Shaking in Gujarati Human Science by Jaypandya Pandyajay books and stories PDF | કંકાશ

Featured Books
Categories
Share

કંકાશ

          

રવિ વડોદરા શહેરમાં પોતાના મમ્મી પપ્પા સાથે રહેતો હતો. તે  કોલેજમાં પ્રોફેસર હતો. અને તેના પપ્પા ચંદ્રેશભાઈ વી. એમ. સી. માં ( વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ) માં મેયર હતા. અને તેના મમ્મી ચંદ્રિકાબેન હાઉસ વાઈફ હતા. રવિ ખુબ સંસ્કારી છોકરો હતો. તે પોતાના પેરેન્ટ્સનું એક જ દીકરો. એટલે મમ્મી પપ્પાનો કહીયારો હતો. ઘર સુખ સમૃદ્ધિથી છવાયેલું હતું. ચંદ્રેશભાઈ અને ચંદ્રિકાબેન રવિ માટે છોકરી શોધતા હોય છે. અને તે માટે સગા સંબંધીઓને વાત કરે છે. અને ઘણી જગ્યાએ વાત ચલાવ્યા પછી  અંતે ઋત્વા  નામની છોકરીનો બાયોડેટા રવિ અને તેના પેરેન્ટ્સને પસંદ આવે છે. અને સૌ ઋત્વાનાં ઘરે જાય છે.

રવિએ ક્રીમ કલરનું ટીશર્ટ અને બ્લેક ઝીન્સ પહેર્યા છે. માથામાં સ્ટાઈલિશ વાળ છે. અને એકદમ હેન્ડસમ લાગે છે. સૌ ઋત્વાનાં ઘરે જવા માટે નીકળે છે.

તેઓ ઋત્વાના ઘરમાં પ્રવેશ કરે છે. અને ચંદ્રિકાબેન અને ચંદ્રેશભાઇને ઋત્વાના માતા પિતા  આવકારો આપે છે. અને સૌ હળેમળે છે.  થોડીવાર બાદ તેઓ  રવિ સાથે વાતચિત કરે છે. થોડીવાર પછી ઋત્વાને બોલાવવામાં આવે છે. ઋત્વાએ પર્પલ કલરના કપડાં પહેર્યા છે. અને એકદમ રૂપાળું અને સોહામણું મુખ છે. ઋત્વા ધીમેધીમે પગ માંડે છે. અને રવિની આંખો તેને એક નજરે જોઈ રહે છે. તેનું મન ઋત્વા સામેથી તેની આંખો હટવા દેતું નથી. 

બંને પરિવાર એકબીજા વિશે જાણે છે. અને વાતો કરે છે. પછી બંને પેરેન્ટ્સના કહેવાથી એકલામાં વાતચીત કરવા જાય છે.

બંને ઘરની બહાર  ગાર્ડનમાં વાતચીત કરવા જાય છે.

રવિ - હાવ આર યુ? 

ઋત્વા - ફાઈન. તમેં

રવિ - તમને સૌથી વધુ શુ ગમે છે? 

ઋત્વા - રીડિંગ.

રવિ - ઓકે તમને સૌથી વધુ કંઈ બુક ગમે છે? 

ઋત્વા - 'સૌરાષ્ટ્રની રસધાર'

રવિ - તમારે મને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો.

ઋત્વા - તમે  ગ્રેજ્યુએશન ક્યાંથી કમ્પ્લીટ કર્યું? 

રવિ - એમ. એસ. યુનિવર્સિટી વડોદરા.

ઋત્વા - તમે ક્યા જોબ કરો છો? 

રવિ - હું એમ.  એસ. યુનિવર્સીટી એમ. એ. ભવનમાં પ્રોફેસર છું. 

ઋત્વા - તમારે બીજું કંઈ કહેવું છે? 

રવિ - ના તમારે?

ઋત્વા - ના.

રવિ - તો જઈએ હવે

ઋત્વા - ઓકે ચાલો.

     બંને અંદર  જાય છે. અને રવી અને ઋત્વા એકબીજાને ખુબ પસંદ કરે છે. બંને અંદર જાય છે. અને બેસે છે.

ચંદ્રેશભાઈ - શુ થયું બેટા શુ વિચાર છે બંનેના એકબીજા માટે? 

રવિ - મને ઋત્વા ખુબ જ ગમે છે.

ઋત્વા - મને પણ રવિ ગમે છે.

પછી બંને પરિવાર સગાઇ અને લગ્નની વિચારણા કરે છે. અને જ્યોતિષીને બોલાવી બંને પ્રસંગ માટેના શુભ મુહર્ત જોવાનું કહે છે. અને જ્યોતિષી એક મહિના પછી પ્રસંગ માટેના સારા મુહર્ત જણાવે છે.

ધીમેધીમે સમય પસાર થવા લાગે છે. અને સગાઈનો દિવસ નજીક આવે છે. અને સગાઈમાં બંને પરિવાર સગા સંબંધીઓ સાથે ભેગા થાય છે. અને સગાઇ અને લગ્ન દિવસ નજીક આવે છે.

રવિએ વાઈટ કલરની શેરવાની પહેરી છે. અને માથા પર લાલ ફૂમકાં વાળો સાફો શોભે છે. અને સૌ મંડપમાં પ્રવેશ કરે છે. અને લગ્નની વિધિ શરૂ થાય છે. અને થોડીવારમાં ઋત્વા મંડપમાં આવે છે.

ઋત્વાએ લાલ રંગનું સુશોભિત પાનેતર પહેર્યું છે. અને નાકમાં નથડી શોભે છે. બંને હાથમા મહેંદી શોભે છે. અને તેમાં રંગીન બંગડીઓ પહેરી છે. 

રવિ ઋત્વા સામે જુએ છે. અને મંડપમાં આવે છે. રવીને મન તો જાણે ઋત્વા કોઈ 'સૌંદર્યવાન વારાંગના'થી ઓછી આકર્ષક  ન હતી.

પછી લગ્નની વિધિ શરૂ થાય છે. અને બંને અગ્નિની સાક્ષીએ ફેરા ફરે છે. અને લગ્નની વિધિ પૂર્ણ થાય છે. કન્યા વિદાય થાય છે.  સૌ પોતાના ઘરે આવે છે. અને દિવસ પૂર્ણ થાય છે.

બીજા દિવસે રવિ જોબ પર ચાલ્યો જાય છે. અને ઋત્વા પરિવારની રહેણીકરણી અને રીત- રિવાજ વિશે જાણે છે. બંનેના અરેન્જ મેરેજ હોવા છતાં બંનેનો એકબીજા પ્રત્યે પ્રેમ વધતો જાય છે. બહાર ફરવા જવુ, હોટેલમાં જમવા જવુ વગેરે...

ધીમે ધીમે ઋત્વા પણ જોબ કરવા લાગે છે. અને બધૂ જ બરાબર ચાલતું હોય છે. પણ કુદરતને કંઈક જુદું જ મંજુર હતું. સમય પસાર થાય છે. અને ઋત્વાનું ટ્રાન્સફર થાય છે. તેના સ્ટાફમાં પુરુષ વધારે હતા. તેથી આ બાબત વિશે ખોટા ખ્યાલો રવીના મનમાં આવે છે. અને ઘરમાં કંકાશ અને ઝઘડો થાય છે. અને બંને અલગ થવાનું વિચારે છે.

રવીના પોતાના વિશેના  વિચારો જાણી ઋત્વા ખુબ રડે છે. તેને ઝટકો લાગે છે. અને અચાનક તેની તબિયત બગડી જાય છે. રવિ અને ઘરના અન્ય સભ્યો ઋત્વાને હોસ્પિટલમાં લઈ જાય છે.

ડોક્ટર જણાવે છે કે કોઈપણ જાતનું ટેંશન ચાલે છે ઘરમાં?

રવિ - કેમ ડોક્ટર શુ થયું છે? 

ડૉક્ટર - તેમના મગજની નસ દબાય છે. જેથી લોહીનું  સર્ક્યુલેશન સરખું થતું ન હોવાથી તેમને તકલીફ થાય છે. તેથી તેમને ચિંતા કરવા ન દેશો અને તકલીફ થાય તેવી વાત ન કરશો.

રવિ - અત્યારે તે કેમ છે? 

ડોક્ટર - અત્યારે તે ઠીક છે પણ મેં કહ્યું તેનું ધ્યાન રાખશો.

રવિ - હા હા ડૉક્ટર હું ધ્યાન રાખીશ પણ શુ હું ઋત્વાને મળી શકું છું?

ડોક્ટર - હા

રવિ - અંદર જાય છે. અને ઋત્વા પાસે જઈ બેસે છે. ઋત્વા... એટલું બોલી ઋત્વાનાં હાથ પાસે માથું ઢાળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે  છે.

ઋત્વા - તમને તો હું ગમતી નથી તો મને અહીં શુ કામ લાવ્યા?  પહેલા બધું કહી દીધું હવે શુ કામ રડો છો?

રવિ - સોરી મારી ભૂલ થઈ ગઈ હું તને ઓળખી ન શક્યો, તારા પ્રેમને ઓળખી ન શક્યો, મને માફ કરી દે.

ઋત્વા - આટલી નાની બાબતમાં તમે એટલો મોટો કઠણ નિર્ણય કર્યો શુ કામ? તમે કંઈ જ પૂછ્યા કે કહ્યા વગર અલગ થવું છે એમ કહ્યું. 

રવિ - હા હા એ બધી ભૂલ મારી જ છે હું માનું છું પણ હવે મને આ ભૂલ સમજાય ગઈ છે. હું તારી સાથે આવી રીતે વાત નહિ કરું. આવુ વર્તન નહિ કરું. સોરી પણ મને માફ કરી દે ચાલ ઘરે અને ઠીક થઈ જા ઝડપથી.

ઋત્વા - કેમ હવે શા માટે તમને મારી આટલી ચિંતા થાય છે. હવે હું જલ્દી સાંજી થઈ જાવ એમ કહો છો.  તમને યાદ ન હોય તો જણાવી આપું કે મારી આ સ્થિતિનું કારણ અમુક અંશે તમે અને તમારા શબ્દો જ છો.

  જયારે તમે મને  બધું કહેતા હતા ત્યારે તમે વિચાર્યું હતું કે આ બધું સાંભળી મારાં મન પર તેની શુ અસર થશે. વાત બોલવાની નથી પણ વિશ્વાસની છે. હજી આપણા લગ્નને જાજો સમય થયો નથી. અને તમારું આવુ વર્તન. શુ કામ? તમારે બોલતા પહેલા વિચાર કરવાની જરૂર હતી. હવે તો ઘણું મોડું થઈ ગયું તમારા સમજાવવામાં અને મારાં સમજવામાં.

રવિ - એવુ ન બોલીશ પ્લીઝ મને મારી ભૂલ સમજાય ગઈ છે. હું હવે પછી આવુ વર્તન નહિ કરીશ મને માફ કરી દે હું હાથ જોડી માફી માંગુ છું. તું જે સજા આપીશ એ મને મંજુર છે પણ તું ઘરે ચાલ અને માને છોડીને ન જઈશ.

ઋત્વા - રવીના પશ્ચાતાપ આગળ ઓગળી જાય છે. અને તેને માફ કરી દે છે. અને બંને હોસ્પિટલમાંથી રજા ઘરે ચાલ્યા જાય છે.

      બંને વચ્ચેની ગેરસમજ દુર થાય છે. અને બંને સુખેથી પોતાનો સંસાર સાચવે છે. અને ખુશીથી રહે છે.

આમ અહીં કંકાશ ભર્યું વાતાવરણ સુખ સ્વરૂપમાં ફેરવાય છે. અને કંકાશ દુર થાય છે. અને આ ઝઘડા તથા ગેરસમજનો સુખી અંત થાય છે.

                                         લેખન - જય પંડ્યા