૩ડી નહીં પણ હવે ૭ડી પર ચાલી રહ્યું છે પરીક્ષણ
એનિમેશન : ડિજિટલ પ્લેટફોર્મ પરની સજીવન દુનિયા
થોડા દિવસ પહેલા ડિજિટલની દુનિયામાંથી સમાચાર વહેતા થયા ઈન્ટરનેટની સ્પીડ હજું ઓછી છે. જગતમાં એવા પણ દેશ છે જ્યાં ગણતરીની સેકન્ડમાં લાખો જીબી ટ્રાન્સફર થાય છે. હજું ગ્રામ્ય વિસ્તારમાં વાત કરવા માટેના નેટવકર્ના ધાંધિયા છે. એવામાં આવો ભાવ વધારો મોટો કોન્ટ્રાસ ઊભો કરશે. હવે, વચ્ર્યુલ વર્લ્ડમાં પણ એનિમેશન ક્ષેત્રે એક મોટી ચહલપહલ થઈ રહી છે. ગેમ બનાવતી કંપનીઓ, એપ્સ, ગ્રાફિક્સ પ્લેટફોર્મ અને ઓડિયો સ્ટ્રિમિંગની દુનિયામાં ક્રાંતીના બીજ રોપાઈ ચૂક્યા છે. હવે ૩ડી માત્ર પુસ્તકના અભ્યાસક્રમના એક ચેપ્ટર પૂરતું સિમિત રહ્યું છે. કારણ કે આ સ્ટાન્ડર્ડથી ઉપર હવે એક ૭ડી સ્ટાન્ડર્ડ ડેવલપ થઈ રહ્યું છે. એનિમેશન એટલે ઈન્ટરનેટ પરની એક એવી સજીવન દુનિયા જ્યાં સમયના સેકન્ડ કાંટે સતત કંઈક ફરતું રહે છે. એવું લાગે કે, પાત્રોમાં પ્રાણ પૂર્યા છે. એન્ટીટીને એન્લાર્જ કરીને લાઈવ કરી હોય, વસ્તુઓના સૌદર્યમાંથી સાઉન્ડનો પડધો પડતો હોય. આ તમામ એનિમેશનથી શક્ય છે. પરંતુ જ્યારે જ્યારે એનિમેશનનું નામ કાને પડે ત્યારે ટોમ એન્ડ જેરી, મિકી માઉસ, પોપાઈ અને છોટા ભીમ જેવા કાર્ટૂન આંખ સામે ઊભા થાય. આ તમામ પાછળ એ સમયમાં એનિમેશન જવાબદાર હતું. જે ટૂડી હતુ. પછી ૩ડી આવ્યું અને અત્યારે ૭ડી પર સંશોધન કરવામાં આવી રહ્યું છે.
એનિમેશન એટલે શું?
સાદી અને સરળ ભાષામાં સમજવું હોય તો ર્નિજીવ વસ્તુઓમાં પ્રાણ ફૂંકવા માટેનો એવો મંત્ર (પ્રોગ્રામ) જે પાત્ર, એન્ટીટી, ઓબજેક્ટ, અક્ષર, આકાર, લાઈન્સને કોઈ મુવમેન્ટમાં બદલે છે. ફિલ્મનું ટાઈટલ પડે ત્યારે અક્ષરના રંગ બદલાય, બેગ્રાઉન્ડ બદલાય, બોંબ ફૂટ્યો હોય એવી સાઉન્ડ ઈફેક્ટ સંભળાય. આ તમામ વસ્તુઓ એટલે એનિમેશન જે કોમ્પ્યુટરની સ્ક્રિનથી સિને સ્ક્રિન સુધીની દુનિયામાં કલ્પનાની બહારની અશક્ય વસ્તુઓને શક્ય બનાવે છે. આ પાછળ જવાબદાર છે પાત્રો, ગ્રાફિક્સ, કલર લે આઉટ, વીડિયો શુટિંગ હોય તો એના કેમેરા એન્ગલ, સ્પીડ, સાઉન્ડની ઈન્ટેનસિટી, શાર્પનેસ, મોર્ફગિં,માસ્કિંગ, મોડ્યુલિંગ અને માર્કી (સીધી લાઈનમાં ગતિ કરતી એક ઈફેક્ટ). આ તમામ પાસાઓ પર અસરકારક પ્રોગ્રામિંગ કરીને એક વસ્તુને જીવંત કરવામાં આવે છે. પણ જ્યારે પાત્રો ન હોય ત્યારે શું? પાવર પોઈન્ટમાં સ્લાઈડ તો બધાએ બનાવી હશે. જેની એક-એક સ્લાઈડ માટે એની પૂર્વ પ્રોગ્રામિંગ કરેલી ઈફેક્ટ અને ગ્રાફિક્સનો સીધો ઉપયોગ કરી શકાય છે. આ ગ્રાફિક્સ અને સ્લાઈડની ઈફેક્ટ તમને એનિમેશન બનાવવાનો ચાન્સ આપે છે. જેની એપ્લિકેશનમાં અનેક મોડલનું કોમ્બિનેશન એવી રીતે પ્લે કરાવી શકાય છે જાણે ચોક્કસ ટાઈમિંગમાં એક ઈફેક્ટ સ્પીડમાં રન થઈને બહાર આવે.
સૌથી મોટો ફાયદો
પ્રોડક્ટ પ્રેઝન્ટેશનની દુનિયામાં આ એનિમેશનનો દબદબો છે. એપ્લિકેશન પર પ્રોગ્રામિંગ કરવાનું એટલું સરળ અને શક્ય બન્યું કે, પાડેલો ફોટો જાણે ઈફેક્ટ લઈને આગળ વધતો હોય એ રીતે સ્ટીલ ઈમેજને એનિમેટ કરવાની સ્પેસ મળી. સૌથી સારી વાત એ છે કે, જેમ વર્ડમાંથી ડૉક્યુમેન્ટની પ્રિન્ટ મળે એમ અમાંથી એક આખું વીડિયો સ્ટ્રિમિંગ ટાઈમિંગ સાથે તૈયાર કરી શકાય છે. પણ સૌથી કપરૂં કામ એછેકે, આ કેટેગરી માટે દરેક પાત્રના પાર્ટ અલગ ડીઝાઈન કરીને જાેઈન્ટ કરવા પડે. જેમ કે, પેરાશુટ જમ્પનો એનિમેશન વીડિયો બનાવવો હોય તો બેગ્રાઉન્ડ અલગથી બને અને પેરાશુટ પણ અલગથી બને. આ સિવાય સૌથી કપરૂં કામ એના ઓટો કેમેરા એન્ગલ. જેમાં એક ખોટી ફ્રેમ આખું ચિત્ર બગાડી શકે, આ મર્યાદા છે.
એનિમેશન એપ્લિકેશન
ટેકનોલોજીની સૌથી ખાસ વાત એ છે કે, એના ડેવલપમેન્ટ માટેના પ્લેટફોર્મ નક્કી હોય છે. એ પછી ડીઝાઈનિંગનું કામ હોય કે, એનિમેશનનું. ફલેશ, ૩ડી મેક્સ, માયા, કોરલ, કેડ ગ્રાફિક્સ, ઈમેજ વ્યુઅર જેવા પ્લેટફોર્મથી ગ્રાફિક્સ તૈયાર થાય છે પછી એને કો રિલેટ કરીને ચોક્કસ ઈફેક્ટ અપાય છે. પ્રાથમિક જરૂરીયાત પર્ફેક્ટ ડ્રોઇંગની હોય છે. ફાઉન્ટેન સિવાય પણ ડાયરેક્ટ ડ્રોઇંગ ટૂલ્સનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે મેઈનફ્રેમ જેવા પ્લેટફોર્મ કેમેરા ઈફેક્ટ અને રિઝોલ્યુશન પૂરા પાડે છે. વીએફએક્સની સૌથી ખાસ વાત એ છે કે, તે માણસની સ્કિનના કલર્સ સાથે મેચ કરીને એક ગ્રાફિક્સ તૈયાર કરી શકે છે. આ માટે રાવન ફિલ્મમાં જે તોડભાંગ અને બીજા ફાઈટના દ્રશ્યો છે એમાં વીએફએક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. જ્યારે ક્રિકેટ મેચ જેવી રમતમાં બ્રોડકાસ્ટ ટેકનોલોજી સાથે આવા એનિમેશન ટૂલ્સ આપવામાં આવે છે.
સેલ એનિમેશન
આ પ્રકારના એનિમેશનને સેલ્યુલોઈડ એનિમેશન પણ કહેવાય છે. જૂના જમાનાના ફોટોગ્રાફસને કોમ્પ્યુટરમાં સ્કેન કરીને ઝૂમ કરવામાં આવે તો આ નાના-નાના સેલ જાેવા મળશે. એને ચોક્કસ ટાઈમિંગ આપીને એનિમેટ કરી શકાય છે. ફિલ્મ જેમ્સ બોન્ડના ટાઈટલ્સ તો દરેકને ગમતા હશે. એક સ્પોટ લાઈટમાંથી બ્લેક કલરમાં એક વ્યક્તિ આવે ફાયરિંગ કરે અને આખી સ્ક્રિન લોહીના રેલાથી લાલ કરી દે. આ એ સમયનું એનિમેશન હતું. મેડિકલ ક્ષેત્રના અને વાયરોલોજી વિભાગમાં કોઈ પ્રવાહીની અંદર ચાલતી કોઈ કણની મુવમેન્ટ દર્શાવવા આ એનિમેશનનો ઉપયોગ થાય છે. ટૂડી એનિમેશનને ટ્રેડિશનલ એનિમેશન કહેવાય છે. જ્યારે કલર્સની આવી દુનિયા વિશાળ ન હતી ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટમાં આ પરીક્ષણ કરાતું હતું. જેના પાયામાં સેલ એનિમેશન બેઝિક છે. તમામ પ્રકારના જૂના કાર્ટૂંન ટ્રેડિશનલ એનિમેશનના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ એનિમેશનમાં સૌથી મહત્ત્વનું છે કોઈ ડ્રોઇંગની ફ્રેમિંગ અને શેડ્યુલિંગ. ટોમ એન્ડ જેરીને હવે એનિમેશનની દ્રષ્ટિએ ફરી એકવખત જાેજાે.
સ્ટોપ મોશન
હોરર ફિલ્મમાં કે ક્રાઈમ સીનમાં જાેયું હશે કે, કોઈ પણ દરવાજાે ધીમે ધીમે ખુલે છે પછી રાઝ સામે આવે છે. પણ જ્યારે એનિમેશનની દુનિયામાં આ સીન હોય તો સ્ટોપ મોશન કામ કરે છે. કાર્ટૂનમાં ઘણી વખત જાેયું હશે કે, કળીમાંથી ફૂલ ખીલી જાય છે. આ માટે સ્ટોપ મોશન એનિમેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ કેટેગરીમાં દરેક ફ્રેમિંગને એક મુવમેન્ટ આપેલી હોય છે. જેને ચોક્કસ ટાઈમ ફ્રેમમાં પ્લે કરતા વસ્તુને મુવમેન્ટ મળે છે. જ્યારે કેમેરા સ્ટીલ રાખવાના હોય અનેક ઓબજેક્ટને સ્ક્રિન પર અમુક સમય માટે ચોંટાડી દેવાના હોય ત્યારે સ્ટોપ ફ્રેમિંગનો ઉપયોગ થાય છે. જે સ્ટોપ મોશનનો જ એક ભાગ હોય છે પણ અહીં એક એક ફ્રેમને મુવમેન્ટ આપવામાં ઘણ સમય પસાર થાય છે. સ્લોમોશનમાં પડતા વરસાદને સ્ક્રિન પર સૌએ જાેયો હશે. ટીપા એક સપાટી પર આવીને અટકી જાય એ માટે સ્ટોપ મોશન ઈફેક્ટનો ઉપયોગ થાય છે. આ થોડી સમય માગી લે એ પ્રકારની કેટેગરી છે.
મોશન ગ્રાફિક્સ
જેનું નામ એવું જ કામ. પાયામાં મુવમેન્ટ અને બીજું ગ્રાફિક્સ. એટલે જેટલા શાર્પ ગ્રાફિક્સ એટલું જ દમદાર એનિમેશન. કાર્ટૂન નેટવર્ક પર રમકડાંની જાહેરાત યાદ આવે. ટ્રેન પૂલ નીચેથી નીકળે, ઝાડની ડાળીઓ પરથી ફ્રૂટ પડે, ઢીંગલીના કપડાંના કલર્સ બદલાય. પવન ચક્કીમાંથી પાણી ઢોળાય. આવું રમકડાંમાં તો જ્યારે હાથમાં આવે ત્યારે શક્ય બને. પણ જાહેરાતમાં આવું દેખાડવાનું કામ એનિમેશને કર્યું. કંપની બ્રાંડિગ, પ્રોમો, ટાઈટલ્સ, કંપની પ્રોફાઈલ પ્રેઝન્ટેશન, ટેક્સની ઈફેક્ટ, પ્રોમોમાં આવતા પડદાના ચિત્રો, લોગોમાંથી જાણે કંપનીનું નામ બને, સ્ટીલના અક્ષરો, સળગતા અક્ષરો, દરિયાની રેતીમાં લખાયેલા નામ પર પાણી ભરાઈ રહે આ તમામ વસ્તુઓ મોશન ગ્રાફિક્સમાં આવે. હા, એ નક્કી હોવું જાેઈએ કે, ઈફેક્ટને પ્રેઝન્ટ કરવાની છે કે, ગ્રાફિક્સથી મેસેજ આપવાનો છે. કારણ કે, ઈફેક્ટ અનલિમિટેડ છે જ્યારે સ્ટોરી ટેલિંગ ફિક્સ છે કે, આટલું જ લખવાનું કે કહેવાનું છે. મેચ દરમિયાન બેટ્સમેનનો અડધો ફોટો સ્ક્રિન પર આવે, અને બાજુમાં રેકોડ્ર્સ અને રનના આંકડા ફરવા લાગે. આ મોશન ગ્રાફિક્સનું બેસ્ટ ઉદાહરણ છે.
૨ડી એનિમેશન
આ એનિમેશનમાં તમામ પ્રકારના વેક્ટર ગ્રાફિક્સનો ઉપયોગ થાય છે. આ એનિમેશનમાં ઓબજેક્ટ અને લાઈનિંગનું મહત્ત્વ હોય છે. ખૂબ જ સરળ એવી એપ્લિકેશન પરથી તૈયાર થતું એનિમેશન છેલ્લા ૨૦ વર્ષથી ચલણમાં રહ્યું. ઓસવર્લ્ડ અને નોડી જેવા કાર્ટૂંન પણ આપ્યા. ફલેશ જેવી એપ્લિકેશન પર પથ્થર પર થતા નક્શી કામ જેટલું ઝીણવટ ભર્યું કામ કરીને એક આખી સિકવન્સ તૈયાર કરવામાં આવી. ફલેશ એપ્લિકશનના અનેક વર્ઝન પછી રીલિઝ થયા. લાયસન્સ વર્ઝનની સામે પાયરસી પણ એટલી જ થઈ. કારણ કે, શીખવા-સમજવામાં સરળ હતું. બસ ડ્રોઇંગ પર્ફેક્ટ આવડવું જાેઈએ. કારણ કે, જેટલા સારા ગ્રાફિક્સ એટલું એનિમેશન પાવરફૂલ. ફ્રેમ બાય ફ્રેમ આ જ કેટેગરીનો એક નાનકડો ભાગ છે. જે મુવમેન્ટ માટે વપરાય છે. દરેક કાર્ટૂન માટે જેમ સ્ટોરીબોર્ડ અને ચોક્કસ થીમ જાેઈએ એમ ટૂડી માટે યોગ્ય કલર્સની જાણકારી હોવી અનિવાર્ય છે. કારણ કે, અહીં પાત્રની ઓળખ માટે એના કલર્સ જ યોગ્ય રોલ પ્લે કરે છે. આ ઉપરાંત જ્યારે પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું હોય તો ફાઉન્ટનથી વ્યક્તિના અક્ષર ઉપર પણ એનિમેશન ઈફેક્ટ આપી શકાય છે. અક્ષર ઉપર ફોન્ટ ઉપર તો અલગથી ઈફેક્ટ તૈયાર જ મળે છે. જેમ જેમ ટેકનોલોજી અને એપ્લિકેશન ડેવલપ થતી ગઈ એમ ટૂલ્સમાં વધારો થતો ગયો. ફાયદો સરવાળે એ થયો કે, પ્રોગ્રામિંગ ઘટતું ગયું.
૩ડી એનિમેશન
આ કેટેગરીને કોમ્પ્યુટર એનિમેશન નામ અપાયું છે. આ પાછળનું કારણ એ છે કે, ચોક્કસ પ્રકારના ટાઈમિંગ બાદ જે તે ઓબ્જેક્ટને કોમ્પ્યુટર એની જાતે જ એક્ટિવ કરી દે છે. એક્સ અને વાય કોર્ડિનેટ સિવાય અહીં ઝેડ કોર્ડિનેટ એવી રીતે કામ કરે છે જાણે ચિત્ર એકદમ લાઈવ દેખાય. આ ઉપરાંત લાઈટરૂમની ઈફેક્ટ એવી રીતે માહોલ બદલે છે જાણે સિનેમા હોલ મોબાઈલમાં તૈયાર થયું હોય. ફિલ્મ રા-વનમાં કિંગ ખાનની આંખના કલર્સ બદલે એ ગ્રાફિક્સ અને વીએફએક્સનું કોમ્બિનેશન તો છે જ પણ એના પાયામાં એનિમેશન છે. આ કેટેગરીએ ગેમિંગની દુનિયા બદલી નાંખી. જે કોન્ટ્રા, મારિયો, રોડરેસ અને સકર્સ જેવી ગેમ રિમોટથી રમવામાં આવતી એ અપગ્રેડ તો ન થઈ શકી. પણ ટેમ્પલ રન, એરઅટેક અને રેસિંગ ગેમ્સમાં ક્રાંતિ લાવી દીધી. આ તમામ વસ્તુઓ સફળ જવા પાછળનું કારણ એનું અસરદાર એનિમેશન છે. પર્ફેક્ટ ટર્ન, ટાઈમિંગ અને આંખના પલકારામાં આખું ચિત્ર પલટી જાય એ ફેસેલિટી આ કેટેગરીએ આપી. વીએફએક્સ ઈફેક્ટ સાથે જાેડાઈને એક હ્યુમનટચ લાગ્યો એમ કહેવામાં ખોટૂં નથી. કારણ કે પછી કેટલીક બોલિવુડની ફિલ્મો પણ ૩ડીમાં આવી.