Agyaat - 1 in Gujarati Thriller by Saumil Kikani books and stories PDF | અજ્ઞાત. - 1

Featured Books
Categories
Share

અજ્ઞાત. - 1

પ્રોલોગ -1
હ્યુસ્ટન સીટી: 1952 રાત્રે 10 વાગ્યે. 

સિમોન માર્ક પોતાના સ્ટડી રૂમ માં બેઠો બેઠો કોરા કાગળ માં ફાઉન્ટન પેન થી કાંઈક લખી રહ્યો હતો. લખતા લખતા એના માથે પરસેવો ભરાવા મંડ્યો અને પેટ્રોમેક્સ ની આછી લાઈટ માં એના પરસેવો ચળકવા મંડ્યો. એ લખતો લખતો કૈક બબડતો હતો. ત્યાં એના દરવાજા ઉપર એક જોર થી દસ્તક પડી. એ ઘભરાય ગયો અને તરત જ ઉભો થઈ ગયો. પોતાના એ કાગળ ને ક્યાં સંતાડવું એ વિચારવા મંડ્યો. 
ત્યાં તરત પાછું જોર જોર થી બારણું ભટકવા નો અવાજ આવ્યો. 

એને જગ્યા જોઈ. ત્યાં એ કાગળ એ રીતે સંતાડયો કે કોઈ ને જડે નહિ અને ત્યાં જ "ધડામ" . એક જોરદાર કાન ફાડી નાખે એવો આવાજ આવ્યો અને ઘર માં પેટ્રોમેક્સ ના આછા અજવાળા માં ગન પાવડર ના ધુમાડા ભળી ગયા. 

એક અંગ્રેજ: યુ સન ઓફ @!#$%. 
કહી ને સિમોન ને ગળે થી પકડ્યો અને એની પાછળ બ્લેક ઓવરકોટ અને ગોલ્ફ કેપ પહેરેલ એક આકૃતિ દેખાય. એને જોઈ ને સિમોન ની આંખ માં ભય અને દર્દ છલકાઈ આવ્યા. એની આંખ ની છબી માં એ આકૃતિ નો ચેહરો દેખાયો.. 

                 
                            Chapter 1

                           02-1-2025

Tokyo: રાત્રે લોકલ 9 વાગે. 

અકિરા ટામાકા - એક 28 વર્ષીય યંગ છોકરી. 
આજે એ પોતાની ઓફિસ માં આવેલ પોતાના ક્યુબીક માં બેઠી બેઠી લેપટોપ પર કામ કરી રહી હતી. આજે એ ઓવરટાઈમ કરવાની હતી. કારણ કે કાલે શુક્રવાર થી સન્ડે સુધી લોન્ગ વિકેન્ડ હતું. અને એ રજા ના દિવસો આરામ થી કાઢવા માંગતી હતી. 

ત્યાં એમનો ઓફિસ બોય પસાર થયો. એને જોઈ ને ..

આકીરા: હે.. ઝીન.. પ્લીઝ મારી માટે લેમન ટી બનાવી આપીશ. બસ મારે 25 એક મિનિટ નું જ કામ છે. 

ઝીન હકાર માં માથું હલાવી મેં પેન્ટ્રી તરફ ગયો. 

ત્યાં અકિરા ના મેલ બોક્સ માં એક પૉપ અપ મેલ આવ્યો. 
એમા "未知を開く" (મીચીનો ઓ હીરાકુ) લખ્યું હતું.

એ જોઈ ને આકીરા એ મેલ ઓપન કર્યો. 
આ બાજુ ઝીન લેમન ટી બનાવી રહ્યો હતો એજ દરમિયાન 
"હો..હો.. હમ્મ..' રીત માં અવાજ આવા મંડ્યા. 

ઝીન આ સાંભળી તરત જ બહાર ભાગ્યો. કેમ કે માત્ર આકીરા કામ કરી રહી હતી એટલે ઝીન દર વખત ની જેમ માત્ર આકીરા માટે રોકાયો હતો. એણે બહાર જોયું તો.. 

આકીરા ની આંખો લાલ ચોળ થઈ ગઈ હતી અને એના મોઢા માંથી ફીણ આવા મંડ્યા હતા. એ ગળા માંથી ઘૂઘરાટ કરતી હતી. હજી કાઈ ઝીન સમજે અને કાંઈક કરે ત્યાં સુધીમાં આકીરા કાયમ માટે સુઈ ચૂકી હતી. એ મૃત્યુ પામી હતી. 


Stockholm- Sweden . ( જ્યારે અકિરા ની ઘટના થઈ એજ સમયે ... લોકલ ટાઈમ બપોરે 1 વાગે). 

મોર્ગન બકેટ- 37 વર્ષીય બેન્કર.  સ્ટોકહોમ ની બેન્ક ઓફ યુરોપ માં વર્લ્ડ બેન્ક એસોસિયેશન બેચ ના મુખ્ય 6 બેંકર્સ માં નો એક. 

મોર્ગન આજે પોતાના ચેમ્બર માં અમુક ફાઇલ્સ ચેક કરી રહ્યો હતો. અમુક ડોક્યુમેન્ટ માં સિગ્નેચર્સ કરવા ની હતી. જે એ ચકાસી ને કરી રહયો હતો. એ કામ પતાવી ને એને પોતાનું ડેસ્કટોપ સ્ટાર્ટ કર્યું. અને એની તમામ ફાઇલ્સ ચેક કરવા માંડ્યો.  ત્યાં એની ઓફિસ નો ઇન્ટરકોમ વાગ્યો. 

બે સેકન્ડ માં એણે એ કોલ ઉપાડ્યો. 

મોર્ગન: હેલો. (સાંભળે છે) યસ ડેવિડ. આજે એ ફાઈલ સ્ક્રુટીનાઈઝ થઈ જશે. અને હું સાંજે 6 સુધી માં મોકલી આપીશ. (એક વિરામ). ઓકે. યસ. બટ 6:30 પછી મને કોલ ના કરતો. પછી હું મારી વાઈફ એન્ડ ડોગ સાથે outing માટે જવા નો છું. 

કહી ને હસે છે અને કોલ મૂકે છે. 
ત્યાં એમનો ઓફિસ બોય બ્લેક ટી લઈ ને આવે છે. 

મોર્ગન: થેન્ક્સ સ્મિથ. 

હજી એ કપ પોતાના ના હોઠે લગાડે ત્યાં અચાનક જ એ ઢળી પડે છે અને ગરમ બ્લેક કોફી એના મોઢા ની પાસે ટેબલ ઉપર ઢોળાઈ જાય છે. 

આ અવાજ આવતા જ સ્મિથ અંદર ભાગ તો આવે છે. અને જોઈ મેં ડરી ને બુમો પાડવા માંડે છે. 

સ્ટાફ માં થી એક વ્યક્તિ મેડિકલ ઇમરજન્સી કોડ કોલ કરે છે અને 5 મિનિટ માં એમબ્યુલન્સ આવી જાય છે. 

પણ મોડું થઇ ગયું હોય છે. મોર્ગન એ પોતા ના છેલ્લા શ્વાસ એની ઓફિસ માં લીધા...



Bangalore- Fusion Tech Headquarter . (ટોક્યો અને સ્ટોકહોમ ની ઘટના ની સમાંતર સમયે ... લોકલ ટાઈમ 5:30 વાગ્યે સાંજે. ). 

Dr કૃતિ પલ્લવી. - 31 વર્ષીય રિસર્ચ એનલિસિસ હેડ. 

કૃતિ ફ્યુઝન ટેક જે AI Biotech ને લગતા કોન્સેપટ્સ પર રિસર્ચ કરતી કમ્પની હતી એમાં છેલા 4 વર્ષો થી કાર્યરત હતી. 
2021 માં પોસ્ટ કોવિડ .. એરા માં.. એણે આ કંપની માં ટ્રેની તરીકે જોઈન કર્યા બાદ એની ધગશ અને હાઈ આકયું ના કારણે માત્ર 4 વર્ષો માં  રિસર્ચ એનાલિસિસ હેડ બની ગઈ હતી. 

હાલ એની ટિમ AI Supported Neurogenic Cells Chip ઉપર કામ કરી રહ્યા હતા અને એનો પ્રોટોટાઈપ અલમોસ્ટ રેડી હતો. એનું પ્રેઝન્ટેશન ચાઇના અને ઑસ્ટ્રેલિયા ની જોઈન વેન્ચર કમ્પની " ન્યુરો બાયોટેક" સામે આપવા નું હતુ. જેનું પ્રેઝન્ટેશન ની PPT ઉપર એ લાસ્ટ નજર મારી રહી હતી. 

ત્યાં જ ટેબલ પર મૂકેલ એનો ફોન રણક્યો. એને કોલ ઉપાડ્યો. સામે થી મશીન ના ઘસારા જેવો અવાજ આવ્યો.

સામે થી: biri gitti artık o senin.

કૃતિ કઈ સમજી નહીં. અને એને કોલ કાપી નાખ્યો. પણ જે એને સાંભળ્યું હતું એનો મતલબ સમજવા એને ગુગલ ટ્રાન્સલેશન ખોલ્યું અને type કર્યું. 

"biri gitti artık o senin in English".
અને ટ્રાન્સલેટ થયું.. 

એ વાંચી એની આંખ માં ડર ઉભરાય ગયો. એણે પોતાનો ફોન ઓપન કર્યો અને એમાં tru caller ખોલ્યું તો એ નમ્બર માં સ્પામ લખાયેલું આવ્યું. 

એ ઘબરાટ માં પોતાની ચેમ્બર માંથી બહાર આવી જ રહી હતી.ત્યાં ફરી કોલ આવ્યો. એજ નમ્બર. ઘબરતા ઘબરતા પાછો એણે કોલ ઉપાડ્યો. 

કૃતિ: (ધ્રુજતા અવાજે) હેલો.. 

ત્રણ સેકન્ડ નો ગેપ.  સામે કોઈજ બોલ્યું નહિ. અને..

"ધડામ". 

ફોન બ્લાસ્ટ.. આજુ બાજુ માં અફરાતાફરી મચી ગઇ. 

એક કલીગ એ આવી ને કૃતિ ને ચેક કરી  

કૃતિ નો કાન અને મોઢા ની લગભગ 90 ટકા ચામડી સળગી ને ફાટી ગઈ હતી અને બને આંખ અંદર ની બાજુ ફાટી ને લોહી થી ખદબદી ગઈ હતી. 

ચારે બાજુ.. શોક નો માહોલ હતો. 

દુનિયા ના ત્રણ વિવિધ ખૂણે અલગ અલગ ટાઈમ ઝોન માં પણ સમાંતરે એકમજ સમયે ત્રણ અલગ અલગ વ્યક્તિ ની મૃત્યુ થઈ હતી. 

વધુ....

આવતા અંકે.....