વરદાન કે અભિશાપ (ભાગ-૪૧)
(નરેશ અને ભાનુપ્રસાદ રાજકોટ જવા રવાના થાય છે. ત્યાં પહોંચતાં નરેશ પહેલા તે ફોનમાં ઇન્સ્પેકટરે જ એેડ્રેસ આપ્યું હતું ત્યાં પહોંચે છે અને પછી તેની સાથે ધીમા અવાજમાં વાત કરે છે. ભાનુપ્રસાદ તે બંનેને જોઇને સમજી તો જાય છે કે, કંઇક અજુગતું છે. ભાઇ-ભાભી પણ દેખાતા નથી. તે નરેશની વાત પેલા ઇન્સ્પેકટર સાહેબ સાથે પૂરી થાય તેની રાહ જોવે છે. નરેશ પણ વારેવારે ભાનુપ્રસાદને જોવે છે તેને પણ ખ્યાલ આવી જાય છે કે હવે તો ભાનુપ્રસાદને સત્ય હકીકતથી વાકેફ કરવો જ પડશે. નરેશ ભાનુપ્રસાદને બધી જ હકીકતથી વાકેફ કરે છે. નરેશ અને ભાનુપ્રસાદને પો્સટમોર્ટમ રૂમમાં લઇ જવામાં આવે છે જયાં તેઓ ખાતરી આપે છે કે આ જ તેમના ભાઇ-ભાભી છે. એ બંને તો આ રીતનું દ્રશ્ય જ જોઇ શકતા નથી. વાનમાં જતાં-જતાં સમય પસાર કરવો ભારે થઇ જાય છે. નરેશને પછી યાદ આવે છે કે, ઘરે તો જઇએ છીએ પણ આ બાબતની જાણ મા-બાપાને હાલ નથી કરવી પણ બાકીના કુટુંબીજનોને તો કરવી પડશે. હવે આગળ........)
નરેશ હવે ઘરે પહોંચવા આવે છે. તે બધા જ કુટુંબીજનોને જાણ કરી દે છે. નરેશ અને ભાનુપ્રસાદ પહોંચે ત્યાં સુધીમાં બધા કુટુંબના સભ્યો ઘરે જમા થઇ જાય છે. બધા કુટુંબના સભ્યોને જોઇને મણિબા અને ધનરાજ થોડા આશ્ચર્યમાં આવી જાય છે કે આટલા બધા લોકો અહી કેમ આવ્યા છીએ ? કેમ કે, નરેશે તેમને ફકત એ જ જણાવ્યું હતું કે, સુરેશ અને ભાનુનો અકસ્માત થયો છે અને તેઓને હોસ્પિટલમાંથી રજા લઇને તેઓ ઘરે આવી રહ્યા છે. આથી ધનરાજ અને મણિબાને પુત્ર અને વહુ વિશેની કોઇ માહિતી જ નહોતી.
નરેશ ઘરના દરવાજે આવી જાય છે. ઘરનું વાતાવરણ અને સગા-સંબંધીઓને જોઇને મણિબાને અણસાર આવી જાય છે કે કંઇક ખોટું થયું છે પણ મનમાં એક આશ હોય છે. આ બાજુ જેવો નરેશ વાનમાંથી ઉતરે છે કે તરત જ મણિબાને ભેટી પડે છે. એ બાદ મણિબાનો અણસાર સાચો પડી જાય છે. એ તરત જ નરેશને બાજુમાં ખસેડી એમ્બ્યુલન્સ બાજુ જાય છે અને જુએ છે તો ........... સામે પોતાના પુત્ર અને પુત્રવધૂના મૃત્યુદેહ સફેદ કપડામાં લપેટીને તે જોવે છે. આજુબાજુ તો રોકકકળ ચાલુ થઇ જાય છે જાણે કે વાતાવરણમાં એક ભયંકર હોહા.....જેમ જેમ લોકોને દબર પડતી ગઇ તેમ પરિસ્થિતિ વધારે ને વધારે વિકટ બનતી ગઇ. કોને અને કેટલા માણસોને સંભાળવા એ નરેશ માટે એક નિરાશાજનક વાત થઇ ગઇ હતી. ધનરાજ અને મણિબા તો પોતાનું નિયંત્રણ જ ખોઇ બેસ્યા હતા ને તેમને તો વિશ્વાસ જ નહોતો આવતો કે તેમની સમક્ષ આ જે કંઇ થયું રહ્યું છે તે સાચું છે કે ખોટું !!!!!!!!!
આગળની વિધિ માટે નરેશ અને બીજા ભાઇઓ બધાને સાંત્વન આપી શાંત પાડે છે. ત્યાં સુધી તો આજુબાજુ ભાઇ-ભાભી જયાં રહેતા ત્યાં અડોશ પડોશને પણ આ વાતની જાણ થઇ જાય છે. તેમની નનામી તૈયારીમાં હતી. વાતાવરણમાં જોરદાર કહેર હતો. તેમની નનામીમાં હજારોની સંખ્યામાં લોકોની હાજરી હતી. કેમ કે, આજે એક સાથે બે નનામી ઉપડી હતી. જે જીરવવાની લોકોમાં તાકાત જ નહોતી. જેમ જેમ નનામી આગળ વધતી હતી તેમ તેમ વધુ ને વધુ માણસ જોડાઇ રહ્યા હતા. તે બાદ તેમની અંતિમક્રિયા કરવામાં આવી.
અંતિમ વિધિ બાદ નરેશને એ આભાસ થયો કે આ હવે કંઇક અજુગતું થવાની શરૂઆત છે.
(નરેશને જે સંકેત મળી રહ્યો હતો તેની ભવિષ્યમાં શું અસર હશે ?)
(વધુ આવતા પ્રકરણે ભાગ-૪૨ માં)
- પાયલ ચાવડા પાલોદરા