હોટલ માં ૪ મિત્રો બેઠા હતા. અને બેઠા બેઠા બધી નકારાત્મક વાતો કરતા હતા. દુનિયા કેવી છે ??? લોકો કેવા છે ??? દુનિયા કેટલી સ્વાર્થી છે ?? પોતાના સગા- સંબંધી અને સાથે પોતાના આજુ અને બાજુ રહેતા પાડોશી ને ગાળો આપી રહ્યા હતા . દેશ અને તેને ચલાવવા વાળા નેતા પણ ગાળો આપી રહ્યા હતા .પણ , આ ચાર મિત્રો માંથી એક મિત્ર હતો. જે ચૂપચાપ આ લોકોની વાતો સ્મિત કરી ને શાંતિ થી સાંભળી રહ્યો હતો . એ બધા કરતા વધારે સમજદાર અને હોશિયાર હતો. એના લોકો મિત્રોએ એની સામે જોયું , અને પછી કહ્યું ,
યાર , તારી જિંદગી તો પૂરી સ્થાયી છે.તારા પિતા પાસે સારા એવા પૈસા છે. અને તારૂ ભણતર પણ સારું હોવાને લીધે પગાર પણ તારો સારો એવો છે. ના તો તારી જિંદગી માં કોઈ ટેન્શન છે,, ?? અને ના તો કોઈ મગજમારી ?? તારી લાઈફ તો જલસા ની છે.
૪ થા મિત્ર એ બધી વાત શાંતિ થી સાંભળી અને પછી એને જવાબ આપ્યો - તમારા બધાની વાત મેં સાંભળી ,પણ આજે મારે તમને કંઇક કહેવું છે??? . મારી જિંદગી માં પણ એટલી જ તકલીફ છે જેટલી તમારી જિંદગી માં છે . પણ, બસ ખાલી દ્રષ્ટિકોણ નો ફરક છે. તમારા લોકો એ પણ મારી જેવી જિંદગી જીવવી હોઈ ?? આજે તમારે એક કામ કરવાનું છે . આજે હમણાં રાત ના ૮ વાગ્યા છે કાલે રાતે ૮ વાગે પાછા આપણે અહિયાં મળશું.પણ, આ ૮ થી ૮ ના ૧૨ કલાક ના સમય માં તમને જે પણ સારી વાત દેખાશે : તેને તમે ધ્યાન માં રાખજો ,અને એને લખી ને રાખજો .પછી અહીંયા આવી ને એ આપણે વાત કર શું ??? . બધા લોકો એની આ વાત થી સહમત થયા . રાત ના એ લોકો એ નક્કી કરી ને સુઈ ગયા. પછી સવારે એ લોકો સકારાત્મક વિચાર ધારા સાથે ઉઠી ગયા .
સવારે જોયું કે એમની માતા એમની માટે નાસ્તો બનાવી રહી હતી . એમને માતા ને ધન્યવાદ કીધું. પિતા એ જે કાલે પૈસા આપ્યા હતા. તેમની માટે પણ તેમને ધન્યવાદ કીધું. અને પોતાની ડાયરી માં લખ્યું .માતા - પિતા ને ખુબ જ આશ્ચર્ય થયું ??? . પણ , આ તો ખાલી શરૂવાત હતી . નાસ્તો કરી ને જયારે બહાર નીકળવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે બીજા મિત્ર એ જોયું કે પોતાના બાજુવાળા પાડોશી આજે ઝાડ માં કઈંક નાખી રહ્યા હતા . એટલે છોકરા એ પોતાની માતા ને પૂછ્યું ??? મમ્મી આ બાજુવાળા ઝાડમાં શું નાખે છે ?? ત્યારે મમ્મી એ જોઈ ને કહ્યું ? તેઓ તો કીડિયારું પુરી રહ્યા છે .ત્યારે એને પૂછ્યું ??? આ કેટલા વર્ષ થી કરી રહ્યા છે.??? ત્યારે તેની મમ્મી એ કહ્યું , તેવો તે આ ઘણા વર્ષો થી કરી રહ્યા છે. પણ , તે તો ક્યારે ધ્યાન જ નથી આપ્યું ?? તો પછી તને કેવી રીતે ખબર પડે ???. આ સાંભળી ને એને ખુબ આશ્ચર્ય થયું??? . એ જ દિવસે ત્રીજા મિત્ર ને એને સગા-સંબંધી ના ઘરે જવાનું હતું. એ સાંભળી ને એને ખુબ કંટાળો આવ્યો ,, પણ , એને જવું પડે એમ હતું . જયારે એ પોતાના સગા ના ઘરે ગયો. ત્યારે ખુબ જ ઉમળકા ભેર એનું સ્વાગત કરવામાં આવ્યું . એના પછી એ લોકો ની જૂની વાતો ચાલુ થઇ. તેમાં જયારે એ નાનો હતો. ત્યારે કેવી રીતે એના સગાવાળા એ એની મદદ કરી હતી.?? અને જયારે એની માં પાસે પ્રસવ માટે કોઈ ના હતું .ત્યારે પણ, આ લોકો ના હિસાબે જ એનો જન્મ થયો હતો. એ વાત એને જાણવા મળી. આ સાંભળી ને ખુબ જ આશ્ચર્ય થયું ??? પોતે પોતાના સગા વાળા ને મળવા માટે જે શબ્દો વાપરતો હતો. તે વિચારી ને એને ખુબ જ દુઃખ થયું . ત્યાંથી પછી એ બધા એ લોકો એ રસ્તા માં જોયું કે ઘરે જતા કે ટ્રેન માં લોકો એક બીજા ની મદદ કરતા હતા. પોતાની જગ્યા બીજાને આપી દેતા લોકોને જોયા . પોતાના મિત્રો જેને એ વર્ષો થી નહોતા મળી શક્યા. એ લોકો ને એમને મળવાનું એને નક્કી કર્યું. મળતા જૂની અને સારી વાતો એ લોકો ના ધ્યાન માં આવવા લાગી.પોતે જે વિચાર કરતા હતા .તેના કરતા તેના મિત્રો ખુબ જ અલગ હતા.અને પછી જ્યાં મળે ત્યાં બધી સારી વસ્તુ એમને દેખાવા લાગી .કદાચ આ બધી વસ્તુ રોજ થતી હતી.??? પણ ,એમને આ ધ્યાન માં આવી નહોતી.ત્યારે એમને લાગ્યું કે જાણે એક જ દિવસ માં આખી દુનિયા જ બદલાઈ છે .
રાત ના જયારે ૪ મિત્રો મળ્યા ત્યારે ૪ થા મિત્ર એ બાકી ના ૩ ને પૂછ્યું ??? કેવી છે આ દુનિયા ??? ત્યારે બધા લોકો નો અભિપ્રાય આગળ ના દિવસ કરતા અલગ આવ્યો . એક દ્રષ્ટિ બદલવાથી એમની આખી સૃષ્ટિ જ બદલાઈ ગયી . એવું એમને લાગ્યું. એમની આ વાત સાંભળી ને ૪ થા મિત્ર એ જવાબ આપ્યો .
૧ ) આ દુનિયા માં તપસ્યા કરતા સાધુ સંતો છે. તો,, સામે ખાલી સ્વાદ ખાતર પ્રાણી ને મારનારા લોકો પણ છે ??
૨ ) આ દુનિયા માં પ્રેમ માટે જિંદગી આપનારા લોકો પણ છે, તો, સામે ખાલી શરીર સુખ પાછળ કોઈ ની જિંદગી તબાહ કરનારા લોકો પણ આપણી વચ્ચે જ છે .???
૩ ) મંદિર અને મસ્જિદ અને સામે , કતલ ખાન અને જુગાર પબ ડિસ્કો પણ આપણી વચ્ચે જ છે . ક્યાં જવું શું કરવું એ બધું આપણા પર નિર્ભર છે .????
બધી જ રમત દ્રષ્ટિ પર છે. એટલે તો કહેવાઈ છે '' જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ''
તેની વાત સાંભળી ને બધા જ મિત્રો પોતાની ભૂલ ઉપર દુઃખ થયું. તેવો તેમની વાત સાંભળી ને પોતે પોતાની જિંદગી ને બદલવા તૈયાર થઇ ગયા . આવા મિત્ર મળવાથી પોતે ગર્વ અનુભવવા લાગ્યા . અને જયારે પણ કોઈ નકારાત્મક વિચારો આવશે ત્યારે તેવો તેનો આ દ્રષ્ટિકોણ નો પ્રયોગ કરશે તે વચન આપતા ગયા .
જયારે પણ જીવન માં ખોટા કે નકારાત્મક વિચારો આવે ત્યારે એક વાર દ્રષ્ટિકોણ બદલવાનો પ્રયાસ કરજો આખી દુનિયા બદલાઈ જશે .