1 વર્ષ પહેલા:
અમદાવાદ ના ઓઢવ માં આવેલી પોતાની 1500 ફૂટ વિશાલ જગ્યા ધરાવતી ઓફિસ માં કનિકા હોટેલ્સ ઇન્ટિરિયર ડિઝાઇન ની અમુક પેટર્ન તૈયાર કરી રહી હતી.
ત્યાં એને એક મેલ આવે છે.
એ મેલ કનિકા ઓપન કરે છે પણ કોઈક બીજી કંપની ની જાહેરાત નો મેલ જોઈ ને એ બંધ કરે છે. પણ ત્યાં સુધી માં ન થવા નું થઈ ચૂક્યું હોય છે.
એ મેલ ઓપન કરતા ની સાથે જ કનિકા ના લેપટોપ નો ડાયરેકટ એક્સસ મેલ કારનાર ને મળી ગયો હતો.
પણ એની જાણકારી કનિકા ને અત્યારે નહોતી પડી.
કનિકા પોતાનું રૂટિન કામ પતાવી પોતાનું ટિફિન ખોલી જમવા બેઠી. બસ એજ દરમીયાન...
એના લેપટોપ માં હેકિંગ એક્સસ મેળવી ચુકેલ સામે વળી વ્યક્તિ એ તમામ ઇન્ટિરિયર ડિઝાઇન સોફ્ટવેર ના કોર્ડિંગ હેક કરી ને લઈ લીધા. અને લેપટોપ માં એક વાઇરસ મર્જ કરી દીધો. જેણે આગલા 10 મીનિટ માં લેપટોપ ની હાર્ડ ડિસ્ક currupt કરી નાખી.
આ બાજુ.
લેપટોપ પર બેઠેલા એક વ્યક્તિ એ તમામ ફાઈલ નું એક્સેસ એક pen drive માં લઇ લીધું અને પાછળ ઉભેલ વ્યક્તિ ને આપ્યું.
માણસ: લ્યો સર. આ તમને જોતી તમામ વિગત. પલ્સ આમા મેં એક બીજી AI Supported App નાખી જે જે તમને ડિઝાઇન કોર્ડિંગ ના આધારે વિવિધ ઇમેજિસ ક્રિએટ કરી ને આપશે.
સામે ઉભેલ વ્યક્તિ એ " ગુડ વર્ક . થેન્ક્સ. " કહી ને એક વ્હાઇટ કવર કાઢ્યું.
હેકર એ કવર ખોલ્યું. અને એમાં થી 500 ની હરિયાળી નીકળી.
સામે ઉભેલ વ્યક્તિ એ " પુરા એક લાખ. હજી એ આવશે. બસ તારે માત્ર મારો જ સાથ આપવા નો. તો. મોટા પ્રોફિટ પર જઈશ અને જો મને મુકયો તો એ ન ભૂલતો કે તું મારી માટે અને હું તારી માટે સોના નૂ ઈંડુ આપનાર મુરગી છે.
હેકર: સ્યોર સર. તમે મારા પહેલાં મોટા અને કોર્પોરેટ કલાઇન્ટ છો.
બીજો વ્યક્તિ ડિટેલ્સ લઈ ને જાય છે. ત્યાં એનો કોલ વાગે છે.
એ વ્યક્તિ: હેલો. (સામે વાળા ને સાંભળે છે) યસ. આદિત્ય સ્પીકિંગ. (બે સેકન્ડ નું મૌન). હા. મારી પાસે અમુક સારી અને અમુક શ્રેષ્ટ ડિઝાઇન્સ છે. આઈ કેન પ્રેઝન્ટ ઇટ.
ઓક.
આદિત્ય: વાહ. શુ નસીબ છે.
ત્યાં જ એનો કોલ આવે છે. સ્ક્રીન પર વાઈફી લખેલું હોય છે.
આદિત્ય ફોન ઉપાડતા: યસ જાન.
સામે થી : (ઘભરાટ અને રડમસ અવાજ માં) આદિ.. મારો લેપટોપ હેક થઈ ગયું છે. મારી બધી ડિઝાઇન અને એની કોર્ડિંગ સોફ્ટવેર બધું હેક થઈ ગયું છે એન્ડ મોર ઓવર હાર્ડડિસ્ક ઓન currupt થઈ ગઈ છે. .. હું શું કરું. ??
આદિત્યાં: ટેક આ ડીપ બ્રિધ. હું હમણાજ આવું છું.
ફોન મૂકે છે. અને ફોન સામે જોઈ ને .. એક એવિલ સ્માઈલ આપે છે.
અત્યારે:
કનિકા અને જેનિષ બને ફાઈવ સ્ટાર હોટેલ ની આલીશાન રૂમ ના સોફ્ટ બેડ પર અનાવૃત કન્ડિશન માં સુતા સુતા સિગરેટ નો કશ મારી રહ્યા હોય છે.
જેનિશ: તે કઈ વિચાર્યું. ?
કનિકા: શેનું?
જેનિશ: અરે આદિત્ય નું?
કનિકા: હા. અલમોસ્ટ વિચારી લીધું.
જેનિશ: તો શું વિચાર્યું?
કનિકા: એ તું જોઈ કે જે ડાયરેકટ.
જેનિશ: હળવા માં તો નહીં લે ને. કોઝ તારો..
કનિકા: હતો. વર્ષ પેહલા.. પછી થી ખાલી રાહ જ જોવું છું કે ક્યારે એને મોટો ઓર્ડર મળે અને એની પથારી ફેરવું.
જેનિશ: એટલે તે પ્રીતિ ને એઝ ટ્રોજન મૂકી હતી.
કનિકા: હાસ્તો. જેના ઉપર મને મારા જીવ જેટલો જ ભરોસો હોય.
જેનિશ: હમ્મ . એન્ડ તને ખબર હતી કે આ તારી કઝીન છે અને ઓસ્ટ્રેલિયા રે છે અને એણે આને જોઈ નથી.
કનિકા: યુ આર ગોટ ધ પોઇન્ટ.
જેનિશ: બસ તારી આ ક્વોલિટી એ મને તારા તરફ આકર્ષી છે.
કનિકા: તો આનંદ મેળવો આકર્ષણ નો.
અને કનિકા જેનિશ ની છાતી ઉપર આવી જાય છે. અને પાછો પ્રેમ લીલા બને વચ્ચે રમાય છે.