By the sea in Gujarati Love Stories by Jaypandya Pandyajay books and stories PDF | દરિયા કિનારે

Featured Books
Categories
Share

દરિયા કિનારે

 સારિકા  હોલમાં સોફા પર બેસીને ઓફિસનો હિસાબ ચેક કરતી હોય છે. તેની સામેની તરફ ટેબલ પર લેપટોપ અને થોડી ફાઈલનો થપ્પો પડ્યો છે. અને થોડીવાર પછી તે ફોનમાં કોઈ સાથે વાત કરી રહી હોય છે. આ તરફ સારિકા વીલામાં એક વેગેનાર એન્ટ્રી લે છે. અને તેમાંથી એક સોહામણો પચીસેક વર્ષનો  યુવાન ઉતરે છે. અને આગળ ચાલવા લાગે છે. અને આ તરફ સારિકા પોતાનું કામ કરી રહી હોય છે.અહાન અંદરની તરફ આવે છે. તે અચાનક ગાર્ડનમાં ઉગેલા ગુલાબ સામે જુએ છે. અને તે તરફ જાય છે. થોડીવાર તે ગુલાબને જોયા પછી ગુલાબ તોડી ઘરની અંદર હસતો હસતો આવે છે. તે સારિકાને જુએ છે તો સારિકા સોફા પર બેઠી હોય છે. અને અહાન સારિકા તરફ આગળ વધે છે. અને તે સારિકાની સામે આવી અને ઉભો રહી જાય છે. થોડીવાર સારિકાનું ધ્યાન હોતું નથી. તો અહાન થોડો હળવાશ ભર્યો ખોખારો ખાય છે. અને સારિકા તેની સામે જુએ છે. આવી ગયા તમે. પછી સારિકા તેને ગળે વળગી પડે છે. 

અહાન - હા મેડમ હું તો આવી ગયો પણ તમારી પાસે અમારી સામે જોવા માટે ટાઈમ ક્યાં છે?  તમે તો એટલા બીઝી પર્સન છો એટલે જ હું અહીંયા આવીને ઉભો હતો તેનો  આપને ખ્યાલ જ નથી.  એમ કહી તે સારિકાના માથામાં ગુલાબનું ફૂલ પહેરાવી દે છે. ઓકે કંઈ વાંધો નહિ. તમે તમારું કામ  કરો હું ફ્રેશ થઈને આપણા બંને માટે ચા બનાવું છું.

 સારિકા - ઠીક છે. થૅન્ક્સ. અને હા ગુલાબ માટે પણ થૅન્ક્યુ વેરી મચ. 

અહાન - ઇટ્સ ઓકે પછી તે ફ્રેશ થઈને કિચનમાં  ચા બનાવવા માટે જાય છે. થોડીવાર પછી અહાન ચા બનાવી અને બહાર આવે છે. અને ટ્રે  ડાઇનિંગ ટેબલ પર રાખે છે. સારિકા ચાલ આવીજા ચા રેડી છે. 

સારિકા - બસ પાંચ મિનિટ આવુ છું. 

અહાન - ઓકે નો પ્રોબ્લેમ. તે થોડીવાર સારિકાની  રાહ જુએ છે. થોડીવાર પછી સારિકા ચા ઠંડી થઈ જશે ચાલને પ્લીઝ. 

સારિકા - હા હા હું આવુ જ છું બસ ખાલી પાંચ મિનિટ. 

અહાન - સારિકા પાસે જાય છે. અને તેની સામે જઈને નીચે સારિકાની બાજુમાં બેસી જાય છે.

 સારિકા - થોડીવાર પછી અહાનની સામે જુએ છે. તમે કેમ અહીં નીચે આમ બેઠા છો?  

અહાન - તું તારું કામ શાંતિથી પૂરું કરી લે હું અહીં જ બેઠો છું.

સારિકા - ના ના સોરી સોરી બસ પણ ચાલો ચા પીવા. 

અહાન - નહીં નહીં તું તારું કામ પૂરું કર આ બધું તો ચાલ્યા કરશે પણ કામ વ્યવસ્થિત રીતે થવું જોઈએ. 

સારિકા -  નહીં પ્લીઝ મેં સોરી કહ્યુંને. 

અહાન - નહિ નહિ તું કામ કર કેમ કે તારા માટે કામ જરૂરી છે. મારું તો શુ છે?  હું તો સાવ નવરો માણસ છું. મારે થોડું કામકાજ છે. કામ તો તું કરે છે. 

સારિકા - પ્લીઝ ચાલોને હવે. 

અહાન- ઉભો થાય છે. ચાલ અને હવે કામ સિવાયની વાત કરવી હોય તો જ આવજે બાકી તું તારું કામ કર હું રાહ જોઉં છું તારી. 

સારિકા - ના ના ચાલો. 

અહાન - ઠીક છે તો ચાલ.

પછી બંને ડાઇનિંગ ટેબલ પર આવી અને બેસે છે.

 અહાન - જોયું આ ચા ઠંડી થઈ ગઈ  હવે તું બેસ  હું બીજી ચા બનાવીને આવુ છું. 

સારિકા - સોરી. 

અહાન- ઓકે ફાઈન હવે. હું આવુ છું ચા બનાવીને. 

સારિકા - ઓકે. ઠીક છે. પછી અહાન ચા બનાવવા માટે ફરીથી કિચનમાં જાય છે અને સારિકા ડાઇનિંગ ટેબલ પર તેની રાહ જુએ છે.

અહાન- ચા બનાવી અને આવે છે. પછી સારિકા અને અહાન  બંને ચા પીવે છે.

સારિકા - હં તમારા હાથની ચા પી ને  મજા આવી ગઈ. 

અહાન- બસ બસ રહેવા દે ને હવે મને ખબર છે કે તું મસ્કા લગાવે છે. 

સારિકા - સાચું કહું છું.  

અહાન -  ઠીક છે હવે. સારિકા આ બધી મજાકની વાત છોડીને મારી વાત સાંભળ. 

સારિકા - હા બોલો. અહાન - કાલે સન્ડે છે. તો આપણે ફરવા જવું છે?  તું કહે ત્યાં જઈએ. સારિકા - તમને તો ખબર છે કે મને નેચર પ્લેસ પસંદ છે. તો દરિયા કિનારાની કોઈ જગ્યા હોય તો ત્યાં  ફરવા જવું છે.

અહાન - ઠીક છે. પાકું કાલે દરિયો જોવા જશુ બસ.  

સારિકા - થૅન્ક્યુ થૅન્ક્યુ વેરી મચ. અહાન - મોસ્ટ વેલકમ. પછી સારિકા અને અહાન રાત્રે જમી અને સુઈ જાય છે. અને સવારે વહેલા ઉઠી જાય છે. 

અહાન - આજે ઝડપથી બધું કામ પૂરું કરી દેજે. એટલે સાંજે નીકળવામાં મોડું ન થાય. 

સારિકા - ઠીક છે. પછી સારિકા બધું જ કામ પૂરું કરી દે છે. અને બંને જ્ણ તૈયાર થઈ જાય છે. 

અહાન - તૈયાર થઈ ગઈ સારિકા?  

સારિકા - હા બસ આવુ જ છું. 

અહાન- આ લેડીઝ પણ જયારે હોય ત્યારે તૈયાર થવામાં એટલી વાર લગાડે છે જાણે પ્રસંગમાં જવાનુ હોય. એટલું પણ શુ તૈયાર થવું?  

સારિકા - થોડીવાર પછી તૈયાર થઈને બહાર આવે છે. શુ કહેતા હતા તમે?    

અહાન - કંઈ જ તો નહિ?  

સારિકા - લેડીઝ પ્રસંગમાં જવાનુ હોય તેમ તૈયાર થાય છે એવુ છે?

અહાન - ના ના એ તો હું મજાક કરતો હતો.

સારિકા - મારું તૈયાર થવું એ તમારા માટે મજાકની બાબત છે. એટલે તમે મારી મજાક કરો છો એમને?

 અહાન - અરે તું ક્યાંની વાત ક્યાં પહોંચાડે છે.  સોરી બસ. 

સારિકા - ઠીક છે. પછી બંને દરિયા કિનારે ફરવા જાય છે. ત્યાં બાજુમાં એક મંદિર અને ગાર્ડન હોય છે. અહાન અને સારિકા મંદિરે દર્શન કરવા જાય છે. પછી દરિયા કિનારે આવે છે.

અહાન - પોતાના ખિસ્સામાંથી ડેરીમિલ્ક ચોકલેટ કાઢે છે. અને સારિકાને આપે છે. 

સારિકા - અરે થૅન્ક્યુ થૅન્ક્યુ વેરી મચ. પછી તે અહાનને પણ ડેરીમિલ્ક ખવડાવે છે. અને બંને ખુબ ખુશ થાય છે. અને દરિયા કિનારે આહલાદક પવન અને પ્રાકૃતિક સૌંદર્યમાં આનંદ કરે છે. 

અહાન - બસ તારા દરિયા કિનારે ફરવાની વિશ પુરી કરી આપીને મેં. 

સારિકા - થૅન્ક્યુ થૅન્ક્યુ સોં મચ. ડીયર. અહાન - ઇટ્સ ઓકે ડીયર. આમ અહાન અને સારિકાની દરિયાઈ રળીયામણી સફર પુરી થાય છે. અને સાંજ ઢળતા બંને ઘરે આવે છે.                                                

       લેખન - જય પંડ્યા