પાંચ પૈસા આગલા ભાગમાં નાની શ્રદ્ધા વિશે તમે થોડીક જાણકારી મળી હવે થોડુંક વધુ જાણો શ્રદ્ધા ના વિચારો
તેના તોફાનો અને તેના વિચારો ને ફળી ભૂત કરવાની હિંમત
માત્ર શ્રદ્ધામાં જ છે સામાન્ય માણસો એવો વિચાર પણ નહીં જે શ્રદ્ધા વિચારી અને તેને કરી પણ નાખે છે એવી યુનિક થોડી બીજાથી અલગ એવી મારી શ્રદ્ધા વિશે એક પાછી નાનકડી બીજી વાર્તા લખી અને તમારી સામે સરળ ભાષામાં પ્રસ્તુત કરી છે આશા છે તે મારી વાર્તા મોટાઓને અને ખાસ કરીને નાના છોકરાઓને બહુ ગમશે.
શ્રદ્ધાની શરારતો
આપણે પહેલા જોયું કે શ્રદ્ધા પાંચ પૈસાના સિક્કા માટે કેટલી હેરાન થઈ. એટલું બધું થવા છતાં પણ એણે તોફાન-મસ્તી કરવાનું છોડ્યું નહીં.
હવે શ્રદ્ધા થોડી મોટી થઈ ગઈ હતી. એક દિવસ એ પોતાના કાકાના દીકરા જીતેશ સાથે છત્રી લઈને રમતી હતી. અચાનક, શ્રદ્ધાને છત્રી જોઈને એક વિચિત્ર વિચાર આવ્યો. એણે જીતેશને કહ્યું:
"તું આ છત્રી લઈ અને પાળી ઉપરથી ઠેકડો માર, તો તું પેરાશૂટ જેવી ઉડી અને ધીમે-ધીમે નીચે આવીશ!"
જીતેશે શ્રદ્ધાની વાતમાં વિશ્વાસ કર્યો અને પાળી પર ચડી ગયો.
શ્રદ્ધાએ ઠપકો આપ્યો: "જો તું પડી જાય અને તને લાગે, તો મારું નામ ન લેતો!"
જીતેશે છત્રી લઈ અને ઠેકડો માર્યો. પણ, જેવો એ પાળી પરથી પડ્યો, એની બે ગોઠણ છોલાઈ ગઈ!
અચાનક અવાજ થતાં દાદીમા બહાર આવી. એણે જીતેશને જોયો તો એના ઘૂંટણ છોલાઈ ગયા હતા.
"શું ગાડાં વેળા કરો છો?" દાદીમાએ કડક અવાજમાં પૂછ્યું.
જીતેશે બધું સાફ કરી દીધું: "શ્રદ્ધાએ કહ્યું હતું કે છત્રી લઈને ઠેકડો માર, એટલે પેરાશૂટ જેવો નીચે આવીશ. મેં બસ એજ કર્યું!"
દાદીમા ગુસ્સે થઈ ગઈ: "કાલે તો એ કહેશે કે કૂવામાં ઠેકડો માર! તો તું શું? ઠેકડો મારી દેશ?"
શ્રદ્ધા અને જીતેશને બખ્ખો મળ્યો.શ્રદ્ધાની નવી રમૂજ
એક દિવસ શ્રદ્ધાના ફઈની દીકરી હંસા ગામડે રોકાવા આવી. હંસા ગરમ મિજાજની હતી, પણ શ્રદ્ધા સાથે તે સરસ زمانی ગાળતી. એની ઉમર મોટી હોવા છતાં પણ બેને ખૂબ ભળી જતા.
શ્રદ્ધાએ ગામમાં રહેતી પોતાની બીજી ફઈની દીકરી આંશીને પણ બોલાવી.
એક સાંજ દાદીમા અને બાકી પરિવાર ગામમાં જાય છે. શ્રદ્ધા, હંસા અને આંશી મસ્તીમાં ડૂબી જાય છે. રાત્રે શ્રદ્ધાને ઊંઘ આવતી નથી, તો એ આંશીને ઉઠાવે છે:
"ચાલ, આપણે રમત કરીયે!"
શ્રદ્ધાએ આંશીને માતાજી જેવો તૈયાર કર્યો—માથા પર ચૂંદડી ઓઢાડી અને માથા પાછળ દીવો પ્રગટાવ્યો. રૂમમાં અંધારું હતું. શ્રદ્ધાને લાગ્યું કે હંસાને એમ થશે કે સાચે માતાજી પ્રગટ થઈ!
શ્રદ્ધાએ આંશીને શીખવ્યું: "હંસાને કહીશ કે 'હું સાક્ષાત માતાજી બોલું છું. માંગ, તારે શું જોઈએ છે?' "
આંશીએ હંસાને ઉઠાડી: "ઉઠ, હંસા! હું માતાજી બોલું છું. માંગ, તારે શું જોઈએ છે?"
હંસા અડધી ઊંઘમાંથી જાગી અને જોયું તો દીવાના પ્રકાશમાં આંશી સાચે માતાજી જેવી લાગતી હતી!
હંસા તરતજ situation સમજી ગઈ. અને ગામડાની ભાષામાં ગાળો આપતા કહ્યું:
"છાની-માની સૂઈ જાવ, વાંદરીયું! અડધી રાતે ઊંઘવા દેતી નથી! જો ચુપચાપ સુઈ નહીં જાઓ ને, તો હું નાનીમાને ઉઠાડી દઈશ!"
શ્રદ્ધા અને આંશી તરતજ ધબધબાટે ઓઢણું ખેંચી સૂઈ ગઈ.
સવારમાં હંસાએ શ્રદ્ધાની શરારત વિશે ફઈબા અને નાનીમાને કહ્યું. ત્યારે શ્રદ્ધા હજી ઊંઘતી હતી.
તેઓ બધા ખડખડાટ હસી પડ્યા. હંસાને શ્રદ્ધાની નાદાની પરથી ખૂબ હાસ્ય આવ્યું.
અને નાનીમા બોલ્યા એટલે જ તો શ્રદ્ધા મને ખૂબ વહાલી છે
એની નાદાનીઓ સાથે હસતા ખેલતા મારો દિવસ નીકળી જાય છે
આવી છે મારી શ્રદ્ધા!
(હજી આવી કેટલીયે વાર્તાઓ લઈને પાછી આવીશ... રાહ જો)
Dhamak
The story book, ☘️
હવે વાંચી ને કહેજે કે કેવું લાગ્યું!
જો તમને પસંદ પડી હોય તો વધુ વાર્તાઓ લખી અને તમને આપીશ
તમારો પ્રતિભાવ જરૂર લખજો તે મારા માટે જરૂરી છે.