majburi in Gujarati Short Stories by Bindu books and stories PDF | મજબુરી

The Author
Featured Books
Categories
Share

મજબુરી

આજે સવારની ચા ઠંડી જ થઈ ગઈ. . . 

ઘણા સમયથી કામવાળી ની શોધમાં હતા
અને આજે સરલાબેન ઘરે આવ્યા. એણે મને કામવાળી મનીષા વિષે વાત કરી. . . 
સરલાબેન : ઉષાબેન! જય શ્રી કૃષ્ણ! કેમ છો ? 
હું : અરે સરલાબેન, આવો-આવો, જય શ્રી કૃષ્ણ! કેમ છો? શું ચાલે છે ? ઘણા દિવસો બાદ દેખાયા . શું તમે મારા માટે ક્યાંય કામવાળી ની તપાસ કરી છે?
સરલાબેન : હા, તમારે કામવાળી રાખવી છે, એવી પાડોશમાં વાત ચાલતી હતી , માટે હું આ મનીશા ને લઈ આવી છું . તમે એકવાર તેને મળી લો. એ મનીષા , અંદર આવતો. મને ખ્યાલ જ હતો કે તમારે કામવાળી ની જરૂર છે માટે હું તમારા માટે આજે તમારા ઘરની સારી રીતે સંભાળ કરી શકે એવી એ કામવાળી તપાસ કરીને એને સાથે લઈને જ આવી છું જો એ બાર ઉભી છે બોલાવું હમણાં એને 
અને આ વાત સાંભળતા જ મનીષા અંદર આવે છે...
મનીષા : નમસ્તે બેન! હું કપડા , વાસણ, કચરા, પોતા-દરેક કામ કરૂ છું . તમને મારા કામથી કોઈ ફરિયાદ નહીં હોય હું કામની સરસ ચોખ્ખું અને સારું કરું છું તમે ક્યો સવારે તો સવારે , તમે ક્યો બપોરે તો બપોરે . અને હા, બીજું ઈ કે બીજી કામવાળીયુ કરતા હું 50-100 ઓછા લઈશ હો! અને અેકવાર મને કામે રાખશો ને બેન તો પછી ના નઈ પાડો, તમે ક્યો તો બે દિવસ તમારૂ ઘર નું કામ કરી જાઉં . પછી હું તમને ગમશે તો આવીશ નહિતર તમે ક્યો એમ બેન. બેન મારે કામની ખૂબ જરૂર છે તમે મને કામ મેં બે દિવસ માટે રાખી લો પછી જુઓ મારું કામ
હું : અરે બેટા ! ધીમે - ધીમે , પેલા શ્વાસ તો લઈ લે! હું તારા માટે પાણી લાવું છું . (અને તેઓ ઉભા થાય છે)
મનીષા : ના બેન! કામની વાત કરોને પાણીની વાત પછી .
ત્યાં વળી સરલાબેન બોલ્યા : ઉષાબેન સાંભળો જોયે છોકરી કામની છે . અત્યારે વચ્ચે કોઈ કામવાળી તમને હા પણ નહિ પાડે અને આ તો તમારા મુન્નાનું પણ ધ્યાન રાખશે . હાથ માં આવ્યો મોકો જવા ન દેખાય પછી તમારી મરજી. હું તો જાઉં છું . હવે તમે જ મનીષા રે નથી કરીને એને કહી દેજો બરાબર
હું : સરલાબેન, બેસો. ચા પાણી પીને જજો. અને તમારો આભાર બેનને લઈ આવ્યા ને બધી વાત કરી. હું મનીષા હારે વાત કરીને જવાબ આપીશ. 
(સરલાબેન જાય છે.)
હું : આવ મનીષા , બેસ બેટા . હવે બોલ. અહીંયા સોફા પર આવી જા બેટા
મનીષા : ( નીચે જ બેસી જાય છે. ) બેન, અમારી જગ્યા અહીં જ છે. 
હું : તો મનીષા , તું કેટલા સમયથી આ કામ કરે છે. અને તારી ઉંમર બેટા શું છે ? ( મને એ દેખાવ થી ઘણી નાની લાગી માટે મેં અેને પુછ્યું . )
મનીષા : અરે માસી, હું તો હજી ભણતી હતી . સાતમા ધોરણ માં છું પણ આં તો મારા બાની તબિયત બગડી ને વળી ઘણા વર્ષો થી મારા બાપુ કંઈ કમાતા - ધમાતા નથી , અને અમે ચાર બેનુ ને અેક નાનકડો ભાઈ આ તમારા મુન્ના જેવડો જ હશે . તો મારી બા ને મદદરૂપ થવા માંગું છું. હું મોટી છું તો મારે મારા બા નો ટેકો થવું પડે ને બેન તમે કહેશો તો તમારા મુન્ના નું ધ્યાન રાખીશું
અને હું વિચાર માં ડુબી ગઈ કે મજબૂરી . . . 
જય શ્રી કૃષ્ણ 🙏🏻