#હસતા_રહો__#મસ્ત__રહો
😂😂😄🤣😆🤣
મેં પડોશીને પુછયુ : તમે કયો સાબુ વાપરો છો ?
પડોશી: હમણાં પીન્તુર ચાલે છે.
હું : એ વળી ક્યો સાબુ ?
પડોશી : પીઅર્સ પતવા આવ્યો એટલે સંતુરની સાથે ચોંટાડયો છે..
😂🤣🤣😂🤣😂
C.A. અને B. Com. બન્ને વચ્ચે શું તફાવત છે..?
જવાબ માં એમણે એક જ પ્રશ્ન પૂછ્યો કે,
એક ઓવરમાં કેટલા બોલ હોય છે ?
B.Com. થયેલા એ કીધું કે છ બોલ હોય છે.
CA થયેલા એ કીધું કે એક જ બોલ હોય છે, જે છ વાર નાખવામાં આવે છે.
😂😂😄🤣😆🤣
કુંવારાના લગ્ન થાતાં નથી,
પરણેલાઓને લગ્નજીવનમાં મજા આવતી નથી, .
અને છૂટાછેડા વાળાઓને ફરી લગ્ન કરવા છે !
આમાં કોણ ખુશ છે એજ ખબર પડતી નથી. ..
😂😂😄🤣😆🤣
હમણાં છાપામાં ટચુકડી એક જાહેરાત આવી કે,
"રેતી ના હોય તો સંપર્ક કરો."
એક ભાઈએ ફોન કરીને કીધું કે,
હા, મારે બબ્બે મહિને પિયર ચાલી જાય છે !!
માંડ ઈ ભાઈને સમજાવ્યું કે એમ રેતી નઈ,
મકાન બાંધકામ માં રેતી ના હોય તો સંપર્ક કરો.
😂😂😄🤣😆🤣
હજી વિચારતો હતો કે, કોઈના જવા થી કઈ ફરક નથી પડતો.
ત્યાં તો લાઈટ જતી રહી.
😂😂😄🤣😆🤣
લિપસ્ટિક પણ કેવી ગજબની ચીજ છે. જો હોઠ ઉપર લાગી જાય તો દાંત ખીલી જાય છે..
અને શર્ટ ઉપર લાગી જાય તો દાંત હલી જાય.
😂😂😄🤣😆🤣
પતિ : કાલે પત્ની સાથે ઝઘડો થયો. સવારે રિસાઈ ને વહેલી ઉઠી જ નહિ. જાતે છોકરાના નાસ્તા બનાવ્યા, સ્કુલ માટે તૈયાર કર્યાં, ત્યાં સુધી એ તો ઘોરતી જ રહી.
જેવો છોકરાને લઈને સ્કુલે મુકવા નીકળ્યો ને બોલી...
આજે રવિવાર છે
છોકરા પણ એની માં જેવા. બોલતા પણ નથી કે પપ્પા આજે રવિવાર છે.
😂😂😄🤣😆🤣
પોતાનું છોકરું રડે તો આપણા દિલમાં દર્દ થાય અને બીજાનું રડે તો માથાનો દુખાવો થાય.
પોતાની પત્ની રડે તો માથું દુખે અને બીજાની પત્ની રડે તો દિલમાં દર્દ થાય.
ગજબ ની લીલા છે પ્રભુ ની !
😂😂😄🤣😆🤣
કાલે એક પરિણીત પુરુષના ઘરે એનું કોઈ સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું.
પુરુષે સાહજિક ભાવે પૂછ્યું,
‘ઘટનાસ્થળ ક્યાં છે’ ?
😂😂😄🤣😆🤣
પત્ની : ક્યાં છો ?
રઘલો : દુકાને છું... બોલ ને, સું હતું ?
પત્ની : કઈ નઈ... બાજુ વાળી જીંકલ કોક સાથે ભાગી ગઈ.
😂😂😄🤣😆🤣
ટીચર: આ પક્ષીના પગ જોઈને તેનું નામ લખો.
પપ્પુ: મને નથી ખબર !
ટીચર: તું ફેઇલ. શું નામ છે તારું ?
પપ્પુ: મારા પગ જોઈને લખી લ્યો.
😜😜😜😂😂
સવાર નું છાપુ હાથ માં લેતા એમાંથી એક પેમ્લેટ નીચે પડ્યું.
હું ઉપાડું તે પહેલાં તો પત્ની એ ઉપાડી લીધું.
છાપેલ હતું...
શું તમે દારૂ ના બંધાણી છો? તો તાત્કાલિક અમને કોલ કરો. અમે તમારી મદદ કરશું. મોબાઈલ નંબર ૯૯૨૫૯૦####.
પત્ની વાંચી ને જીદે ચડી, તમે કોલ કરો ને કરો જ.
એટલે મેં કોલ કર્યો. ત્યાં સામે થી આવાજ આવ્યો,
ગુડ મોર્નિંગ સર, હું રઘુ બોલું છું, આપને શું જોઈએ... બિયર, વોડકા, રમ, વિસ્કી...
😜😜😜😂😂
લગ્ન પછી સાસુ જમાઇ ને ફોન પર - શું ચાલે છે, કાર્તિક કુમાર ?
જમાઇ કાર્તિક કુમાર - અરે અમારુ છોડો, તમારે તો હવે નિરાંત છે ને ?
😜😜😜😂😂
🤔😳🤨
બ્રહ્માંડ નો આંટો મારવા
ગયેલા સુનિતાબેન નવ
મહિના મોડા આવે...તો...
બહુ ફરક નથી પડતો...
પણ...કામવાળા સવતાબેન
જો...એક કલાક મોડા આવે
તો...આપણું...આખું...
બ્રહ્માંડ હલી જાય છે... 😝😂😜
#H_R