ઓફિસે થી થાકેલો પતિ પોતાના ઘરની બહાર ઉભો રહીને ડોરબેલ વગાડે છે તેની પત્ની દરવાજો ખોલીને તેને જોઈને..
-આવી ગયા? ( પતિ..ગૌરવ અંદર પ્રવેશીને સોફા પર સાઈડ બેગ અને ટેબલ પર ચાવી હેલ્મેટને મુકતા બેસે છે , પોતાના શૂઝ ઉતારવા લાગે છે ત્યારે...
-ચીઝ અને મેક્રોની લઈને આવ્યો? અને શૂઝ અહીં બેસીને કેમ ખોલે છે? કેટલીવાર કહ્યું કે દરવાજા પાસે ઉભો હોય ત્યારે ત્યાંજ ખોલી દેતો હોય તો?
(પતિ તેને નકાર માં માથું હલાવીને જવાબ આપે છે ત્યારે પત્ની તેની પર વરસવા લાગે છે)
-એક કામ કીધું એ પણ નથી થતું આ માણસથી ? ખબર નહિ કેમ મારા ભાગ્ય માં આવો પતિ હતો? (આટલું બોલતા બોલતા રુત્વા રસોડામાં જતી રહે છે અને ગૌરવ ત્યાંથી ઊભો થઈને સીધો પોતાના રૂમમાં ફ્રેશ થવા જતો રહે છે.
કલાક પછી ફ્રેશ થઈને તે રૂમની બહાર નીકળીને ટેબલ પર જમવા બેસે છે અને ટીવી ચાલુ કરે છે ત્યારે તેની પત્ની રુત્વા : આવીને સીધું કામ જ વધારે છે મારું. કોઈક દિવસ એવું થાય છે કે લાવ હું તારી મદદ કરી દઉં? પણ ના..હમણાં સીધો જમીને ઉભો થશે ને સુઈ જશે. એક તો આખા ઘરનું કામ કરો ને પછી આની સેવામાં ઉભા રહો. અને એના પછી એનો એંઠવાડ સાફ કરો? આ નર્ક જેવી જિંદગી થઈ તો...
(ગૌરવ શાંત સ્વરે)
-બસ કર રુત્વા...તું થાકી ગઈ છું સમજાય છે મને, સારું ચાલ જમી લે, હું ડાઇનિંગ ટેબલ સાફ કરીને વાસણ ધોઈ નાખીશ બસ? ખુશ?
(રુત્વા ગુસ્સામાં અને અજીબ રીતે ગૌરવને જુવે છે, બન્ને જમીલે છે ત્યારે રુત્વા પોતાની પ્લેટ ત્યાં જ છોડીને, રિમોટ થઈ ટીવી બંધ કરીને સીધી બેડરૂમમાં જતી રહે છે.ત્યારે ગૌરવ કહે છે: અરે ટીવી કેમ બંધ કર્યું? હું જમું છું હજી, ત્યાં સુધી મને તો જોવા દે.?
(રુત્વા પાછળ ફરીને મોં બગાડીને જોવે છે.)
(ગૌરવ ફરી ટીવી ચાલુ કરીને જમવા લાગે છે. જમ્યા પછી ટેબલ અને કિચન સાફ કરીને વાસણ ધોઈ લૂછીને કિચનમાંથી બહાર આવે છે . ડાઇનિંગ ટેબલ પર પડેલા તેના ફોનમાં મેસેજ ની રિંગ વાગે છે ને તે મેસેજ જુએ છે)
-hi.. whatsup?
-nothing...u say..
( રૂમ માંથી રુત્વા બૂમ પાડે છે...થઈ ગયું કામ કે હજી...??ખબર નહિ શું કરતો હોય છે આ માણસ? અને ગૌરવ પોતાનો ફોન સાયલન્ટ કરીને બેડરૂમમાં જતો રહે છે. બન્ને એકબીજાને જોવે છે અને રુત્વા પડખું ફેરવી લાઈટ બંધ કરીને સુઈ જાય છે...ગૌરવ પણ પોતાની જગ્યાએ પલંગ આડો પડીને ચેટિંગ કરતો હોય છે.)
સવારે એલાર્મ વાગે ત્યારે ગૌરવ ઉઠે છે અને જુએ છે તો 8 વાગ્યા હોય છે આંખો લૂછતાં તે ફોનનો એલાર્મ બંધ કરીને ટેબલ પર ચા નો કપ ઉઠાવવા લાગે છે ત્યારે તેને ખબર પડે છે કે ચા ત્યાં છે જ નહીં. બાજુમાં રુત્વા પણ નથી. તેને યાદ આવે છે કે રોજ રુત્વા તેને પ્રેમ થી જગાડીને ચાનો કપ બેડના સાઈડ ટેબલ પર મૂકીને તેનો ટિફિન બનાવવામાં વ્યસ્ત થઈ જતી. તે ઉભો થઈને ફ્રેશ થવા જાય છે. ફ્રેશ થયા પછી તૈયાર થઈને તે રૂમની બહાર નીકળીને જુએ છે તો સોફા પર રુત્વા ચાની ચુસ્કીઓ લેતી આરામની મુદ્રામાં બેઠેલી હોય છે.
-રુત્વા...મારી ચા કયા છે? (રુત્વા તેની વાતને સાંભળી જ ન હોય તેમ ઉભી થઈને ટીવી માં ન્યુઝ લગાવે છે.)
-મેં કઈ પૂછ્યું રુત્વા તને? મારી ચા ક્યાં છે?
(ડાઇનિંગ ટેબલ પર જોતા તે પૂછે છેઃ મારું ટિફિન ? તે રેડી નથી કર્યો?(ગુસ્સામાં)
-આટલી ચરબી હોય ને તો જાતે જ ચા બનાવવાની ને જાતે જ ટીફીન પણ..સમજ્યો? તે અહીં કોઈ નોકરાણી નથી રાખી જે તારા હાથમાં બધું આપે.
(આટલું બોલતા ઉભી થઈને તે સીધી બાલ્કનીમાં જઈ ત્યાં જ ઉભા ઉભા ચા પીવા લાગી.તેની આંખોમાં આંસુ આવી જાય છે)
(ગૌરવ હેલ્મેટ અને બાઇક ની ચાવી ટેબલ પરથી ઉપાડે છે,કિચનમાં જઈને ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢે છે અને ખબે ભરાયેલા બેગમાં મૂકીને મેઈન દરવાજો બંધ કરીને બહાર નીકળી જાય છે. ઉતાવળમાં તે પોતાનો સેલફોન ઘરમાં જ ભૂલી જાય છે ત્યારે ફોન ની રિંગ વાગે છે અને બાલ્કનીમાં ઊભેલી રુત્વા ફોનની રિંગ સાંભળીને અંદર આવીને ફોનની સ્ક્રિન જોતા ફોન ઉપાડવા જાય છે પણ એટલામાં ફોન કટ થઈ જાય છે. સ્ક્રિન પર “મિત્તલ” નામ લખેલું આવે છે. આ જોઈને તે વિચારતી થઈ જાય છે... એટલામાં ઘરનો દરવાજો ખોલીને ગૌરવ ઝડપભેર અંદર આવે છે અને રુત્વાના હાથમાંથી ફોનને ઝાપટીને .. )
-શું કરે છે મારા ફોનમાં? ખબર નથી પડતી મને મોડું થાય છે..ભૂલી ગયો હતો તો યાદ ન અપાવી શકે? (આટલું બોલીને તે પાછો નીકળી છે)
રુત્વા ત્યાંજ ઉભા રહીને..ભૂતકાળમાં ખોવાઈ જાય છે.
-ગૌરવ....સાંભળને....આજે જમવામાં શું બનાવું?
(અકળાઈને... ગૌરવ કહે છે..)
- તારે જે બનાવું હોય બનાય...પણ મને અત્યારે ડિસ્ટર્બ ન કરીશ.
-કેમ ..?? તું અત્યારે એવું તો શું કામ કરે છે જે તને મારાથી ડિસ્ટર્બ થાય છે...બતાય તો જરા...(મસ્તીમાં) બતાય તો તારો ફોન બતાય મને...એટલું કહીને તે ફોન છીનવીને એમ ચેટ જુએ છે. કોઈ મિત્તલ નામની વ્યક્તિ સાથેની હોય છે.
-મારો ફોન લાય રુત્વા..તારી હિંમત કેવી રીતે થઈ મારો ફોન લેવાની..? (અને તેના હાથમાંથી ફોન ઝૂટવીને...ગુસ્સામાં તે રુત્વાને પાછળ ધક્કો મારી દે છે. તેમજ ફરી ચેટિંગમાં વ્યસ્ત થઈ જાય છે.
પોતાના પતિને આવું વર્તન કરતા જોઈને રુત્વાની શંકા પાક્કી થઈ જાય છે ને તે સોફા પર ચેટિંગ કરતા બેઠેલ ગૌરવની પાસે જઈને જોરથી બોલે છે..
કોણ છે એ? તે એના માટે મને આટલી જોર થી ધક્કો માર્યો? તારું વર્તન હું ઘણા દિવસ થઈ જોઈ રહી છું . બોલ કોણ છે એ..? આટલું બોલીને તે તેના હાથમાંથી ફોન છીંવીને જમીન પર છુટ્ટો ઘા કરે છે.
ગુસ્સામાં ગૌરવ પોતાનો તૂટેલો ફોન જોઈને ઉભો થઈને રુત્વાને ખેંચીને એક લાફો મારી દે છે ને બીજો લાફો મારવા જતા રુત્વા તેનો હાથ રોકી લઈને સામે એક જોરદાર લાફો ઠોકી દે છે. ગૌરવ ના જાણે મોતિયા મરી ગયા હોય તેવો ચેહરો થઈ જાય છે.
રુત્વા લાફો માર્યા બાદ તેને આંગળી બતાવીને..: હાથ મારા પણ છે ગૌરવ...તું એક મારીશ તો મારામાં તને બે મારવાની તાકાત છે. યાદ રાખજે..હું મજબૂર નથી...ગેટ ધેટ?
અને પછી તે આંખોમાં આંસુ અને ગુસ્સાવાળો ચેહરો લઈને બેડરૂમ તરફ વળી જાય છે.
લાફો ખાધા પછી ગૌરવ ત્યાંજ ઉભો રહે છે અને તેનો ફોન વાગે છે.તેના ફોન ની તૂટેલી સ્ક્રીન પર મિત્તલ નામ દેખાય છે અને તે ફરી મિત્તલ સાથે વાત કરવામાં બીઝી થઈ જાય છે. આ ઘટના પછીના બીજા દિવસથી રુત્વાનો વ્યવહાર બદલાઈ જાય છે અને તે ગૌરવ સાથે હડધૂત, નફરત ગુસ્સામાં જ કામ પૂરતી વાત જ કરે છે.
વર્તમાનમાં આ વાત યાદ કરતી રુત્વા ત્યાંજ ઊભી હોય છે અને તેનો ફોન વાગે છે...એક અજાણ્યા નંબર પર થી ફોન આવતો જોઈને..
-હેલ્લો કોણ?
-નમસ્તે ભાભી..હું...મિત્તલ...મિત્તલ વસાવડા..ગૌરવનો બેચમેટ...ક્યારનો ફોન કરું છું પણ તે ફોન નથી ઉપાડતો...એટલે તમારા નંબર પર ફોન કર્યો..
-મારો નંબર તમને ક્યાંથી મળ્યો?
-ભાભી...ભૂલી ગયા?? રિતેશ ના લગ્નના રીસેપ્શન માં આપણે બધા મળ્યા હતા.. રીતેશ... રિતેશ સોલંકી...અમારા ગ્રૂપનો યાર...ત્યારે ગૌરવ તમને અમારા આખા ગ્રુપથી મળાવા લઈને આવ્યો તો ? એમાં એક પછી એક તમને બધા ફ્રેન્ડ્સ સાથે ઇન્ટરો કરાવતોતો...જ્યારે મારો ઇન્ટરો કરવા ગયો ત્યારે કોઈ આન્ટી આવીને તમને લઇ ગયા હતા...યાદ આવ્યું? ત્યારે ગૌરવે જ તેનો અને ઘરનો એટલે કે તમારો નબંર પણ આપ્યો હતો.
-ઓહ...હા...બોલો ...મિત્તલ ભાઈ....સોરી...એ મારા માસી હતા...તેઓ એમની દિકરીના ફ્રેન્ડની invitation ના લીધે ત્યાં આવ્યા હતા..મતલબ રિતેશ ની વાઈફ મારી કાઝીનની ફ્રેન્ડ નીકળી...સો...માસીને જોઈને હું...
-કાઈ નહિ...ભાભી...એતો ચાલ્યા કરે..ગૌરવે કીધુતું મને કે એ તમારા માસી છે અને જોડે એમની દીકરી. એ કહો હવે એ નાલાયક છે ક્યાં? હજુ સૂતો છે કે...?
-ના...ના...એ તો નીકળી ગયા...તમને કોઈ કામ હતું? કોઈ મેંસેજ હોય તો મને આપી દો..એ બાઈક ચલાવતા હશે એટલે કદાચ ફોન નહિ ઉપાડતા હોય.
-હા...ભાભી...કામ હતું...એટલે જ તો અમે છેલ્લા ત્રણ ચાર દિવસથી કલાકો સુધી વાતો અને ચેટિંગ...ભાભી... ભાભી.... ભાભી....પ્લીઝ પ્લીઝ પ્લીઝ તમે ખોટું ના માનતા...
- શું?
-ભાભી...તમારી એ કઝીન છે ને...હું એને...ભાભી...I want to marry her...So...ગૌરવને મેં પેહલા વાત કરી હતી કે મને એનાથી પેહલી નજરનો પ્રેમ થઈ ગયો છે...પણ..ગૌરવ મને હેરાન...મસ્તી કરતો હતો...અને આટલા દિવસથી એ કહે છે કે આ વિશે તમારી સાથે વાત કરશે એન્ડ ઓલ...??
આ બધું રુત્વા સાંભળી રહી...અને હા...ઓકે...સારું...બાય...કહીને તે આશ્ચર્યચકિત થઈને ત્યાંજ બેસી ગઈ.
(Shanka ane vahem krva maate tmara vichaaro j majbur kre chhe...stri jyare patni bne che tyare te vadhu samvedanshil bani jati hoy chhe. Strio bdhu j share kri shake che pan potana pati ne nahi. Ane aajkal ni modern ane independent Strio saame javab aapvani takat pan dharavti hoy chhe.)
Thank you.