Dialogue relationships in Gujarati Motivational Stories by Mital Patel books and stories PDF | સંવાદના સંબંધો

Featured Books
Categories
Share

સંવાદના સંબંધો

આપણે સંવાદના સંબંધો વિકસાવી શક્યા છે ખરાં!!







        સંવાદના સંબંધો એટલે 'સ્વીકારના સંબંધો'. ગમતા લોકો વૈચારિક, ભાવાત્મક જોડાણ ધરાવતા લોકો સાથે સંવાદ સાંધવો ખૂબ સરળ અને સહજ બની રહે છે .સંવાદની પ્રક્રિયા ત્યાં થોડી મુશ્કેલ બને છે ,જ્યાં મતભેદને અવકાશ છે. જ્યાં વિખવાદના વાદળો હેઠળ બે વ્યક્તિ એકબીજા માટેની અકળ અકળામણ, અહમ અને નકારાત્મક વલણના ઓઠા હેઠળ જીવતી હોય અને ફરજિયાતપણે રોજે રોજ એકબીજાનો સામનો કરવાનો આવે. પ્રોફેશનલી, સામાજિક રીતે કે વ્યવહારિક રીતે. ત્યારે એકબીજા સાથે પારદર્શક સંવાદ સાધવો અઘરો બને છે જરૂર, પણ માનસિક શાંતિ સાથે જીવવા, બધી જ રીતે પ્રગતિ સાંધવા પણ હકારાત્મક રહીને આપણાથી વિરોધી વિચારધારાવાળા વ્યક્તિ સાથે માત્ર એક ખામી ખૂબીવાળા માણસ તરીકે દિલથી સ્વીકારી સહજ સંવાદ સંધાય તે દિશા તરફ આગળ વધવું ખૂબ જરૂરી બની જાય છે. ઝઘડા ત્યાં જ થાય જ્યાં સંવાદ સાંધવાની શક્યતા હોય. મીંઢાપણુ, દંભ જ્યાં હોય ત્યાં નકલી સંવાદ જ થતાં હોય છે. માત્ર દેખાડા માટેના. મતભેદને પણ સહજતાથી લઈ દરેકે દરેક વ્યક્તિ સાથે વિચારોનું ખુલ્લાપણું, વિરોધી મતનું પણ આવકારપણું, અહમને વચ્ચે લાવ્યા વગરનું માણસપણું જો દાખવી શકીએ ને તો કોઈ પણ વ્યક્તિ સાથે મતભેદ મનભેદ સુધી ક્યારેય જાય જ નહીં!!





          સંવાદ શબ્દોથી હોય, વિચારોથી હોય, મૌનથી હોય કે વ્યવહારથી હકારાત્મક જ હોવો ઘટે. તો જ જીવનનો લય જળવાઈ રહે છે. વિચારોનો, પોતાના ભાવાવરણનો લય તેમજ પોતાની માનસિક દક્ષતા અને સાતત્યપણુ જળવાઈ રહે છે. કેમકે તમે ભીતરમાં કોઈના માટે ખરાબ વિચારતા હોય પછી સારું સારું બોલીને સંવાદ સાધવાનો કોઈ મતલબ નથી. અથવા તેને ઇગ્નોર કરીને દાખવેલ વિચારોની મલિનતાનો ઓરા તેને સ્પર્શે જ છે અને તે બંનેને સ્ટ્રેસ ફીલ કરાવે છે. તેના કરતાં શબ્દોથી મતભેદ થતા હોય તો મૌન રહીને પણ વિચારોથી સામેવાળી વ્યક્તિ માટે "શુભત્વ" જ પ્રગટે, તેઓ પ્રયત્ન કરવામાં આવે તો આગળ જતા સંવાદની શક્યતાઓ ચોક્કસ રહે છે." કામ પૂરતા સંબંધો"માં કોઈ તત્વ નથી હોતું. ને સંવાદ વગરના સંબંધોમાં સત્વ,તત્ત્વ કે હોવાપણુ જ તેનું હોતું નથી .



        મિત્ર હોય કે દુશ્મન અદેખાઈ, દ્વેષભાવ , નિંદા કરતાં દરેક માટે પોતાના વિચાર થતી તો શુભત્વ જ હોવું જોઈએ. તેમના માટેના અશુભ વિચારો ચિત્તને મલિન કરે છે અને ચિતની શુદ્ધતા જ માણસને પ્રસન્ન જીવન બક્ષી શકે છે. ચિત્ત જ ચૈતન્ય સુધી પહોંચાડી શકે છે. પછી તેને પારદર્શક નખશિખ શુદ્ધ, શુભ વિચારો અને શુભ ભાવથી ભરેલું જ રાખવું ઘટે .





          વિચારો દૂષિત થાય તે ક્ષણિક હોય. તે સુધરી શકે .પણ ચિત્ત દૂષિત થાય તે તમારા 'સ્વ'નું પોતાની જાત સાથેનો સંવાદ ખોરવે છે. જે માનસિક શાંતિ ન જ પ્રગટાવી શકે. તમે આવું જીવન સો વર્ષ જીવીને પણ શું કરશો?? સતત જીવનનો મર્મ પામવા મથતા દરેક ચિંતન કરતાં વ્યક્તિ સંબંધોની, વિચારોની સંવાદિતા ચોક્કસ મૌલિક નિશ્ચળ અને સ્વચ્છ રાખશે. ખુલીને વાત કરવાની મોકળાશ દુશ્મનને પણ આપવી જોઈએ. ખુલ્લા મને સંવાદ સાંધી શકો એવું એકાદ જણ પણ જો તમારા જીવનમાં હોય તો તમને તમે ખુદને ભાગ્યશાળી માનજો. કારણ કે સંવાદ થકી તમે ખીલી શકો છો. સંવાદ થકી જ તમે વિચારોથી, ભાવથી નીખરી શકો છો. સંવાદ જ્યાં નથી ત્યાં બંધિયારપણું છે વિચારોનું, લાગણીનું, સંબંધોનું .



         સંબંધોનું ખુલ્લાપણું જ સંવાદ બક્ષે છે. સંવાદનો સેતુ જેટલો મજબૂત તમારાં સંબંધોની મજબૂતાઈ ,આત્મીયતાનો સેતુ પણ એટલો જ મજબૂત . અને સૌથી વધુ મહત્વનું છે આપણી જાત સાથેની સંવાદિતા. જ્યારે તે ખોરવાય છે ને ત્યારે કંઈ જ અસર કરતું નથી. કંઈ જ સ્પર્શતું નથી. માણસની અસંવેદનશીલ બનવાની પ્રક્રિયા ત્યાંથી જ શરૂ થાય છે. જાત સાથે સંવાદ કરવાની આદત કેળવવી જોઈએ. એ કોઈપણ પ્રકારે હોય ડાયરી લેખન સ્વરૂપે, અરીસા સામે થોડીક વાર ઉભા રહી જાતના ભીતરના ભાવો, વિચારો તરફ દ્રષ્ટિપાત કરવાની તક ઝડપી લેવી જોઈએ.એકાંતમાં રડવાના સંવાદનો મહિમા પણ કરવાં જેવો ખરો!! રડવું એ તો આત્માનું ડીટોક્સિફિકેશન છે. તમે જ્યારે પોક મૂકીને જાત સાથે રડી શકો છો ,એનો અર્થ કે તમે જાત જોડે અશ્રુરૂપી શબ્દોનો સંવાદ સાંધી મન હળવું કરી રહ્યા છો . જાત તમને ખોટું કરતા હોય ત્યારે અજંપારુપી સંકેત આપીને તમને ચેતવતા જ હોય છે. પણ તે અજંપારૂપી સંવાદને સાંભળી શકીએ આપણે તો ને !! ખોટું કરતી વખતે કે ખોટું વિચારતી વખતે કંઈક ખટકતું ભીતર જ્યારે તમને બંધ થાય ને ત્યારે જાત સાથેનો સંવાદ ક્યાંક ખોરવાઈ ગયો છે એમ સમજજો !!

જાત સાથેનો સંવાદ એ જીવનની સંવાદિતા, નિર્મળતા સાત્વિકતા જાળવી રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે .

મિત્તલ પટેલ

"પરિભાષા"