જલેબી શબ્દ સાંભળતા જ મો મા પાણી આવી જાય, જી જા તમે સાચું જ વાંચ્યુ... જલેબી... અહિ હું ઍ જલેબી નિ જ વાત કરું છું કે આપણે તેને ફરસાણ મા લઈએ છીયે...
જલેબી જોવામા ભુસળુ લાગે. આપણ ને એમ થાય કે જોવો તો આ કેવી આંટા ઘુટિ વાળી છે..... તો પણ ખાવામા ઍક દમ મિટ્ઠિ, સ્વાદિસ્ટ. ઘણા લોકો જલેબી જોવે કે તરત ખાવાનું મન થઈ જાય તો ઘણા લોકો જલેબી જોઈને દુર થઈ જાય.
એક વાત સમજ્યા તમે ?? કે જલેબી આટલી આંટાઘુટિ વાળી છે તો પણ લોકો નુ મન હરિ લે છે..ઍ પરથી આપણે ઘણુ બધું શિખવા મળે છે, સમજવા મળે છે.
આપણે ઘણી વાર કોઇ કામ મા વ્યસ્ત હોઇ ઍ તો કોઇ આપણને બોલાવે ઍ પસંદ નથી આવતુ. કોઇ ઘોંઘાટ થાય તે ગમતું નથી.. આપણે તેના પર ક્રોધ કરીયે છીયે અથવા ખિજાય જઈએ છીયે.
ઘણી વાર આપણે કોઇ વાતથી પરેશાન હોઇ, આપણા વિચારો ની માયાજાળ મા ઘુંંચવાયેલ હોઇઍ તો કોઇ કાઈ પુછે તેમને આપણે શું જવાબ આપીએ ઍ પણ ખ્યાલ નથી રહેતો અને આવા સમયે ન બનવાનું બની જતું હોઇ છે... આ સમયે ઘણા પોતે શુ કરે છે તેમને ખ્યાલ ન હોઇ... ખોટા નિર્ણયથી અર્થ નો અનર્થ થઈ જાય છે અને પરિણામ કંઈક અલગ જ આવૅ છે.
આપણ એક ખોટા નિર્ણયથી ઘણી વાર સબંધ પણ તુટતા જોયા છે પછી ઍ સબંધ પાછો ક્યારેય જોડાતો નથી.... પરાણે જોડેલા સબંધ મા પહેલા જેવી મીઠાશ રહેતી નથી.... માત્ર દેખાવનો સબંધ જળવાય રહે છે. સમાજ સામે સાથે અને મન થી દુર એવી જીંદગી નો સમય પસાર થતો હોઇ છે.
જેમ જલેબી ન ભાવે અને પરાણે જો પિરસમા આવૅ તો જે મિઠાસ થી જલેબી નો સ્વાદ ન હોઇ તે સ્વાદનો આપણે આનંદ લઈ શકતા નથી અને આપણે વ્યવસ્થિત જમી શકતા નથી
જલેબી આપણને ઘણુ શિખવે છે કે આપણે ભલે ને ગમે તેટલા ગુંચવાયેળા હોઇ પણ સામે કોઇ પણ હોઇ તેને મિટ્ઠાશ આપતા રહીએ. બધા સાથે હળીમળીને રહીયે.
ઘર સંસાર મા બધા જ કુટુંબ સારુ જીવન જીવતા હોઇ કે બધા ખુશ હૉઇ તે જરુરી નથી આ સમયમા. ટેક્નોલોજી યુગ મા બધા પોતાની રીતે રહેવા માંગે છે પણ સામે વાળી વ્યક્તિ સાથે સેટ થતા નથી... જરુરી નથી કે જે આપણને ગમે છે તે સામે વાળા વ્યક્તિ ને ગમતું જ હશે. જેમ આપણને નથી ગમતું તો સામે તેને પણ નથી ગમતું ....... તો થોડા સમય માટે આપણે તેની સાથે સેટ ન થઈ શકીયે ????
આપણે આપણા કામ મા, કોઇ વાત મા ગમે તેટલા ગુંચવાયેલ હૉઇએ, તેનુ નિરાકરણ આપણે ખુદ લાવવાનુ હોઇ છે ... તો આપણા મન મા રહેલ પ્રશ્નો ના લીધે શા માટે બીજા કોઇથી નારાજ રહીયે અથવા કેમ તે વ્યક્તિ ને આપણે દુશ્મન બનાવીઍ ??
જલેબી આપણા જીવન મા ઘણુ બધું શિખવે છે કે આપણા પર ભલે ને ગમે તેટલા દુ:ખ ના ડુંગરો હોઇ તો પણ બધા ને આપણે મિઠાશ આપીયે ... સામે શા માટે આપણે ઍવુ સાબિત કરીયે કે હું ખુશ નથી... શા માટે આપણે બીજા સામે ઉદાસ રહીએ.
દરેક માનવ કોઇ ને કોઇ જગ્યાઍ અટવાયેલ છે .. સંસાર, સમાજ, વેપાર ધંધામા દરેક વ્યક્તિ પોરવાયેલ છે પણ ખુશ રહેવા માટે આપણે ગમે તેટલા ગુંચવાયેલ હોઇ આપણા ચહેરા પર ક્યારેય કોઈ પણ નારાજગી ન રહે તેવા પ્રયત્નો કરવા જોઈયે . આવી રીતે રહેવાથી આપણી તંદુરસ્તી જળવાઈ રહેશે અને બધા સાથે ખુશ પણ રહી શકી.
જલેબી છે સામાન્ય પણ આપણા જીવનમા ઘણું બધું શિખવી જાય છે.