મહાનગરમાં વસવાનું અને ત્યાં ઘર લેવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. ઘરનું ઘર હોય એટલે પરિવાર સુખી મનાય છે. પણ મહાનગરમાં ઘર લેવાનું સપનું દરેકનું પુરૂ થતું નથી. ઘર એટલે દરરોજની દિનચર્ચાની પાછળ મૂકાતું એવું પૂર્ણવિરામ જ્યાં શાંતિ ફીલ થાય અને આખા દિવસનો થાક પણ ઊતરી જાય. પણ આપણી ઈચ્છાઓના અખુટ લીસ્ટને કારણે ક્યારેક ઘર તો એના મૂળ સ્વરૂપમાં રહે છે પણ એના રૂમ ડામચિયામાં ફેરવાતા જાય છે. લિવિંગ રૂમને બાદ કરતા બેડરૂમ ધીમે ધીમે સ્ટોરરૂમ બનતા જાય છે. કારણ કે, વસ્તુઓની ભરમાર અને ઓછી જગ્યાઓને કારણે ઘણી વખત મેનેજ કરવું ભારે થઈ પડે છે. આપણી પાસે શું છે અને કેટલું છે એ તો દિવાળી પહેલા થતી સાફસફાઈ કરતી વખતે જ ખ્યાલ આવે. પણ ડિજિટલ યુગમાં એવા ઈનોવેશન થયા છે જેનાથી વિદેશમાં અનેક સોસાયટીઓની સકલ-સિરત ફરી ગઈ છે. આવો જ એક પ્રયોગ આપણા દેશમાં પણ કરાયો હતો. આવી જ એક સ્માર્ટ સોસાયટી અને હોમ્સ તૈયાર કરવામાં આવ્યા છે, દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદમાં. સ્માર્ટ ફોન, વૉચ, ટીવી અને હેન્ડસેટ પછી સ્માર્ટ હોમ્સની કલ્પના કરી છે? કે તે અંદરથી કેવું હશે? હા એક વાત નક્કી છે કે, તેમાં વાઈ-ફાઈ ઈન્ટરનેટ તો હશે જ. કારણ કે, જેમ ઘર બનાવવા માટે સિમેન્ટ જરૂરી છે એમ સ્માર્ટ હોમ્સ માટે ઈન્ટરનેટ હવામાં રહેલા ઑક્સિજન સમાન છે. ગાઝિયાબાદમાં એક બિલ્ડર ગ્રૂપ એવા ફલેટ તૈયાર કરે છે. જેને તમે બહારગામ હોવ તો પણ સરળતાથી એક્સેસ કરી શકો છે. આમાં કોઈ એક જ કંપનીનો ઈજારો નથી. હકીકતમાં આ ટેકનોલોજી અને ડિવાઈસનું કોમ્બિનેશન છે. જેને વોઈસ અથવા તો એપ્લિકેશનની મદદથી એક્સેસ કરી શકાય છે. પણ આના માટે ઘરનું સેટઅપ થોડું અલગથી કરવું પડે એ પણ જરૂરી છે. કેટલાક ડિવાઈસ જાેઈએ જે સમગ્ર ઘરને કંટ્રોલ કરી શકે. હા, આ ટેકનોલોજી હજું કિચન સુધી પહોંચી નથી. તો પધારો સ્માર્ટ હોમ્સમાં
શું છે સ્માર્ટ હોમ્સ ટેકનોલોજી?
સ્માર્ટ હોમ્સ ટેકનોલોજી અને ડિવાઈસનું કોમ્બિનેશન છે. જેમાં એક સાથે અનેક વસ્તુઓને કંટ્રોલ કરી શકાય છે. ટીવી, લાઈટ્સ ફેન, એસી, મીડિયા પ્લેયર્સ, મ્યુઝિક પ્લેં, બારીના પદડા, લોક્સ વગેરે એવી રીતે કામ કરે છે જેને તમે દરરોજ નવી નવી રીતે કસ્ટમાઈઝ કરી શકો છે. પણ સાવધાન આ દરેકમાં એક સિક્યુરિટી ફિચર્સ છે. એટલે થોડું ધ્યાનથી. આ માટે વાઈફાઈની પ્રાથમિક જરૂરિયાત છે. હા, આપણા દેશમાં સારૂ ઈન્ટરનેટ હોય તો પણ એ ચાલશે. બસ ક્નેશ્ટિવિટી તૂટવી ન જાેઈએ. જ્યારે વોઈસ રેકોંગનાઈઝેશ સિસ્ટમથી તમે ટીવી, લાઈટ્સ, મીડિયા પ્યેલર, મ્યુઝિક પ્લેયર, મોબાઈલ ડિવાઈસ (જાે કનેક્ટેડ હોય તો) જેવી અનેક વસ્તુઓને કંટ્રોલ કરી શકો છે. આ ઉપરાંત જાે ઘરની સોસાયટીમાં કેમેરા હશે તો એનું લાઈવ કે પ્રિવ્યુ ગમે તે સ્થળેથી જાેઈ શકો છે. ભલે તમે ઘરથી હજારો કિમી દૂર હોવ. હકીકતમાં આ એક ઓડિયો-વિઝ્યુઅલ અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સનું કસ્ટમાઈઝ ફોર્મેટ છે. એમેઝોન કંપનીનો આવા ડિવાઈસ અને ટેકનોલોજીમાં દબદબો છે. કારણ કે, તે લોકોની જરૂરિયાતની સૌથી નજીક છે. એટલે કે, ક્યા ફીચરને ધ્યાને લઈને લોકોની શું માંગ છે એ વસ્તુની એને ખબર છે. પણ સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ તમામ એક્સેસ કંટ્રોલ વાયરલેસ છે. આટલું જાણ્યા બાદ પ્રશ્ન એ થાય છે કે, કેબલ્સ નથી તો એનું કંટ્રોલિંગ કેવી રીતે થાય? એક જ શબ્દમાં એનો જવાબ છે વોઈસ એન્ડ ગેસ્ચર્સ. હા, આ વાત એક નાનકડા ઉદાહરણથી સમજીએ. જેમ કે, કોઈને શાંત રહેવા માટે કહેવું હોય તો આપણે પેલી આંગળીને હોઠ સુધી લાવીએ. બસ આ જ ગેસ્ચર્સ ટીવીની સામે કરશો તો ટીવી મ્યુટ થઈ જશે.
સિસ્ટમના કેટલાક અગત્યના ફિચર
- સિંગલક્યુ : એક એવું ડિવાઈસ જે કોઈ પણ મલ્ટિમીડિયા ડિવાઈસ, પ્લેયર, લાઈટ્સ, એસી કે ઓટો કુલર સાથે કનેક્ટ થઈને કંટ્રોલિંગ કરે છે. ટીવીની સામે ઊભા રહીને ઉપરથી નીચે કરશો તો વોલ્યુમ ઓછું થશે. મુઠ્ઠીથી પંજાે ખોલશો તો ઝુમ થશે. લાઈટ્સ સામે માત્ર હાથ હલાવશો તો ડીમ-ફૂલ થશે. આવું એટલા માટે કારણ કે, તે દરેક ડિવાઈસની ફ્રિક્વન્સી સાથે મેચ થઈને એના કંટ્રોલને ટચ ફ્રી કરી દે છે. એટલે કે, ચેનલ બદલવી હોય તો માત્ર એક આંગળી રાઈટ ટુ લેફટ કરશો તો એ ચેન્જ થઈ જશે. એટલે કે, ઈન્ટરનેટ ફ્રિક્વન્સી અને એનાલોગ ટ્રાંસમિશનના કંટ્રોલ લઈ લે છે પછી તેને ટચ ફ્રી કરી દે છે. એટલે કોઈ રિમોટ પકડવાની કે એમાંથી ઓપરેટ કરવાની જરૂર નથી. આ ઉપરાંત વોઈસ રેકોગ્નાઈઝેશ સિસ્ટમ છે એટલે ઘરનો દરવાજાે એક અવાજ સાથે બંધ થશે અંદર ચાલું રહેલું ટીવી કે, લાઈટ્સ ઓટોમેટિક ઓફ કરી દેશે. જ્યારે લાઈટ ડીમ કરી દેશે. આ ઉપરાંત બીજા રૂમમાંથી એસી ઓફ કરવું હશે તો એની એપ્લિકેશનની મદદથી બીજા રૂમનું એસી સરળતાથી ઓફ થઈ જશે. સિંગલક્યુ જેટલું નાનું નામ છે એનાથી પણ મોટું એનું કામ છે. જે કોઈ પણ ફ્રિકવન્સી બેઈઝડ ડિવાઈસને ટચ ફ્રી કરી દે છે. કોરોનાના કાળમાં બને ત્યાં સુધી કોઈ સ્પર્શથી દૂર કરવા માટે આવું ડિવાઈસ આશીર્વાદ સમાન છે. આટલું જ નહીં કોઈ પણનો અચાનક ફોન આવે તો ટીવી કે પ્લેયરને મ્યુટ કરવા દોડવાની જરૂર નથી. માત્ર પ્લેયર સામું જાેઈને મોઢે એક આંગળી રાખી દો. એટલે બધું સાયલન્ટ પણ કરી દેશે. હકીકતમાં આ ઈન્ટરનેટ ફ્રિક્વન્સી અને ડિવાઈસની રેન્જ પર કામ કરે છે. આ ઉપરાંત અંદર સકિર્ટ પ્રોગ્રામિંગ હોવાને કારણે ડાયરેક્ટ ઈન્ટરનેટ સાથે કનેક્ટ થઈને કંટ્રોલિંગ કરે છે. એટલે ડિવાઈસ પણ સુરક્ષિત અને એને વાપરનારા પણ સુરક્ષિત.
- માય સ્માર્ટ બ્લાઈન્ડસ : તમે ક્યારેય વિચાર્યું છે કે, ઘરના પદડા પણ ડિજિટલ હોઈ શકે છે. દર વર્ષે દિવાળીમાં આપણે ઘરના પદડા બદલીએ છીએ. આ સિવાય ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે ઘરના પદડા ચેન્જ કરીએ છીએ. પણ ઘણી વખત એવું બને કે, ગમે એવા સારા પદડા લઈએ તો પણ સૂર્યપ્રકાશ ઘરમાં આવે એટલે ગરમી થાય. પણ માય સ્માર્ટ બ્લાઈન્ડ એવા સ્માર્ટ પદડા છે જે ઓટોમેટિક બહારના વેધર સાથે સેટ થઈને અંદર હવા ફિલ્ટર કરશે. આ ઉપરાંત એમાં ટાઈમર સુવિધા છે. એટલે સાંજે બંધ નહીં કરવા પડે અને વહેલી સવારે ખોલવા પણ નહીં પડે. એ એની જાતે સેટ થઈને ખૂલી જશે અને બંધ પણ થઈ જશે. આ ઉપરાંત ઘરમાં ફોટો પાડતી વખતે વધું પડતો સૂર્યપ્રકાશ આવતો હોય એવું દરેકના ઘરમાં બન્યું હશે. પણ માય સ્માર્ટ બ્લાઈન્ડમાં તમે સનલાઈટ કેટલી અંદર આવવી જાેઈએ એ પણ સેટ કરી શકો છે. આ ઉપરાંત ઘણી વખત શિયાળામાં કાચની બારી પર ઓઝ જામી જાય એનાથી પણ કાચ ખરાબ થઈ જાય છે. પણ આ પદડાથી કોઈ વિઝિબિલિટી ઝીરો નહીં થાય. આ ઉપરાંત અંદર કસ્ટમાઈઝ પણ કરી શકાય છે. જેમ કે, બાથરૂમમાં દરવાજાે ન હોય અથવા તો દરવાજાની સામે જ બરોબર બારી હોય તો આ બ્લાઈન્ડ એટલા બ્લર થઈ જાય છે કે, વ્યક્તિનું કોઈ અંગ પણ દેખાતું નથી. એટલું જ નહીં પદડા પર લાગેલા પાણીના છાંટા બીજી તરફ જાેવા મળતા નથી. આ ઉપરાંત અંદર એક સોલાર પેનલ્સ આપી છે. એટલે વારંવાર એને ચાર્જ કરવાની પણ જરૂર નથી. બસ કોઈ સ્પાર્ક ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત આપણા ગુજરાતીઓ બારી પર કર્ટનબોક્સના પણ શોખીન હોય છે. આ માટે એના બંને તરફના હુક પર કોઈ વસ્તુ સરળતાથી લટકાવી શકો છો. ઓટો મોડ પર રાખી દો એટલે એ એની જાતે બધું સેટ કરી દેશે. આ ડિવાઈસની પોતાની જુદી જુદી કેટલીય એપ્લિકેશન છે. એટલે જાે બહારગામ ગયા હોઈએ અને પાછળથી કોઇ પદડાને સળી કરે તો એનું નોટિફિકેશન મોબાઈલમાં આવે છે. એટલે ઈન્ટરનેટના માધ્યમથી એને લોક પણ કરી શકાય છે. ખાસ વાત એ છે કે, આ પણ ટચ ફ્રી ટેકનોલોજી છે. એટલે ઉનાળામાં તડકો ભલે પણ ઘરમાં ગરમી નહીં લાગે. આ ઉપરાંત એની એપ્લિકેશનની મદદથી જુદા જુદા મોડ પણ સેટ કરી શકાય છે.
- ઈકો શૉ : વીડિયો કોલ ટેકનોલોજી તો બધાને ખબર જ છે. પણ હવે વિચારો કે વાસણ ઘસતા હોઈએ અને વીડિયો કોલ આવે અને એ સમયે હાથ સાબુવાળા અને ઈયરફોન પહેર્યા ન હોય તો શું કરવું? અહીં કામ કરે છે ઈકો શૉ. એમેઝોનના બે મોટા ડિવાઈસનું કસ્ટમાઈઝેશન છે. ઈકોડોટ અને ઈકો શૉ. જેમાં એક સ્ક્રીન અને આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સવાળું સ્પીકર આપે છે. હવે સ્ક્રીન અને સ્પીકર મળે એટલે બીજું શું જાેઈએ? વોઈસ રોકોગ્નાઈઝેશન સિસ્ટમથી તે ઑપરેટ થાય છે. જેમા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એલેક્સાને કહો કે, રીસીવ ધ ફોન એટલે તે ફોન ઉપાડીને સીધો એનો પ્રિવ્યુ ઈકો શૉ પર આપશે. આ એક ઓડિયો વીડિયો ડિવાઈસ છે. જેમાં એક નાનકડી સ્ક્રીન અને ડલ-બી ડિજિટલ સ્પીકર આપવામાં આવે છે. આ સાથે ઈકોડોટ કનેક્ટ હોય છે. જે ઈન્ટરનેટ અને આર્ટિફિશ્યલ બંનેની સર્વિસ આપે છે. એટલે ગીત વગાડવા હોય તો યુટ્યુબ સુધી જવાની જરૂર નથી. સ્ક્રીન જ યુટ્યુબ બની જશે. બીજી તરફ ફોન કનેક્ટ થશે. પોર્ટેબલ ડિવાઈસ પણ કનેક્ટ થશે. આ એક પ્રકારનું એવું હોમ એપ્લાયન્સ છે જેમાં ઈન્ટરનેટ અને ફોન બંનેની એપ્લિકેશનને એક્સેસ કરી શકાય છે. આ ઉપરાંત સ્ક્રીન સાથે એક વેબકેમ પણ આપવામાં આવ્યું છે. એટલે ફેસબુક લાઈવ રસોઈ કરતા કરતા પણ થઈ જશે. ફોન પકડીને ઊભા નહીં રહેવું પડે. આ ઉપરાંત શૉપિંગ કરવા માટે પણ એની સાથે એક વેપારી જાેડે વાત કરીએ એવી રીતે વાત કરી શકો છે. ઓર્ડર પ્લેસ કરતા પહેલા તે બે વખત પૂછશે. પછી ઈકોડોટ સાથે ઈન્ટરનેટના માધ્યમથી ઓર્ડર પણ પ્લેસ કરી દેશે. આ પણ ટચ ફ્રી અને વોઈસ ઓવર ટેકનોલોજી છે. એટલે કોમ્પ્યુટર સુધી જવાની જરૂર નથી. ફોન ભલે ગમે ત્યાં પડ્યો હોય ઈકો શૉ નજીકમાં હશે તો ઈયરફોન કે ફોનના સ્ક્રીનની જરૂર નથી. આ ઉપરાંત ઘરની લાઈટ્સ, કેમેરા ફીડ બીજી ઘણી વસ્તુના કંટ્રોલ એક્સેસ લઈને ડિવાઈસને વોઈસબેઝ અને ટચફ્રી કરે છે. આ ઉપરાંત એની સ્ક્રિન પર તાપમાન, ઘડિયાળ, કોલ હિસ્ટ્રી તેમજ છેલ્લે કરેલી પ્રવૃતિઓની યાદી હોય છે. એટલું જ નહીં કેલેન્ડર રિમાર્ક કે બર્થ ડે રિમાઈન્ડર પણ સેટ કરી શકો છે. જે સ્ક્રીન પર ઓનલાઈન ઓર્ડર, ટાઈમિંગ, ગીત કે કોલ શેડ્યુલ કરીને જે તે વ્યક્તિને મોર્નિગ વીશ કે સરપ્રાઈઝ આપી શકો. ઓનલાઈન ઓડિયો ઓફ કરી શકો અને વીડિયો પણ ઓફ કરી શકો. બંને ઓલટરનેટ વકર્ પણ આપી શકે છે. અંદર એક બેટરી હોય છે. જેને ચાર્જ કરવાની હોય છે. ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી હોવાથી ટુજી મોડ પર કામ નહીં કરી શકે. ઘરમાં વાઈ-ફાઈ હશે તો આ અનોખો રોમાંચ ફીલ કરાવશે. હા, ભૂલથી બેંક ટ્રાંઝેક્શનની હિસ્ટ્રી ખુલી ન મૂકશો અથવા કરશો જ નહીં. કારણ કે એની હિસ્ટ્રી મેન્યુલી ડીલીટ કરવાની હોય છે. એ ઓટો ડીલીટ નથી થતી.
- સ્માર્ટલોક : ચાવી ભૂલી જવાની ભૂલ તો દરેકે ભોગવી હશે. ખાસ કરીને પાડોશીમાં ચાવી આપીને ગયા હોઈએ અને તે પાડોશીના ઘરે તાળું લટકતું જાેવા મળે ત્યારે સૌથી વધારે માથું ખંજવાળવું પડે. બીજી ચાવી એવા સંબંધીના ઘરે હોય જે આપણા ઘરથી ૫૦ કિમી દૂર હોય. આવું ઘણી વખત બનતું હોય છે. પણ હવે ચાવીની માથાકુટમાંથી મુક્તિ મળશે. અલ્ટ્રાલોક નામની કંપનીએ એવું લોક તૈયાર કર્યું છે. જે બ્લુટુથ વીયા ઈન્ટરનેટ ટેકનોલોજીથી ચાલે છે. એટલું જ નહીં તમને ઘરનો પાસવર્ડ સેટ કરવા માટેની પણ સુવિધા આપે છે. બ્લુટુથ, ફિંગરપ્રિન્ટ અને ટચસ્ક્રીન બેઝ સ્માર્ટ લોક છે. જેમાં માત્ર એક ફિંગરટચ કરવાથી લોક ખુલી જશે. પણ ઘરના ચાર જ માણસોની ફીંગરપ્રિન્ટ તે યાદ રાખશે. આ ઉપરાંત પાસકોડ આપશે. લોકનું સેન્સર ટચપ્રુફ, વોટરપ્રુફ અને ડસ્ટપ્રુફ છે. એટલે એક વર્ષ પછી આવશો તો પણ ઘર સરળતાથી ખુલી જશે. આ ઉપરાંત અંદર એક સોલાર પેનલ આપવામાં આવી છે. જે સતત સૂર્યની ગરમીથી ચાર્જ થતી રહે છે. સ્માર્ટફોનમાં તે એપ્લિકેશન પણ આપે છે. એટલે ફોનમાંથી પણ સરળતાથી લોક ખુલી જશે. આ સાથે ચાવી તો આપશે જ. આ ઉપરાંત એની એપ્લિકેશન ખોલીને ફોન પર નોક કરશો તો ઘરનો દરવાજાે ખોલી દેશે. એટલું નહીં અંદર એક એવી સિસ્ટમ છે. જેમાં આખા દિવસ દરમિયાન કોણ આવ્યું, કોણે દરવાજાે ખોલ્યો, કોણ આવીને પાછા જતા રહ્યા એની આખી ફાઈલ એપ્લિકેશનથી જાેઈ શકશો. એટલે બહારગામ હો અને ઘરે કોઈને જવું હોય તો હવે ચાવીની મથામણ નહીં કરવાની. બસ ઘર ખોલો અને કોઈની દરેક પ્રવૃતિ પર નજર રાખી શકાશે.
દેશની પ્રથમ સ્માર્ટ સોસાયટી ક્યાં આકાર લઇ રહી છે ?
દિલ્હી પાસે આવેલા ગાઝિયાબાદમાં તૈયાર થઈ રહ્યું છે. જેમાં દરેક ફલોર અને ફલેટ પર સીસીટીવી આપવામાં આવ્યા છે. જેના વૉશરૂમ અને કિચનમાં સેન્સર બેઝ લાઈટ આપવામાં આવી છે. ઘરમાં જે રીતે એસી પોઈન્ટ હોય છે એમ અહીં સીસીટીવીના પોઈન્ટ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત લાઈટિંગ કંટ્રોલ ડિવાઈસ આપવામાં આવ્યું છે. જેમાં માત્ર હેન્ડશેક કરવાથી લાઈટ ઓન-ઓફ થઈ જશે. આ સ્માર્ટ ફલેટનું સેમ્પલ હાઉસ હાલ તૈયાર છે. પણ એને પણ કસ્ટમાઈઝડ કરાવી શકાય છે. જ્યારે કિચનમાં સેન્સર બેઝ લાઈટ અને વોટર સપ્લાય આપવામાં આવી છે. જેના માસ્ટર બેડરૂમમાં માય સ્માર્ટ બ્લાઈન્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત હજું પણ ઘણ એવી એપ્સ છે જેનું કસ્ટમાઈઝેશન અહીં થઈ રહ્યું છે. યુટ્યુબ પર આનો એક સરસ વીડિયો પણ પ્રાપ્ય છે. જેને જાેઈ શકાય છે.