It's easy to hold hands. It's hard to hold on. in Gujarati Classic Stories by E₹.H_₹ books and stories PDF | હાથ પકડવો સહેલો છે. પકડી રાખવો અધરો છે..

Featured Books
Categories
Share

હાથ પકડવો સહેલો છે. પકડી રાખવો અધરો છે..

આપણને મજ્જા આવે ને એમ જ જીવાય,
કોની સાથે બોલવું,બેસવું ને ફરવું તે આપણો જ વિષય હોવો જોઈએ,
જો આપણા નિર્ણયો બીજા લેતા હોય તો,
આપણું રીમોર્ટ બીજાના હાથમાં છે,મતલબ,
ક્યારેક ન્યુઝ,કાર્ટૂન,સંગીત,કોમેડી,રોમાંચ વગેરે હવે આગળ તમે લખો...
સબંધ ઋતું જેવો છે,
ઠંડક આપે,ગરમી આપે ને ભીંજવી પણ જાય,

આંખ માં વસ્યા ત્યારે આંજી લીધા હતા,
જેવા નજરમાં આવ્યા છો કે,આંસુ બની નજરથી ઊતરી રહ્યા છો..
જીવનમાં આવનાર દરેક લોકો નો ખૂબખૂબ ઘન્યવાદ,
અનુભવો ઘણા આપી ને ગયા,જવાની ઊતાવડ માં લેતા ભુલી ગયા…
જ્યારે કોઈ પુરુષ ને કોઈ સ્ત્રી પસંદ આવે છે, ત્યારે તે દિલજાન લગાડીને તેને પામવાના પ્રયત્ન માં લાગી જાય છે,ગિફ્ટો આપવી મેસેજ માં રિપ્લાય ના મળે તો પણ લાઈક કોમેન્ટથી કોન્ટેક રાખવા પ્રયત્ન કરતો જણાય,ફોન ના કટાક્ષ પણ સહન કરી લેતો હોય છે,ગમે તેમ કરીને લગભગ પુરુષો પોતાની ગમતી સ્ત્રીને પ્રેમ માં મનાવી જ લે છે,પ્રેમની ભીખ માંગવી પડે તો પણ માંગીને તે સ્ત્રીને તે કંઈ પણ કરીને પામવા માટે આતુર હોય છે,

જ્યારે તે સ્ત્રી તેમને મળી જાય છે,અને મળ્યા પછીના અમુક મહીના કે વર્ષો પછી મનમુટાવ કે રીસામણા થાય ત્યારે તે પુરુષ ઝૂકતો નથી,ત્યારે તે બહુ વધારે અફર્ટ લગાવતો નથી,કે તે સ્ત્રીને મનાવવાના વધારે પ્રયત્ન કરતો નથી,
ત્યારે તે એટલી કોશિશ નથી કરતો મનાવવાની જેટલી તે સ્ત્રી મળ્યા પહેલા કરતો હોય છે,સ્ત્રી ને પામ્યા પછી પુરુષ હોવાનો અહંકાર તેમને નમવા દેતો નથી,સ્ત્રી મળી ગયા પછી પુરુષ નફોનુકશાન ની ગણતરી કરવા લાગે છે,સુંદરતા જોવાની જગ્યાએ ભોગવવા પર વધારે ધ્યાન રહે છે,લગભગ કિસ્સામાં સ્ત્રી મળી ગયા પછી પુરુષ નું ધ્યાન ધ્યાન બારુ રહે છે,

વાંક કોનો છે,તે મહત્વ કરતા સ્ત્રી સ્વભાવ હમેંશા ચાહે છે,કે તેને પુરુષ મનાવે,અમુક સમય સ્ત્રીને મનાવવા માં ના આવે તો પણ તે સ્ત્રી સબંધ ને સાચવવા માં માની જતી હોય છે,સ્ત્રી સબંધ ને તોડવામાં ઊતાવડ કરતી નથી,તે સબંધને બચાવવા બનતા પ્રયત્નો કરતી રહે છે,સ્ત્રી હદય થી જોડાય જવાથી પુરુષ કરતા વધારે ભાંગી પડે છે,સ્ત્રી ગમતા પુરુષ ના સહારાથી જ જીવતી હોય છે, પુરુષહઠ કરતા સ્ત્રીહઠ સંસારની તબાહી મચાવી શકે છે,સ્ત્રીની સહનશક્તિ નો પણ એક સમય અંત આવે છે,જ્યારે પુરુષ નથી મનાવતો ત્યારે સ્ત્રી પોતાના આત્મસન્માન ને વધારે મહત્વ આપે છે,
સ્ત્રી જ્યારે સબંધ માથી નિકળે છે, પછી પાછી વળતી નથી, પુરુષ ને ઊલટુ છે. તે તે જ સ્ત્રી પાસે પાછો જવા માંગે છે,પણ ત્યારે સમયે સમય લઈ લીધો હોય છે,
પુરુષ ને ઈજ્જત વહાલી છે,
તેમ જ સ્ત્રીને આત્મસન્માન..
શરીરનો મોહ હોય તો આખુ શહેર પડ્યું છે..,
આત્માની ચાહ છે એટલે મન તારી પાછળ પડ્યું છે..
હાથ પકડવો સહેલો છે. પકડી રાખવો અધરો છે.
❛❛કયારેક તારા વગર પણ સાંજ સુંદર લાગે છે મને,
જ્યારે ડુબતો સુરજ તારી યાદમાં ડુબાડે છે મને.❜

પ્રેમ પણ કેવો રોગ છે, શરીર મારું છે પણ ચાહત તારી છે.
એક સમયે ગમે તેવો પ્રિય ને પ્યારો સબંધ હોય અબોલામાં વધારે સમય જતો રહે પછી,
બેકઅપ થવા સ્ત્રી રાજી હોતી નથી,
પુરુષ ને દગો મળતા તે બીજા સબંધો માં જવા કરશે,
પણ સ્ત્રીને દગો મળતા તે સતર્ક ને મક્કમ બની જાય છે,
એટલે જ સ્ત્રી વધારે કિસ્સામાં એકલી રહેવાનું પસંદ કરે છે..

વસ્તુ હોય કે વ્યક્તિ તેને ખોવા નો ડર માત્ર ત્યાં સુધી જ હોય જ્યાં સુધી મેળવી ના લીધું હોય !!
#H_R