Radar Technology in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | રડાર ટેકનોલોજી

Featured Books
Categories
Share

રડાર ટેકનોલોજી

રેન્જ, રફતાર અને ચાલના માઈક્રો એનાલિસીસનું ચિત્રપટ એટલે રડાર ટેકનોલોજી

જીપીએસ સિસ્ટમથી અનેકગણું અલગ પણ અવકાશથી લઈને ગ્રાઉન્ડ પોઈન્ટ સુધી નજર

માત્ર વ્હીકલ્સ ટ્રેસિંગ જ નહીં વાતાવરણમાં થતા દરેક ફેરફારની સીધી અને સચોટ માહિતીનું માધ્યમ

લગભગ ૨૦૨૦માં ભારતીય વાયુ સેનાએ એરફોર્સ ડેની ઉજવણી કરી ત્યારે તમામ દેશવાસીઓની નજર રડારમાં પણ ન પકડાય એવા રફાલ વિમાન પર હતી. એક જ પલકારામાં આંખ સામેથી વીજળીના ચમકારાની જેમ પસાર થઈ જતું આ વૉર વ્હિકલ અતિ એડવાન્સ ટેકનોલોજીનો ભારતમાં સૂર્યોદય કહેવાય છે. પરંતુ, આ તમામ માહોલ વચ્ચે જેની સૌથી વધારે ચર્ચા થઈ એ ટેકનોલોજી હતી રડાર સિસ્ટમ. રોકેટથી કૃત્રિમ ઉપગ્રહ છોડવાની હોય કે હજુ સુધી લાપતા રહેલું પેસેન્જર વિમાન એમએચ ૩૭૦, જેનો કાટમાળ જ મળ્યો હતો. આ તમામ હવામાં ઉડતા કે આંટાફેરા કરતા વ્હિકલ્સ પર જેની ચાંપતી, બાજ નજર હોય છે એનું નામ છે રડાર ટેકનોલોજી છે. મોટાભાગના લોકોનું માનવું હોય છે કે, આ એક ડિવાઈસ બેઈઝડ વસ્તું છે. પણ ના આ એક એવી ટેકનોલોજી છે જે હવામાં એક નિર્ધારિત સ્પીડથી વધું ગતિમાં ઉડતા કોઈ પણ પદાર્થને ડિટેક્ટ કરી શકે છે. છેલ્લા પાંચ વર્ષમાં એવિએશન ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિથી નાસાએ પણ આપણી ભારતીય ટેકનોલોજીની નોંધ લીધી છે. હવે દેશના કોઈ પણ ખૂણામાં ભારે વરસાદ પડવાનો હોય તો એની જાણકારી પણ આ રડાર સિસ્ટમ આપે છે. આ હવામાનની સિસ્ટમ તૈયાર કરવા માટે ભારતીયોનું ભેજું જવાબદાર હતું. તો બાંધી લો સિટ બેલ્ટ અને થઈ જાવ તૈયાર રડારની દુનિયામાં ડોકિયું કરવા.

રડાર શું છે?
રડારનું પૂરું નામ છે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. જે હવામાં સતત ઉડતા દરેક વ્હિકલ્સ કે વેપન્સનું સતત નિરિક્ષણ કરે છે. આ સાથે એની દિશા, ગતિ, રેન્જ, અંતર, ટાર્ગેટ કે લેન્ડિંગ, વિન્ડ ફલો સહિતની માહિતી પૂરી પાડે છે. રડારની શોધ ટેલર એન્ડ લિયો યિંગે વર્ષ ૧૯૨૨માં કરી હતી. ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા વિભાગ તથા રીસર્ચ વિંગ વિભાગ તરફથી તૈયાર કરાયેલા રડારનું નામ ઈન્દ્ર છે. અચાનક હવામાંથી થતા હુમલાને ટાળવા અને ગ્રાઉન્ડ પર રહેલી બટાલિયન કે પ્રજાને સુરક્ષિત કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. રડારમાંથી નીકળતા કે એના દ્વારા ફેચ થતા કિરણો પર ધૂળ, વરસાદ, પવન, સૂર્ય તાપ કે ઠંડકની કોઈ અસર થતી નથી. રડારની શોધ બાદ એનો પ્રાથમિક ઉપયોગ અતિ સ્પીડમાં જતા વ્હિકલ્સના ટ્રેસિંગ માટે થાય છે. એરક્રાફટ, સમુદ્રમાં દોડતા જહાંજ, રોકેટ, અવકાશ યાન, પેસેન્જર વિમાન આ તમામ વ્હિકલ્સ રડારની નજરમાં હોય છે. આર્મી સિગ્નલ કોપ ઓફ અમેરિકાએ સૌ પ્રથમ રડારની મદદથી છેક ચંદ્ર સાથે સંપર્ક કર્યો હતો. વર્ષ ૧૯૪૬માં વિશ્વમાં સૌ પ્રથમ બનેલી આ ઘટનાથી અન્ય રાષ્ટ્રએ રડાર સિસ્ટમ પર ફોકસ કરવાનું અને તેના અનેકવિધ ફિચર્સ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. રેડિયો ફિક્રવન્સી અને પોતાના કોઈ પણ તરંગને રડાર સરળતાથી ટ્રેક કરી શકે છે. રડારની બીજી એક ખાસ અને મહત્ત્વની વાત એ છે કે, તે દિવસનું અજવાળું હોય કે અંધારામાં એના પર્ફોમન્સમાં ફેર પડતો નથી. પણ આ માટે એક વિશાળ કક્ષાનો તેમજ સક્ષમતાવાળો કંટ્રોલ રૂમ અને સિગ્નલ સિસ્ટમ સેન્ટર સ્થાપિત હોવું અનિવાર્ય છે. આપણા દેશમાં જેટલા પણ આવા રિલે સ્ટેશન છે એના પર ડિફેન્સની સતત નજર રહે છે. આવા સ્ટેશન પર મંજૂરી વગર પ્રવેશ પણ મળતો નથી. વિશાખાપટ્ટનમ કોસ્ટલ એરિયામાં આવી એક વિશાળ રડાર ઓબર્ઝેવટરી આવેલી છે. જ્યાં દરિયામાં લાંગરતા દરેક વૉર કે પેસેન્જર શીપની ડિટેઈલિંગ કરવામાં આવે છે. આ વિભાગ હાલ ભારતીય નેવીના સંચાલનમાં છે. જ્યાં શિપિંડ રડાર સિસ્ટમ લાગેલી છે.

રડાર કેવી રીતે કામ કરે છે ?
રડારનું ફોકસ હવામાં તરતા દરેક રે એટલે કિરણો પર હોય છે. એ પછી કોઈ પણ હોય. પણ સિસ્ટમ માટે રેડિયો ફ્રિકવન્સીની પ્રાથમિકતા હોય છે. જેમાં એક ટ્રાંસમીટર અને રિસિવર લાગેલું હોય છે. અનેક વાર ટીવીમાં કે ફિલ્મોમાં જાેયું હશે કે, એક મોટી કેબલ ટીવીની ડિશ જેવું સાધન એક દિશામાંથી બીજી દિશામાં ફરતું હોય છે. જેની ઉપર એક મોટું એન્ટેના હોય છે. આ સમગ્ર માચડાને ઓબઝર્વ ટેકનોલોજી ડિવાઈસ કહેવાય છે. આ રડાર જે તે એરિયા સાથે સંબંધીત હોય છે. રડારના ટ્રાંસમિટરમાંથી રેડિયો તરંગો નીકળે છે. નિશ્ચિત સમયના અંતરે આ કિરણો છોડવાનું કામ થાય છે. જે હવામાં કલાકો સુધી માઈલો સુધી તરતા જાય છે. જે પોતાના પૂર્વનિશ્ચિત ટાર્ગેટને ટચ કરીને પરત આવે છે. રડારનું રિસિવર તરંગનો પરત આવવાનો સમય નોટ કરી લે છે. રિસિવર ટીવી સિગ્નલની જેમ કામ કરે છે. સમગ્ર પ્રક્રિયા ઘડીના છઠ્ઠા ભાગમાં એટલી ઝડપથી બને છે કે, મેજિક જેવું લાગે. આ પરત આવેલા રેડિયો તરંગનું ચિત્ર એક સ્ક્રિન પર ઝિંલાય છે. જે મોટાભાગે એક ઈમેજ ફોર્મેટમાં હોય છે. જેમાંથી જહાંજનું અંતર, દિશા તથા સ્પીડ જેવા પ્રાથમિક મુદ્દાઓની જાણકારી મળી રહે છે. હજારો કિમી દૂર કોઈ વિમાન યુદ્ધ માટે તૈયારી કરી રહ્યું હોય તો માત્ર ગણતરીની સેકન્ડમાં એની આખી બાયોગ્રાફી કાઢી શકાય છે. જે માટે રડાર મોટો ભાગ ભજવે છે. શરૂઆતમાં તેનો ઉપયોગ સૈન્ય પૂરતો મર્યાદિત હતો. પછીથી પ્રવાસી વિમાનના સંચાલનમાં પણ થવા લાગ્યો.

વિમાનમાં પણ પોર્ટેબલ રડાર સિસ્ટમ હોય છે
વિમાનમાં પણ પોર્ટેબલ રડાર સિસ્ટમ હોવાથી વરસાદ, વાદળ, વાવાઝોડું, રન વે, પાછળ આવતા વિમાનની જાણકારી તથા હાયરિસ્કના એલર્ટ આપે છે. હવામાન, વિમાન, નિરિક્ષણ, ફાયરિંગ તથા વૉર રૂમ એમ દરેક માટે જુદા જુદા રડાર ફોર્મેટનો ઉપયોગ થાય છે. હવે રડારમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક સેન્સર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જે તે ટાર્ગેટ સુધી પહોંચવામાં અને તેના લેટેસ્ટ સ્ટેટસને જાણવા માટે આ ટેકનોલોજી આશીર્વાદ સમાન છે. સતત આવતા-જતા કિરણો પર કામ કરતા રડાર માટે એક નિરિક્ષણ કક્ષ જાેઈએ. ખાસ કરીને એવિએશન ક્ષેત્રે આવા અનેક નાના-નાના કંટ્રોલરૂમ તૈયાર કરાયા છે. એરપોર્ટના વૉચ તથા એર કંટ્રોલિંગ ટાવરમાં પણ રડારની એપ્લિકેશન સિસ્ટમ હોય છે.

આ બે ટેકનિક છે સૌથી વધું જાણીતી
- સ્ટેપ ફ્રિશ્વન્સી કન્ટીન્યુ વેવ : આ પ્રકારમાં રડારમાંથી સતત એક કિરણો જે તે ટાર્ગેટનું ટ્રેકિંગ કરતા હોય છે. જે પોઝિશન, સ્પીડ, અંતર, રેન્જ, લાઈન્સ, ગ્રાઉન્ડ જેવી માહિતી જુદા જુદા ટાર્ગેટની આપે છે. જ્યારે પણ ગ્રાઉન્ડ પરના કોઈ વ્હિકલ્સ અંગે ટ્રેસિંગ કરવાનું હોય ત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
- ઈન્ટરફેરોમેટિક : કોઈ નિશ્ચત સમયના અંતે આવતા તરંગોના બદલે રેન્ડમલી જુદા જુદા સમયે આવતા તરંગોને એકઠા કરીને વ્યવસ્થિત માહિતી આપતી આ ટેકનોલોજી અત્યારના સમયમાં સૌથી વધારે ઉપયોગી હોવાનું મનાય છે. આ બંને ટેકનોલોજી ઘણા બધા વૈજ્ઞાનિક નિયમો પર કામ કરે છે. ખાસ કરીને ભૌગોલિક સ્થિતિ અને રેન્જના રેડિયસને આધારિત હોય છે. આ રડાર ટેકનોલોજીને સૈન્યની સિસ્ટમનું હાર્ટ કહેવામાં આવે છે. આધુનિકીકરણ અને એડવાન્સ ફિચરને કારણે શ્યાં ખાણ છે અને ક્યાં મેટલ બોંબ છુપાવેલા છે ત્યાં સુધીની માહિતી રડારમાંથી સરળતાથી મેળવવામાં આવે છે. પણ આ બધું જે તે લોકેશનના પોઈન્ટ, લોકેશનના મેઝરમેન્ટ, બેઝકેમ્પ અને રેન્જ બિંબના આધારે નક્કી થાય છે. આ માટેની ખાસ ટર્મીનોલોજી શીખવી પડે.

રડાર શા માટે?
- સતત અને સખત રીતે વધી રહેલા એર ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે રડાર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
- એન્ટેના ડિપ્લેક્ષર અને ફેઝ લોક સિસ્ટમ હોય છે. જે હવામાં ઉડતી કોઈ પણ વસ્તુને ટ્રેસિંગ કરી શકે છે.
- રડાર સિસ્ટમ જેટલી મોટી એટલા વધારે વિમાનને ટ્રેક કરી શકાય છે. લાખો કિમીના અંતરેથી આવતા વિમાનને તાજા અપડેટ્સ આપી પ્રવાસીઓની સુરક્ષા કરી શકાય છે.
- અચાનક થતા હુમલા કે કુદરતી આફત પહેલા સાવચેતીના પગલાં તથા પાસાઓને તૈયાર કરવા રડાર આશીર્વાદ સમાન
- બેલેસ્ટિક મિસાઈલ અને વેધર ટ્રેકિંગ સિસ્ટમથી એક ખાસ રિપોર્ટ તૈયાર કરી શકાય છે. જેના આધારે દેશના સૈન્યને એલર્ટ કરી શકાય છે. ખાસ કરીને વિષમ સ્થિતિમાં જ્યારે સૈન્યને કામ કરવાનું હોય છે ત્યારે આ સિસ્ટમ સૌથી મોટું વરદાન છે.
- રડારના વેવથી બચવા માટે એક ખાસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જેને સ્ટિલ્થ સ્ટ્રોગ ટેકનોલોજી કહે છે. એરક્રાફટની ડિઝાઈન પરથી વેવનું પરાવત્રન થાય છે. રફાલની ડિઝાઈન અને ઓટો-મશીન ઓરિએન્ટેડ પાયલટ સિસ્ટમને કારણે તે રડારમાં ડિટેક્ટ થતું નથી.
- સ્ટિલ્થ ટેકનોલોજીમાં રડારના તરંગો એક વખત ટાર્ગેટને હિટ કરે ત્યારે તરંગો બ્રેક થઈને સ્પ્રેડ થઈ જાય છે એટલે રિસિવર રડાર સુધી પહોંચતા નથી.
- ઘણી વખત એવું બને છે કે, રડારના વેવ પહાડ, વૃક્ષ કે કોઈ ઈમારત સાથે ટકરાઈ જાય છે. જેના કારણે ફિક્રવન્સી કપાય જાય છે. એટલે એક વખત કોઈ વિમાન સંપૂર્ણ પણે હવામાં ગયા બાદ કે ઊંચાઈ પર ગયા બાદ એનું ટ્રેકિંગ સરળ થઈ જાય છે.
- એન્ટિ મિસાઈલ સિસ્ટમ અંગે જાણકારી માટે
- અફાટ દરિયામાં થતી કેટલીક પ્રવૃતિઓ પર નજર રાખવા. ખાસ કરીને શીપમાં જ્યારે યુદ્ધની તૈયારીઓ થતી હોય ત્યારે સૈન્યની અન્ય પાંખને સપોર્ટ કરવા, દિશા આપવા અને સંચાલન કરવા.

ફેક્ટ ફાઈલ અને ભારત
આપણા દેશમાં વર્ષોથી સૈન્ય રડાર સિસ્ટમનો ઉપયોગ કરે છે. આંધ્ર પ્રદેશ રાજ્યના તિરુપતિના ગડંકીમાં રડાર ઈન્ટરફેરોમીટરની સ્થાપના કરવામાં આવી છે. દેશના નિષ્ણાંતોએ સૈન્યની સાથોસાથ હવામાં થતા ફેરફાર અંગે એક ચોક્કસ રિપોર્ટ તૈયાર કરીને સીયુસેટ એસટી ૨૦૫ નામનું એક સ્વદેશી રડાર તૈયાર કર્યું છે. જે હાલ કેરળની એ જગ્યાએ લગાવાયું છે જ્યાંથી ચોમાસું સિસ્ટમ તૈયાર થાય છે. એટલે જ દરવર્ષે ચોમાસું સીઝન નજીક આવતા કેરળની આગાહી અને કેરળની સિસ્ટમને સમગ્ર દેશ ફોલો કરે છે. જ્યારે ભારતીય દરિયાઈ સીમામાં ચોમાસું સિસ્ટમ સક્રિય થાય છે ત્યારે આ રડાર એક્ટિવ થાય છે. પૂર્વી લદ્દાખમાં જ્યારે ચીન સાથે ઘર્ષણ થયું ત્યાર બાદ ટ્રેસિંગ માટેની પોર્ટેબલ ટેકનોલોજી તૈયાર કરવામાં આવી છે જે હાલ કાશ્મીરના સૈન્યના બેઝ કેમ્પમાં છે.