Be a traveler, my friend. in Gujarati Philosophy by Mital Patel books and stories PDF | મુસાફિર હો યારો

Featured Books
Categories
Share

મુસાફિર હો યારો

મુસાફિર હું યારો .....       પ્રવાસમાં છીએ "આપણે" કે આપણામાં "પ્રવાસ""છે !!તેની અસમંજસ અને સરળતાને કોમ્પ્લેક્સીટીમાં પરોવતા, જાતે ખુદ જ જીવનની ઉલજનો પોતે નહીં, પોતાની ઉલજનોવાળી વિચારધારાથી જિંદગીને ઉલજી નાખીને, અજંપાના સંગાથી બની રહેલ મનેખ જાત સાથે નીજતા કેળવતા, જીવનમાં "જીવન"ની પ્રાણપ્રતિષ્ઠા કરી શકશે ખરો!! આપણે ઈશ્વરને નથી જોઈ શકતા, નથી સમજી શકતાં ,નથી સાંભળી શકતાં ,છતાં ય અદરખવાળી ચાયની જેમ જીવનરૂપી ચ્હામાં અદરખરૂપી ઈશ્વરને આસ્વાદી ચોક્કસ શકીએ !!




            અંતરમનના સહવાસની અનુભૂતિથી અંતઃસ્ફૂરણાની આછેરી અમીછાંટણારૂપી હુંફથી, ઘણું બધું રડી લીધા પછી અનુભવાતી હળવાશ અને શાંતામાં, આથમી રહેલ પીડાની રાખમાં, શૂન્ય થઈ ગયેલ પ્રશ્નો પછી જાત જોડેના નિ:શબ્દ સંવાદમાં, દિલ ખોલીને કરેલ પ્રેમ અને તેમાં જીવાયેલી એક એક ક્ષણમાં ,"અદભુત"શબ્દ સહજ બોલાઈ જાય પ્રકૃતિ સાથે સાંધેલી એવી પળોમાં, ફ્રિકવન્સી મેચ તરત જ થઈ જાય તેવાં બાળ ગોપાળને મળીને, નાના બાળકમાં રહેલ અકથિત શાતા અને પ્રસન્નતાના ચેપીપણાને પામીને, જાત નીચોવીને અને દિલ ફાડીને જીવાયેલી એ એક એક ક્ષણમાં કે જ્યાં "હું" પણુ ઓગળી જાય માત્ર બચ્યું હોય તો આસક્તિવિહીન શુદ્ધ આત્મિક જોડાણ .       આખરે ક્યાં પહોંચવું છે આપણે? આખરે ક્યાં છીએ ? અને આખરે શું જોઈએ છે? તેના કરતાં જે "છે"તેને પામવાની મુસાફરી, પ્રવાસ એટલે જીવન. મારાથી "મારાં "સુધી પહોંચવાની કળા એટલે જીવન. "હું" નથી ને છે બધું "મારામાં". "હું " નથી ને છે બધું "તારામાં". જે "તારું" ,"મારું" નથી ત્યાં છે "સેતુબંધ" માત્ર. આ "તારા"," મારા " વચ્ચેના સેતુને પારખવાનું અને પામવાનું નામ એટલે જીવન . આખરે ક્યાં પહોંચવું છે? આખરે ક્યાં જવું છે આખરી મુકામ પોસ્ટ આપનો ક્યાં? ઈશ્વર અને આપણી વચ્ચે તૂટી ગયેલ જોડાણ, બ્રિજને જોડવાનું અને તે માધ્યમથી તત્વ અને તત્વ સાથે ઐક્ય સાધવાની જાદુઈ ક્ષણ એટલે જીવન. જીવન ક્ષણોથી બન્યો છે એનાં કરતાં ક્ષણ જીવનસભર બને તેવું જીવીએ તોય ઘણું!!સારથીપણુ કૃષ્ણનું        કંઇક એ રીતે સ્વીકારીએ !!ગીતાને જીવનમાં         રોજ રોજ પચાવીએ !!ઘટનાના "ઘટનાતત્વ"ને         જોઈ શકીશ તું " પ્રજ્ઞાચક્ષુ" થી ...જીવનમાં જીવનને       કંઈક એ રીતે વધારીએ!!     "સહજ બનવું" એ ગુરુચાવી છે ,જીવનને સરળ બનાવવા અને "જેવું છે તેવું"  જોઈને માણી શકવા માટે. આપણે "વિચારીને "જીવીએ છીએ .પણ "જીવન વિશે" વિચાર કરવાનો સમય નથી . આપણે બધું "ગોઠવીને "રહીએ છીએ પણ જીવનની સાચી ગોઠવણને જાણવામાં રસ ખરો!! ચાલો આપને જીવન સાથે સમરસ થઈ જીવનમાં રહેલ જીવનરસને પામવા અને અંતરઆત્માના અવાજને સાંભળી અનુભવથી અનુભૂતિના વિશ્વ સુધી વિસ્તરીએ!!!





एक राह रुक गई,

तो और जुड़ गई

मैं मुड़ा तो साथ-साथ,

राह मुड़ गई हवा के परों पे,

मेरा आशियाना

मसाफ़िर हूँ मैं यारों

ना घर है ना ठिकाना

मुझे चलते जाना है,

बस, चलते जानामुसाफ़िर...

दिन ने हाथ थाम के,

इधर बिठा लिया

रात ने इशारे से,

उधर बुला लिया

सुबह से शाम से मेरा,

दोस्ताना मुसाफ़िर..



આપને પ્રવાસના એક એક સ્ટેશન પર કોન્સિયસ રહીને વર્તમાનને જીવવાનો છે ભૂતકાળને ભૂલવાનો છે અને ભવિષ્યને છેદવાનો છે એ ત્યારે જ શક્ય છે જ્યારે વર્તમાનમાં લાઈવ રહીને આપને એક એક ક્ષણને અનુભવીએ જીવીએ અને જીવંત રહીએ નહીંતર ભૂતકાળ અને ભવિષ્ય આપણને ખેંચવા માટે ઉભા જ હોય છે ચલો જીવનને વધાવી લઈએ વર્તમાનકાળને જીવી લઈએ. 

આશિયાના ખૂદકા ખુદમે બના લીજીયે 


હો સકે તો ખુદ કો અપના હમસફર બના લીજીયે 

કોઈ હો ન હો હમ તો હોગે હી ખુદ કે લિયે 

તું ચૂન શકે તો.. ખુદ કે ભીતર ઉજાલા બના લીજીએ 


હમ હી સી હૈ હમારી આરજુ ઓર હસરત ભી 


તુમ હો સકતે હો કિસી કે બીના હોકર ખુદ કે ભી 

નારાજગી ખુદ સે એસે ભી ન કીજીએ 

હમ સફર હૈ ખુદ હમ હમારે 

જરાજી ભર કે જી લીજીએ



.મિત્તલ પટેલ "પરિભાષા"