હું ૬૨ વર્ષ ની મહિલા છું
મારા પતિ મનીષ એક રીટાયર્ડ ઓફિસર છે હું એક દિવસ મારા દીકરા દીપક ના રૂમ પાસે થી જતી હતી ત્યારે મારી વહુ નેહા એની મમ્મી સાથે ફોન પર વાત કરતી હતી ...
એની મમ્મી એ એની ખબર પૂછી તો કહે સુ બતાવું મમ્મી આજ કાલ તો ઉતરેલી કઢી માં પણ ઉબાડ આવેલો છે ..
જ્યાર થી મારા સસરા નિવૃત્ત થયા છે ત્યાર થી મારી સાસુ ને સસરા પિકચર ના હીરો હિરોઈન હોય એમ રહે છે અને અમારા ઘર ના બગીચા માં ઝૂલા ઝૂલે છે ,ના એમને એમના સફેદ વાળ નો લીહાજ ,ના એમના વહુ બેટા ની ઉંમર નો લિહાજ, બંને જણા અમારી નકલ કરે છે ,એમ બોલી ને મને જોઈ ગઈ તો પછી વાત કરું એમ કરી ફોન મૂકી દીધો ...
મે આ બધું સાંભળી લીધું હતું પણ.... નેહા મને જોઈ ને વ્યંગાત્મક હસી મારી સામે જોઈ ને તો હું પણ હસી અને જતી રહી ...
પણ મે સમજદારી રાખી ને આ વાત ને નજર અંદાજ કરી અને જતી કરી...
મનીષ નિવૃત્ત થયા પછી અમારી દિનચર્યા આવી જ હતી ,હું મનીષ માટે રોજ સારા સારા કપડા પેહરતિ,અને મનીષ સાથે ઝૂલા પર બેસી ને ઝૂલા ઝૂલતી ...
આ ઝુલો અમારા મકાન ની બહાર ગાર્ડન માં બનાવેલ હતો એમાં મૂક્યો હતો ,મે મારી જિંદગી દીકરા નું ભવિષ્ય સુધારવા માં વિતાવી દીધું તો મનીષ ની ઈચ્છા હતી કે એક સારું મકાન બનાવું અને અમે બનાવ્યું અને બગીચો પણ અમારું સપનું હતું, એ બગીચો નહિ પણ મારા સપનાં નો બગીચો હતો એમાં ઘણી પ્રકાર ના ફૂલ છોડ હતા ...
એટલે અમે બંને જણા આ બગીચા માં બેસી ને પોતાના મન ને પ્રફુલ્લિત કરતા હતા ,આ બગીચો અમારા મન ને એટલી શાંતિ આપતો કે કલાકો સુધી બેસ્યા પછી પણ ઉઠવા નું મન નતું થતું ...
શિયાળા માં આ બગીચા માં લાકડા માં શેકેલા બટાકા ,શક્કરિયા સેકી ને ખાતા , ચોમાસા માં શેકેલા મકાઈ ના ડોડા નો આનંદ લેતા ....
પેહલા તો મનીષ નોકરી માં વ્યસ્ત હોવા ને કારણે અહી બેસી નતા સકતા ,તો હું ઘણી વાર તેમને કેહતી મારા માટે તમારી પાસે ટાઇમ જ ક્યાં છે તો મનીષ હસી ને કહેતો હતો , પાર્ટનર હું નિવૃત્ત થઈ જઈશ તો રોજ આ ઝૂલા પર બેસી સુ અને રોજ સાથે જમીશું બસ ...
હમણાં મને નોકરી કરી લેવા દે ,છોકરાઓ નું ભવિષ્ય સુધારી લેવા દે ...
આમ વિચારી ને અમે અમારી જિંદગી નું બલિદાન આપ્યું ,પણ હવે છોકરો પણ સેટ થઈ ગયો અને છોકરી ને પણ સારું ઘર મળી ગયું ...
નિવૃત્તિ પછી ઘર માં થોડી રોનક લાગવા લાગી ,મનીષ ને પણ ઘર માં રેહવા નું સારું લાગતું હતું ,નોકરી કરતા હતા તો ઘર માં પગ જ ટકતો ન હતો. ..
પણ નેહા ,દીપક ને અમારા વિષે આને બાને બોલવા નો કોઈ મોકો છોડતી ન હતી ...
નેહા એ અમે બગીચા માં ના બેસી શકીયે એના માટે દીપક ને કહી ને નવી ગાડી લાવવા નો પ્લાન કર્યો તો દીપક એ એને કીધું, પાર્કિંગ ક્યાં કરીશું? તો નેહા એ કીધું ગાર્ડન ની જગ્યા પર જ્યાં લવ બર્ડ બેસે છે એ જગ્યા પર ...
નેહા આવું બોલી તો દીપક ગુસ્સે થી કે મો સંભાળી ને બોલ ...
તો પણ નેહા ના કહેવા થી દીપક એ મનીષ જોડે પ્રસ્તાવ મૂક્યો કે પિતાજી હું અને નેહા ગાડી લેવા નો પ્લાન કર્યે છીએ ,આ સાંભળી મનીષ એ કીધું બેટા ગાડી તો પેહલા થી જ આપડી પાસે છે પછી કેમ લેવી છે તારે ? તેમ છતાં તું લાવે તો એને પાર્કિંગ ક્યાં કરીશ ?..
તો દીપક કહે અહી બગીચા ને હટાવી ને ગેરેજ કરી દઈશું આમ ભી આ બગીચા ની દેખરેખ નેહા થી થતી નથી અને મમ્મી પણ ક્યાં સુધી એની દેખ રેખ રાખશે ,અને આ ઝાડ પણ કપાવી નાખવા જોઈએ કેમકે એના મુડિયા આપડા ઘર ને કમજોર કરી નાખશે ...
આ સાંભળી ને હું તો છાતી પર હાથ મૂકી ને બેસી ગઈ ,મનીષ એ ગુસ્સા ને કાબુ માં રાખી દીપક ને કીધું એમને વિચારવા નો સમય આપ અમે એક બીજા સાથે વાત કરી તને કહીએ ...
આ વાત સાંભળી દીપક ગુસ્સા માં કહે સુ વાત કરવી છે તમારે આમ ભી આ જગ્યા નો ઉપયોગ પણ સુ થાય છે ,તમે બંને આખો દિવસ કોઈ સમજ્યા વગર કોઈ ની શરમ રાખ્યા વગર સાથે બેસી રહો છો ,હવે તમે કઈ નાના બાળકો છો તો આખો દિવસ ઝૂલા ઝૂલો છો ,તમે જરા પણ નથી વિચારતા કે લોકો સુ કહેશે ,આ ઉંમરે પણ બંને જણા પાસે બેસી રહે છે ,પપ્પા તમે તમારી ઉંમર ના લોકો સાથે બેસવા નું રાખો મમ્મી સાથે નહિ ,તમારી ઉમર ના લોકો સાથે બેસશો તો સારા લાગશો ,આ બોલી ને એ એના બેડ રૂમ માં જતો રહ્યો અને ત્યાં નેહા પણ બબળવા લાગી ...
અમને આજે કડવી સચ્ચાઈ નો અનુભવ થયો , દીપક ના મોઢે થી સાંભળેલી આવી વાતો થી અમારું દિલ ભરાઈ આવ્યું એને અને બિલકુલ અંદર થી તૂટી ગયા ...
નિવૃત્તિ થયે થોડો સમય જ થયો હતો અને હમણાં જ એમને એક બીજા ને ટાઇમ આપવા નો મોકો મળ્યો હતો તેથી દિલ માં થોડું સુકુંન હતું ,આખી જિંદગી છોકરા ના ભવિષ્ય સુધારવા માં ગુજરી ગઈ હતી ...દીપક અને નેહા એ ખાવા નું બહાર હોટલ માં થી મંગાવ્યું પણ મે તો ખાવા નું ખાધું જ નહિ ,અને હું ઊંઘી ગઈ ,ઊંઘ તો મનીષ ને પણ ના આવી અને એ મારી માનસિક સ્થિતિ ને પણ જાણતા હતા ,એ વિચાર માં ને વિચાર માં સુઈ ગયા...
પણ જ્યારે મનીષ સવારે ઉઠયા તો બિલકુલ શાંત હતા અને ખુશ હતા ...
એ કિચન માં ગયા અને જાતે ચા બનાવી ,જાતે પીધી અને મારા માટે પણ લઇ આવ્યા ...
મે એમને કીધું સુ વિચાર્યું તમે? મે રોતા અવાજ માં પૂછ્યું ...
તો મનીષ કહે હું બધું ઠીક કરી દઈશ તું શાંતિ રાખ ,હું એટલી ઉદાસ હતી કે એ દિવસ બગીચા માં પાણી છાંટવા પણ ના ગઈ અને કોઈ ની સાથે વાત પણ ના કરી ...
આખો દિવસ બઘું નોર્મલ રહ્યું પણ સાંજે જ્યારે દીપક ઘરે આવ્યો અને બહાર બોર્ડ જોયું to let તો મારો છોકરો ચોકી ગયો અને એના પિતા ને પૂછવા લાગ્યો ,પપ્પા ઘર તો મોટું છે પછી આ ઘર ની આગળ to let નુ બોર્ડ સુ કામ લગાવ્યું ?...
તો મનીષ કહે આવતા મહિને મારા સ્ટાફ નો મારો મિત્ર નિવૃત્ત થાય છે અને તે આ ઘર માં રહેવા આવશે એમને બિલકુલ શાંતિ થી જવાબ આપ્યો ...
આ સાંભળી દીપક બોલ્યો પણ પપ્પા ક્યાં રહેશે ? તો મનીષ કહે તારા રૂમ માં એમ બિલકુલ શાંતિ થી કીધું ,તો દીપક હકલાતા આવાજે કહે તો અમે ક્યાં રહીશું ? તો મનીષ કહે તમને મે લાયક બનાવી દીધા છે કે તમે ખુદ નું મકાન લઇ સકો ,અને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી કંપની ના મકાન માં રહેજો તમે ,પોતાની ઉંમર ના લોકો સાથે અને અમે અહી અમારી ઉમર ના લોકો સાથે રહીશું ...
તારી મમ્મી ની ઉંમર આખી જિંદગી બધા ની લિહાજ ભરવા માં જતી રહી ,ક્યારે વડીલો ની ,ક્યારેક છોકરા ઓ ની , હવે તું લિહાજ ની શિખામણ બીજા પાસે થી લેજે ,આ સાંભળી દીપક માથું નમાવી ને કહે પપ્પા મારો આવો મતલબ ન હતો ...
મનીષ કહે ના બેટા તમારી પેઢી એ એમને સબક શીખવાડી દીધો છે ,જ્યારે અમે તને અને વહુ ને સાથે જોઈ ને ખુશ થઈ એ છીએ તો અમને બંને ને સાથે જોઈ ને તને કેમ ખુશ નથી થતા ,સુ તકલીફ છે તમને ?...
આ મકાન ને ઘર તારી મમ્મી એ બનાવ્યું ,આ બગીચા ના ઝાડ તારા માટે કેટલી મન્નત માંગેલી એના સાક્ષી છે તો આ એક બગીચો હટાવવા નો અધિકાર તમને કોને આપ્યો ,હું આ અધિકાર તને કદી નહિ આપુ ....
દીપક મનીષ ને કહે પપ્પા તમે તો સિરિયસ થઈ ગયા એના અવાજ માં નરમી આવી ગઈ હતી...
મનીષ કહે ના બેટા ,તારી માં એ કેટલા દુઃખ વેઠી,ને એની ઈચ્છા ત્યાગ કરી ને મને સાથ આપ્યો છે અને આજ સહયોગ ના લીધે મારા માથે એક પણ રૂપિયા નું દેવું નથી ...
એટલે આ બગીચો જ નહિ આખુ ઘર તારી મમ્મી નું ઋણી છે ,આ ઘર તમારા પેહલા તારી મમ્મી નું છે,કેમકે પેહલા જીભ આવે છે પછી દાંત ...
જિંદગી તો અમને પણ એક જ વાર મળી છે એટલે અમે આ જિંદગી અમારા હિસાબ થી એન્જોય કરવા માંગીએ છીએ ...
*શુ મારા પતિ નો નિર્ણય બરાબર છે ?*
✍️