Prasthavna vagarnu Pustak - 2 in Gujarati Philosophy by Rutvik books and stories PDF | પ્રશ્તાવના વગરનું પુસ્તક - 2

The Author
Featured Books
Categories
Share

પ્રશ્તાવના વગરનું પુસ્તક - 2

આજની નારી, "નારાયણી" કે "નરહારીણી "?

અહીં મારા દ્રષ્ટિકોણથી કહેલ વિષય વસ્તુમાં વિરોધાભાસ સ્ત્રીથી નહિ પરંતુ તેમની સમય સાથે બદલાતી વિચારધારાથી છે. ઘણા સહમત હોય શકે અને ઘણા ન પણ હોય શકે, આમાં હું કોઈ ચોક્કસ વ્યક્તિત્વની વાત નથી કરી રહ્યો કે ન તો કોઈ ની લાગણી દુભાવાનો ભાવ છે બસ એક દ્રષ્ટિકોણ છે.

આજના સમાજમાં સ્ત્રીનું પદ એ જગ્યાએ આવી અટક્યું છે કે સ્ત્રી કે પુરુષ તરફી નહિ પણ તટષ્ઠ થઈ ને પણ જો વાત કરીએ તો પણ એવું થઈ શકે કે સ્ત્રીઓ કે અન્ય ને સ્ત્રી વિરોધી વલણ છે એવું જણાય આવે.

અમુક સ્ત્રીઓને જોતા થાય કે, ક્યું સ્ત્રી સશક્તિકરણ? કઈ સ્ત્રી કેળવણી? અને આ બધું કેના માટે?, એ સ્ત્રીઓ માટે જે એમનું સ્ત્રિઅત્વ નિભાવવાને બદલે પુરુષ સાથે સમાનતા પણાની સરખામણી કરી રહી છે. પૃથ્વી પર ની કોઈ સજીવ કે નિર્જીવ ની સરખામણી એક બીજા સાથે કરવી એ મારી દ્રષ્ટિએ શક્ય નથી બધા કોઈ ને કોઈ વસ્તુ, ખુબી ડહાપણ, વગેરે માં અનન્ય છે એમાં સ્ત્રી-પુરુષ વચ્ચે સરખામણી ના યુગે અચરજતા પમાડે છે. સ્ત્રી એમના સ્થાને મહાન છે કોઈ પુરુષ તેની સરખામણી ન કરી શકે અને એવી જ રીતે એક પુરુષ એમના સ્થાને મહાન છે એમની સરખામણી સ્ત્રી ન કરી શકે આમાં કોઈ વિવાદ સર્જાય તેવી બાબત જ નથી. પણ આજે જોતા અફસોસ થાય છે કે, એ સ્ત્રીઓ જેની મહાનતાની વાતો ઇતિહાસના પાને પાને થયેલી છે આજે તેનાથી તદ્દન વિરુધ્ધ સ્ત્રી સ્વભાવ ઘણી ખરી સ્ત્રીઓમાં જોવા મળી રહ્યો છે. 

"સ્ત્રી" તારે પણ ખરા અને ટાળે પણ ખરા ભૂતકાળમાં ઘણી ખરી તારતી હતી અને અત્યારે ઘણી ખરી ...,
ફક્ત પુરુષ નેજ નહિ પરંતુ પોતાની જાતને સમાજમાં રહેલ સ્થાનને, મર્યાદાને, પ્રભુત્વને વગેરે ને...

હા એ ચોક્કસ પણે કહી શકાય કે બધીજ સ્ત્રીઓ એવી નથી હોતી કોઈ કોઈ આજના સમાજમાં પણ તારીણી બનીને સ્ત્રીઅત્વ નિભાવે છે, જેને પુરુષ સાથેની સરખામણી ન કરતા સ્ત્રી તરીકેની જવાબદારીની ભાન છે. આવી સ્ત્રીઓનો સમાજ હંમેશા ઋણી રહે છે. 

હાલમાં સ્ત્રીઓની પડતી તો ત્યારથીજ ચાલુ થઈ ગઈ જ્યારથી અન્ય સંસ્કૃતિથયુ પ્રભાવિત થઈ અને અનુકરણ ચાલુ કર્યું. માત્ર હવેજ જ કેમ સ્ત્રીને સ્ત્રી તરીકે ની જવાબદારી અને સ્ત્રી બની ને સમાજમાં રેવું બંધનરૂપ લાગવા માંડ્યું છે. ' સૌ નું કામ સૌ ને સાજે ' આ વાક્યનું મૂલ્ય કદાચ આજની સ્ત્રી ભૂલતી જાય છે, આજની સ્ત્રીને ઘરમાં પોતાની જવાબદારી કે ફરજ ખૂંચવા લાગી છે એટલેજ પુરુષ અને પુરૂષની જવાબદારીઓ, સ્વતંત્રતા વગેરે જેવી વસ્તુ સાથે સરખામણી કરે છે.
અહીં આપડે બીજી સંસ્કૃતિથી પ્રભાવિત ન થતા જે આપડી સંસ્કૃતિ પેલેથી ચાલતી આવી છે તેને જાળવી રાખવી આવસ્યક છે.

કયારેય સ્ત્રીની પુરૂષ સાથે અને પુરૂષની સ્ત્રી સાથે કોઈ પણ બાબતમાં સરખામણી કરવી કોઈ અંશે યોગ્ય કહેવાય નહિ. કારણકે બંને પોતાના વ્યક્તિત્વ અને કાર્યમાં સર્વોપરી છે કે એક બીજાનું સ્થાન ન લઇ શકે. 
તેમ છતાં ખબર નહિ આજની સ્ત્રીને આવી ઘેલચ્છા કેમ? કદાચ અન્યનું અનુકરણ, કોઈ ની ખોટી દોરવણી...?

આજના સમયમાં મોટાભાગ ની સ્ત્રીઓ 'self independence' 
ની માંગણી કરે છે, સ્વતંત્રતા ત્યાં હોય જ્યાં બંધન હોય અને જો સ્ત્રી તરીકેની સમાજ અને ઘર પ્રત્યેની ફરજ બંધનરૂપ લગતી હોય તો બસ આનાથી શરમજનક વાત બીજી ન હોય શકે. જો આ હોય તો કયારેય પણ પુરૂષ સાથે સરખામણી કે સમાનતા પણાં ની માંગણી કરતા લાજવું જોઈએ. 

સમાનતા બન્નેમાં હોવી આવશ્યક છે, પુરૂષ સાથેની સમાનતાપણાની ની વાત કરતા જ પેહલા તો સ્ત્રીઓ એ પુરૂષનું સન્માન અને આદર કરતા શીખવાની જરૂર છે. આજની સ્ત્રી પુરૂષનું માન સન્માન કરતા ભૂલી ગઈ છે અને બસ હંમેશા પુરુષથી ચડિયાતી અને સ્વતંત્ર બનવાની હરીફાઈ અને દલીલમાં ઉતરે છે. અડધી રાત કે સવાર સુઘી ઘર ની બહાર મિત્રો સાથે ફરવું એને સ્ત્રીઓ સ્વતંત્રતા ગણે છે, છોકરાઓ ઘરની બાર આખી રાત રાખડી શકે તો અમે કેમ નહિ, પરિવાર કે પરિવાર ના કોઈ સદસ્ય સાથે એમ બાર આનંદ માણવો યોગ્ય છે પરંતુ મિત્રો સાથે જ આમ કરવું અને છોકરાઓ કરે એટલે અમારે પણ કરવું એ જીદ ખોટી છે.

'પુરુષ કરી શકે તો સ્ત્રી કેમ નહિ' આ બધી વાતો બસ મનોરંજનના માધ્યમ સુધી બરાબર છે. એક રીતે જોતા આવા બધા માધ્યમોના લીધે જ આજના સમાજની સ્ત્રીનું વલણ આવું જોવા મળે છે. સ્ત્રીઓ અવશ્ય આગળ વધવી જ જોઈએ કેળવણી પણ મળવી જોઈએ પરંતુ જો આવી કેળવણીથી પોતાની ફરજ ભૂલી અને પુરુષો સાથે તુલના કરવા પર ઉતરી આવે તો ક્યાંક કેળવણીનો ખોટો ઉપીયોગ થઈ રહ્યો છે. પુરુષ કયારેય સ્ત્રીની જગ્યા નથી લઈ શકતો, એમજ કયારેય પણ કોઈ સ્ત્રી કોઈ પુરુષની જગ્યા ન લઇ શકે આ વાત સરળ સત્ય છે પણ આજની સ્ત્રીઓ ને કડવું લાગે છે. સ્ત્રીઓ કેમ નથી સમજી રહી કે અમુક વસ્તુ કયારેય પણ સ્ત્રી પુરુષ એક બીજા ની જગ્યા એ આવી ને કરીજ ન શકે. બન્ને એ પોતાની ઘરનની જવાબદારી અને ફરજ પ્રત્યે વળગી રેહવું જોઈએ. નહીંતર આજના સમાજમાં એમ પણ લગ્ન જીવન પર આ વાત ને લઈ ને બોવ ખરાબ અસર પડી રહી છે જે આપ સૌ ને ખબર જ છે. આજના સમયમાં પણ ઘણા પુરુષ કયારેય પણ ગેરજવાબદાર બની ને બહાર ફરતો નહિ જોવા મળે, અને થોડા ઘણા જે છે એ હજુ વાસ્તવિકતા થી પર છે અને કા તો એમના માતા-પિતા દ્વારા અપાયેલ સંસ્કારની અને જીવન સાથે કેળવાતી બુદ્ધિમતાની ઉણપ કહી શકીએ, જવાબદારી નિભાવવા ને પેહલા મહત્વ આપવું જોઈએ કારણ કે ઘરને આગળ વધારવા અને સંભાળવા આ વસ્તુ આવસ્યક છે.

આજની સ્ત્રીઓ જો આંધળી દોટ ન મુકતા સ્ત્રીઅત્વ અને પોતાની જવાબદારી, ફરજ, સમાજ અને ઘર માં સ્થાનને પકડીને ચાલશે તો જ ભૂતકાળની સ્ત્રીઓની જેમ શક્તિ, પવિત્ર અને તારીણી બની શકશે અને આગળના સમયમાં સન્માનિત સ્થાન પામશે નહીંતર સ્ત્રીઓ ઓજ સ્ત્રીઓ માટે ખરાબ સમય લઈ આવશે.

કેહતા ઘણું દુઃખ થાય છે કે આજ નો સમાજ સ્ત્રી પુરુષ વચ્ચે સમાનતાની વાત કરે છે પરંતુ કઈ વસ્તુ માં સમાનતા કરવી અને કેમા ન કરવી એમાં કોઈ રસ નથી દાખવતું અને સ્ત્રીઓ તરફ ઢડતો રહી પુરુષના માન સન્માન અને સ્થાન ને ભૂલી ગયો છે, આના પરિણામ રૂપે ઘણા પુરુષો માતા-પિતા થી અલગ થયા છે ને કુટુંબ વિખેરાય જાય છે.
આજ ની સ્ત્રી પુરુષનાં જીવનમાં સાથીદાર બની પુરુષને મજબૂત ની જગ્યા એ મજબૂર બનાવતી જાય છે.

સમાજમાં ફક્ત સમાનતા સ્ત્રીઓ સાથે જ સમાનતા યોગ્ય ન ઠેરવી શકાય તટસ્થતાને સ્થાન આપવું એ પણ એટલુંજ મહત્વનું છે જેમાં સ્ત્રી સાથે પુરુષ ને સમજવો પણ જરૂરી છે માત્ર સ્ત્રી ને જ સમજવી એ સમાજની કોઈ તટસ્થતા નથી દર્શવતું.

વ્યવહાર માં : એક સ્ત્રી સાથેનો વ્યવહાર માઁ એ એમના દીકરાને શીખવવો જોઈએ અને એક પુરુષ સાથેનો વ્યવહાર પિતાએ એમની દીકરી ને શીખવવો જોઈએ.

જવાબદારી માં : પિતાએ એના પુત્રને અવશ્ય શીખવવું જોઈએકે એમની કોના પ્રત્યે શું જવાબદારી છે અને એના પર કઈ રીતે ખરા ઉતરવું.
એવીજ રીતે માતાએ એમની દીકરીને એમની કોના પ્રત્યે શું જવાબદારી છે એ શીખવવુંજ જોઈએ. પછી એ લગ્ન જીવન સાથે સંકળાયેલ હોય કે સામાજિક જીવન સાથે.

------------------------------------------------------------------------------

          આજનો અધિકારી, "અધિકારી " ખરો?

"અધિકારી" શબ્દ આજનાં સમયમાં ફક્ત શબ્દ જ રહી ગયો લાગે છે.
અધિકારી વહીવટનાં ત્રણેય સ્તર (ઉપલું, મધ્ય અને નીચલું ) માં નિયુક્ત થયેલા છે, પણ શું આજના અધિકારી એમનું તમામ ઉત્તરદાયિત્વ સ્વીકારી અને તેમના પર ખરા ઉતરે છે? 

સામાન્યતઃ સમય સાથે કોઈ પણ વસ્તુમાં સુધારો થતો જોવા મળે છે. અધિકારી બનવા માટેની પરીક્ષા આપીને ખોટું વ્યક્તિત્વ દર્શાવી પદ પર તો આવી જાય છે પરંતુ તેમનું વાસ્તવિક ચરિત્ર સમય જતા સામે આવે છે.

આજનાં સમય માં અમુક અધિકારી તેમના ઉતરદાયિત્વ નિભાવવામાં સાધારણ પરિણામ પણ નથી આપી શકતા, અને આ એક ચિંતાજનક વિષય છે. જેમ સાધારણ માણસની ઓળખ એમના સારા સમયમાં થઇ જાય છે. એવીજ રીતે એક અધિકારીની ઓળખ હોદ્દા પર આવ્યા પછી થાય છે. દરેક અધિકારી તેમનાં પદ પર રહીને અધિકારીની ભૂમિકા ભજવે તે થોડું અતિસંયુક્તિ ભર્યું જોવા મળે છે. પેહલાનાં સમયથી ચાલતું આવ્યું છે, જેમની પાસે સત્તા છે તે અવશ્ય તેમની સત્તાનો દૂર- ઉપીયોગ કરવાનો/કરવાની જ છે તે આપણે વખતો વખત જોતા આવ્યા છીએ. 

એ અધિકારીનો મતલબ જ શું જયારે તે તેમના નીચલા સ્તરનાં માળખા 
ને સમજવા કે સાંભળવા જ ઇચ્છુક ન હોય અને બસ પોતાનું આધિપત્ય સ્થાપીને રાજાશાહી જેવી વર્તણૂંક રાખવી. એક યોગ્ય અધિકારીની મુખ્ય ભૂમિકાઓ માંની એક એ પણ છે કે એ એમના નીચે રહેલા માળખાને સરખી રીતે સાંભળે અને સમજે. એવા અધિકારીઓ પણ પદ પર છે જેમને બસ પોતાનું આધિપત્ય સ્થાપવું છે, નામ કરવું છે જે-તે કામ નીચલા સ્તરમાં સંભવ છે કે કેમ અને કય રીતે સંભવ કરવું તેમનાથી કળી નિશબત નથી એમને મન બસ એજ યોગ્ય જે તે કહે છે, ન તો એને તેમનાથી નીચલા સ્તરનાં અધિકારી અને કર્મચારીને સાંભળવામાં રસ છે ન તો સમજવામાં, બસ એ કહે તેમ થવું જ જોઈએ પછી ગમે એ રીતે કરો શક્ય છે કે નહિ તેનાથી તેમને કોઈ નિશબત નથી હોતી છતાં પણ એવા અધિકારી હોદ્દા પર છે તે એક આશ્ચર્યજનક વાત છે.

એક અધિકારી તેમના વાણી, વર્તન, અને વિચારમાં સંયમી ane વિવેકી હોવો જોઈએ ફક્ત જે-તે વખતે પરીક્ષામાં ઉતીર્ણ થવા ખોટું ચરિત્ર દેખાડવું એ કેટલા અંશે યોગ્ય? છતાં પણ આવા ઘણા અધિકારી નજરે પડે છે જેઓ પોતાની મિથ્યા અને પ્રતિભાશાળી છબી ઉભી કરવા ખોટા આડમ્બર કરતા હોય છે. 

ઉચ્ચ સ્તર પર રહેલા અધિકારીએ એ સમજવું આવશ્યક છે કે,નીચલા સ્તરનાં અધિકારી અને કર્મચારી એમની યોગ્યતાથી હોદ્દા પર છે તે કોઈ તમારા અંગત નોકર નથી કે તમે તેમની સાથે દુરવ્યવહાર કરીને એમની વાત ન સાંભળો સાંભળવા . ઉચ્ચ અધિકારી નીચલા કર્મચારીઓ સાથે દુરવ્યવહાર કે અપમાન કરે તે કોઈ પણ સંજોગોમાં યોગ્ય ન ઠેરવી શકાય.

મિથ્યાભિમાન એક અધિકારીનાં ચરિત્ર પરનું સૌથી મોટુ કલંક છે. અને અધિકારી સૌથી પેહલા સંયમી શ્રોતા હોવો જરૂરી છે.

------------------------------------------------------------------------------

        શું ખરેખર ભૂતકાળ માત્ર ભૂલવા યોગ્ય છે?

ભૂતકાળ,જે વીતી ગયું અથવા હતું તે. આપણા વડીલો, સલાહકારો કે અન્ય મહાપુરુષો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે આગળ વધવું હોય તો ભૂતકાળ ભૂલી અને વર્તમાનનું વિચારીને આગળ વધવું જોઈએ નહિતર ભૂતકાળ તમારા વર્તમાનને શાંતિ નહિ આપી શકે.

મારા મતે આ વાત હું 100 ટકા અમલ કરવા યોગ્ય નથી ગણતો એમણા ઘણા કારણો છે જેમાંથી એક પાયરૂપી કારણની વાત કરું તો, જો ભૂતકાળ માંથી આપડે કસી સીખ નહિ મેળવ્યે તો જ થયું હતું એજ વર્તમાન અને ભવિષ્યમાં થતું રહેશે વારંવાર એજ ભૂલ કે કાર્ય કરશુ અને એમનું ફળ ભોગવતાં રહીશુ. આપણે શાંતિથી ઊંડાણપૂર્વક જોઈએ તો જીવનમાં બધી વસ્તુના બે પાસા હોય જ છે એક સારુ એક નરસુ, કોઈ એક જ પાસું હોય એ શક્ય નથી. એવી જ રીતે ભૂતકાળ ભૂલવા યોગ્ય છે એમાં ના નહિ પરંતુ માત્ર ભૂલા યોગ્ય જ છે એ વાત થી હું અસહમત છું. જે કાઈ પણ ઘટના કે બનાવ ભૂતકાળમાં બન્યો છે ભલે પછી તે સારો હોય કે નરસો એ કંઈક તો શીખવાડે જ છે, એજ વસ્તુ ભૂતકાળમાંથી શીખવાનું છે. જો માત્ર ભૂલતાજ રહીશુ તો સુધારવાના અવસરને આપણે ઓળખી નહિ શકીયે. 

ભૂતકાળ જીવનમાં એક બહુજ મહત્વનું પાસું છે. ભૂતકાળમાંથી કસી સીખ નહિ મેળવ્યે તો વર્તમાન તો બગડશે જ સાથે સાથે એ ભવિષ્ય પર પણ અસર કરશે. 

ભૂતકાળમાં થયેલ અનુભવ વર્તમાનમાં સાવચેતી રાખી ને ભવિષ્યમાં આગળ વધવા મદદરૂપ બને છે. ભૂતકાળ સાથે જ જીવવું કે સાવ ભૂલી ને જીવવું એ બન્ને અયોગ્ય છે, યોગ્યતા માટે આપણે સ્વીકૃતિના માધ્યમ નો ઉપીયોગ કરવો પડશે જ. અગાઉ આપણે સ્વીકૃતિની ભાગ 1 માં પણ ઊંડાણ પૂર્વક ચર્ચા કરી છે. ભૂતકાળથી ભાગવા જસુ એટલોજ એ કાળ બનીને નડતર રૂપ બનશે એના બદલે એમાંથી સીખ મેળવી અને સ્વીકારવા યોગ્ય વસ્તુ સ્વીકારીને પછી વર્તમાનમાં જીવવું પછી જ એ વર્તમાન ભવિષ્ય ને ઉજળું બનાવવા વધુ મહત્વનું બનશે.