New day, new job, new opportunity in Gujarati Motivational Stories by R B Chavda books and stories PDF | નવો દિવસ, નવી નોકરી, નવી તક

Featured Books
Categories
Share

નવો દિવસ, નવી નોકરી, નવી તક

હું મારી વર્તમાન નોકરી છોડી દેવા માગતી હતી, કારણ કે ત્યાં મારા કામની કદર નહોતી. મને કામ કરવું ગમે છે અને હું શ્રેષ્ઠ પરફોર્મ કરવાનું ખૂબ પસંદ કરું છું, પણ જ્યાં તમારી મહેનતને ઓળખ આપવામાં ન આવે, ત્યાં વધુ સમય રોકાવું યોગ્ય નથી.

મારા એક સહકર્મી મારફતે મને એક નવી નોકરી માટે એક સરસ તક વિશે માહિતી મળી. તેમણે કહ્યું કે ત્યાં કામ સારું છે, પણ નોકરીનું સ્થળ મારા ઘરથી ખૂબ દૂર હતું. એટલે મેં તરત જ એ વિચાર છોડ્યો.

લગભગ એક મહિના પછી, એ જ સહકર્મીએ ફરી મને એ જ નોકરી વિશે વાત કરી. એટલે થયું કંઇક તો છે કેમ કે બીજી વાર પણ એ જ જગ્યા પર જોબ માટે ઓફર આવી. એ વખતે મને પણ લાગ્યું કે હવે મારું વર્તમાન કામ છોડવું જ પડશે. અહીં કામનો ભાર વધારે હતો, પણ કોઈ કિંમત નહોતી. તેથી, મેં મારા સહકર્મીને કહ્યું કે તેઓ મારો કોન્ટેક્ટ નંબર આપી દે અને હું ઈન્ટરવ્યુ માટે પણ જઈ આવીશ.

જેમજેમ દિવસો પસાર થતા ગયા, નવું પગથિયું ચઢવાનો નિર્ણય પણ પાકો થતો ગયો. તે જ દિવસે સાંજે, મમ્મી પાસે કોઈ સાહેબનો ફોન આવ્યો. તે ફોન  ત્યાંથી આવ્યો હતો જ્યાં જોબ ની ઓફર હતી. મમ્મીએ તરત જ મને જાણ કરી. મેં પણ તરત જ તેમને પરત ફોન કર્યો. પણ તે સમયે તેઓ ડિનર માટે બેઠા હતા, એટલે કહ્યું કે પછી ફોન કરે. થોડા સમય પછી તેમનો કોલ આવ્યો અને ઈન્ટરવ્યુ માટે મારે ક્યારે આવવું એ નક્કી થઈ ગયું.

સોમવારની સવાર, હું મારી મમ્મી સાથે ઈન્ટરવ્યુ આપવા માટે ગઇ. મને એ જગ્યા ખૂબ જ દૂર લાગી. હું આજ સુધી ક્યારેય એકલી એટલી દૂર ગઈ નહોતી. મારું ઘર અને નવી નોકરી વચ્ચે 12 કિલોમીટરનું અંતર હતું. એટલે કે બીજા જ village. હું આજ સુધી બજાર અને નજીકની જગ્યાઓ સુધી જ જતી હતી, અને હવે દરરોજ એટલુ દૂર જવું પડશે એ વિચાર ગભરાટ ભર્યો હતો.

જ્યારે અમે કંપનીના ગેટ પાસે પહોંચી ગયા, ત્યારે ગેટ બંધ હતો. અમે સાહેબને ફોન કર્યો, તો એક છોકરો ગેટ ખોલવા આવ્યો અને અમને ઓફિસ સુધી લઈ ગયો. ત્યાં મારી મીટિંગ શરૂ થઈ. હું આમ તો ખૂબ શાંત સ્વભાવની છું, એટલે કે હું કંઇ બોલી જ ન શકી. મમ્મીએ જ સેલરી, કામના કલાકો, અને રવિવારની રજા વિશે વાત કરી. સાહેબે મને કામની વિગતો અને કામગીરી કેવી રહેશે તે બતાવ્યું. મને લાગ્યું કે મારું વર્તમાન કામ અને આ નવી નોકરી લગભગ એકસરખી છે, એટલે મેં સંમત થઈને કહ્યું કે હું શુક્રવારથી જૉઇન કરીશ.

સાહેબે મને મારું ડેસ્ક અને આખી કંપનીનું પરિસર બતાવ્યું. પછી, બપોરે હું મારી વર્તમાન નોકરી પર પાછી આવી. ત્યાં મેં મારા સાહેબને મળી અને મારા રાજીનામા વિશે જાણ કરી. મેં કહ્યું કે હું ગુરુવાર સુધી અહિયાં છું અને જે પણ પેન્ડિંગ કામ છે, તે પૂર્ણ કરીશ.

છેલ્લા દિવસ સુધી મેં મારી બધી જવાબદારીઓ પુરી કરી. ગુરુવારે મારા સાહેબે મને એક સરસ "થેંક યુ" સર્ટિફિકેટ આપ્યું. સાથે જ તેમણે નાની ભેટ પણ આપી. મને લાગ્યું કે તેમના હૃદયમાં ક્યાંકને ક્યાંક દુઃખ છે કે હું નોકરી છોડી રહી છું, પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મારી મહેનતની કદર જ્યાં ન થાય, ત્યાં વધુ સમય રોકાવું શક્ય જ નહોતું.

નવી નોકરીનો પહેલો દિવસ

શુક્રવાર, 18મી ફેબ્રુઆરી 2022, મારી નવી નોકરીનો પ્રથમ દિવસ.

મારા મમ્મી એ સમયે ઘરે નહોતા, તેઓ લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હતા. હું અને મારી બેન અમે બે જ ઘરે હતા, પણ હું ખૂબ ઉત્સાહિત હતી. હું મારો મનપસંદ રંગ જે સફેદ છે એ રંગની કુરતી પહેરી તૈયાર થઈ.

હું રસ્તા પર વાહન શોધવા ઊભી રહી, પણ લગભગ એક કલાકથી પણ વધુ સમય થઈ ગયો અને મને કોઈ વાહન નહીં મળ્યું. મને વાંધો આવવા લાગ્યો – " આ રીતે નોકરી કરવી કેવી રીતે શક્ય છે?" મારી આંખોમાં આંસુ આવી ગયા. હું લગભગ રડવા લાગી. આખરે, અમારા પાડોશી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની પાસે પિક-અપ ગાડી હતી, અને તેઓ દયાળુ રીતે મને લિફ્ટ આપી અને ત્યાં સુધી પહોંચાડી દીધું.

જેમ-તેમ કરી હું ઓફિસ પહોંચી. મેં મારા સાહેબને મળીને વિલંબ માટે માફી માંગી. સાહેબે કહ્યું કે બીજા સાહેબ બપોરે આવ્યા બાદ કામના વિશે ચર્ચા કરીશું. એ દરમિયાન મને ડેસ્ક પર બેસી થોડુંક કામ બતાવાયું.

બપોરે, બીજા સાહેબ આવ્યા. તેઓએ આવીને મને હસતાં મોઢે કહ્યું, "Good Afternoon Ma'am." મેં પણ જવાબ આપ્યો, "Good Afternoon Sir."

ત્યારે મને શંકા હતી કે મારા અને મારા નવા સાહેબ સાથેનો સંબંધ કઈ રીતે વિકસશે. પણ આજે, ત્રણ વર્ષ પછી, હું કહું છું કે મારી અને મારા સાહેબની એક ખૂબ જ મજબૂત બોન્ડ બની ગઈ છે. સાહેબ મારી સાથે માત્ર એક સહકર્મી તરીકે નહિ, પણ એક સારા માર્ગદર્શક તરીકે પણ રહેલા છે. તેમને મિત્ર કહી શકું એટલી નજીક ના હોઈ શકું, પણ એક સહકર્મી તરીકે અમારા સંબંધ ખૂબ સરસ બની ગયા છે. જો કે એ મારા સર છે સહકર્મી નથી.

એ દિવસે, સાહેબે મને મારી જૂની નોકરી અને અનુભવ વિશે પૂછ્યું. મેં થોડું કહીને કામ શરૂ કર્યું. હું થોડી ઓછી વાત કરતી હોવાથી એટલે કે introvert હોવાથી મારી first impressions દ્વારા મારા વિશે યોગ્ય મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. લોકો મારી સાથે થોડો સમય વિતાવે ત્યારે જ તેઓ મને સાચી રીતે સમજવા સમર્થ થાય છે. એટલે ત્યારે મને થયું કે સર ને કેવું લાગ્યું હશે કે આ છોકરી તો બોલતી જ નથી જોબ કેમની કરશે.

સાંજ પડતા સાહેબે કહ્યું, "મેમ, તમે જઈ શકો છો." હું કંપની બહાર નીકળી અને ફરી એકવાર વાહન માટે રસ્તા પર ઊભી રહી. પણ આ વખતે, કોઈ પણ વાહન મળ્યું નહીં.

અંધારું છવાઈ ગયું. હું રસ્તા પર એકલી ઊભી હતી. કોઈ ફોન નહોતો, કોઈ ઓળખાણ નહોતી. હું ખૂબ જ રડતી રહી. મને એ દિવસ મજબૂર લાગ્યો – "હું કેવી રીતે દરરોજ આ મુશ્કેલીઓનો સામનો કરીશ?"

સાંજે 6:45 વાગ્યે, એક શટલ મળી. એમાં પાછળની બાજુ ખૂલી હતી, પણ કોઈ વિકલ્પ નહોતો, એટલે હું તેમાં બેસી ગઈ. આખો રસ્તો હું રડી રહી હતી. પછી હું ઘરે પહોંચી.

પણ, આજે, આ ત્રણ વર્ષ પછી, હું કહું છું કે હું અહીં સારી રીતે ફીટ થઈ ગઈ છું. હું નવું કામ શીખી ગઈ છું અને ઘણી જવાબદારીઓ પણ મળી છે. મને નવી વસ્તુઓ શીખવાની ખૂબ જ ઝંખના હોય છે.

મારા ઓફિસ પાર્ટનર, મારા સાહેબે મને ઘણું બધું શીખવ્યું. આજની તારીખે, હું તેમનાથી એક મિત્ર કહી શકું એટલી નજીક તો નથી, પણ એક સારા સહકર્મી તરીકે અમારી બોન્ડ ખૂબ મજબૂત બની છે.

આ બધું જ જીવવામાં, એક મોટું જીવનપાઠ મળ્યું – 

નવી વસ્તુઓ અપનાવવા માટે શરૂઆતમાં મુશ્કેલીઓ તો આવશે જ, પણ જો આપણે એ વખતે ધીરજ રાખી આગળ વધીએ, તો એક નવી અને સુંદર સફર આપણું ભવિષ્ય બદલવાની રાહ જોઈ રહી હોય છે."


"મારા ઓફિસ પાર્ટનર સર માટે દિલથી આભાર"

કામની સાથે શીખવાની અને આગળ વધવાની તક મળે તો એ સફર વધુ યાદગાર બની જાય, અને મારા સરના માર્ગદર્શન અને સહકારથી મારી આ સફર ખરેખર ખાસ બની છે. એમણે માત્ર મને કામ શીખવ્યું નથી, પણ હંમેશા એક colleague જેવું મિત્રતાપૂર્ણ વર્તન રાખી, નવી વસ્તુઓ શીખવા માટે પ્રેરિત કરી છે. એમનું ધીરજપૂર્વક શીખવવાનું, હંમેશા સહાય માટે તૈયાર રહેવું અને મઝા સાથે કામ કરાવાની શૈલી ખરેખર ખાસ છે. મારો એમને દિલથી આભાર – કારણ કે એમનાથી ખૂબ બધું શીખવા મળ્યું, અને હજી પણ ઘણું શીખવાનું બાકી છે! I hope, આગળ પણ એમના પાસેથી ઘણી નવી બાબતો શીખવા મળશે, જે મારી પર્સનલ ગ્રોથમાં મદદરૂપ થશે.

Thank Youuuuuuuuu! Sir 🙏🏻

~R B CHAVDA✍🏻