Talash 3 - 38 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 38

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 38

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.


નાથદ્વારાની ધર્મશાળાના એક કમરામાં સુરેન્દ્રસિંહ, સોનલ, મોહિની, જ્યા બા બેઠા હતા. ધર્મશાળાનું ઘરેલુ પરંતુ તણાવ ભર્યું વાતાવરણ હતું. અંદર ચાર લોકો હતા. દરેકના મનમાં પોતાનું વલણ, પોતાના ડર અને પોતાનું વચન. ઘૂમરાતા હતા. સુરેન્દ્ર સિંહને પોતાની નહીં. સોનલ, મોહિની અને જ્યા બાની ફિકર હતી. મોહિનીને જીતુભાની ફિકર હતી. સોનલ અત્યારે પૃથ્વી ક્યાં હાલમાં હશે, એની ચિંતામાં હતી. તો જ્યાબાના મનમાં આદરેલા શુભ પ્રસંગો સુખરૂપ પાર પાડવાની ફિકર હતી. બાજુમાં રૂમમાં અઝહર અને શાહિદ કૈક ચર્ચાએ ચડ્યા હતા. નાઝ ચૂપચાપ એ બન્નેને ધ્યાનથી સાંભળી રહી હતી. એના મગજ માં કૈક અકળામણ ચાલુ હતી. કૈક ખુંચતું હતું. ચારેક દિવસ પહેલા એ લોકો કરાચીથી નીકળ્યા ત્યારથી અત્યાર સુધી બધું સમુસુતરું પાર પડ્યું હતું. ના કોઈ અડચણ, ના કોઈ તકલીફ, અરે સમ ખાવા પૂરતું ય એક સાદા ટ્રાફિક હવાલદારે પણ એમને રોક્યા-ટોક્યા ન હતા, અને બોડી બામણીના ખેતરને જેમ હરાયા ઢોર ઘુસીને ખુંદી નાખે એમ એ લોકો ભારતમાં આવી પહોંચ્યા હતા. અને એક એવી યોજનાને અંજામ આપવાની નજીક હતા કે જેનાથી આર્થિક ફાયદો તો થવાનો જ હતો. અને એમના હોદ્દા માં પણ વધારો થવાનો હતો અને ભારતની જગતભરમાં નાલેશી થવાની હતી. પણ આવડી મોટી યોજનામાં કઈ જ તકલીફ અત્યાર સુધી ન આવી હોવાથી એ મૂંઝાઈ હતી. એને અંદરથી થતું હતું કે કંઈક ગરબડ છે. આજુબાજુમાં કંઈ ચોક્કસ એવું બની રહ્યું છે કે જે, મુસીબત પેદા કરશે. એના મનમાં મુંઝારો થવા લાગ્યો અને એણે રૂમની બહાર જઈને તાજી હવા ખાવાનો નિર્ણય કયો. હળવેકથી પોતાના કમરાનું બારણું ખોલ્યું અને પરસાળમાં પગ મૂક્યો. એજ વખતે એની રૂમની સામે આવેલા રૂમનું બારણું ખોલીને ગિરધારી એમાંથી બહાર આવ્યો.

xxx

ગિરધારી સામે જ બારણું ખોલીને તાજી હવા ખાવા નીકળતી નાઝનીન ને જોઈને થંભી ગયો. એ જાણે સ્ટેચ્યુ થઈ ગયો હતો. જીતુભાએ એને જણાવ્યું હતું કે સુરેન્દ્રસિંહના કમરની બાજુના કમરામાં પાકિસ્તાની ત્રિપુટી છે. સંભાળજે. પણ..   ગિરધારી ની નજર જયારે નાઝ પર પડી ત્યારે, પાતળી એકવડીયા બાંધો, અત્યંત જાજરમાન લાલચટાક સેલુ અને આધુનિક બ્લાઉઝ પહેરેલ, સેંથામાં લાલ સિંદૂર પૂરી અને ઠસ્સાદાર દાગીના પહેરેલી નાઝને જોઈને ગિરધારી સહેજ બઘવાઈ ગયો. એની કલ્પનામાં પાકિસ્તાની જાસૂસ માં ની યુવતી એટલે જીન્સ ટીશર્ટ પહેરી હાથમાં રમનો ગ્લાસ કે સિગરેટ પકડેલી યુવતી ની છબી હતી. એ કેટલીક વાર એમ જ ઉભો રહ્યો. અચાનક નાઝે એને પૂછ્યું. "આંમ શું કોઈ સારા ઘરની મહિલાને તાકી રહ્યા છો? ઘરમાં માં-બહેન નથી?  તીર્થધામમાં આવું બધું શોભે છે, તમને? "

ગિરધારી એકાદ ક્ષણ મૂંઝાયો પછી સ્વસ્થ થઈને કહ્યું. "સોરી, માફ કરજો, એક્ચ્યુલ માં આજે હું હમણાં જ અહીં આવ્યો છું. જમ્યા પછી મને સિગરેટ પીવાની આદત છે. એટલે હું બહાર આવ્યો. અને તમને અચાનક જોયા તો અટકી ગયો. કદાચ તમને સિગારેટના ધુમાડાથી કોઈ તકલીફ થાય તો.. ચાલો કઈ નહિ એક વાર સિગારેટ નહિ પીવું તો કઈ મરી નહિ જાવ. પણ મારા કારણે કોઈને તકલીફ પડે એ મને ગમતું નથી." આટલું સાંભળીને મોં મચકોડી નાઝ પાછી પોતાના કમરમાં ચાલી ગઈ. એને એકલીને કંઈક વિચારવું હતું. ફરીથી ગણતરી કરવી હતી. પણ કમરામાં હજી અઝહર -શાહિદની ચર્ચા ચાલુ હતી. એકાંત ન હતું. પણ અચાનક એને કંઈક ખ્યાલ આવ્યો અને એણે ફરીથી કમરાનું બારણું ખોલ્યું. અને બાજુના કમરો કેજેમાં સુરેન્દ્રસિંહ અને ફેમિલી ઉતર્યા હતા એનું બારણું જોશભેર ઠોક્યું.

xxx

"સોનુ, આ તારા પર્સમાં કેટલા ડુચ્ચા ભર્યા છે?" મોહિની સોનલ ને ધૂંધવાઇ ને પૂછી રહી હતી. કેમકે સોનલે હેન્ડ પર્સમાં પોતાનો મેકઅપ ઇત્યાદિ બધી વસ્તુઓ ભરેલી હતી. સુરેન્દ્રસિંહે બુક કરેલો રૂમમાં 2 બેડરૂમ અને મોટો હોલ અને કિચન ની સગવડ હતી. અત્યારે સોનલ અને મોહિની એમને ફાળવેલ રૂમમાં પોત પોતાનો સામાન ગોઠવી રહ્યા હતા. વહેલી સવારે મંગળાના દર્શન કરવા જવાનું હતું, અને દરેક કામ ચોકસાઈ થી કરનાર મોહિની સોનલનું આ ભરચક પર્સ જોઈને અકળાઈ હતી.

"અરે એ બધું મારા કામની વસ્તુ છે. તું શું કામ મારા પર્સને ફંફોસે છે?"

“કેટલા ડુચ્ચા છે આમ આ જો. આ જ્વેલરી સેટ, આ કાકસો, આ ફ્રેશ વોશ, આ તેલની શીશી અને આ ચોકલેટ, અને આ શું છે. અરે વા આ તો કઈ લવલેટર લાગે છે. પૃથ્વી જીજુ એ આ તને ક્યારે લખ્યો? હવે ઈ જમાના ગયા બેનડી, હવે તો ડાયરેક્ટ મોબાઈલથી વાત કરી લેવાની, હવે તો નવા જ ફોન આવ્યા છે, જોકે અહીં હાજી નથી મળતા. એમાં તો ડાયરેક્ટ ફોટા પણ પડે બોલ.. પણ આ મારે વાંચવો છે." કહેતા મોહિનીએ સોનલના પર્સમાંથી એક રંગબેરંગી કવર ઉપાડ્યું. એજ વખતે કમરાનું બારણું કોઈ કે જોશભેર ઠોક્યું. અને બાજુના કમરમાંથી જ્યા બા, અને હોલમાં સોફા પર બેઠેલા સુરેન્દ્ર સિંહ બોલી ઉઠ્યા 'અરે ભાઈ રુકો ખોલ રહે હે.' સોનલ અને મોહિની પણ એમના બેડરૂમમાંથી બહાર હોલમાં આવી ગયા અને સુરેન્દ્રસિંહે બારણું ખોલ્યું.

xxx

"રાજીવ, આ વિક્રમ શું કરે છે? અને ઓલો શેરા પણ ફોન કેમ નથી ઉંચકતો. જલ્દી એની મારી સાથે વાત કરવું. અને હા અત્યારે જે પહેલી ફ્લાઈટ મળે એમાં ભારત જવાની ટિકિટ બુક કર જલ્દી. મુંબઈની ન મળે તો, દિલ્હી, કલકતા, બેંગ્લોર ગમે ત્યાની" સુમતિ ચૌહાણે ફોનમાં રાજીવને કહ્યું.

"પણ આંટી, તમારી તબિયત, હજી કાલે ડોક્ટર બપોર પછી ચેક કરી રજા આપશે."

કાલે બહુ મોડું થઈ જશે બેટા, અને એમ કઈ હું મરી નહિ જાઉં. જે એટેક આવવાનો હતો એ આવી ગયો, હવે મારે જત ઇન્ડિયા પહોંચવું છે. સમજ્યો." કહીને સુમતિ બહેને ફોન કટ કર્યો.

 xxx

"હેલો અંકલ, કેમ છો, મજામાં?" કહેતી નાઝે સુરેન્દ્ર સિંહ ના રૂમમાં પ્રવેશ કર્યો. એણે જોયું તો બન્ને બેડરૂમના બારણાં ઉઘડ્યા હતા, અને એમાંથી એક પ્રૌઢ મહિલા (જયાબા) અને બીજા રૂમમાંથી એની જ ઉંમરની 2 યુવતીઓ (સોનલ અને મોહિની) ડોકિયું કરી રહી હતી. એ બંનેએ સલવાર કમીઝ પહેર્યા હતા. 

"અરે, આવ બેટા નીના આવ, આ જો ને બહેન અને આ સોનલ- મોહિની હમણાં જ આવ્યા છે." પછી સોનલને કહ્યું. "સોનુ બેટા આ નીના છે. બિકાનેર રહે છે. પરમદિવસે એણે જ મને લિફ્ટ આપી હતી. એ અહીં એના પતિ અને દિયર સાથે દર્શન કરવા આવી છે."

"બસ, અંકલ, આટલી ઓળખાણ પૂરતી છે. હું ઓલા બે લંગુરથી ત્રાસી ગઈ છું. જયારે હોય ત્યારે બિઝનેસની વાત જ પકડીને બેસી જાય છે. અહીં યાત્રાધામમાં પણ શાંતિ નથી. કઈ નહિ હવે આ સોનું અને આ ભાભીજીની કંપની મળશે એટલે બોર નહિ થાઉં." નાઝે સુરેન્દ્ર સિંહને કહ્યું પછી સોનલ સામે જોતા કહ્યું. "એક્ચ્યુલી માં હું બહુ જ કંટાળી હતી, અને હા તમારે કઈ ખાસ કામ ન હોય તો આપણે વરંડામાં ફરીએ થોડી તાજી હવા ખાઈએ.”

xxx   


"જીતુભા, મારે તને જલ્દીથી મળવું છે. અને તારું ખાસ કામ છે. પ્લીઝ તું મને બને એટલી વહેલી તકે મળ." વિક્રમ ફોનમાં જીતુભાને કહી રહ્યો હતો.

"પણ, આ શેરા કોણ છે? અને શંકર રાવ એને શું કામ ખતમ કરી નાખવા માંગે છે? અને આ મંગળ કોણ હતો? જેના ફોનમાંથી હું વાત કરી રહ્યો છું. સવારે તો એ શંકર રાવની સાથેજ હતો."

"હું તને બધું સમજાવીશ જીતુભા, પણ અત્યારે તારે કે બીજા કોઈએ ચાકલીયા જવાની જરૂર નથી. કેમ કે જે પણ ચાકલીયા જશે, એનો જીવ જોખમમાં છે. એક કામ કર હું અત્યારે દુબઈમાં છું. હું જે સૌથી પહેલી ફ્લાઇટ મળશે એ પકડીને ભારતમાં એવું છે. અને કાલે તું કહે ત્યાં તને મળીશ. પણ પ્લીઝ ત્યાં સુદી તું આ મંગળનો ફોન કોઈના હાથમાં જવા દેતો નહિ. તને શંકર રાવ એક કરોડ રૂપિયા આપવાનો છેને, પણ હું તને 5 કરોડ રૂપિયા આપીશ."

"હું તારો વિશ્વાસ શુ કામ કરું? અને આમેય મારે તારી પાસેથી ઘણા જવાબ લેવાના છે. મારી બહેનની આંખમાં આંસુ લાવનાર હું તને ચેતવણી આપું છું કે મારી કે પૃથ્વીની નજરે ન ચડીશ. જેવો તું સામે દેખાઈશ એ વખતે જ હું તને ખતમ કરી નાખીશ. પછી ભલે મને ફાંસીની સજા થાય."

"મોતથી તો હું પણ નથી ડરતો જીતુભા, પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે હું ફોનમાં ઝાઝું કહી નહિ શકું. રૂબરૂ જ મળવું પડશે." ચાલ હું ફોન મુકું છે."

"એક મિનિટ વિક્રમ હું તારા સાથીદાર એવા શેરાને શું કામ બચાવું? એક કારણ મને ગળે ઉતરે એવું કહે કે, મારે શું કામ તારી મદદ કરવી. હું ફોન કટ કરીને સીધો શંકર રાવને ફોન કરીશ અને એને આ મંગળનો ફોન આપી દઈશ. એ મને એક કરોડ રૂપિયાની બદલે 10 લાખ આપશે તોય ઘણું."

"એ હરામખોર તને દસ રૂપિયા પણ નહીં આપે, એને હું ઓળખું છું. તું ઉદયપુર આવ્યો મારા લીધે, સુરેન્દ્રસિંહના અપહરણનું નાટક મેં કર્યું. પૃથ્વી પરના હુમલો પણ એક સ્ક્રિપ્ટેડ વસ્તુ હતી. પણ એમાં એક મોટી ભૂલ થઇ, અને તારો સાથીદાર ક્રિસ્ટોફર ઘવાયો. પણ તું મુંબઈમાં નથી ત્યારે ઘરે સોનલ અને તારી પ્રેમિકા મોહિની એકલી છે. અને તને ખબર નથી એ લંપટ શંકર રાવ કેવો છે. અત્યારે એના માણસો તારી બહેન અને પ્રેમિકાની આજુબાજુ માંજ હશે. એ ઉલટાનો તને બ્લેકમેલ કરશે. અને સોનલ મોહિનીને ઉઠાવી લેવાનો પ્લાન પણ કરશે."  આ વાત સાંભળીને જીતુભાને લાગ્યું કે શંકર રાવ માટેની એના મગજમાં જે ધારણાઓ છે અદ્દલ એવી જ ધારણા વિક્રમના મગજમાં પણ છે. અને વિક્રમે ખુદે કબૂલ કર્યું કે સુરેન્દ્રસિંહનું કિડનેપ અને બેલ્જિયમમાં પૃથ્વી પરનો હુમલો એણે જ કરાવ્યા હતા. પણ શું કામ??

"વિક્રમ, તે પૃથ્વી પર હુમલો શું કામ કરાવ્યો? મામાને કિડનેપ શું કામ કર્યા? સોનલને પરાણે લગ્ન કરવાની ધમકી શું કામ આપી હતી? શું તું એક તરફી પ્રેમ કરનાર પાગલ પ્રેમી છો? તો તો તને જોતા વેંત જ હું પતાવી દઈશ. અને ઓલું બારમા ધોરણના છેલ્લે દિવસે શું થયું હતું?"

"તારા બધા સવાલના જવાબ હું આપીશ જીતુભા, સોરી આપણી વચ્ચે બહુ ઉંમર ભેદ નથી એટલે મેં તુંકારે કહ્યું. પણ, પહેલી વાત મંગળના ફોનની સલામતીની એ તારે જોવું પડશે અને અત્યારે ચાકલીયા નહિ જતો. હું તને બધું સમજાવીશ. કાલે આપણે ઉદયપુર - શ્રી નાથદ્વારા આજુબાજુમાં ક્યાંક રૂબરૂ મળીએ. મારે એ હરામખોર શંકર રાવણે એના જ એરિયામાં પડકારવો છે.

"પણ હું શું કામ તારી વાત માનું? શક્ય છે કે એમાં પણ તારી કોઈક ચાલ હોય."

"સોનલની વાત તો માનીશ ને?" અત્યારે જ્યાં છો ત્યાંથી ઉદયપુર નીતા કોસ્મેટિક્સના ગેસ્ટ હાઉસમાં પાછો પહોંચી જા. હું તને ખાતરી આપું છું કે સોનલ તને અર્ધો કલાકમાં ફોન કરશે. બસ?" સહેજ હસતા વિક્રમે કહ્યું.

"એટલે? એટલે તું હજી સોનલને..? હું તારું ખૂન કરી નાખીશ."

"મારી વાત સાંભળ્યા પછી જે કરવું હોય એ કરજે. કાલે બપોરે ચાર વાગ્યે. ઉદયપુર - નાથદ્વારાની આજુબાજુના 2-25 કિલોમીટરના એરિયામાં તું કહીશ ત્યાં તને મળીશ. હું અને શેરા બે જ હસું, હું તને કઈ નહિ કરું. હા તને ડર લાગતો હોય તો તારા સાથીદારોને બોલાવીને આવજે. અને હજી કઈ મનમાં વહેમ હોય તો નિનાદ સાથે વાત કરી લેજે." વિક્રમનું આ છેલ્લું વાક્ય સાંભળીને જીતુભા સ્તબ્ધ થઈ ગયો.  

 

ક્રમશ:  

 આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.