વિરંચીને થયું કે હવે જો અભ્યાસ સારો નહીં થાય તો વિભૂતિને ભૂલી જવી પડશે. જે તેના માટે અસહ્ય હતું. તેથી વિરંચીએ પોતાની શાળામાં વર્ગ બદલવાનું નક્કી કર્યું અને તે અને વિભૂતિ જે વર્ગમાં સાથે અભ્યાસ કરતા હતા તે બદલી ને અન્ય વર્ગમાં બેસવા માટે પોતાની શાળાના આચાર્યને વિનંતી કરી. શાળાના આચાર્યએ તેને વર્ગ બદલવાનું કારણ પૂછ્યું પણ તે જવાબ આપી શક્યો નહીં. પણ ખબર નહીં કેમ આચાર્ય તેની વાત માની ગયા અને તેનો વર્ગ બદલી આપ્યો. આતો શાળામાં વર્ગ બદલાઈ ગયો પણ ટ્યુશનનું શું? ત્યાં કઈ રીતે વર્ગ બદલાવવો? પણ તેણે એક જ લગની લાગી હતી કે કોઇપ રીતે બોર્ડની પરીક્ષામાં વિભૂતિ કરતા સારો દેખાવ કરવો. નઈ નઈ ખાલી વિભૂતિ કરતાં જ નહીં પણ બીજા દરેક વિદ્યાર્થી કરતા પણ સારો દેખાવ કરવો હતો. તેથી તેણે આ વાતે મન મનાવ્યું. પણ ટ્યુશનમાં તો તેના મિત્રો હતા પણ શાળાના નવા વર્ગમાં જોઈએ તો શું? તેના કોઈ જ મિત્રો આ વર્ગમાં નહોતા. તેથી તેને અકળામણ થવા લાગી. પણ તેણે આ વાતથી મન મનાવ્યું અને અભ્યાસ તરફ વાળ્યું. હવે આ વાતથી જાણે તેને કોઈ જ ફરક પડતો ન હતો. તેનું એકમાત્ર કારણ એક જ હતું અને તે હતી વિભૂતિ. અભ્યાસમાં પોતે એટલો બધો ખોવાઈ ગયો કે તેની આજુબાજુ શું થઈ રહ્યું છે તેની તેને કોઈ જ ખબર નહોતી. હવે તો શાળામાં પણ અભ્યાસ અને ટ્યુશનમાં પણ માત્ર અને માત્ર અભ્યાસ જ. આમ કરતા કરતા બોર્ડને પરીક્ષા નહીં આવવા લાગી. હવે તો ટ્યુશનમાં અને શાળામાં પણ બોર્ડની પરીક્ષા માટે તૈયારી જોરશોરથી થવા લાગી હતી. શાળા અને ટ્યુશનમાં પણ બોર્ડની પરીક્ષાની તૈયારી માટે પ્રેક્ટિસ પેપર લેવાવા લાગ્યા. અને તેનું પરિણામ પણ આવવા લાગ્યું હતું. આ પ્રેક્ટિસ પેપરમાં બધાંને જ ખબર હતી કે વિભૂતિ બધા કરતા હોશિયાર છે તેથી તે જ અવ્વલ આવશે. અને કેટલાંક પેપરમાં થયું પણ એવું જ. વિભૂતિ આવવા આવી. પણ કેટલાંક પેપરમાં બધાના આશ્ચર્યની વચ્ચે વિરંચીએ વિભૂતિને પણ પાછળ છોડી દીધી હતી.
આ તો હજુ જાણે આશ્ચર્યની શરૂઆત હતી. તેની શાળામાં બોર્ડની પરીક્ષાની તૈયારી માટે પ્રિબોર્ડ એક્ઝામ લેવામાં આવતી. જે પેપર આજે લેવામાં આવતું હોય તેનું પરિણામ બીજા દિવસે પેપર પૂરું થાય તેની પહેલા નોટિસ બોર્ડ પર નોંધવામાં આવતું. અને આ પરીક્ષાની બીજી ખાસિયત એ હતી કે તેની શાળાની તમામ શાખાઓના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસતાં તેથી પોતાની આગળ પાછળ કઈ શાળાની વિદ્યાર્થી આવશે તે કોઈને જાણ ન હોય. બીજું કે આજે જે વિદ્યાર્થીઓ પોતાની આગળ પાછળ હોય તે બીજે દિવસે ના પણ હોય.
એક દિવસ આ પરીક્ષામાં થયું એવું કે વિરંચીની પાછળ જ વિભૂતિનો નંબર આવ્યો. વિરંચી પોતાના વર્ગમાં પેપર આપવા આવે છે ને જોવે છે તો શું કે પોતાની પાછળ જ વિભૂતિ છે. આ શું? તેને જોઈ... પોતે શાન ભાન ભૂલી ગયો. આજુબાજુ કોણ છે? વર્ગમાં કોણ છે? આજુબાજુનું વાતાવરણ બધું જ ભૂલી ગયો. બાજુમાના વિદ્યાર્થીએ તેને ખભો હલાવીને ઢંઢોળ્યો અને કહ્યું કે ભાઈ ક્યાં ખોવાઈ ગયો. વિરંચીએ તેને કોઈ જ જવાબ ના આપ્યો અને તે ફરી બધું જ વિભૂતિને પણ અત્યારે વિસારે પાડી પોતાના ધ્યેય તરફ વળ્યો.
વર્ગમાં શિક્ષક આવ્યા બધાને પ્રશ્ન પેપર અને જવાબ પેપર આપ્યા. અને પેપર લખવાનો સમય શરૂ થયો કે તરત જ બધા જ વિદ્યાર્થીઓ પેપર લખવા મચી પડ્યા. રોજ જ બધા જ વિષયોના ગુણ શાળાના નોટિસ બોર્ડ ઉપર લખવામાં આવતા. પણ આ શું એકાદ બે વિષયોને બાદ કરતા વિરંચીએ વિભૂતિને પાછળ રાખી દીધી.
હવે ખરાખરીનો ખેલ શરૂ થવાનો હતો.
(આગળ બોર્ડની પરીક્ષા આવે છે? શું થશે રાહ જુઓ આવતા અંકમાં)