સવારનો સુરજ ઉગી રહ્યો હતો. આકાશ લાલી માંથી ભરાઈ જાય છે. ઠંડક ભરેલી હવા ચાલી રહી હોય છે. પક્ષીઓના અવાજથી ગુંજી રહી હતી. આવા સમયમાં માણસો પોત પોતાના રોજગાર તરફ જઈ રહ્યા હતા. મંદિરમાં સવારની પરોઢ આરતી થઈ રહી હતી. મંદિરમાં ઘણા લોકો હતા. મંદિર ની આરતી માટે નગારા તબલા ઢોલક મંજીરા ખંજરી વગેરે વાગતું હોવાથી સવારનો માહોલ આખો ભક્તિમય બની ગયો હતો.
આવા સવારના સમયમાં એક મોટી ઓફિસમાં બધા મિત્રો હોય છે જે તાલીમ લેવા આવ્યા છે તે બતાવો મસ્તી મજાક કરી રહ્યા હોય છે એટલી વારમાં નાસ્તો બની જાય છે તે બધા બીજા રાજ્યમાંથી આવેલા હોય છે તેથી તેને ત્યાંનું ભોજન ભાવતું નથી પરંતુ ત્યાં અમુક ખૂબ જ સારી વસ્તુઓ હોય છે કે ભાવે તેવી હોય છે તેથી તે બધા તેની વાત કરતા હોય છે ત્યાં નાસ્તો તૈયાર થઈ ગયો હોય છે અને પીરસવા મંડ્યા હોય છે નાસ્તામાં એક અલગ જ પ્રકારની ભાખરી ભૂંગળા અને દુધનો માવો એવી રીતે બધું અલગ અલગ જમવામાં હોય છે બધા જ મિત્રો નાસ્તો કરવા માટે જે નાસ્તો પીરસતા હોય છે ત્યાં જાય છે અને એક જણો ખાલી દૂધનો માવા વાળી વસ્તુ જ લઈ અને એક સાથે ત્રણ ચાર વાટકા પી જાય છે. આ જોઈ તેમાંથી એક ભાઈબંધ બોલે છે અરે એ આટલું બધું ના પીવાય જાડા થઈ ગઈ છે ઝાડા આ હજુ બધા મિત્રો દાંત કાઢવા લાગ્યા પછી બધા નાસ્તો કરી અને તાલીમ લેવા ગયા.
તાલીમ પૂરી થઈ પછી બધા મિત્રો પોત પોતાના રૂમમાં ગયા ત્યાંથી ફ્રેશ થઈ પાછા બધા એક રૂમમાં ભેગા થયા પછી પોત પોતાની રીતે જે આવડતું હોય જેમકે દુહા છંદ આવી ગાવા લાગ્યા. તેમાંથી એક જણો ગીત ગાવા લાગ્યો
લોહીનો નહોતો સંબંધ આતો
લાગણીની હતી યારી
દોસ્તી નામે સમ ખાધા
એવી ભાઈબંધી અમારી
આ ભાઈબંધી અમારી.
તેથી બધા મોજમાં આવી ગયા. તેમાંથી એક મિત્ર ને માથે ટકો હતો. તેથી તેને બધા કટપ્પા કહેતા. આ વાત પૂરી થઈ. પછી બધા ફરવા ગયા. ફરવા ગયા રાત થવા આવી ત્યાં તો જે મિત્ર વધારે દૂધ પી ગયો હતો તે કહ્યું એલા તું કહેતો હતો એ વાતો થયો મને પેટમાં ગડબડ ગડબડ થાય છે હવે તો જે મિત્ર એ કહ્યું હતું એ કહે મેં તને ના પાડી હતી ને ના તોય બોલ્યો મને તો કાંઈ નો થાય હું તો રોજ આવું ખાવ કાંઈ તારા માટે વિજ્ઞાનનો નિયમ અલગ ન હોય પછી જેને પેટમાં ગડબડ થાતી હતી તે બોલી હોય કે બધા જણા એક એક દિશામાં જાવ ને ટોયલેટ ગોતો બાકી હું જો ગોતીશ ને તો કપડાય નથી બગડશે તો હું શું પહેરીશ તો બધા ગોતવા ગયા ત્યાંથી એક જણાએ કહ્યું કે અહીંયા આગળ દિશામાં તમને મળી જશે તે ત્યાં તેને મોકલ્યો અને પછી શાંતિ થઈ મોટી બલા ટળી ગઈ. આથી બધાને શાંતિ થઈ. પછી બધાએ ખાઈ પીને મોજ કરી.
આ વાતને થોડા દિવસ થયા પછી બધા ભાઈબંધ જ્યારે ભેગા થયા ત્યારે બધાએ આ વાત સાંભળી અને ખૂબ જ હસ્યા હસી હસીને લોટ પોત થઈ ગયા. ત્યાં તેમણે ખૂબ મોજ કરી હતી જ્યારે પાછા આવી એને તાલીમોની વાત કરી ત્યારે બધા એવા હશે એવા હશે કે એમ લાગશે કે હમણાં બે ત્રણ જણા બીહોર થઈ જશે પછી બધા ગીત ગાવા લાગ્યા. પછી બધાએ પોતાની યાદી હતી એ યાદી તેમના દિલમાં છપાઈ ગઈ આવા ભાઈબંધો અને આવી મોજ ક્યાંય ન થાય આ વસ્તુ લઈ બધા ઘરે ગયા અને આના પછી આ મિત્રોની જિંદગીમાં આવી મોજ કોઈ દી ન થઈ.