vishvasghat in Gujarati Love Stories by Sonu dholiya books and stories PDF | વિશ્વાસઘાત

Featured Books
Categories
Share

વિશ્વાસઘાત

 રાજ અને નયનતારા બંને એકબીજાના પ્રેમમાં લગભગ પાંચથી સાત વર્ષથી જોડાયેલા હતા અને બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા બંને એકબીજા વગર રહી ન શકતા બન્ને એક જ સમાજના હતા અને બંનેની ઉંમર પણ એક જેટલી જ હતી બંનેની ઉંમર લગભગ 25 વર્ષ હતી .રાજને નયનતારા સાથે ફોનમાં વાત કર્યા વગર એક દિવસ પણ નહોતું ચાલતું અને એવી જ રીતે નયનતારાને પણ વિડીયો કોલમાં રાજને જોયા વગર એક દિવસ નોતું ચાલતું . બંને યુગલો એકબીજાને ખૂબ જ નજીકથી જાણતા હતા બંનેને એકબીજાના વર્તનો,  શું ગમે છે , શું ભાવે છે , એકબીજા શું કરવા પસંદ કરે છે એ બાબત એકબીજા ખૂબ  નજીકથી જાણતા હતા .રાજએ ગ્રેજ્યુએશન નો અભ્યાસ પૂર્ણ કરેલો હતો જ્યારે નયનતારાને ક્લાર્કની સરકારી નોકરી મળી ગઈ હતી. આમ તો બંનેને ફોનમાં વાત થતી જ રહેતી હતી પરંતુ રવિવારે રજાનો દિવસ હોય ત્યારે બંને મળતા. કોઈ બગીચામાં,  કોઈ ચોપાટીએ ,  ટૂંકમાં રજાના દિવસે બન્ને મળવાનું ચૂકતા નહીં . રાજ નોકરીની તલાશ  કરતો હતો અને સરકારની નીકળેલ યોજનામાં ફોર્મ ભરી અને એની તૈયારી પણ કરતો હતો પણ ક્યારેય નયનતારાએ એને એવું કોઈ દબાણ નહોતું કર્યું કે તમારે નોકરી કરવી જ પડશે. અને તો જ મારા માતા પિતા  માનશે. એ એનો પ્રેમ હતો કારણ કે નોકરી પહેલાથી જ બન્નેનો સંબંધ હતો. નોકરીને તો લગભગ એક જ વર્ષ થયું હશે સંબંધ તો બંનેનો ભણતા  હતા ત્યારનો હતો. અને  બંન્ને વચ્ચે  મીઠા મીઠા ઝઘડાઓ પણ ઘણા થતાં પણ કોઈ એક પક્ષ રુઠી ગયો હોય ત્યારે બીજો પક્ષ તેને તરત મનાવી લેતો. ઝઘડો લગભગ એનો બે થી ત્રણ દિવસનો જ હોય છે અને ઝઘડો પૂરો થતા બંને પાછા એકબીજાના પ્રેમ જીવનમાં પાછા સંકળાય જતા.રાજને નયનતારા ઉપર પોતાના કરતા પણ વધારે ભરોસો હતો અને ક્યારેક ક્યારેક નયન તારા એને કહેતી પણ ખરી કે રાજ તમે મને છોડી નહીં દયોને, ત્યારે રાજ એને હસીને કહેતો કે અરે ગાંડી તને કેમ છોડી દવ હે ગાડી . તારાથી દૂર જવાનો એક પણ ડબલું ભરી શકું ક્યારેય ? તું તો મારો આત્મા  છે . તું છે તો બધું છે  બીજું તો કશું હોય જ નહીં ને મારા માટે , તું જ મારો પરમેશ્વર છે . તું એક દિવસ પણ ના હોય તો મારું હૃદય ધગધગી જાય ખાવાનું પણ ના ભાવે , અને હું તને મૂકી દઈશ એ શબ્દ કેવી રીતે તું ઉછારી શકે.  રાજ નયનતારા ઉપર આંખ બંધ કરીને પણ ભરોસો કરી લેતો.  હા નાની નાની વાતમાં ઝઘડો કરી લેતો રાજ. એને ડરાવતો , એને ધમકાવતો , પણ પ્રેમ પણ એનાથી વિશેષ  કરતો. રાજ માટે નયનતારા એ જ પ્રેમ અને પ્રેમ એ જ નયનતારા.

હમણાં થોડાક સમયથી નયનતારાના અવાજમાં મીઠાશ તો એની એજ હતી પણ જે લાગણીથી શબ્દો નીકળવા જોઈએ તેનો રાજને અભાવ લાગતો હતો. ક્યારેક ક્યારેક નયનતારાનો ફોન પણ વેટિંગમાં આવતો હતો પણ રાજને એના  વિશે એવું ક્યારેય એને શક નથી થયો  કે શું હશે . પણ એક દિવસ નયનતારાની નોકરી સાંજે 6:00 વાગે પૂરી થઈ અને રાજે નયનતારાને ૬:૧૦  ફોન કર્યો અને ફોન લગભગ એક કલાક વેઇટિંગમા આવ્યો.  એક કલાક પછી રાજએ નયનતારાને પૂછ્યું કે એટલી વાત કોની સાથે કરે છે ? હું ક્યારનો ફોન કરું છું મને જવાબ તો આપી દેવાય , પણ નયનતારાએ કહ્યું  કે મમ્મી જોડે વાત કરતી હતી . ત્યારે રાજએ કહ્યું કાંઈ વાંધો નહિ પણ મને જવાબ તો આપી દેવાય ને ?   જા હું વાત જ નથી કરતો તારી સાથે. એમ કહી રાજએ નયનતારાનો ફોન કાપી નાખ્યો . રાજને મનમાં એવું કે હમણાં જ નયનતારાનો ફોન આવશે અને સોરી કહિ દેશે,  અને પાછો રાબેતા મુજબ વાતો કરશે , પણ નયનતારાનો કોલ પાછો આવતો નથી.  રાજને એવું થયું કે સવારે આવશે પરંતુ સવારે પણ નયનતારાનો કોલ આવતો નથી . એમને એમ એક અઠવાડિયું વીતી ગયું, ત્યારે રાજ એ જ સામેથી નયનતારા ને કોલ કરવાનું વિચાર્યું અને નયનતારાના મોબાઇલમાં નંબર ડાયલ કરી અને કોલ લગાવે છે , ત્યારે રાજ એકદમ વિચારમાં પડી જાય છે કારણ કે નયનતારાએ તેનો ફોન નંબર બ્લોકમાં નાખી દીધેલ હતો. અને ત્યારબાદ રાજ એ whatsapp માં તપાસ કરી તો તેમાં પણ નયનતારાએ તેને બ્લોક કરી દીધેલ હતો. રાજને મનમાં એવું થયું કે કદાચ એના મમ્મી પપ્પા આજુબાજુમાં હશે તો જ એણે મારો નંબર બ્લોકમાં નાખી દીધેલ છે.  એને જ્યારે  ટાઈમ મળશે એટલે તરત મનેજ પેલો ફોન કરશે . એને વિશ્વાસ હતો એની નયનતારા ઉપર કે એ ક્યારેય દગો નહીં આપે. લગભગ દોઢ મહિના પછી નયનતારાનો ફોન રાજ ઉપર આવે છે , ત્યારે રાજ એકદમ ખુશ થઈ જાય છે અને ફોન ઉપાડી અને બોલે છે અરે ગાંડી ક્યાં ગાયબ થઈ ગઈ હતી ? તને ખબર નથી કે મારી શું હાલત થઈ હશે ? ત્યારે નયનતારા બહુ નાના અવાજમાં બોલે છે કે રાજ મારી સગાઈ થઈ ગઈ છે હવે મને ફોન કે મેસેજ કરતા નહીં અને મને હેરાન નહીં કરતા પ્લીઝ , અને રાજ બોલે છે અરે પણ શું...... નયન તારા સામેથી ફોન કાપી નાખે છે. 

નયન તારાની ઘરે નાનો કે મોટો  પ્રસંગ થાય એટલે રાજને ખબર  પડી જતી, કારણ કે નયનતારાનો ભાઈ રાજનો અંગત મિત્ર હતો.
                              ****