book review gunaho ka devta in Gujarati Book Reviews by Jatin.R.patel books and stories PDF | गुनाहों का देवता - Book Review

Featured Books
Categories
Share

गुनाहों का देवता - Book Review


ઘણા સમયથી ઈન્સ્ટાગ્રામમાં એક રિલ્સ આવતી હતી..જેમાં એક હિન્દી ઉપન્યાસ અંગે ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા હતા. નીચે કૉમેન્ટ વાંચી તો એમાં પણ બધાએ નવલકથાના ખૂબ જ વખાણ કરેલા. વાંચીને થયું જતીનભાઈ ચલો વાંચી લઈએ..તો ત્રણ દિવસની અંદર, સાત-આઠ હૃદયઘાના હુમલા,  અઢળક આંસુઓ અને આજીવન મનમાં એક અમીટ છાપ છોડનારી આ નવલકથા પૂર્ણ કરી. નામ ગુનાહો કા દેવતા..લેખક ધર્મવીર ભારતી.

ટૂંકમાં કહું તો આ નવલકથા લાંબાગાળે માનસિક આઘાત પહોંચાડી શકવા સક્ષમ છે..તો પોતપોતાના જોખમે વાંચવી. 

નવલકથા અંગે જણાવું તો આ નવલકથા આઝાદી પહેલાના સમયગાળાને દર્શાવે છે..જે સમયે જાતિવાદ એના ચરમ પર હતો.  અલ્હાબામાં એક પ્રોફેસર છે, ડૉક્ટર શુકલા. જેમની પત્નીના અવસાન બાદ એમની દીકરી સુધા એમની જિંદગીનો પર્યાય બની જાય છે.

શુકલાનું મકાન તો મોટું છે પણ એમનું દિલ એનાંથી પણ વિશાળ છે. પોતાના એક શિષ્ય ચંદર કપૂરને તેઓ આગળ અભ્યાસ માટે તમામ પ્રકારની મદદ કરે છે. ચંદર માટે ડૉક્ટર શુકલા પિતાતુલ્ય હોવાની સાથે આરાધ્ય દેવ સમાન હોય છે. શુકલાને ચંદર પર ખૂબ વિશ્વાસ હોય છે એટલે એ પોતાની દીકરીની બધી જવાબદારી ચંદરને સોંપતા અચકાતા નથી. ચંદર અને સુધા એકબીજાના પૂરક છે..એકબીજા જોડે ઝઘડે પણ એકબીજા વિના ન ચાલે. એકબીજા પર પોતાનો હક સમજે..આલિંગન આપે, મનાવે, હસાવે, રડાવે..ટૂંકમાં ચંદર અને સુધા દો જીસ્મ એક જાન હોય છે.

ચંદર અને સુધા મનોમન એકબીજાને પ્રેમ કરે છે પણ એ ખુદ આ સત્ય સ્વીકારવા તૈયાર નથી. એ બંનેના હૃદય વિકારમુક્ત, પવિત્ર હોય છે. એમનો સંબંધ દૈવીય હોય છે. સુધાની ફોઈની દીકરી બિનતીના લગ્ન નક્કી થતાં સુધા પર લગ્નનું દબાણ થાય છે. સુધા લગ્નની સાફ મનાઈ ફરમાવે છે. સુધાને સમજાવાની જવાબદારી શુકલા ચંદરને સોંપે છે. પોતાની દેવ જેવી છબીને ચરિતાર્થ કરતો ચંદર સુધાને સમજાવામાં સફળ નીવડે છે. સુધા લગ્નની અનિચ્છા હોવા છતાં પોતાના પ્રેમના દેવતા ચંદરનો વિશ્વાસ ટકાવી રાખવા..લગ્નની વાતનો સ્વીકાર કરે છે.

આ દરમિયાન ચંદર પમ્મી નામની એક એંગલો-ઈન્ડિયન યુવતીના પરિચયમાં આવે છે. સુધાના લગ્ન થાય છે અને એના લગ્નની તમામ તૈયારીઓ ચંદર કરે છે. સુધાના સાસરે જતા જ ચંદરનું માનસિક સંતુલન બગડી જાય છે. પોતે સુધા વિના કેટલો અધૂરો છે એ ચંદરને સમજાય તો છે પણ હવે બધું નિરર્થક હોય છે. મનનું દુઃખ દૂર કરવા એ પમ્મીનો સહારો લેવાનું શરૂ કરે છે..પમ્મી જેના મતે તમે કોઈને પ્રેમ કરો..એનો વિશ્વાસ જીતો..આ બધું ફક્ત શારીરિક જરૂરિયાત માટે જ હોય છે. પ્રેમનો છેલ્લો પડાવ સેક્સ છે એવું માનતી પમ્મીના રવાડે ચડેલો ચંદર બિનતી દ્વારા સમજાવાથી પણ નથી સમજતો. પોતાની બહેનની માફક બિનતી પણ ચંદરને એનો આરાધ્ય સમજે છે.

જેમ-જેમ નવલકથા આગળ વધે છે એમ-એમ ચંદરના મનની અંદરનું ચક્રવાત તમને હચમચાવી મૂકે છે. ચંદરના વિશ્વાસ પર લગ્ન માટે તૈયાર થયેલ સુધાનો હૃદયભાર તમને રડાવી મૂકવા સક્ષમ છે. વચ્ચે આવતા અમુક પાત્રો પમ્મીનો પાગલ ભાઈ બાર્ટી, સુધાની ખાસ મિત્ર ગેસુ અને સુધાનો પતિ  કૈલાશ બધા ઉત્તમ લખાયા છે.

ઘણું બધું લખવું છે પણ શબ્દોમાં વર્ણન નહિ કરી શકું. જો તમે કોઈને નિઃસ્વાર્થ પ્રેમ કર્યો હશે તો નવલકથાનો અંત તમને પોક મૂકીને રડવા મજબૂર કરી મૂકશે..શાયદ હાથમાંથી મોબાઈલ નીચે પણ પડી જાય. દસેક દિવસ સુધી હું આ નવલકથાની અસરમાંથી બહાર નહિ આવી શકું એ પાક્કું છે.પ્રેમ કઈ હદે પવિત્ર હોઈ છે એ સમજવું હોય તો અવશ્ય આ નવલકથા વાંચી લેજો. આજથી પંચોત્તેર વર્ષ પહેલા લખાઈ હોવા છતાં હૃદયની અંદરના તમામ ભાવોનું સચોટ નિરૂપણ કરતી આવી નવલકથા લખવા બદલ ધર્મવીર ભારતીનો સદાય વાંચકવર્ગ ઋણી રહેશે.

વાંચવી હોય તો મને 8849342150 પર મેસેજ કરજો..pdf મળી જશે.

-જતીન. આર. પટેલ (શિવાય)