જમાનો એટલો બધો ગતિમાં જઈ રહ્યો છે કે આપને આપણી જાત ને જ એટલે કે ખુદ ને જ ભુલી ગયા છીએ, સાચું કહું તો જુના જમાના ની વાત, રીત રિવાજ અને વ્યાવહારપણુ વધારે અનુકૂળ હતું એમ લાગ્યું. પછી ભલે ને પૈસા નહતા અને કઈક અંશે સગવડતાઓ નો પણ અભાવ હતો તેમ છત્તા કેવી રીતે માનવ પોતનુ જીવન સુખે થી અર્થાત આનંદ માણતા. પળે ને પળે વિકાસ કરતાં કરતાં (હાલના જમણા પ્રમાણે કહું તો અપગ્રેસેશન) આજે સમય એટલી હદે આવીને અટક્યો છે કે માણસ ને પોતાના માટે પણ સમય નથી રહ્યો. આપડે દર મુકામે અપગ્રેડેશન કરતાં જ રહ્યા એ સમય સંજોગ જરૂરી પણ હતું પણ અણસાર ના હતા કે આની આડઅસર ને રૂપે આપણને સમય નો ભોગ મળશે એટલે કે માનવ ભવિષ્ય ને મક્કમ બનાવવામાં/ખુશીઓ ને શોધવા ને શોધવામાં વર્તમાન ને ગુમાવવા લાગશે.
એના મુળભુત જવાબદાર કારણો છે.
૧) વર્તમાન જવાબદારીઓ માં ઘેરાયેલા રહેવું.
૨) આવારી પેઢી ની ચિંતા અર્થાત પોતાના ભવિષ્ય ની ચિંતાઓ
માનવ દર મુકામે વિચાર તો જ રહ્યો કે આપણ ને ખુશી ક્યાથી મળે, ખુશી મેળવવા માટે સતત મહેનત અને ચિંતા ના માહોલ માં એટલો આતુર બની ગ્યો કે વર્તમાન જીવવાનું જ ગુમાવતો રહ્યો. આવનારી પેઢી પણ આજ રીતે સતત વિકાસ ના પંથે આમ જ ચાલશે અને ભવિષ્ય ને ઉજ્જવળ કરવા માટે પોતાના વર્તમાન નું અસ્તિત્વ ગુમાવશે આમ ને આમ ચાલ્યા રાખશે.
સતત વિકાસ અને સતત વિચાર વિમર્શ કરતાં કરતાં માનવ કઠોર અને ચિંતાતુર બનતો જઈ રહ્યો છે.
જમાનો આ સમય નો સામનો કરી રહ્યું જ છે, એટલે જ તો અત્યારે બધાને લગભગ ડગલે ને પગલે ટેન્શન જોવા મળે છે. ઘણા લોકો માનસિક રોગો નો ભોગ પણ બની રહ્યા છે જેનું કારણ પણ આ જ.
કેટલું ટેન્શન યાર, આજકાલ તો નાનપણ થી જ શરૂ થઈ જાય છે જેમ કે બાળપણ માં ૩ વર્ષ થી જ નર્સરી, પછી આગળ ભણવાનું ટેન્શન, ભણીગણી ને નોકરી મેળવવાનું ટેન્શન, નોકરી મળ્યા પછી પગાર વધારવનું ટેન્શન, બાળકોનું ટેન્શન, ઘર-જવાબદારીઓ નું ટેન્શન, લોન નું ટેન્શન, ભવિષ્ય નું ટેન્શન, ટેક્સ બચાવવા નું ટેન્શન, ઇ.એમ.આઇ ભરવાનું ટેન્શન, શેર બજાર નું ટેન્શન. હા, એમાં પણ અત્યારે તો મ્યુચ્યુઅલ ફંડ એટલી હદ સુધી કરશે કે જેના લીધે વર્તમાન માં મેળવવાની ખુશીઓ નો પણ ત્યાગ થઈ જાય છે. બચત એટલી પણ ના કરો કે વર્તમાન અવગણી ને ભવિષ્ય સજ્જ બનાવાની કોશિશ થાય, પછી જીવનમાં બચત સ્વરૂપે પૈસા તો હશે પણ કદાચ સમય એની અવગણના કરાવશે.
આ ખાસ જે વર્તમાન યુવા વર્ગ છે, એક મધ્યમ વર્ગના માણસોની વ્યથા છે કે જેઓ હાલની પરિસ્થિતી અને ભાવિ આયોજન કરવા માટે એટલુ બધુ વિચાર કરી લે છે કે પોતાના વર્તમાન ને જ માણી નથી શકતા.
ઘણા લોકો એવા પણ જોયા છે દિવસ રાત એક કરીને બસ ભાગ્યા જ કરે, ના પરિવાર જુવે કે ના બાળકો બસ ભાગ ભાગ અને ભાગ...કેટલુ ભાગીસ….ભાઈ? અને ભાગી ને કયાં જઇશ.... જરા થોભીજા... કેહવાનો ભાવાર્થ એ જ છે ભાગો એટલુ જ કે માત્ર તમારી જીવન જરૂરિયાતો પૂરી થાય અને બાકી નો સમય જીવન આનંદમાં ઉપયોગી બને. જ્યાં જરૂર લાગે મહેનત કરી લેવાની, કામ કરી લેવાનું, નોકરી-ધંધો કરવો બધુ પણ દબાણ મુક્ત અને એને પણ માણી ને.
બાકી આનંદ કરવા માટે ઘણા ઉપાયો છે જેમ કે પ્રભુ ને ભજી લ્યો, મનગમતું બનાવી ને જમી લ્યો, ક્યારેક શાંતિ થી બેસી ને ચા પીતા પીતા પોતાનો વિચાર કરવો, પુસ્તક વાચી લ્યો, સંગીત ની મજા લ્યો, ગીતો પણ ગાવ પછી ભલે ને સૂર પકડાય એવું જરૂરી નથી પણ પોતાના માટે ગાઓ, મિત્ર-પરિવાર સાથે મુલાકાત કરો.
આ સલાહ નહી પણ હાલ ની પરિસ્થિતી એ ચાલી રહેલા યુગની પરિસ્થિતી નો ખ્યાલ આપતાં કહુ છુ કે ગઢ-ઘડપણ સમયે આવ્યે એવુ થાય કે આટલે બધે આવી ગ્યા….આ તો બાકી રહી ગયુ, આમ કર્યું હોત તો સારું હતું, તેમ કર્યું હોત તો સારું હતું…જીવન નો આનંદ માણી લીધો હોત તો સારું હતું...જવાબદારી માથી બહાર આવતાં આવતાં હવે અંત આવ્યો અને ક્યારે ઘડપણ આવી ગયું ખબર જ ના પડી.
એટલે જ્યાં છો, જેવી રીતે છો, જે પરિસ્થિતિએ છો, જીવનનાં દરેક પળ નો આનંદ માણવાનું ચૂકશો નહિ. કુદરતે આટલુ સુંદર જીવન જીવવા માટે આપ્યું છે; પણ આપણે ત્રણ પરિબળો જેવા કે લોભ, ડર અને ઈર્ષા નાં કારણે કઇંક અલગ સ્તર પર જ છીએ એવું લાગી રહ્યું છે. હા લોભ કહુ તો પૈસા પાછળ, ડર કહું તો ભવિષ્યની ચિંતા અને ઈર્ષા કહુ તો બીજા ને દેખાડો કરવાની ભાવનાઓ…બસ આના પર કાબૂ મેળવવા નો પ્રયત્ન આપણને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરશે.
જીવનમાં આજે આ લેખ લખવાનો આનંદ લીધો, તમે પણ વાંચવાનો આનંદ તમે લ્યો. ભાગ ભાગ કરતા અને સતત ગતિમાન જમાના માં થોડક ઉભા રહો પોતાના માટે, પોતાના વર્તમાન માટે…. મનગમતુ કરો, બસ જીવી લ્યો. કેમ કે આનંદ હશે તો આપનું મન ખુશ રહેશે અને જો મન ખુશ રહેશે તો શરીર પણ તંદુરસ્ત રહેશે. મારા અનુભવો માથી કહું તો સૌથી વધારે ખુશી આપે છે મનગમતા મિત્ર સાથે વાત. આપણાં ખાસ મિત્રો, જી હાં…સ્કૂલ ના મિત્રો, કોલેજ ના મિત્રો, જેઓ ખાસ હોઈ છે પણ ક્યારેક દૂર હોય છે; બધાં પોત-પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે પણ મનગમતા મિત્ર સાથે કરેલો એક ફોન એમાય જૂના પણ ખાસ મિત્ર સાથેની વાતો તમારા હૈયા ને લીલુંછમ્મ કરી નાખશે. જેમ ગાડી ને પેટ્રોલની જરૂર પડે એમ જીવન માં પ્રેરણા/ સુખ લાવવા મિત્ર બહુ અમૂલ્ય પાસું છે. એટલે મેં તો નક્કી કરી જ લીધું છે કે આપડે તો પ્રેરણા દર અઠવાડિયે જોઈએ, મારા કોન્ટેક્ટ લિસ્ટના કોઈ એક મિત્ર ને દર અઠવાડીએ યાદ કરીશ અને જૂની યાદો ને તાજા કરીશ. તો તૈયાર રહેજો ગપાટા મારવા ગમે ત્યારે તમને પણ ફોન આવશે- મારા મિત્ર વર્તુળ ને સમર્પિત. જય હિન્દ.