મન હોઈ તો માળવે જવાઈ!
આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રોડ ઉપર ઊભા રહેતા દાદીને મળ્યો.
આજે એક કામથી બહાર જઈ રહ્યો હતો સમય ૧ વાગ્યાનો હતો વિચારતો હતો કયાક હવે જમી લઉં. એટલી જ વારમાં ચાંદખેડા પાસે વિશ્વકર્મા કોલેજ આગળ રસ્તા પર આ દાદીમાને જોયા.
હું તેમની પાસે પહોંચી ગયો અને કહ્યું બા સરસ મજાની એક ડીશ બનાવો જમવાની. અને બા એ મીઠા આવકાર સાથે કહ્યું હા બેટા બેસો અહ્યા ત્યાં સુધીમાં બનાવી આપું.
જ્યાંરે તે થાળી બનાવતા હતા ત્યાંરે મેં તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું. મેં કહ્યું વાહ બા આટલી ઉંમરે કામ કરો છો એ મને ખરેખર ગમ્યું.
બા એ મને વળતા જવાબમાં કહ્યું કે હા બેટા આજની પ્રજા ના કરે એટલે આપણે તો કોઈ પણ ઉંમરે કામ કરીજ છૂટકો છે.
મને બા વિશે જાણવામાં વધુ રસ લાગ્યો અને કહ્યું કે અહ્યા રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનું સેટઅપ નથી તો આ બધું મેનેજ કેમ કરીલો છો?
બા એ કહ્યું જો બેટા એમાં એવું છે કે હું સવારે બધું ઘરે બનાવી લઉં અને પછી બધા જ ડબ્બા ભરી અહીંયા આવી જાવ છું.
મેં બાને પૂછ્યું કે બા આ બધું કેવી રીતે ચાલે છે? મતલબ ગ્રાહક કોણ અને કેટલા આવે અને તમે કેટલા વર્ષથી આ વ્યવસાય કરો છો?
બા એ કહ્યું “ બેટા છેલ્લા ૫ વર્ષથી રસોઈનું કામ કાજ કરું છું. પેલા પૂરી શાક વરસો સુધી હવે રોટલી શાક અને પુલાવનું.
અને મારે ત્યાં ગ્રાહક બાજુમાં રહેલી વિશ્વકર્મા કોલેજના ૩૮ જેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર આવે છે અને તેના કારણે પરિવારનું ગુજરાન ચાલે છે.
( બાની એકવાત કોઠાસૂઝ ગમી અને એ છે કે, કોલેજની બાજુમાં ઊભું રહેવું જેથી વિદ્યાર્થીઓ ગ્રાહક તરીકે મળી રહે)
ખરેખર આવા વડીલો આવી રીતે રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને યુવાનો વિચારી જ રહ્યા છે કે જીવનમાં કરવું તો શું કરવું!
મિત્રો ક્યારેય તમને રસ્તામાં ક્યાંય આવા લોકો દેખાય તો તેમને ત્યાં જજો મળજો એમની સાથે વાતો વાગોળજો જીવનમાં ઉતારવા જેવું ઘણું મળશે.
હવે બાને ત્યાં શું શું મળે તેની વાત કરું તો શાક. રોટલી, પુલાવ બા બનાવીને ઘરેથી લાગે છે.
તેમનો સમય બપોરના ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી છે.
ભાવની વાત કરું તો, પુલાવ ૪૦/- રૂપિયા,
તેમજ ૨ શાક રોટલી ૫ ૬૦/- રૂપિયા અને જો પુલાવ શાક ૨ અને ૫ રોટલી જોઈએ તો ૮૦/- રૂપિયા ડીશ જમાડે છે.
બા સાથે આજે ખૂબ બધી વાતો કરી અને બા ને આશ્વાસન આપીને આવ્યો કે શરૂ રાખજો. જ્યાં જરૂર પડે ત્યાં સહયોગ આપવા ઉભો છું.
મિત્રો ચાંદખેડા વિસ્તારમાં તમે રહેતા હોઈ તો બા ને ત્યાં ક્યારેય ક્યારેય જજો.
તેમને હિંમત મળશે આ ઉંમરે કામ કરવાની જીવનને જીવવાની.
-
પુરુષ જ્યારે કમાઈ ને ત્યારે વિચારે છે કે એ સ્ત્રીની જરૂરિયાત પૂરી કરે છે પરંતુ......
સ્ત્રી જ્યારે કમાય ત્યારે વિચારે છે કે પુરુષની જરૂર જ નથી જિંદગીમાં પુરુષને સમજવાની કોશિશ કોઈ નથી કરતું..
જો દુઆથી બધું મળે,
તો હું તને જ માંગુ !!
😘😘😘😘😘
જ્યારે કોઈની સ્માઇલ આપણી જવાબદારી બની જાય ને
ત્યારે સમજવું કે સબંધ દિલ થી બંધાયો છે ❤️🤝
આજકાલ ભરોસો ઘણીવાર તૂટ્યો છે પરંતુ વિશ્વાસ કરવાની આદત નથી છૂટી..ઘણા લોકો
દિલના ખરાબ નથી હોતા,
બસ એમનો મગજ ખરાબ
રહેતો હોય છે !!મારી એક સારી આદત છે કે મે કોઈને નફરત નથી કરી
મારી ખરાબ આદત છે કે હું કંઈ ભૂલતી નથી
સરનામું: વિશ્વકર્મા કોલેજ, ચાંદખેડા, અમદાવાદ
#H_R