ઇન્તજાર : એક કમળ અને તેના પ્રેમીનો !
એક કમળ ના છોડ પર સરસમજાનું, તાજુ, નાજુક ખીલેલું કમળનું ફુલ હતું. એ એના રંગથી તળાવ ની શોભા વધારતુ હતું. જાણે હમણા જ ખીલેલું ન હોય !
અચાનક કોઈકે તળાવમાંથી પાણી કાઢી લીધું. હવે બીચારૂ કમળનું ફૂલ મૂંઝાયુ, એને બધાને વિનંતી કરી આજીજી, પ્રાર્થના કરી કે થોડુ પાણી આપો હું ખીલી જઈશ, જીવી જઈશ. બસ થોડી દયા કરો, મદદ કરો હું કોઈ પણ રીતે ફરી જીવતા શીખી લઈશ. ખુબ આશા રાખી કે કોઈતો આવશે અને એ કંઇક એવુ કરશે એટલે બધુ સરખું થઈ જશે. સમય જય રહ્યો છે, ધીરજ ઘટતી જાય છે પણ આશા હજું અમર જ છે. સાંજ થતી જાય છે, ધીરે ધીરે એ પણ મુરજાવા લાગે છે.
એક માણસ કે જેના દીલમાં રામ જાગ્યો હશે કે એને થયું કે ચાલને બીચારુ કેય છે તો થોડી માદદ કરી દવ. જોકે એપણ કમળની સુંદરતાથી ભાવવિભોર થઈ ગયેલ હશે. શું ખબર એને ફરી જીવતુ કરીને એની સાથે જીવવુ હશે. શું ખબર એના જન્મ જ આ કમળને જીવનદાન આપવા અને તેને પોતાના જીવનમાં અપનાવવા માટે થયો હશે.
તેણે ફરી તળાવમાં પાણી આવે એવી યુકતી, વ્યવસ્થા કરી, બનતી બધી કોશીશ કરી તન તોડ મહેનત કરી. પરંતુ ત્યા તો સૂરજ આથમી ગયો હતો. શું તમે જોયા છે રાત્રે ફૂલને ખીલતા? એમા પણ આ તો અંધારી રાત , ચાંદ પણ ન હતો કે જેથી ચાંદનીને જોય ને કામ ચલાવીએ.
આતો કમળ છે પ્રિય સખી, અંધારી રાત વીતે એની રાહ જ જોવી પડશે. પછી સવાર થાય, અને સુરજ ઊગે. સાથે સાથે એ ઈશ્વર, બ્રહ્મ ને પ્રાર્થના પણ કરવી પડશે કે બાળમનમાં જેમ નિર્મળ, અચાનક વિચાર જાગે એવી રીતે આના મનમાં પાણ ફરી ખીલવાની, ઉગવાની, જીવવાની આશા જાગે.🌼😍🌸
- Dr. ckgediya