A little self-reflection, a little self-reflection, who am I, my true identity and work? in Gujarati Philosophy by Hemant pandya books and stories PDF | થોડું આત્મ ચીંતન થોડું આત્મ મંથન હું કોણ મારી સાચી ઓળખ અને કાર્ય

Featured Books
Categories
Share

થોડું આત્મ ચીંતન થોડું આત્મ મંથન હું કોણ મારી સાચી ઓળખ અને કાર્ય


જીવન કવન

ઈશ્વરે મને એવી સદ બુધ્ધિ આપી છે કે મારી પાસે જે કોઈ આવે xyz , હું તેમની સાથે પરાયો વહેવાર નથી કરતો, ન કોઈ ભેદભાવ, પ્રેમ માન આદર આપું છું, 

માણસનો સત્રું

અમુક માણસને મીથ્યા અભીમાન આવી જાય કે બસ હુંજ છું, 
 મનુષ્ય માં રહેલા આ દુર ગુણો, કામ વાસના ક્રોધ લાલચ લોભ સ્વાર્થ અહંકાર અભીમાન અને ઈર્ષ્યા ના ભાવો ને દેખું, મારૂ મન આહત થાય છે, દુઃખ પીડા થાય છે, કારણ તે માનવતાના સત્રું છે તે ખુદનો વીનાશ કરે છે , અને પછી બીજાનો પણ,

ઈશ્વર ને શું પ્રીય છે?

જયા દયા કરૂણા વીનમ્રતા સાદગી પ્રસન્નતા પ્રેમ ભાવ મેળાપી પણું ભાઈચારો, શીષ્ટાચાર, આદર માન સન્માન, નીર્વીભીમાન ની સ્વાર્થ ભાવ , એક બીજાને મદદની ભાવના ના ગુણો, 
આગુણો દેખું તે ઉપર વારી જાઉં છું એમનો દીવાનો બની જાઉં છું, કારણ....? કારણતે ઈશ્વરે બનાવેલ મનુષ્ય જાતના સદગુણો છે,

ઈશ્વરીય કૃપા

જયા સુધી મારી વાત છે મારે કંઈ માંગવું નથી પડતું ઈશ્વર પાસે 
રદયમાં ભાવ જાગે એક ઈચ્છા જાગૃત થાય કે આવું મારી પાસે હોવું જોઈએ..બસ
મારા શીવની મેર થઈ જાય છે, 
પણ જ્ઞાન થયું.. આ ભાવ પણ ન હોવો જોઈએ,
આશા તૃષ્ણા નહીં મટે તો લખચોરાસીના ફેરા નહી ટળે, માટે બધું ઓમ સ્વાહા કર્યું.

પણ એક સત્ય વાત કહું...
આતો સમય યાત્રા માં..માનવ મહેરામણ સાથે નો સફર યાદ ગાર રહે તે માટે હળતો મળતો રહું 
પ્રેમ રસપાન કરતો કરાવતો રહું છું નીમીત માત્ર બની

આપણો ધ્યેય શું હોવો જોઈએ? 

 ધ્યેય શું ? ધ્યેય કે અંતીમ ઇચ્છા?
 
નમામી શમીસામ નીર્વાણ રૂપમ, શીવમ શંકરં શંભુ નાથમ સુરેશમ, 
જે કયારેય નાશ નથી પામતો તે દેશ
યોગી તત પુરુષ શીવ પરમાત્મા એ યોગ માયાથી બનાવેલ ગુરૂ જી નો દેશ અમરાપુર માં જવાનો, 

તે પાતાળ (નાગ લોક) નરક ધરતી સ્વર્ગ બ્રહમ લોક વીષ્ણૂલોક શીવ લોટ એક સાત લોક ચૌદ બ્રહ્માંડ થી પણ અલગ છે .. આ બધા નો જન્મ થયો છે બન્યાં છે એક દીવસ અંત ( નાશ ) થશે, 

આપનું અસલીઘર

પણ અમરાપુર અજન્મો છે શીવ ની જેમ ,આપણા આત્માની જેમ, જે અવીનાશી છે અજર છે અમર છે.. એ આપણું અસલી ઠેકાણું છે,
આ બધી વાતો જલ્દી ગળે ઉતરે એવી નથી
 
શું સમજવું? શું સમજીને ચાલવું?

હા મારૂં તો એ ઘર છે અમરાપુર, ગુરુ જીનો દેશ, મને જ્ઞાન થઈ ગયું છે, 
ગુરૂજી આવો આવોને મારે મંદીરીએ, 
ગુરૂજી મને લઈ જાજો તમ દેશ, 
મારે જાવું ગુરૂજીને દેશ..
ભજન કરતાં શું થાય ? ભજન એટલે શું? 
ગુરૂજી નું નામ લઈ ધ્યાન માં બેસવું, 
ઓહમ સોહમના નાદને સાંભળવો,સમજવો..

હેજી મને જીણો જીણો નાદ સંભળાય, ગુરૂરુજી મારા આવે છે , હેજી મને જીણી જીણી જાલર સંભળાય ગુરુજી મારા આવે છે, 

જન્મ ધારણ કરવાનો ઉદ્દેશ્ય 

અહી આ મૃત્યુ લોકમાં આવ્યો છું તો ઉદેશ્ય એકજ.. 

કામ ક્રોધ મદ લોભ મોહ અહંકાર અને ભય દુઃખ પીડા દર્દ ઈર્ષ્યા અને કર્તા ના ભાવોથી પહેલાં ખુદ મુક્ત થવું અને પછી આ જગતના લોકો ને ની સ્વાર્થ ભાવે જ્ઞાન ની સરવાણી દ્રારા કર્તા ભાવ ત્યજી સદગુરુ નો આદેશ માની , શકય બને તેટલાં લોકો ને જે આવવા માગે અમરાપુર તેમને આ બધા આવેગો બંધનો થી મુક્ત કરાવી સાચો માર્ગ બતાવવો.. 

માણસ કોના બંધનમાં છે? 

આ દુર્વીભાવો હુપદ અને વીકારોએ, માણસોને ઐવા જકડી રાખ્યા છે કે મુક્ત થઈ શકતાં નથી, 

કોણ છુટી શકે? 
હું પદ ત્યજી શરણે આવે તો છુટી શકે.

કયા ભુલ થાય છે?

 શું આવી માયામાં ભરમાયા 
બાળાપણ ને જવાનીમાં અડધું ગયું..
પછી ઘડપણ આવશે
જે મજા આનંદ કર્યો તેના આદી થઈ જશો, એ ટેવો મોહ છુટશે નહીં, પણ શરીર સાથ નહીં આપે, 
સાચો નરક પીડાનો ચાલુ થશે.. 
દાખલા ઘરડાલોકોના જોઈ લો.. શીવ ને ભજાશે નહીં.. ઈર્ષ્યાળુ દુઃખી પીડીત કે અહંકાર અભીમાન ને ધારણ કરેલ તે પજવશે, અભીમાન તુટશે, 
પુર્ણતા પામી નહીં શકો.. મુક્ત કેવીરીતે થશો?? 
છુટી નહીં શકાય, 
કારક શરીર છુટશે નવું બંધાશે.. ફરી નવી રહયોનીએ જન્મ..આમ તો લખ ચોરાસી ના ફેરા કેવીરીતે ટળશે?

જરા સ્મરણ કરો.. 

 જયા જઈને હજારો લાખો લોકો આજેય માથા ટેકે છે માનતાં માને છે
એવા જીવત સમાધી વાળા 
રામદેવપીર દેવીદાસ બાપુ, ગંગાસતી, પાનબાઈ, જેસલ તોરલ, ઇવા કેટલાય સ્થળો એ કેટલાય આત્મ ઉજાગર કરનાર દીવ્ય આત્મા ઓ છે અને એમણે જે જ્ઞાન પીરસ્યું જેને આજે આપણે ભજન ના નામ થી ગાઈએ સાંભળીએ છીએ એ પણ હોશે હોશે?? ખરૂને? 
એક બાજુ દેહના વખાણ કરતાં ફીલ્મી ગીત.. જે સાંભળીને કંટાળી એ તો ભજન કીર્તન સાંભળી એ છીએ.. ખોટી વાત કે સાચી??

શું કરવું જોઈએ લખ ચોરાસી માંથી છુટવા?

 આવા સતને ધારણ કરનાર જ્ઞાની પુરુષોની વાણી માંની એક..
આત્માને ઓળખ્યા વીના રે લખ ચોરાસી નહીં રે મટે રે..
આ ભ્રમણા ને ભાગ્યા વીના રે ભવભવના ફેરા નહી રે ટળે રે...
અર્થ....? 
શરીરમાં બીરાજમાન જે પ્રાણ છે .. તે તું છે.. જેના તારૂ શરીર નીશ પ્રાણ છે ,એ નીકળશે શરીર નાશ થશે ઠંડું પડી ગંદી વાસ મારશે.. તને બાળી કે દાટી દેશે.. એને તું નહીં ઓળખે આત્મ ઉજાગર નહીં કરે તો, તો.... શું થશે??

 આ જન્મ માં તું મનુષ્ય રૂપે કોઈ ઘર્મ સમાજમાં એક માના ગર્ભમાં નવ માસ આંખો બંધ કરી પોષણ પામી ..પછી બહાર આવ્યો, સ્ત્રી કે પુરુષ બની.. આત્મા ઉજાગર ન કર્યો તો મુત્યુ પછી.. 
ફરી તારા કર્મ આધારે તું બીજા કોઈ પશુ પક્ષી જીવ જંતુ.. આવી ૮૪ લાખ જાત છે.. એ કોઈપણ જાતની માદા ના શરીર માં થી જન્મ ધારણ કરીશ.. આંખ ખુલીશ એટલે.. જે યોનીએ તે અવતાર લીધો તે બનીશ.. બળદ ઉટ માકડ વંદો વાધ સીહ હરણ પોપટ મોર ભુંડ માણસ રાક્ષસ દેવ યક્ષ ગંધર્વો નાગ ઉદર બીલ્લી ગમે તે કર્મ આધારે.. પણ મોધો મનુષ્ય અવતાર છે જો ખુદને ઓળખી શક્યો તો બેડો પાર.

ભુલ ક્યાં થાય છે? 

 જો મોજ શોખ આનંદ કે પછી લોકોને પજવવામાં કે ઈર્ષ્યા માં લુંટવામાં કે હું જ છું ના અભી માનમાં કે દુઃખ પીડા દર્દ ના આડંબર માં અટવાઈ ગયો 
આત્મ મંથન ન કર્યું, ભજન ન કર્યું, ભજન એટલે ભજન ગાવાની વાત નથી, પણ મંથન ખુદને ઓળખવાનું ખુદ દ્રારા ઈશ્વર સુધી પહોંચવા નું અને સાથે દીન દુખી ગરીબ લાચાર નીરાધાર બીમાર ની ની સ્વાર્થ ભાવે યથા શક્તિ શેવા ના એટલેકે ભલાઈના કાર્ય ન કર્યો તો..
ભગવાને જે શ્વાસ આપી, એક મીનીટ ની લગભગ ૧૫ દીવસની ૨૧૬૦૦ તે પુરી આ મનુષ્ય જન્મ ની પછી ૮૪ લાખ યોની ભટકવાનું..પછી વારો આવશે ફરી મનુષ્ય જન્મ નો.. એ વખતે તો કેટલાય કલ્પ વીતી જશે..
 ચાર યુગ છે ખબર છે ને? 
સતયુગ દ્રાપર ત્રેતા યુગ અને કળયુગ. આ કેટલા કેટલા વર્ષ ના હોય આ બધા વર્ષોનો સરવાળો એટલે એક કલ્પ થાય..

 આપણાથી ભજન થાય કે નથાય? કેમ ન થાય? 

જરૂરી નથી ભગવા ધારણ કરી ભેખ ઘરી બાવા થવાની 
સંસારી છો.. તો સંસારના બધા કર્તવ્ય પુરા કરતાં કરતાં ભજન કરો, 
ગંગાસતી કહળસંગ ગોહીલ સંસારી હતા પાનબાઈ ગંગાસતી સાથે આવેલ , ગંગાસતી કોહળસેગ રાજા રાણી હતા તેમને સંતાનો પણ થયેલ, 
રામદેવપીર પણ, જેસલ જાડેજો પણ સંસારી અરે બહારવટિયા લુટારો હતા.. 
તોય પીર થયા..
બસ દ્રષ્ટી કોણ બદલો.. રૂદીયા માં રામ જગાવો..
આ ન થાય તે ન થાય.. રદય સાફ હોવું જોઈએ બધુય થાય.. શું ન થાય? તો ફક્ત કોઈનું અહીત ન થાય, અને કોઈનું અહીત ન થાય તો ખુદનુ થાય? તો વ્યસન અને કુટેવો છોડો.. લાલચ લોભ મોહ અહંકાર અભીમાન છોડો હું પદ( હું કંઈક છું, હું આમ કરી દુ તેમ કરી દુ ,મને કોઈ આમ કહે ચાલે, મને કહે? હું કોણ) બસ આ ભાવ છોડો
જો કલ્યાણ કરવું હોય ખુદનું ક્ષમા પરમો ઘર્મ, જતું કરવાની ભાવના વીકસાવો, થાય તો કોઈનું સારું કરો નહીતર શાંત રહો.. કલ્યાણ વસ્તું