🌺વીર માંગળાવાળો🌺
અત્યારે દરેક સોશિયલ મીડિયા પર સતી પદ્માવતી અને વીર માંગડાવાળાનું ગીત દરેક કલાકાર ગાઈ રહ્યા છે.
(હું''સવદાનજી મકવાણા''પોતે આઠમા ધોરણમાં હતો ત્યારે નવાગામ-નાયકા તા.માતર જી.ખેડાથી મારા માસા ફિલ્મ શો માટે "શાન્તિધામ કોરડા"તા.સાંતલપુર જી.પાટણ સંસ્થામાં આવતા ત્યારે આ ફિલ્મ મેં પણ જોયેલું.અને ગામમાં ભવાઈ રમતો ત્યારે આખ્યાનમાં ભાગ પણ લીધેલો.અત્યારે હું અહીં પ્રસ્તુત કરું છું તે કથાનક અલગ અલગ કવિ,લેખક,આખ્યાનકાર કે પરપરાથી ગામડાઓમાં ભજવાતી ભવાઈમાંથી અંશ લીધેલા છે.)
'વીર માંગડાવાળો' કોણ હતો?અહીં સૌરાષ્ટ્રમાં 'ઘાતરવડ' નામનું એક વિશાળ નગર હતું.જ્યાં 'એભલવાળા'અને 'અરશીવાળા' બેઈ રાજપુત ભાઈઓના રાજ હતા.આજે તો એના અવશેષો પણ ડેમમાં ડુબી ગયા છે,બચ્યા છે.માત્ર ગઢના થોડાક કાંગરા અને માંગડાવાળાને નામે ઓળખાતો ઉજ્જડ "કોઠો."આ એભલવાળાનો દીકરો એજ 'વીર માંગડાવાળો'!!
માંગડાવાળા અને સતી પદ્માવતીની પ્રેમકહાની ખુબજ પ્રચલિત છે.'ઝવેરચંદ મેઘાણી'ની કલમે પણ આ અંગે લખાયું છે.
ઘણા વર્ષો પહેલા એક વહિવંચા બારોટ ઉજ્જળ અને વેરાન ગઢના કોઠા નજીક આવી ચડ્યા.સંધ્યાનો સમય થયો હતો અને બારોટને ઘોડાનો 'ચાડીપો' એટલે થાક પણ ખુબ લાગેલો અહીં આવતા એને એક અંતરીયાળ દરબારગઢ નજરે ચડ્યો.એની ડેલીમા મશાલોના ગજરબોળ છુટે છે.બારોટને થયું "માળુ કોક ગરાસીયાના ખોરડા છે,જો રાતવાસો મળી જાય તો થાક ઉતારી લઉં".બારોટનો ઘોડો ડેલીમાં દાખલ થયો એને આવતા જોઈને એક સફેદ વસ્ત્રધારી પુરુષે આવીને બારોટને આવકાર્યા.ઢોલીયો ઢાળ્યો.થોડીવાર થઈ ત્યા એક પાંચાળની પદમણી જેવી ભેંસ ડેલીમા દાખલ થઈ.એને દોહવા માટે એક અતિ સ્વરૂપવાન બાઈ આવી.છલકતું દૂધ બોઘરુ(બોઘેણું)ભરીને બાઈ ઓરડામાં ગઈ.બાજોઠ ઢાળ્યા.દરબાર અને બારોટ સાથે વાળુ કર્યાં પછી સુતા.બારોટે ઓળખાણ માંગી એટલે દરબારે કહ્યું:"બારોટજી વખાના માર્યા અહીં રહીએ છીએ.ઓળખાણ આપવામા માલ નથી.કોઈ આંહ્યા આવતું નથી.કારણ અહીં માંગડાવાળાનું ભુત થાય છે.એવી અફવા છે,એટલે અમે નિરાંતે રહીએ છીએ."
થોડી આડીઅવળી વાતો કરીને બારોટજી પોઢી ગયા.સવા પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી બારોટની નીંદર ન ઉડી.પણ,જ્યાં ઉઠીને જોયું તો,ન મલે દરબાર ગઢ કે ન મળે દરબાર કે ન મળે અતિ સ્વરૂપવાન સ્ત્રી.!!!!અને પોતાનું ઘોડું એક બોરડીના ઝ।ળા પાસે ઉભું ઉભું હણહણે છે.બારોટ તો એકદમ સફાળા જાગીને અવાચક બની ગયા.એને અરેરેરે....આ શું....!!!!રાત ની રચના ક્યા ગઈ....!!!હું સપનું તો નથી જોતો ને...?
જાતે કાંડુ કરડ્યું....ના,'સપનું નથી જાગૃત છું.'અને બારોટ ભાગ્યા.સામે ગામ આવ્યા અને,ગામ લોકોને ધ્રુજતા ધ્રુજતા રાતની બનેલી હકીકત કહી.ત્યારે એક વૃધ્ધ અને અનુભવી પુરુષ કહે છે કે."બારોટજી! તમે રાત રોકાયા ને એજ ધાતરવડનો જુનો ટીંબો,તમે ભાગ્યશાળી કે તમને "વીરપુરુષ માંગડાવાળા અને સતી પદ્માવતીનાં દર્શન થયાં "બાકી તો એ અવાવરુ નિર્જન જગ્યામા જતાં દિવસેય લોકો ડરે છે.તમે અજાણ્યા એટલે જઈ ચડ્યા."
બારોટે કહ્યું "પણ મારા જીવાદોરી સમાન યજમાનના ચોપડા મે રાતે દરબારને સાચવવા આપેલા અને એ ચોપડા એ દરબારે ઠકરાણાને આપેલો.એ ચોપડા નું હવે શું કરવું..?"ત્યારે અનુભવી કહે છે."બારોટજી કાળી ચૌદશને દિવસે માંગડાવાળા આ ટીંબે રાત રહે છે.જો તમારી છાતી કબુલતી હોય તો.આવતી કાળી ચૌદશે તમે ત્યાં જજો.વીરપુરુષ માંગડાવાળા તમારા ચોપડા જરૂર પાછા આપશે."બારોટ વળી કાળી ચૌદશે સાંજે આ ટિંબે ગયા.કહેવાય છે, કે માંગડાવાળાએ ખુબ પ્રેમથી બારોટને આવકાર્યા અને કહ્યું "બારોટજી હું તમારી વાટ જ જોતો હતો"
બારોટે કહ્યું "ભલે બાપ..માંગડા!!એભલવાળાના કુંવર તારી તો સાત ભવ સુધી નામના રહેશે."આમ કહી બારોટે માંગડાવાળાના એકસોને એક દુહા કહ્યા.
માંગડાવાળા અને સતી પદ્માવતી એ પ્રેમથી દુહા સાંભળ્યા.અને પછી કહ્યું "બારોટજી આ તમારી જીવાદોરી સમા ચોપડા સ્વિકારો પણ હવે આ ચોપડાનો થેલો ઓશિકે રાખીને પોઢજો બારોટજી.!!"
સવારે બારોટે જોયું તો એ થેલામાના ચોપડાની સાથો સાથ ખીચોખીચ સોના મહોર પણ ભરી હતી.
('સ્વ.શ્રીકાનજીભાઈ ભુટા બારોટ' કથીત વાર્તા માથી સારાંશ..)
વીર માંગડાવાળા વિશે બે ત્રણ અલગ અલગ કથાઓ છે,પણ મૂળ વાત એક જ છે કે ક્ષત્રિય યુવક અને વણિક યુવતી એકબીજાના પ્રેમમાં પડે છે.જે બાદમાં લડાઈમાં યુવકનું મૃત્યુ થતાં તે યુવક પ્રેત યોનિમાં (ભૂત) રહીને યુવતિ સાથે લગ્ન કરે છે.અને તેમના પ્રેમને અમરત્વ આપે છે.હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલા ઘુમલી પર ભાણ જેઠવા રાજપૂતોનું રાજ હતું.ગીરના "ધાતરવડ" ગામનો વીર માંગડાવાળો જેઠવાનો ભાણેજ થતો હતો અને તેનો માનીતો હતો.ત્યાં ફૂલોનો બગીચો હતો.તેની દેખરેખ માંગડાવાળો રાખતો હતો(આ માહિતી ગુજરાતી ટાઈમ મેગેઝીન પરથી મેળવેલી છે)વીર માંગડાવાળાનો ભૂતવડઃ ભાણવડ:સૌરાષ્ટ્રની ધરામાં ઐતિહાસિક વાર્તાઓ ઢબૂરાઈને પડી છે,જેને સાંભળીએ તો આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય!સાહસિકતા કોને કહેવાય!!! પ્રેમ કોને કહેવાય!!!ભૂત થઈને પણ પ્રેમની તૃપ્તિ પૂર્ણ કરે છે,તેનો અમર ઇતિહાસ કાઠિયાવાડ–સૌરાષ્ટ્રના ચોપડે અમર છે!સવાલ બહુ અઘરો છે.આ વીર માંગડાવાળો એ કોણ છે?એની મને ખબર નથી પણ એને લગતી વાતો એ આપણે ગુજરાતી લોકસાહિત્યની કથાઓમાં બહુ પ્રખ્યાત છે.આ વીર માંગડાવાળો આજથી પાંચસો વર્ષ પહેલા ગાયના ધણને બચાવવા જતાં શહીદ થઈ ગયો હતા અને આ શહીદીને કારણે એના નામની આગળ "વીર"નું ઉપનામ એમ લખાતું.આખી વાત તો એવી છે કે આ રાજપુત જાતિનો યુવાન જેનું નામ "માંગળા વાળા"હતું એને વણિક જાતિની પદ્માવતી નામની છોકરી જોડે પ્રેમ થઇ ગયો.આ વાત સૌરાષ્ટ્રમાં એટલે કે કાઠિયાવાડમાં ભાણવડ ગામ છે,એની આજુબાજુમાં થઈ હતી અને જે માંગડાવાળો હતો એને જેની સાથે પ્રેમ થયો હતો એ પાટણના(સોમનાથ કે ઉતર ગુજરાત પાટણ તે સ્પષ્ટ સાહિત્યકારે બતાવ્યું નથી.)વાણીયાની છોકરી હતી તેનું નામ "પદ્માવતી" હતું.આ પ્રેમ કથા એટલી બધી રોચક હતી અને છે.સંદર્ભે (વાર્તાકાર - ઝવેરચંદ મેઘાણી.)
જયારે પણ અનહદ પ્રેમની વાત આવે ત્યારે આપણે લૈલા મજનું,રોમિયો જુલિયટ જેવાને યાદ કરીએ છીએ,પરંતુ આપણે આપણા દેશની પ્રેમ ગાથાઓ ભૂલી જઈએ છીએ,એવી જ એક પ્રેમ કહાની છે,સૌરાષ્ટ્રની ધરાની,જે ઈતિહાસ બનીને જીવંત છે.વીર માંગડાવાળો જાતે રાજપૂત જે મામાના ઘરે મોટો થયેલ અને એક વણિક કન્યા પદમાવતિ ના પ્રેમમાં પડેલો,સાથે પદમાવતિ પણ એટલોજ પ્રેમ કરતી,બંનેએ લગ્ન કરવાના વચને બંધાણાં હતાં."વીર માંગડાવાળો"-"ભૂત રૂવે ભેંકાર." ઝવેરચંદ મેઘાણી ક્રુત માં બતાવ્યા મુજબ પછી પણ આપેલું વચન પૂરું કર્યું હતું.
લોકકથાકાર શ્રી કાનજી ભુટા બારોટ એ કહેલી વાર્તા અહીંથી મળશે:હેમુ ગઢવીની સંગીત નાટિકા પણ બતાવ્યું છે.:૧૯૭૭માં આવેલી ઉપેન્દ્રત્રિવેદી અને સ્નેહલતા અભિનીત ગૂજરાતી ફિલ્મ વીર"માંગડાવાળો" જોવા જેવી શૌર્ય અને પ્રેમ તરબોળ મનમોહીત કરે તેવી કથા છે.વીર માંગડાવાળો જયારે પોતાની પ્રેમિકાને મૂકીને ગાયોને બચાવા ગયા અને મૃત્યુ પામ્યા ત્યારે એમના મનમાં એક ઈચ્છા રહી ગઈ અને ભૂત થઈ પીપળે વાસ કર્યો એની આત્મા ભટકતી રહી પણ જયારે એને લગ્ન કરી લીધા ત્યારે જે કારણથીએ ભૂત બન્યા હતા તે પણ નાશ પામ્યું અને એના આત્માને મુક્તિ મળી ગઈ અને પદમાંએ પણ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા એવુ કહેવાય છે.માંગડાવાળો તો ભૂત થઈને લગ્ન કરીને વડલામાં સમાઈ ગયો પણ એના પછી પદ્માનું શું થયું? એ કોઈને ખયાલ હોય તો જણાવશો.જે જગ્યા પર આ ઘટના બની તે જગ્યાએ હયાત વડ પણ છે અને તેની યાદની ખાંભી તેમજ સતી પદ્માવતીનું સ્થાનક પણ છે.
ખાસ નોંધ...ઘણા અવતરણો ગુગલ અને ઝવેરચંદ મેઘાણીની વાર્તામાંથી લીધાં છે.અહીં ઘણા બધા લેખકોના લેખો પરથી આ નિબંધ તૈયાર કર્યો છે.ક્યાંક ખૂબી ખામીઓ હશે એ માનું છું.લખવાનો હેતુ એજ કે દરેક ઠેકાણે પદ્માવતી અને માંગડાવાળાનાં ગીતો લોકો વિચિત્ર રીતે વર્તમાનમાં વિડિઓ બનાવી રજૂ કરે છે.માટે આ દૈવી પુરુષને અને સતી પદ્માવતીને ખોટી રીતે ના વગોવો તે છે.
- વાત્સલ્ય