Conch in Gujarati Spiritual Stories by Jaypandya Pandyajay books and stories PDF | શંખ

Featured Books
Categories
Share

શંખ

શું તમે જાણો છો સનાતન ધર્મમાં  શંખનું  આટલું મહત્વ શા માટે છે ? "સહજ સાહિત્ય"  ટીમ  ધાર્મિક વિષયો પર અવાર નવાર માહિતી પ્રસ્તુત કરે છે, આજે પણ આપણે એક ધાર્મિક વિષયની વાત કરવાની છે . 'શંખ' આપણે જાણીએ છીએ કે મંદિરમાં આરતી સમયે શંખનાદ થાય છે. તો આજે આપણે શંખ વિશે માહિતી મેળવીશું. શંખની ઉત્પત્તિ કેવી રીતે થઈ?હિંદુ ધર્મમાં શંખનું વિશેષ મહત્વ છે, પૂજા કરવાથી લઈને આરતી દરમિયાન તેને ફૂંકવા સુધી, શંખનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. શંખ ફૂંકવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને તેના ઘણા ફાયદા પણ છે.સનાતન ધર્મમાં પૂજાના ઘણા અલગ-અલગ નિયમો અને મહત્વ છે. પૂજામાં અન્ય સાધનો અને સામગ્રી ઉપરાંત ઘંટ અને શંખનું પણ વિશેષ મહત્વ છે. પૂજા અને આરતી દરમિયાન શંખ અને ઘંટ વગાડવામાં આવે છે. ઘંટ અને શંખના અવાજ વિના પૂજા અને આરતી પૂર્ણ માનવામાં આવતી નથી. વર્ષોથી પૂજા અને શુભ કાર્યો દરમિયાન શંખ ફૂંકવાની પરંપરા છે. શંખ ફૂંકવાના ઘણા ફાયદા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. શંખમાં પર્યાવરણને શુદ્ધ અને શુદ્ધ કરવાની ક્ષમતા હોય છે. હિન્દુ ધર્મમાં શંખના મહત્વને ધ્યાનમાં રાખીને આજે અમે તમને તેના મૂળ વિશે જણાવીશું.શંખની ઉત્પત્તિ કેવી રીતે થઈ?શંખમાંથી નીકળતો ધ્વનિ પૂજા કરવાની પ્રેરણા આપે છે. તેમાંથી નીકળતો અવાજ એટલો શુદ્ધ છે કે તે આસપાસના વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, માતા લક્ષ્મીની જેમ જ શંખની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી. સમુદ્રમાંથી શંખની ઉત્પત્તિના કારણે તેને દેવી લક્ષ્મીનો ભાઈ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સમુદ્ર મંથન દરમિયાન તેમાંથી 14 રત્ન નીકળ્યા જેમાંથી એક શંખ છે. પૂજા દરમિયાન શંખ વગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુને શંખ ખૂબ જ પ્રિય છે, તેથી જ તેઓ પોતાના હાથમાં શંખ ​​પકડે છે.શંખનો ઉપયોગ કેવી રીતે કરવો?શંખનો ઉપયોગ કરતા પહેલા તેમાં પાણી નાખો અને પાણી નિતરી ગયા પછી જ તેને ફૂંકો. શંખ વગાડ્યા પછી તેને ફરીથી પાણીથી ધોઈ લો અને પૂજા સ્થાનમાં પાછો રાખો.શંખને ગમે તે જગ્યાએ ન રાખવો, આસનની ઉપર જ રાખો.શંખની નિયમિત પૂજા કરો અને તેને ક્યારેય ખાલી ન રાખો, શંખને હંમેશા કોઈ વસ્તુથી ભરો.શંખ વગાડવાથી શું થાય છે?શંખ વગાડવાથી વાતાવરણ પવિત્ર અને શુદ્ધ થાય છે.શંખના અવાજથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે.શંખમાં રાખેલ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.શંખ વગાડવાથી શરીરમાં થતી અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે. શંખના પ્રકારો કેટલા અને ક્યાં -  ક્યાં છે ? શંખપૂર નામનો એક રાક્ષસ હતો. તેનો વધ શ્રી ભગવાને કર્યો હતો. તેનાં હાડકાઓ જે પડયા તેમાંથી શંખ બન્યો. તે ત્રણ પ્રકારનાં પ્રસિધ્ધ શંખ છે.શંખના પ્રકારો 1 દક્ષિણાવર્તિ 2 વામાવતી અને 3  મધ્યાવતી. 1 1   1દક્ષિણાવર્ત શંખ જે જમણા હાથથી પકડાય છે તે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે.2 વામાવતી શંખ જે ડાબાહાથથી પકડાય છે તે સાક્ષાત વિષ્ણુ નું સ્વરૂપ છે  3  મધ્યાવર્તી શંખ તે ગણેશજીનું રૂપ મનાય છે સનાતનીઓએ કોઈપણ શુભ કાર્ય કરતા શંખની પૂજા કરે છે. શંખનું મહત્વ : મંદિરમાં આરતી સાથે શંખનાદ-શંખધ્વનિ કરવામાં આવે છે. તેનું રહસ્ય સ્કંદપુરાણ તેમજ યજુર્વેદ અને અથર્વવેદમાં આપેલું છે.૧. शंखेन हत्वा रक्षासि (અથર્વવેદ ૪.૧૦.૨)૨. अवरस्वराय शंख ध्वम् (યજુર્વેદ ૩૦.૧૯)૩. यस्तु शंखध्वनि कुयात पूजाकालं विशेषतः।विमूकृः सर्वपायेभ्यो विष्णुना सह मोदते ।।શંખનાદથી બધા અસૂરો મરી જાય છે.દુર્જનોનાં હૃદય બાળવા માટે શંખ ફૂંકવાવાળા વ્યક્તિની જરૂર છે.પૂજાના સમયે જે પુરુષ વિશેષત: શંખ ધ્વનિ કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાનની સાથે આનંદ કરે છે.સમુદ્રમંથ વખતે નિકળેલ ૧૪ રત્નોમાનું એક રત્નશંખ છે શંખને પવિત્ર માનવામાં આવે છે. શંખને સ્વયં વિષ્ણુએ પોતાના હાથમાં ધારણ કરેલ છે. આથી તેને વરદાયક પણ કહે છે. શંખમાં ત્રિદેવો સહિત-ત્રણ શક્તિઓ રહેલી છે. આથી દેવી દેવતાઓની સાધનામાં શંખનું ખાસ મહત્વ સમાયેલું છે. શંખધ્વાનિ તમામ વાતાવરણને પવિત્ર અને નિર્મળ કરી દે છે. આથી શંખનું આધ્યાત્મિક મહત્વ શાસ્ત્રોમાં દર્શાવેલું છે. નાના શંખએ ઈચ્છાપૂરી કરનારા મનાય છે. મધ્યમ સાઈજનો શંખ સિધ્ધિઓ માટે વપરાય છે અને મોટા શંખનો ઉપયોગ પૂજા વગેરે કાર્યોમાં વપરાય છે. પૂજાના સ્થાને શંખ રાખવામાં આવે છે.શિવજીની પૂજામાં શંખ વર્જ્ય શા માટે છે : શંખ આટલો પવિત્ર હોવા છતા શિવજીની પૂજામાં તે વર્જીત છે તેની પૂજામાં પણ શંખનાદ કરવામાં આવતો નથી આની પાછળની એક પૌરાણીક કથા છે એકવાર રાધાજી કંઈ કામ માટે બહાર ગયા હતા. ત્યારે ભગવન શ્રીકૃષ્ણ એક સખી સાથે વિહાર કરી રહ્યા હતા. ત્યા રાધાજી ત્યા આવી ગયા. આ દ્રશ્ય જોઈને રાધાજી ક્રોધિત થઈ ગયા અને આ જોઈને કૃષ્ણ ની સખી નદી બની વહી ગઈ. ત્યારે સુદામા શ્રી કૃષ્ણનો પક્ષ લઈ રાધાજી ને આમ તેમ કહેવા લાગ્યા હતા. આથી રાધાજી નારાજ થઈ ગયા. અને સુદામાને દાનવ રૂપમાં જનમ લેવાનો શાપ આપી દીધો. રાધાજીના શાપથી સુદામા 'શંખચૂડ' નામનો  દાનવ બન્યો. તે દાનવ વિષ્ણુનો ભક્ત બનીને બધાને ત્રાસ આપવા લાગ્યો. આનાથી આ દુષ્ટકર્મોથી નારાજ તેના ત્રાહિમામભર્યા પરાક્રમોથી કોપાયમાન થયેલ શિવજીએ તેનો વધ કરી નાખ્યો. તે શંખમૂડ રાક્ષસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મિનો અપાર ભક્ત હતો આથી ભગવાન વિષ્ણુએ તેના હાડકામાંથી 'શંખ' નું નિર્માણ કર્યું. શિવજીએ એ શંખચૂડનો વધ કર્યો હતો તેથી તેના હાડકામાંથી બનેલ શંખ શિવપૂજામાં વર્જ્ય છે. શંખના કેટલાક અન્ય પ્રકારો 

 કૌરીશંખ : આ શંખ ખૂબ ઓછો જોવા મળે છે તેની પ્રાપ્તિ પણ દુર્લભ છે. આના ધ્વનિથી ભાગ્ય ખૂલે છે. અને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

કામધેનું શંખ :- આ શંખ કામધેનું ના ગાયના મોઢા સમાન હોય છે. આની પૂજા કરવાથી ઉર્જા શક્તિમાં વધારો થાય છે અને મનોકામનાઓ પૂર્ણ જાય છે.પાંચજન્ય શંખ : મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ પાંચજન્ય શંખ - નામનો શંખ વગાડયો હતો. ભગવાને 'પંચજન' નામનું રૂપ ધારણ કરેલા રાક્ષસને મારીને એનો શંખ રૂપે સ્વિકાર કર્યો હતો તેથી તે પાંચજન્ય શંખ કહેવાયો આ શંખનો અવાજ દૂર દૂર સુધી અને ભયંકર હોય છે. પૌન્ડુ નામનો શંખ ભીષ્મ પાસે તથા યુધિષ્ઠિરની પાસે અનંત વિજય નામનો શંખ હતો. અને અર્જુન પાસે 'દેવદત' નામનો શંખ હતો.હિરાશંખ : આ પહાડી શંખ પણ કહેવાય છે. તાંત્રીક પૂજા તથા લક્ષ્મિજીની પૂજામાં વપરાય છે. આ બહુમુલ્યવાન મનાય છે. તેમજ પહાડો ઉપર મળી આવે છે.મોતીશંખ : આને ઘરમાં રાખવાથી પૂજામાં રાખવાથી સુખ શાંતિ આપનાર છે. હૃદયરોગ માટે હિતકારી છે. આની હરરોજ પૂજા કરવાથી આર્થિક ઉન્નતિ થાય છે. કારખાના દુકાન કે ધંધા સ્થળે રાખવાથી વ્યાપારમાં વૃધ્ધિ થાય છે.મહાલક્ષ્મી શંખ : આને મહાલક્ષ્મીનું પ્રતિક મનાય છે આની પૂજાથી મહાલક્ષ્મી સદાય પ્રસન્ન રહી ને વાસ કરે છે આ રીતે શંખના વિવિધ પ્રકારો તથા તેના લાભો દર્શાવ્યા છે.હવે પછી નવી માહિતી સાથે ફરી મળીશું.

 સંકલન અને આલેખન - જય પંડ્યા 

નોંધ - અહીં પ્રસ્તુત થયેલી  માહિતી  વિવિધ માધ્યમો દ્વારા એકત્ર કરી અને ત્યારબાદ રજુ થયેલ છે.