતો હતો? તારા નામે વિલ કરી દીધું છે. એ ચાવીઓ જ્યાં હતી ત્યાં મૂકી દે.

વ્યોમ..
પપ્પા,આ ચાવી મેં પહેલી વખત જોઈ છે. હું મારી એક ચોપડી શોધતો હતો એ મળતી નહોતી એટલે મને થયું કે પપ્પાના રૂમમાં શોધું.તો મને આ ચાવીઓ મળી હતી.

પ્રવિણભાઇ..
ઓહ.. તારી બુક મેં લીધી નથી. મને પૂછવું તો હતું? એ ચાવીઓ ઠેકાણે મૂકી દે.

વ્યોમ..
પણ પપ્પા, તિજોરીની છે કે કોઈ ઘરની છે? આપણી છે કે બીજા કોઈની?

પ્રવિણભાઇ હસ્યા..
એ આપણા ઘરની ચાવી છે.આપણા વતનના ઘરની.

વ્યોમને નવાઈ લાગી.
મનમાં..
પપ્પાએ શહેરમાં ફ્લેટ લેવા માટે વતનનું ઘર વપરાશ વેચી દીધું હતું. ને વતનના ઘરની ચાવી આટલી જૂની નહોતી. 

વ્યોમ..
પપ્પા, મને યાદ આવતું નથી. આપણા વતનના ઘરની ચાવી આવી નહોતી. આ કોઈ પુરાના જમાનાની છે. ને એન્ટિક લાગે છે.

પ્રવિણભાઇ હસી પડ્યા.
એટલે તારે આ જૂની ચાવીના રૂપિયા ઉભા કરવા છે?

વ્યોમ..
પપ્પા, તમે જુદું સમજો છો. આ કામની ચાવી ના હોય તો એને ફેંકી દો..ના..ના..એના કરતા આ જૂની ચાવીના હજાર બે હજાર મળશે. એ રૂપિયામાંથી તમારા માટે નવા ચશ્મા લાવીશું. પણ આ કયા ઘરની ચાવી છે?

પ્રવિણભાઇ..
આ ચાવી મારી યાદગીરી છે. મારા જીવતા જીવ આ ચાવી વેચવા દેવાનો નથી. મારા જૂના ચશ્માંમાંથી મને દેખાય છે. ખોટો ખર્ચ કરવો નથી. ને તારે પણ ઘણો ખર્ચો છે.

વ્યોમ..
પપ્પા..પણ આપણું બીજું ઘર હતું? મને યાદ નથી.

પ્રવિણભાઇ..

હા.. વતનમાં આપણા ત્રણ ઘર હતા. મારા બાપાએ ઘર ચલાવવા માટે એક ઘર વેચી દીધું હતું. ત્રીજા ઘરની જરૂર નહોતી. પણ એ ઘરની ચાવી નથી. પણ આપણે હમણાં જે ઘર વેચી દીધું હતું એની પણ આ ચાવી નથી. પણ એક બીજું ઘર હતું એની ચાવી છે.

વ્યોમ..
પણ પપ્પા, મને એ વિશે કંઈ ખબર નથી. તમે કે મમ્મી એ કંઈ કહ્યું નથી.

પ્રવિણભાઇ..
તારી મમ્મીને મેં ના પાડી હતી. જૂની વાતો કહેવી નહીં. આ તારી મમ્મીના સ્વર્ગ વાસ થયે બે વર્ષ થયાં છે. હું એકલો ગામડે રહેતો હતો એટલે તારાથી રહેવાયું નહીં ને મને શહેરમાં બોલાવી લીધો હતો.તારે ઘર માટે રૂપિયાની જરૂર હતી એટલે ગામડાનું ઘર વેચી દીધું. તારી સાથે રહેવા આવી ગયો હતો.

વ્યોમ..
સોરી પપ્પા, તમે મારા માટે મોટો ભોગ આપ્યો છે. પણ વેચાણ થયેલા મકાનની ચાવી રાખવાની જરૂર કેમ પડી?

પ્રવિણભાઇ ગંભીર બની ગયા.
મારા બાપાએ એ ઘર મારા કારણે જ વેચી દીધું હતું. મને શહેરમાં ભણાવવા માટે રૂપિયાની જરૂર હતી. ને મારા લગ્નનો ખર્ચ. આજે પણ મને મારા બાપાની યાદ આવે છે. એ વખતે આ ચાવીઓ જોઈ લઉં છું.એમણે મારા માટે બધું કર્યું હતું પણ હું એમના માટે થોડું ક કરી શક્યો. ભણીને હું ગામડે જ રહ્યો ને ખેતીવાડી કરવા લાગ્યો હતો. મારા બાપાએ મારા માટે જે ભોગ આપ્યો છે એ ભૂલી શકાય એમ નથી. 

વ્યોમ..
સોરી પપ્પા.. તમે મહાન છો. આ ચાવી તમારી પાસે જ રાખજો. મારા કારણે તમે ગામનું ઘર પણ વેચી દીધું હતું. તમે એકલા રહો એ મને ગમતું નહોતું. હું મારી જાતને દોષ દેતો હતો. તમે મને ભણાવી ગણાવીને મોટો કર્યો હતો. મને ખબર છે કે તમે ઘર ગીરવે મૂકી દીધું હતું. સોરી.. પપ્પા.. હવે તમને ક્યારેય દુઃખી નહીં કરું.

પ્રવિણભાઇએ જૂની ચાવી હાથમાં લીધી.
અને એ જોઈને આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી.

યાદોમાં છે, વિચારોમાં છે 
જૂની છે પણ યાદો છે 
બાપુજીએ આપ્યો છે ભોગ મારા માટે 
એ નિશાની જૂની ચાવી છે 
- કૌશિક દવે