ડાયરી
કેવિનની ના પછી પણ ચુપચાપ બધું જોઈ રહેલી માનવીની વાત સાંભળીને નીતાબેન, કેવિન અને કેવિનનાં મમ્મી પપ્પાની વિચારમાં પડી જાય છે.
"તને ખબર છે કેવિન કેમ તારી સાથે સગાઈ કરવાની ના પાડે છે?" કેવિનનાં પપ્પા માનવીને પૂછે છે.
માનવી ફક્ત માથું હકારમાં ધુણાવે છે. નીતાબેનનાં ધબકારા ફરીથી વધવા લાગે છે. તેમનાં મગજમાં વિચારો ફરીથી દોડવા લાગે છે. શું માનવીને મારા અને કેવિનનાં પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ છે? પણ કેવી રીતે એને તો મેં કશું જ કહ્યું નથી?
માનવી એક નજર તેની મમ્મી તરફ અને બીજી નજર કેવિન તરફ કરી બોલાવાની કોશિશ કરી રહી છે. કેવિનનાં શરીરમાં એક કંપન થઈ રહ્યું છે. ચહેરા પર પરસેવો વળી રહ્યો છે. નીતાબેનનું મગજ તો સુન્ન થઈ ગયું છે.
"કેવિનની કંઈ પણ બીક રાખ્યા વગર બોલ." કેવિનની મમ્મી માનવીને સપોર્ટ કરે છે.
માનવી મનની બધી શક્તિ એકત્ર કરીને ઉંડો શ્વાસ લઈને કહી નાંખે છે.
"કેવિન... કેવિન મને નહિ મારી મમ્મીને પ્રેમ કરે છે." માનવી એક જાટકે મન મક્કમ કરીને બોલી જાય છે.
નીતાબેન અને કેવિનનનાં પગ નીચેથી જમીન ખસી જાય છે. કેવિનનાં મમ્મી પપ્પાનું મગજ તો જાણે સુન્ન થઈ જાય છે.
"માનવી તું શું બોલે છે એનું ભાન છે તને?" કેવિનની મમ્મી માનવીની વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે.
"માનવી કેવીને તારી સાથે સગાઈ કરવાની ના પાડી એટલે મારા દીકરાને આમ બદનામ કરવાનો." કેવિનનાં પપ્પા પણ ઉગ્ર થઈ જાય છે.
"મને કોઈને બદનામ કરવાનો બિલકુલ શોખ નથી. પૂછો તમારા લાડકવાયા દીકરા ને." માનવી કેવિન સામે તીખી નજર ફેંકે છે.
"બોલ આ છોકરી જે કહી રહી છે તે સાચું કહી રહી છે?" કેવિનનાં પપ્પાનો સાતમા આસમાનને ચીરતો ગુસ્સો જોઈને કેવિનની જીભ પણ થોથવાય જાય છે.
"ના... હં... હા... ના... " કેવિન હા કે ના બોલતા તેની જીભ કેટલીય વાર પકડાઈ જાય છે.
"હા કે ના?" કેવિનનાં પપ્પા કેવિનની નજીક જઈને બોલે છે.
કેવિન કંઈ જવાબ આપે ત્યાં માનવી બીજો ધડાકો કરે છે. "તમારો દીકરો એમ નહિ બોલે. એના માટે એકવાર મારી મમ્મીને પણ પૂછવું પડશે. કેમ મમ્મી તું પણ કેવિનને પ્રેમ કરે છે ને!" માનવીની વાત સાંભળતા જ નીતાબેન ચમકી જાય છે. કેવિનની મમ્મીને તો કંઈ ખબર જ નથી પડતી કે આ શું થઈ રહ્યું છે.
"માનવી તું શું બોલે છે એનું તને ભાન છે. એ તારી મા છે." કેવિનની મમ્મી માનવીને ચેતવે છે.
નીતાબેન માનવીને નજીક જઈને તેને ગાલ પર તમાચો મારે છે.
" નફ્ફટ તને આવું બોલતા જરાં પણ શરમ ના આવી. કેવિન મારા દીકરાનાં ઉંમરનો છે."
નીતાબેન માનવીને તમાચો મારીને રડવા લાગે છે.કરે પણ શું? સુરી વચ્ચે સોપારી જેવી તેમની હાલત થઈ છે.
"શું સાબિતી છે કે કેવિન મને અને હું કેવિનને પ્રેમ કરું છું." નીતાબેન મનોમન એવું વિચારે છે કે મારા અને કેવિનનું પ્રુફ જો માનવી પાસે માંગીશ તે તો હશે જ નહીં. એટલે હું નિર્દોષ સાબિત થઈ જઈશ, પણ નીતાબેનનાં બધા દાવ ઉલ્ટા પડી રહ્યાં છે.
"પ્રુફ છે તારી લખેલી ડાયરી. તને લખવાનો બહુ શોખ છે. એટલે તું રોજ પોતાની ડાયરી લખતી હતી. ખબર છે ને. જે દિવસે કેવિનનો એક્સીડેન્ટ થયો એ દિવસે જ મને તારા પર શંકા ગઈ હતી. પણ જયારે હું ટિફિન લેવા ઘરે આવી. અને તારો ફોન આવ્યો કે તારા રૂમમાંથી તારું પર્સ લેતી આવજે. ત્યારે હું તારા રૂમમાં પર્સ લેવા ગઈ. ત્યાં મને કબાટમાંથી ડાયરી મળી. તો મને વિચાર આવ્યો કે લાવ તો એક બે પેજ વાંચી લઉં. જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ તારા અને કેવિનની પ્રેમ કહાની મારા આગળ આવતી ગઈ."માનવી તેની મમ્મીને કહે છે.
"પ્રુફ જોઈએને તો એક મિનિટ.." માનવી તેની મમ્મીનાં રૂમમાં જાય છે. ડાયરી લાવીને કેવિનની મમ્મીનાં હાથમાં આપે છે.
"વાંચો પ્રેમ કહાની." માનવી તેની મમ્મી સામે નજર કરીને રડવા લાગે છે.
નીતાબેન પોતાના મન પર કરેલું અંકુશ ગુમાવીને રડવા લાગે છે. કેવિન નીતાને રડતી જોઈ પોતાના પ્રેમ પર કાબુ ગુમાવી નીતાને પોતાની છાતીએ લગાડી દે છે. આ બધું જોઈને કેવિનનાં મમ્મી પપ્પાનું મગજ સાવ સુન્ન થઈ જાય છે.
ડાયરીનાં એક એક પન્ના વાંચીને કેવિનની મમ્મી સોફા પર બેસીને બેહોશ જેવી હાલતમાં ઢળી પડે છે. માનવી રડી રહી છે. કેવિનનાં પપ્પા કેવિનની મમ્મીને હોશમાં લાવવા પ્રયત્ન કરે છે.
ક્રમશ :