Talash 3 - 31 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 31

Featured Books
  • भूत लोक -12

    मुझे पता था राज  की तुम अपने जिज्ञासु स्वभाव की वजह से ये सब...

  • शापित देवता - 1

    शापित देवता परिचय:-क्या आपने कभी सोचा है कि कुछ स्थानों पर अ...

  • फ्लोरेंस नाइटिंगेल

    फ्लोरेंस नाइटिंगेल: एक प्रेरणादायक कहानीअध्याय 1: बचपन की ज्...

  • कारवाॅं - 9

    अनुच्छेद-नौगाँव में प्रधान पद को लेकर तरह तरह की अफवाहें। प्...

  • हमारी अधूरी कहानी ?

    सुनसान समुद्र तट पर बैठी, अनाया लहरों के शांत संगीत को सुन र...

Categories
Share

તલાશ 3 - ભાગ 31

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
 

લગભગ 25 દિવસ પછી મહાવીરરાવની હવેલીમાં ફરી રડારોળ ચાલુ થઈ ગઈ. આમ તો ખેપીયાએ ગઈ સાંજે જ ખબર પહોંચાડ્યા હતા. પણ ઘરના વડીલ એવા મહિપાલરાવના પત્નીએ આ અંગે કોઈને ઝાઝું કહ્યું ન હતું. પણ એમનો અત્યંત ઉદાસ ચહેરો જોઈને ચાલાક લખુડી સમજી ગઈ કે કામ ફતેહ થયું છે. પણ જયારે પરોઢિયા પછી શિકારે ગયેલા પુરુષોનો પાછો આવવાનો સમય થયો ત્યારે મહિપાલ રાવની પત્નીથી રહેવાયું નહીં અને પોતાની ટાપટીપ કરી રહેલી લખુને મોટેથી બમ મારી ને કહ્યું."એ લખુડી. હવે મૂક એ બધું?"

"કેમ મોટી માં? શું થયું? અને હું ક્યાં તમારા ખર્ચે આ શૃંગાર કરું છું. મારા રઘલાની મેનતના રૂપિયા છે?"

"લખું, દીકરી, કહેતા મારો જીવ ફાટી પડે છે. પણ રઘલો.."

"શું થયું રઘલાને? પોતાનામાં ગુલતાન લખીએ કહ્યું.

"તારા અનુપ કાકાસા, રઘલો અને બીજા 3-4 નોકરોને, 4 દી મોયર ઉશ્કેરાયેલા હાથીના ટોળાએ કચડી નાયખા છે. ચારેક દી પહેલા અચાનક એ લોકોની છાવણી પર કોઈ હિંસક જવાવરે અર્ધી રાતે, હુમલો કર્યો. અને બધા અંધારામાં ભાગ્યા. 3-4 જણા પાસે બંદૂકને તમંચા હતા. તો ઈ જનાવરને ભગાડવા ધડાકા કર્યા. એમાં થોડે દૂર રહેલા હાથીની ટોળામાંથી 1 બચ્ચું મરી ગયું, અને બીજું ઘાયલ થયું. ટોળું ઉશ્કેરાયું લગભગ બે ડઝન જેટલા હાથી જંગલને ધમરોળવા મંડ્યા. જે સૂંઢમાં પકડાયું એને પટકીને, એને રોંદતા આગળ વધ્યું. કોકનો ધક્કો લાગ્યોને રઘલો પટકાયો. એમાં અનુપ એને બચાવવા વચ્ચે પડ્યો. પણ હાથીઓની તાકાત સામે એનું શું ચાલે?"

xxx 

લગભગ એકાદ મહિના પછી....

"દાદા બાપુ, એ દાદા બાપુ. આ આમ જુવો મારી માં શું ક્યે છે" નાના જનાર્દને બુમ પાડતા કહ્યું. અને જનાર્દન રાવે ઢોલિયામાં પડ્યા પડ્યા આંખો ખોલી સામે જોયું તો છાતી સુધી ઘુમટો તાણેલી લખી ઉભી હતી. 

"હા બટા, લખી શું થયું."

"બાપુ સા, બે દી માં નવું વર્ષ ચાલુ થશે, ગુડી પડવો આવી ગયો."

"હા બટા, સાચી વાત છે. મારો રઘલો હોત તો તને નવા લૂગડાં, ઝવેરાતથી ઢાંકી દીધી હોત."

"એ તો બાપુ સા, તમેય કરી શકો છો. ખજાનો ક્યાં ડાયટો છે?" 

"ખજાનો તો દીકરી.. ઉ .. મને યય.... " બોલતા બોલતા જનાર્દન રાવ ની જીભ ગોટે ચડવા મંડી.

"હા ઈ જ ખજાનાનું પૂછું છું. જેના માટે મારો ઘણી માર્યો ગયો. પણ મારો રંડાપો સુધારતો ગયો. ઈ ખજાનો તમે ક્યાં છુપાવ્યો છે. હવે આ ઢોલિયો છોડો અને ઝટ જાવ અને લ્યાવો બધું ઘરમાં હવે આપણે કોઈની બીક નથી. મોટા બાપુના ને કાકા સાના છોકરાંવનું હું સાંભળી લઈશ."

"પણ બટા, લખી ઈ ખજાનો તો. અનુપના વફાદાર એવા સંગ્રામ સીંગે ક્યાંક સંતાડ્યો છે. અને એનીજ માથાકુટમાં અનુપ, રઘલો અને આપણા 4-5 વફાદારો માર્યા ગયા."

"શૂઉઉઉઉઉ " લખીનો અવાજ ફાટ્યો. "એ... તે તમે એમ કહેવા માંગો છો કે. ..."

"હા, બેટાં, ખજાનો એ સરાઈમાંથી તો કાઢી લીધો ને પછી શ્રી નાથદ્વારા પહોંચાડવાને બહાને ઉદયપુર પહોંચ્યા. રઘલાએ ત્યાં માણસોનો બંદોબસ્ત કરી રાખ્યો હતો. પણ..."

"પણ શું બાપુ સા"

"પણ અનુપ, મેં ધયરો હતો એનાથી વધારે ચાલાક નીકળ્યો એણે એના દીકરાને પહેલેથી જ ત્યાં ગોઠવી રાખેલો. અને જેવા નાથદ્વારા 12-15 ગાઉ છેટું હતું તયે. અર્ધી રાત્રે મેં એને જોયો. એ એના બાપ અનુપ હારે કઈ ઘુસર પુસર કરતોતો, મેં રઘલાને જગાડ્યો, અને આપણા માણસોને સાબદા કર્યા. અને એમને ઘેરી લીધા. અનૂપે કહ્યું. 'નાનકા, તારા પર મને પહેલેથી જ શક હતો. પણ મોટા ભાઈના ગયા પછી મારુ એકલું ગજું હતું નહિ છેક ત્યાંથી અહીં સુધી એ ખજાનો પહોંચાડવાનું. એટલે જ મેં તારો સાથ લીધો. અને અહીં મારા દીકરાને તૈયાર રાખ્યો હતો. હવે ખજાનોતો અહીંથી ક્યારનોય ઉપડી ગયો છે. અને સવારે ઉદયપુરના રાજ દરબારમાં તને અને રઘલાને બેયને બેડીયુંમાં પકડાવીશ. બાપુનું અને મોટાભાઈનું એ જ સાચું તર્પણ છે.  ખજાનો જિંદગીભર ગોતીશ તોય નહિ મળે. કેમ કે મારો વફાદાર સંગ્રામ સિંહ આપણી પાછળ પાછળ જ હતો. અને તારા બધા માણસોને ખતમ કરીને એ ખજાનો લઈને શ્રી નાથદ્વારા મંદિર જવા રવાના થઇ ગયો છે. મળસ્કે મંગળના દર્શન પહેલા તો પહોંચી જશે.' એની વાત સાંભળીને મેં તલવાર ખેંચતા રઘલાને કહ્યું, આપણા ગાડાવાળા મારા વફાદાર છે. એને લઈને તું સંગ્રામનો પીછો કર, હું આ બાપ દીકરાને ઠેકાણે પાડીને આવું છું. ચારેક ઘડી પછી હું શ્રીનાથદ્વારાના માર્ગે મારા બચેલા સાથીને લઈને પહોંચ્યો ત્યાં. રસ્તામાં મને મરણશન હાલતમાં રઘો મળ્યો. એણે સંગ્રામ અને એના 2 સાથીને પતાવી દીધા હતા. પણ જોખમ જોઈને સંગ્રામે ખજાનો ડુંગરની કોઈ કરાડમાં છુપાવી દીધો હતો ક્યાં? કેવી રીતે એ પૂછે આ પહેલા સંગ્રામ મરી ગયો. પણ એના એક સાથીએ કહ્યું કે, ‘ખજાનો અમે સલામત છુપાવ્યો છે.’ રઘલો તો મરી ગયો. અને સંગ્રામના સાથીનેય ઘણી યાતના દીધી. પણ એ કંઈ ન બોલ્યો તરફડતા એને દમ છોડ્યો. મેં મારા સગા હાથે મારા સગા ભાઈ અને મારા દીકરા જેવા ભત્રીજાની હત્યા કરી. પણ કઈ ન વળ્યું." 

"એટલે? તમે હાથ ઉલારતા પાછા આવી ગયા. અહીં રોટલા તોડવા? મેં મારા સોહાગને દાવ પર લગાડીને તમારી સાથે મોકલ્યો તો મારી બાકીની જિંદગી સાયબીમાં જશે ને, મારા છોકરાવને રઝળવું નહીં પડે. એ તો ન્યાં, અર્ધો રસ્તે કુતરાના મોતે મર્યા બિચારો, ના બાયડીનું મોં જોવા પામ્યો. ના છોકરાના હાથે ચાંગળું ગંગાજળ. અરે સાદા પાણીના 2 ટીપાય એના ગળામાં ન ગયા. અને તમે અહીં મહિનાથી દીમાં 3 વાર રોટલા તોડો છો. સાવ બેશર્મ ની જેમ? ડૂબી મરો." લખીનો આવાજ એવડો મોટો હતો કે બેઉ કુટુંબના બધા સ્ભ્યો ચોકી ઉઠ્યા. અને ‘શું થયું. શું થયું’ એવો ગોકીરો થવા મંડ્યો. જનાર્દન બઘવાયો. એણે બે હાથ જોડતા કહ્યું."લખી, ગગી, જરીકતો મલાજો રાખ, અનુપની બાયડીને કઈ ખબરેય નથી, કે એના દીકરાને મેં મારા હાથે માયરો છે. તારી ધન લાલસામાં, અને આમ જો હું કઈ ખાલી હાથે નથ આયવો. મને ચાંદીના સિક્કાવાળી 2 લાકડી મળી છે. (એ જમાનામાં ધન-સંપત્તિ ઝવેરાત, ચોર- લુટારાથી બચાવવા લાકડી પોલી કરીને એમાં ભરીને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવાતું.) એ લઈને આવ્યો છું. હમણાં શાંત થઈ જા. અને સંગ્રામે જ્યાં ધન દાટ્યું છે એ ય હું જલ્દી ગોતી કાઢીશ."

"લાવ બુઢ્ઢા, ક્યાં છે એ લાકડી? અને ખબરદાર જો બીજા કોઈને કઈ કહ્યું છેતો. મારે મારા પિયરિયાંવને કઈ કહેવું નથી. નાહકના એમાં ભાગ પડે. 6 મહિનામાં જો ખજાનો કાઢીને મને નહિ લાવી આપો તો આ લાકડીથી જ તમારો વહાલો જનાર્દન તમને ફટકારશે." કહીને લખી જનાર્દનના ઓરડામાંથી બહાર નીકળતી હતી ત્યાં એની સાસુ ઉભી હતી."શું થયું લખુડી?' એણે પૂછ્યું. 

"ડોકરી, મારુ નામ લક્ષ્મી છે. તમીજથી બોલાવજે. નીકર સાંજે રોટલા નહીં મળે, સમજી?" આ સાંભળીને એની સાસુને ચક્કર આવી ગયા. રોજ માડી, કે માં કહેતી એના દીકરાની વહુ એને ડોકરી કહીને ગઈ હતી. પણ પોતાના જ ઘરમાં અપમાનિત થવાની આ તો હજી શરૂઆત હતી. કેમ કે રઘલા સિવાયના એના બીજા 2 દીકરા તો ઇન્દોર રહેતા હતા.  

xxx 

પાંચ વર્ષ પછી,

નાનો જનાર્દન હવે ભડભાદર થઇ ગયો છે. એ અને લખુડીને એનો વસ્તાર ઉદયપુરમાં એક મોટા મહેલ જેવી હવેલીમાં રહે છે. જનાર્દન રાવે આપેલી 2 લાકડી માંથી એકમાંથી થોડા રૂપિયા વાપરીને એણે ઉદયપુરમાં વસવાટ કર્યો છે. છપ્પનિયો દુકાળ ચાલુ છે. (ઇસવીસન 1900માં ભારતમાં ખાસ તો રાજસ્થાન મધ્યપ્રદેશ માં લાખો લોકોનો ભોગ લેનાર દુકાળ સંવત 1956ના કારણે છપનીયા દુકાળ તરીકે ઓળખાય છે.) લખુડીને એના દીકરા પાસે અઢળક નાણા હોવાથી અને કૈક આંતરસ્ફૂર્ણાથી, ગયા વર્ષે જ અનાજની અછતમાં પોતાના ઘરના ધાન્ય ભંડાર ભરી રાખ્યા છે. એક દિવસે લખું પોતાની હવેલીની છજામાં હિંડોળે હીચકતી હતી ત્યાં. એના દીકરા જનાર્દને ત્યાં આવીને કહ્યું. 

“માંડી, આ જો હું કોને લઈને આવ્યો?" જનાર્દન લગભગ મહિના દિવસ પહેલા કંઈક કામે બહાર ગયો હતો, આમેય લખું જ હવે ઘરની મુખિયા હતી, બિચારી જનાર્દનની પત્ની તો એની સામે ઉંચુ જોવાની પણ હિંમત ન કરતી. 

"હવે આ દુકાળમાં ક્યાં ભિખારીને પકડી લાવ્યો છો તું?” કહેતી લખું ઉભી થઇ અને દરવાજામાં જોયું તો એનો સસરો જનાર્દન અને સાસુ ભિખારી જેવી અવસ્થામાં ઉભા હતા. એમના શરીર પર અત્યંત મેલા અને ફાટેલા વસ્ત્રો હતા. પગના જોડા તૂટેલા હતા. ચહેરા પરથી જ દેખાતું હતું કે, છેલ્લે પેટ ભરીને જમ્યા હશે એને કેટલાય દિવસ થઈ ગયા છે.  

"આ ભિખારી લોકોને અહીં તું શું કામ લાવ્યો છો?" રાડ નાખતા લખુંએ કહ્યું. અને એ સાથે જ જનાર્દન અને એની પત્ની બન્ને એના પગમાં પડી ગયા. રડતા રડતા એની સાસુએ કહ્યું. "લક્ષમી દીકરી આટલી ક્રૂર ન થા. તારા બાપુસા, એ બધું ધન, ખેતર ખોયડાં તારા નામે કરી દીધા. અને અમે તારા ઓશિયાળા થઈને રહ્યા. તોય 3 વર્ષ મોર અમને ત્યાં દુશ્મનો વચ્ચે મૂકીને તું આ અમારા જનાર્દનને લઈને અહીં હાલી આવી. એ તો ભગવાનની ઈચ્છાકે આપણે અવળો દગો કર્યો અનુપને એના દીકરાને વેતરી નાખ્યો તોય, ઈ લોકોએ મોટું મન રાખી અમે જે ઓયડી વાપરતાતા એ વાપરવા દીધી. ને આટલા વર્ષ સાચવ્યા. પણ હવે ઈ લોકોને ખાવાના વાંધા છે. ને એમાં આ જનાર્દને અમને કીધું કે ભેળા હાલો. આ તમારા બાપુસાની અવસ્થા થઈ છે. તી અમને અહીં પુગતા 15--17 મજલ થઈ ગઈ. હવે અમારો કોઈ આશરો નથી. બસ અમને બે ય માણહને એકેક રોટલોને મીઠું દેજે. હું આ તારી આખી હવેલીમાં સવારથી સાંજ સુધી વાસીંદુ કરતી રહીશ."

લખુએ એના દીકરા જનાર્દન સામે પ્રશ્નાર્થ નજરે જોયું, જનાર્દને એને એક બાજુ બોલાવીને કહ્યું. "માં, આજતો મોકો છે. આપણે ઉદયપુરમાં છીએ અને ખજાનો કઈ જગ્યાએ સંતાડ્યો છે એ ખાલી દાદા બાપુ જ જાણે છે. આજનો દી થાક ખાય લેવા દે. બેયને રોટલા ખવરાવ, કાલ સવારથી હું દાદા બાપુને ખજાનો ગોતવા ઉપાડી જવાનો છું." ખજાનાની લાલચ હવે ત્રીજી પેઢીમાં પહોંચી હતી. 

xxx 

એણે અને લખુએ બહુ મહેનત કરી, પણ વૃદ્ધ જનાર્દન એને ખજાના સુધી ન પહોંચાડી શક્યો. હા એટલી ખબર ગોતવામાં એ સફળ રહ્યો કે, સંગ્રામ સિંહના બધા સાથીઓ મરી ખૂટ્યા હતા. પણ એનો એક દીકરો જીવતો હતો. જે એના કેટલાક વફાદાર સાથીઓ સાથે ક્યાંક ભાગી ગયો હતો, અને એને ખજાનો ક્યાં છે એ બધ્ધી ખબર હતી.  

xxx 

પેઢી દર પેઢી એ ખજાનો પામવાની લાલસા બળવત્તર બની રહી હતી બીજા લગભગ 100-110 વર્ષ પસાર થયા હતા, અને લખુડી અને એના દીકરા જનાર્દન રાવના વારસદાર ખબર મળ્યા હતા કે, જેમ એ ખજાનો મેળવવા પેઢીઓથી સંઘર્ષ કરે છે એમ જ સંગ્રામ સિંહના વારસદારો એ ખજાનો હવે શ્રી નાથદ્વારા મંદિરમાં પાછો પહોંચાડવા મરણીયા બન્યા છે. અને એટલે જ લખુંના દીકરા જનાર્દન રાવનો છઠી - સાતમી પેઢીના વારસદાર એવો શંકર રાવ, એ ખજાનો હાંસિલ કરવા અને ખાસ તો સંગ્રામ સિંહના વારસદારને ખતમ કરવા કઈ પણ કરી શકતો હતો. આજે જ, એ જ ક્રમમાં, એણે મંગલસિંહને મરાવ્યો હતો કેમ કે, મંગળસિંહના પિતરાઈ ભાઈ લખન સિંહે, રૂપિયાની લાલચમાં શંકરરાવને કહી દીધું હતું કે, મંગળસિંહ જાણે છે કે સંગ્રામ સિંહનો વારસદાર કોણ છે. અને એના ફોનમાં એ વારસદારની બધ્ધી માહિતી છે. એ જ ફોન કે જે હવે જીતુભાના હાથમાં હતો.

 

ક્રમશ:  

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.