manomanthan in Gujarati Motivational Stories by Bindu books and stories PDF | મનોમંથન

The Author
Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

મનોમંથન

ચૈત્ર માસ ની ચૌદસ નો એ દિવસે અગાઉ થી જ નક્કી કર્યા અનુસાર સમસ્ત ધાનાણી પરિવાર નું "કુટુંબ સંમેલન" માતાજીના હવન અને જમણવાર નું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર ધાનાણી પરિવારના સભ્યોને તેમાં જોડાવાનું હતું અને દરેક ઘરના લોકોનો સહયોગ આપો એવી એ યોજના હતી...
નિર્ધારિત દિવસના અગાઉ થી જ બધી જ તૈયારીઓ નાનકડા ગામમાં ચાલી રહી હતી . ધાનાણી પરિવાર ના અન્ય ગામ રહેતા સભ્યો પણ ત્યાં આવવા આતુર હતા ને ગામમાં પણ લોકો આની જોર-શોર થી તૈયારી કરી રહ્યા હતા. સમગ્ર ગામના લોકો તેના માટે ખૂબ જોર શોર થી તૈયારીઓ કરી રહ્યા હતા સમગ્ર ધાનાણી પરિવારના કોઈ પણ સદસ્ય રહી ન જાય તેના માટે ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી હતી અને બધા જ લોકો સાથે મળીને એક ઉત્સવની જેમ તેને ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે એક બાજુ..
આ બાજુ ધાનાણી કુટુંબમાં નો જ એક પરિવાર પોતાની અંગત સમસ્યાઓથી લડતું હતું. જેની ધાનાણી પરિવારના મોટાભાગના સદસ્યોને તો ખબર જ હતી આ વર્ષે વરસાદ ઓછો થયો હતો. ખેતીમાં પણ ખાસ કંઈ થયું ન હતું, તો વળી બંને દિકરા ઓ જુવાન થઈ ગયાં હતા. પણ ક્યાંય સગપણ થતું ન હતું. ઉકાભાઈ - આ પરિવાર ના મોભી ને પણ આ બાબતની ચિંતા હતી પણ તેમના પત્ની રંભા તેમની આ ચિંતા મા ગરકાવ થઈ રહ્યાં હતા, જે ઘરનાં સભ્યોના ધ્યાન માં નહોતું આવતું. રોજ રોજ ચિંતાથી તે અંદરથી ને અંદરથી ઘવાઈ રહી હતી પણ બહારથી કોઈને તેની ગંધ સુધાર ન હતી

રોજ બહાર થી ખૂશ રહેતા રંભા બેન અંદર થી તૂટી રહ્યાં હતા, પણ ક્યારેય કોઈ ને કશુંક કહેવા ટાળતા જ્યારે ઊકા ભાઈ તો ઘરમાં ઓછા ને બહાર જ વધારે રહેતા હતા. બંને દિકરાઓ પણ કશું કામ કરવા યોગ્ય ન સમજતા બસ માત્ર કોઈ ઘરે કોઈ પ્રસંગે - સારો કે નરસો હોય, ત્યાં પહોંચી જતા અને આમ ને આમ દિવસો જતા . તેઓએ ક્યારે તેની માંની મનઃસ્થિતિ ની દરકાર સુધા કરી ન હતી તેઓ તો બસ એમ જ સમજતા કે બહાર બીજા લોકો જે કામ ચિંધે તે કરી દેવાનું
હવે સમગ્ર ધનાણી પરિવાર માટેનું એ અગત્યનો દિવસ આવી ગયો હતો 
તે દિવસે (ચૈત્ર માસના ચૌદસ પર) ધાનાણી કુટુંબના સભ્યો માતાજી ના મંદિરે એક્ઠા થયા હતા . હવન ચાલુ હતો અને મોટે-મોટેથી શ્લોકો ના પાઠ અને આરતીના અવાજ થી મંદિર નું વાતાવરણ પવિત્ર બન્યું હતું. બધાં જ એમાં મગ્ન હતા . 

અચાનક રંભા બેન પોતાના વિચારોમાં ખોવાઇ ગયા અને ધ્રુજારી અનુભવવા માંડી, અને આજુબાજુ બેઠી સ્ત્રીઓ ની ચીસાચીસ સંભળાય રંભા ને માતાજી આવ્યા. ત્યાં આસપાસ ઉભેલી બેનો નો અવાજ રંભાના કાનમાં અથડાયો હોય કે ખબર નહિ અને તે ઉભા થઈ ને ધુણવા લાગે છે, મોટા મોટા અવાજો કરે છે. જાણે એ કોઈ બીજી અવસ્થામાં હોય

પરંતુ ત્યાં ઉભેલા ધાનાણી પરિવાર ના મોટા ભાગના મોભી ઓ આ વાત નો વિરોધ કરે છે. પરંતુ આસપાસની સ્ત્રીઓ તો તેને માતાજીનો અવતાર માની પગે લાગવાનુ કહે છે . 

ત્યાં ધાનાણી કુટુંબના એક પરિવારના મોભી ભીખાબાપા આવી બેનો ને સમજાવે છે કે માઁ તો મંદિર મા હાજશહજુર છે. તમે આવી ખોટી વાત ન કરો, પગે લાગવું હોય તો "માઁ" ને લાગો, આવા ધતિંગ ને નહિ . 

અને અંતે પુજા-પાઠ હવન પૂર્ણ થાય છે. અને બધા જમવા જવા એકત્રિત થાય છે અને રંભા એક ખૂણે એકલી-અટૂલી રડતી જોવા મળે છે. . . . 
જય શ્રી કૃષ્ણ 🙏🏻