"આજ સુહાસી ૧૯ વર્ષ ની થઈ", ગુલાબબેન ઊમાકાંતભાઈ ને કહી રહ્યા હતા . હવે યોગ્ય પાત્ર મળે તો પરણાવવાની વાત થઈ રહી હતી . સુહાસી પોતાના રુમમાંથી આ વાત સાંભળી રહી હતી . થોડા સમય પહેલાં જ સુહાસી એ કોલેજ ના ત્રીજા વર્ષ ની પરીક્ષા આપી હતી. સુહાસી ને હજુ આગળ અભ્યાસ કરવો હતો .
પણ સુહાસી ના માતા ગુલાબબેન માનતા હતા કે છોકરી ઉંમર લાયક થાય એટલે યોગ્ય પાત્ર સાથે પરણાવી દેવી જોઈએ જેથી માતા-પિતા પોતાની જવાબદારી માંથી મુક્ત થઈ શકે.
સુહાસી શાંત અને અંતરમુખી સ્વભાવની માટે પોતાની ઈચ્છાઓ કહી ન શકી કે, મમ્મી મારે હજુ ભણવું છે આગળ અભ્યાસ કરવો છે . અને તે દરમિયાન એક નજીક ના સગા નું અવસાન થતા મહેમાનો ની અવરજવર થવા લાગી , અને આ કારણે સુહાસી ને રેખાબેન અને અજયભાઈએ પોતાના પુત્ર વિકાસ માટે પસંદ કરી.
આમ સગા સંબંધીઓએ આ સગપણ માટે હામી ભરી. અને થોડા દિવસો માં જ સુહાસી ની ઈચ્છા જાણ્યા વગર જ તેની વિકાસ સાથે સગાઈ અને લગ્ન નક્કી થયા .
સાસરે આવી ને પણ સુહાસી પોતાની ભણવાની મહેચ્છા દબાવી ન શકી. અને તેણીએ વિકાસ સાથે વાત કરી. વિકાસ ભણવા માટે હામી ભરી પણ એક શરત રાખી કે ઘરે બેસીને ભણવા નું માત્ર પરીક્ષા આપવા જવાનુ અને ઘરકામ ન અગ્રતા આપવી. સુહાસી ખૂશ હતી . પણ રેખાબેન આ બાબતના સખત વિરોધી હતા . ધીમે ધીમે ઘરમાં કંકાસ વધવા લાગ્યો . અભ્યાસ ની બાબતથી નારાજ રેખાબેન સુહાસી ને હેરાન કરવા લાગ્યા . સુહાસી ન્હોતી ઈચ્છતી કે તેના માતા-પિતા આ વાત જાણે અને પરેશાન થાય. જ્યારે પણ રેખાબેન જોડે ફોન પર વાત કરતી ખુશ હોય એમ જ કહેતી .
પણ ધીરે ધીરે સાસરિયા નો ત્રાસ વધવા લાગ્યો. આ બાજુ સુહાસી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા લાગી. ઘરમાં ચાલતા કંકાસ થી વિકાસ ઘરથી બહાર રહેવા લાગ્યો. સુહાસી અભ્યાસ સાથે સ્પર્ધાત્મક પોતાને વ્યસ્ત રાખવા લાગી. પરંતુ ધીરે ધીરે ત્રાસ વધવા ને લીધે ઘરમાં વાતાવરણ તંગ રહેવા લાગયું. સુહાસી હવે ઘરની ચાર દિવાલમાં મુંજાવા લાગી- ન ઘરની બહાર જવું કે ન કોઈ સાથે વાત-ચીત કરવી, માત્ર ઘરકામ અને એ થતા પોતાનો અભ્યાસ - આમ ને આમ દિવસો જવા લાગ્યા .
થોડા દિવસો બાદ સુહાસી ને જાણ થઈ કે હવે તે એકલી નથી, તેના શરીર માં બીજો જીવ પાંગરી રહ્યો છે. તે મનોમન ખૂશ થઈ કે હવે બધુ સારુ થઈ જશે . એણે આ વાત વિકાસ ને જાણ કરી અને તે ખૂશ થવા ને બદલે વધારે ગુસ્સે થયો કે આ બધું શું છે ? રેખા બેને સુહાસી ને તેના પિયર મોકલાવી દીધી .
એક બાળક ના આવવાથી ખૂશ થવા ને બદલે આ પરિવાર પોતાની જવાબદારીઓથી ભાગવા લાગ્યા .
તો આ બાજુ ગુલાબ બેન અને ઉમાકાંત ભાઈ ખૂશ હતા . પરંતુ , સુહાસી ને જોઈ તેઓ ને વાત સમજતા વાર ન લાગી અને સુહાસી એ સઘળી હકીકત જણાવી દીધી અને રડવા લાગી .
ઉમાકાંતભાઈ વિકાસ ને સમજાવવા તેની ઘરે ગયા. પરંતુ સુહાસી ના સાસુ સસરા અને વિકાસ આ જવાબદારી નહિ ઉઠાવી શકે એવી વાત કરી અને વાત વણસી ગઈ, અને ઉમાકાંતભાઈ એ આવેશમાં આવીને છૂટાછેડા ની વાત કરી.
આ બાજુ સુહાસી પોતાના આવનાર બાળક પર કોઈ અસર ન થાય એટલે ખૂશ રહેવાના પ્રયાસ અર્થે વાંચન કરવા માં સમય પસાર કરવા લાગી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માંડી અને પરીક્ષા આપવા લાગી.
થોડા સમય બાદ સુહાસી એ એક સુંદર બાળકી ને જન્મ આપ્યો તો એક બાજુ તેણે આપેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ તેની ખબર મળી. તો વળી , વિકાસ અને સુહાસી ના છૂટાછેડા પણ કુટુંબના મોભીઓ ની આપસી સમજુતી થી થયા .
હવે ગુલાબ બેન પર સુહાસી ની સાથે-સાથે તેની બાળકી 'રુહી' ની પણ જવાબદારી આવી ગઈ. . . .
જય શ્રી કૃષ્ણ 🙏🏻