Chroma Setup in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | ક્રોમા સેટઅપ

Featured Books
Categories
Share

ક્રોમા સેટઅપ

હોલિવુડની ફિલ્મ સ્ટારવૉર્સ યાદ હશે જ. જેની લેઝર જેવી દેખાતી તલવારી લડતા યોદ્ધાઓના ફાઈટ સીન જાેઈને મજા આવતી. આમ તો આ જૂની ફિલ્મ હતી પણ યુવાનોમાં ખુબ જ પ્રચલિત બનેલી હોલિવુડની ફિલ્મ ફાસ્ટ એન્ડ ફયુરિયસમાં કારના ટાયરમાં થતાં સ્પાર્ક, ટાયર ઘસાવાથી થતો લાંબો અવાજ એક ટેકનોલોજીની મદદથી સેટ કરાયા. જાેકે, ફિલ્મમાં બધુ રિયલ નથી હોતું પણ અહીં ફિલ્મનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે આ બંને ફિલ્મમાં જે ઈફેક્ટનો ઉપયોગ થયો છે. એ ઈફેક્ટ ૩ડી અને હોલોગ્રાફિક્સનું કોમ્બિનેશન છે.

હવે પ્રશ્ન એ થાય છે કે, હોલોગ્રાફિક્સ ઇફેક્ટ એટલે શું ? વિશ્વમાં દિવસે દિવસે નવી નવી ટેકનોલોજી બદલાતી જઇ રહી છે. ત્યારે હવે, વચ્ર્યુઅલ રિયાલિટીને પણ પાછળ છોડી દે તેવી નવી ટેકનોલોજી હોલોગ્રાફિક્લ્સ ટ્રાન્સપોર્ટેશન આવી રહી છે. જે ટેકનોલોજીનો ઉપયોગ હાલ પ્રેઝન્ટેશથી લઈને વીડિયો ટ્રાન્સમિશન સુધી થઇ રહ્યો છે. હોલોગ્રાફિક્સ એટલે એક એવી ઈફેક્ટ જે લાઈવ લાગે પણ એનો અનુભવ આંખના પલકારામાં માહોલ બદલવાની શક્તિ ધરાવે છે. ભવિષ્યમાં મિટિંગ્સ, કોન્ફરન્સ, પ્રેઝન્ટેશન અને ગ્રાફિક્સની દુનિયામાં આ ટેકનોલોજી ક્રાંતિ લાવશે એ વાતમાં કોઈ બેમત નથી.

હોલોગ્રાફિક્સ ટેકનોલોજી શું છે?
ગ્રાફિક્સ અને ટાઈમિંગ સિક્વન્સની મદદથી કોન્ટેન્ટની દુનિયામાં એક એવી ટેકોનોલોજી આકાર લઈ રહી છે જેનો ઉપયોગ માત્ર ડેટા માટે જ નહીં પણ સ્ટ્રિમિંગ તથા ૩ડીની દુનિયાના પરિણામને તૈયાર કરવા માટે થાય છે. અનેક અંગ્રેજી ફિલ્મમાં ખાસ કરીને જેમ્સ બોન્ડની ફિલ્મમાં આ ટેકનોલોજીની ઝલક જાેઈ શકાય છે. કોઈ પણ પ્રકારની સ્ક્રિન કે કોમ્પ્યૂટર વગર માત્ર અવાજના ઈશારે અને ફ્રિકવન્સના પ્રોગ્રામિંગથી એક આખો નકશો અને શહેરનું ચિત્ર તૈયાર થઈ જાય છે. ઉપરાંત કમાન્ડ મળે તેમ તેમ એનો ડેટા પ્રોસેસ થતાં જાય અને આંખના પલકારામાં વિચાર્યુ ન હોય એવું સ્પષ્ટ અને ચોક્કસ પરિણામ મળે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ ટેકનોલોજી આમ તો એક સ્ટુડિયોને વેગ આપવા માટે બની છે. પણ ચોંકાવનારી વસ્તુ એ છે કે, તે કોઈ પ્રકારના સ્ટુડિયો વગર કામ કરી શકે છે.

વીઆર ટેકનોલોજીનું અપડેશન
આવનારા સમયમાં વીઆર એટલે કે વચ્ર્યુઅલ રિયાલિટી બોક્સ કાયમી ધોરણે વિદાય થાય એ દિવસો આવશે. હોલોગ્રાફિક્સ ટેકનોલોજી અત્યારે પહેલાં તબક્કામાં છે. વીઆરમાં માત્ર ટેકનોલોજીની દુનિયાની વચ્ર્યુઅલ રિયાલિટી જાેવા અને સાંભળવા મળે છે. પરંતુ હોલોગ્રાફિક્સ સર્જન માટેનું પણ પ્લેટફોર્મ આપે છે. ચોક્કસ પ્રકારના સોફટવેર અને વીડિઓ એડિટરની મદદથી જે તે વિષયનું એક ચોક્કસ હોલોગ્રાફિક્સ બનાવી શકાય છે. કેપ્ટન અમેરિકામાં આયર્ન મેનની કેપમાં જે ટેકનોલોજી દેખાય છે જે સમગ્ર ડિવાઈસને અને વેપન્સને કંટ્રોલ કરે છે. આ ટેકનોલોજીનું ખાસ ફીચર એછેકે, ઈન્ટરનેટની મદદથી તે ઓડિયો અને વીડિઓ બંનેનું ટ્રાન્સમિશન કરે છે. એટલે કે, સ્પેસ અંગેની કોઈ મિટિંગ ચાલતી હોય તો ઝીરો ગ્રેવિટીની ફીલિંગ્સ અને અવકાશનો માહોલ આ ટેકનોલોજી ફીલ કરાવશે. એક ઝાટકા સાથે વ્યક્તિનો આખો નકશો બદલી જાય અને ફૂંક મારે તો પણ પવનનો અવાજ આવે એ હવે ઓન સ્ક્રિન અને સ્ક્રિન વગર પણ શક્ય છે. થેંક્સ ટૂ હોલોગ્રાફિક્સ.

હોલોગ્રાફિક્સ એપ્લિકેશન
હોલોગ્રાફિક્સની શોધ ૧૯૪૦માં ડેનિસ ગાબોર નામના એક હંગેરિયન વ્યક્તિએ કરી હતી. ૧૯૬૦માં જ્યારે લેસર કિરણોની શોધ થઈ ત્યારે આ ટેકનોલોજીની પહેલી મૅન્યુઅલ એપ્લિકેશન બની હતી. કારણ કે હોલોગ્રાફિક્સ લાઈટિંગ્સ અને લેસર પર કામ કરે છે. પણ કોમ્પ્યૂટર આવતા એમાં ગ્રાફિક્સ એડ થયા અને બદલાઇ ગઈ દુનિયા. ઘરે બેઠા બેઠા નાયગ્રા ફોલ્સને ઘરની દીવાલ પર જાેઈ શકાય અને ફીલ પણ કરી શકાય એમાં મનગમતી લાઈટ્‌સ પણ મૂકી શકાય. રિયલ ટાઈમ્સ સિસ્ટમ સાથે આ વસ્તુને જાેડીને હવે ફીચર્સનું નિર્માણ સોફટવેરમાં થાય છે. એટલું જ નહીં જે રીતે અવાજ રેકોર્ડ થાય છે એ રીતે સમગ્ર લાઈટિંગ ઈફેક્ટને પણ રેકોર્ડ કરી શકાય છે. એટલે કે વ્યક્તિ પરની ફોક્સ લાઈટને રેકોર્ડ કરી એ જ વસ્તુને ટ્રાંસમિટ કરીને બીજે આબેહૂબ બતાવી શકાય છે.

૧૦ પ્રકારના હોલોગ્રાફિક્સ
૧ ફિઝિકલ હોલોગ્રામ : ડેનિયલ લેયથિંગર અને શેન ફોલમરે એક એવી ટેકનોલોજી તૈયાર કરી કે, માણસની કોઈ પણ એવી મુવમેન્ટને તે સ્ક્રિન પર બોક્સ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકે. જેમ કે, ફલેટ સરફેસ પર હાથ ફેરવો તો એના નાના - નાના ૩ડી ટુકડા પણ ફીલ થાય અને હાથના ગ્રાફિકસ પણ બોક્સ ફોર્મેટમાં જાેવા મળે. સૌથી ખાસ વાત એ છે કે, આ ડિવાઈસ બેઝ ટેકનોલોજીની પ્રિન્ટ પણ ૩ડી આવશે. એટલે કે ૩ડી બોક્સ પેપર પર તો પ્રિન્ટ થશે પણ ઓરિજિનલમાં પણ હીટિંગ પ્રિન્ટરમાંથી આ બોક્સ બહાર આવશે એ પણ લંબાઈ પહોળાઈ તથા ઊંચાઈના માપ સાથે. હા, ઓડિયો માટે અલગથી ચેનલ અને સોફટવેર લેવા પડશે.

૨ પોર્ટેબલ હોલોગ્રાફ : માણસના વાળ કરતા પણ પાતળી લાઈન્સ બનાવવી શક્ય છે ? હા. હોલોગ્રાફ ટેકનોલોજીની મદદથી આ શક્ય છે. દર વખતે સ્પીડમાં ઉડતા યુદ્ધ વિમાનને શૂટ કરવા શક્ય નથી હોતા. ત્યારે આ ટેકનોલોજીની મદદથી ગ્રાફિક્સ બનાવને એનિમેશન જ નહીં વીડિઓ પ્લેઆઉટ કરી શકાય છે. એ પણ એના ચોક્કસ અવાજને મર્જ કરીને. પણ અહીં એક ફલેટ સરફેસની જરૂર પડશે જેથી ટ્રાન્સમિશન સરળ અને સ્પષ્ટ કરી શકાય. અહીં લાઈટિંગ ઈફેક્ટથી તેનું પરિણામ માણસના શરીર પર ઝીલી શકાય છે. એટલું જ નહીં માણસની ફિંગર પ્રિન્ટનો પણ લેસર વ્યું જાેઈ શકાય છે.

૩ લેઝર પ્લાઝમા : મેટ્રિક્સ ફિલ્મની ગ્રીન લાઈન્સ જેવું. કોઈ પણ વસ્તુને પોઈન્ટ કરવા ઉપયોગ થાય. હવાની દિશા દેખાડવા, લાઈટિંગ ફલેશ અને ઈમરજન્સી વખતે ડાઈવર્ઝન કરવા ઉપયોગી

૪ ટેબલ હોલોગ્રામ : ટેબલ સરફેસ પર કાચની ફલેટ સ્લેટ પર લાઈટિંગના સહારે પરિણામ આપતી ટેકનોલોજી. જેને ડિવાઈસ પ્રોગ્રામિંગ અનિવાર્ય છે. જેથી કાચ પર પરિણામ ઝીલી શકાય. જીપીયુ અને લેસરની મદદથી અહીં ટેબલ પર આખા આવાસથી લઈને એરપોર્ટના રન-વે સહિતનો ૩ડી નશ્શો જાેઈ શકાય છે. એક સ્લેટ પર ઓછામાં ઓછો ૧ જીબીનો ડેટા પ્રોસેસ કરે છે. એવા ૧૬ બ્લોકની સ્લેટ આવે છે.

૫ બિંબ હોલોગ્રાફિક : આ પ્રતિબંબ જેવી જ ટેકનોલોજી છે. અહીં માત્ર પોઈન્ટસની કમાલ છે. નાના અને પૃથ્વી જેવડા વર્તુળ પોઈન્ટસના કટિંગને લેસર સાથે |ેડીને વસ્તું બને છે.

૬ એઆઇ હોલોગ્રાફ : ઈલેક્ટ્રિકલિ, પ્રોગ્રામ્સ અને સેન્સરની મદદથી તૈયાર કરેલો રોબોટ પોતાની જ મેળે જવાબ આપે અને તાત્કાલિક ર્નિણય લઈને મદદ પણ કરે તો એ પ્રશ્ન હવે લોકોમાં થઇ રહ્યો છે. એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિન્જની મદદથી આ વસ્તું શક્ય છે. આ ટેકનોલોજીનો હજું જન્મ થયો છે. એટલે ફીચર્સ અને એપ્લિકેશન હજું ડેવલપમેન્ટ સ્ટેજ પર છે.

૭ ફેન ટાઈપ : દિવાળીમાં ચાઈનિઝ દીવા જાેયા હશે. વાટ ન હોય તો પણ જ્યોત દેખાય. બસ આ એવું જ છે. જાણે પંખામાંથી ફેંકાતી હવા પર કોઈ નામ કે કંપનીનો લોગો બને અને ફરી ગાયબ થઇ જાય. જે ડિવાઈસ આધારિત છે. સૌથી વધારે ઉપયોગ સ્ક્રિન પરની જાહેરાત કરવા થાય છે.

૮ વિઝ્‌યૂલ ઈફેક્ટ : રસ્તા પરના ૩ડી પેઈન્ટિગ તો જાેયા હશે, કે જ્યાં ખાડો ન હોવા છતા એક વખત તો કોઈ થોભી જ જાય. પણ ૭ડી ટેકનોલોજીની મદદથી કોઈ પણ પ્રકારના સાધન વગર માત્ર ફલેટ સરફેર પર લેસરના સહારે આ ઈફેક્ટ જાેઈ શકાય છે. પરંતુ અત્યારે આ ટેકનોલોજીનો જન્મ થયો છે.

૯ મટિરિયલ ફયૂઝ : મીડિયા પ્રોજેક્શનમાં તેનો સૌથી વધારે ઉપયોગ થાય છે. હજારોની સંખ્યામાં એક હોલમાં દર્શકોને બેસાડવા અત્યાર શક્ય નથી. પરંતુ આ ટેકનોલોજીની મદદથી કટઆઉટ મૂકવાને બદલે થોડી થોડી વારે હસતા અને મૂવમેન્ટ કરતા ફેસ જ નહીં આખેઆખી વ્યક્તિ તૈયાર કરી શકાય. જેની માટે લેસર અને હોલોગ્રાફ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

૧૦ નોલોગ્રામ : ૩ડી ઈમેજની લાઈટિંગ આવૃતિને નોલોગ્રામ કહેવામાં આવે છે. હા, બરોબર વાચ્યું. આવૃતિ. એક એવી વસ્તુ છે જેમ ટોર્ચમાંથી પ્રકાશ નીકળે એમ એક ડિવાઈસમાંથી ૩ડી ઓબજેક્ટ એવી રીતે મૂવ થશે જાણે ઘરમાં બેઠા બેઠા છતમાં કોઈ આતશબાજી ચાલતી હોય. ડિવાઈસમાં જેટલા કલર્સની ચીપ એટલા કોમ્બિનેશન વધારે. એક જ મિનિટમાં ૭૦૦ ફાયરિંગ અને બ્લાસ્ટિક ઈફેક્ટ જાેવી હોય તો આ ટેકનોલોજીથી શક્ય છે.