Love you yar bhag-75 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 75

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

લવ યુ યાર - ભાગ 75

મિતાંશ ખૂબજ ડરેલો અને ગભરાયેલો હતો તે સાંવરીને ચોંટી પડ્યો અને પોતે હેમખેમ ઘરે પાછો આવ્યો છે તેનો જાણે મનોમન ઈશ્વરનો આભાર માનવા લાગ્યો.... બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા અને એકમેકને આ બધું પોતાની સાથે શું થઈ રહ્યું છે તે પ્રશ્ન પૂછી રહ્યા...‌બંનેના મનમાં એકસાથે ઘણાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા કે, એવું કોણ છે જેણે મિતાંશને કીડનેપ કર્યો હશે? મિતાંશ સાથે કે નાણાવટી પરિવાર સાથે તેને શું દુશ્મની હશે? મિતાંશને કીડનેપ કરીને તેણે કેમ ધમકી આપી હશે? શું આપણે તેને શોધી શકીશું અને સજા અપાવી શકીશું?સાંવરીની આંખોમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી તે મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, "હે ભગવાન, આ બધું શું થવા બેઠું છે અમારી સાથે? મારી તો કંઈજ સમજમાં આવતું નથી અમારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કર પ્રભુ અને અમને આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો બતાવ પ્રભુ.."મિતાંશના હોઠ તો જાણે સિવાઈ ગયા હતા તે બિલકુલ સૂનમૂન હતો. સાંવરી તેને પૂછી રહી હતી કે, "કોણ તને ઉપાડી ગયું હતું અને ક્યાં લઈ ગયું હતું." પરંતુ મિતાંશને પોતાને જ એ વાતની ખબર નહોતી કે કોણ હતું જે તેને ઉપાડી ગયું હતું તો તે ક્યાંથી જવાબ આપી શકવાનો છે?થોડીવાર પછી મિતાંશની ચૂપકીદી ખુલી અને તેના મુખમાંથી જે શબ્દો બહાર આવ્યા સાંવરી તેને ધ્યાનથી સાંભળવા લાગી મિતાંશ બોલી રહ્યો હતો કે, "હું એરપોર્ટ ઉપર બહાર આવ્યો કે તરતજ મારી લગોલગ એક કાર આવીને ઉભી રહી અને મારો હાથ ખેંચીને મને તેણે કારમાં ખેંચી લીધો હું બૂમ પાડવા જઉં તે પહેલા તો મારું મોં દબાવી દેવામાં આવ્યું અને મારી આંખો ઉપર પટ્ટી બાંધી દેવામાં આવી તેમજ મારા બંને હાથ પણ પાછળ બાંધી દેવામાં આવ્યા અને મને ધમકી આપવામાં આવી કે, શેની ઈન્કવાયરી કરે છે તું? ફેક ઓર્ડર કોણે આપ્યો તેની..? તો સાંભળી લે, આ બધી ઈન્કવાયરી કરવાની છોડી દેજે નહીંતર એરપોર્ટ ઉપર ઉભો હતો અને તને ઉઠાવી લીધો ને તેમ તું રોડ ઉપર ઉભો હોઈશ અને તને ઠાર મારી દઈશ અને તારા બાપને પણ ઠાર મરાવી દઈશ એટલું સમજી લેજે.""અરે બાપ રે, આવું થયું... શું વાત કરે છે? ખતરનાક માણસ કહેવાય!! પણ તો પછી તું અહીં ઘરે કઈરીતે પહોંચ્યો." સાંવરી ચોંકી ઉઠી અને ચિંતા કરતાં બોલી."અહીંથી ખાસ્સે દૂર કોઈ નિર્જન રસ્તા ઉપર તે લોકો મને લઈ ગયા હતા અને ત્યાં નિર્જન રસ્તા ઉપર જ છોડીને ચાલ્યા ગયા.""તો પછી તું ઘરે કઈરીતે આવ્યો? અને તને કંયાય માર્યું તો નથી ને? અને તારી પાસેથી કંઈ ચોરી તો નથી કરી લીધી ને?" સાંવરી એકજ શ્વાસે મિતાંશને બધું પૂછી રહી હતી."પહેલા મારી વાત તો સાંભળ, એ લોકો મને ત્યાં નિર્જન રસ્તા ઉપર જ છોડીને ચાલ્યા ગયા અને પછી થોડીવાર તો હું ત્યાં જ ઉભો રહ્યો અને આજુબાજુ જોવા લાગ્યો કે કોઈ દેખાય છે પણ ત્યાં તો ચકલુંય ફરકતું નહોતું એટલે હું ચાલતો ચાલતો થોડો આગળ આવ્યો મનમાં તો સખત ડર હતો કે, ફરીથી જાણે એ ગાડી હમણાં પાછી આવશે અને મને લઈ જશે પણ હિંમત રાખીને થોડો આગળ આવ્યો ત્યાં એક ટેક્સી આવતી દેખાઈ એટલે મનને જાણે રાહત લાગી મેં ટેક્સી રોકી અને હું તેમાં બેસી ગયો અને ઘરે પહોંચી ગયો હજી મારો ફફડાટ જાણે દૂર થતો નથી. એ લોકોએ મને માર્યો પણ નથી અને મારી પાસેથી કશું પડાવી પણ નથી લીધું બસ ફક્ત મને મારી નાંખવાની ધમકી આપી છે."સાંવરી પણ આ વાત સાંભળીને જાણે ડરી ગઈ હતી તે મિતાંશને કહેવા લાગી કે, "આપણે હવે કેસ નથી કરવો અને મારે તો શોધવું પણ નથી કે, તે કોણ છે જેણે આપણી સાથે આ ફ્રોડ કર્યું છે બસ આપણે હવે એકજ પ્રયત્ન કરવાનો છે કે, આ માલ બધો જે તૈયાર કરાવ્યો છે તે કઈરીતે વેચી કાઢવો અને આ પૈસાના નુકસાનમાંથી કઈરીતે નીકળી જવું.""મોમનો ફોન આવ્યો હતો?" મિતાંશે સાંવરીને પૂછ્યું."હા, મોમનો ફોન આવ્યો હતો પરંતુ મારે ખોટું બોલવું પડ્યું કે, તમે ઘરે આવી ગયા છો અને વોશરૂમમાં ગયા છો કારણ કે જો હું તેમને સાચું કહું તો તે ચિંતા કરે અને ડેડીને ખબર પડે તો પાછી તેમની તબિયત ઉપર તેની અસર થાય." મિતાંશના અવાજમાં જાણે હજુ ધ્રુજારી હતી, "ના ના તે મોમને ના જણાવ્યું તે ખૂબ સારું કર્યું છે પણ હવે લાવ મોમને ફોન કરી દઉં અને આ વાત આપણે મોમ ડેડને જણાવવી તો પડશે નહીં તો ડેડ પાછા આપણને જેણે ઓર્ડર આપ્યો હતો તે નંબર ઉપર ફોન કરશે અને પાછું કંઈક અજુગતું થશે તેના કરતાં તો મોમ અને ડેડને આ વાત આપણે જણાવી દઈએ તે જ સારું રહેશે." મિતાંશે સાંવરીને કહ્યું અને પોતાની મોમને ફોન લગાવ્યો અને આજે પોતાની સાથે જે કંઈ પણ બન્યું તે બધુંજ તેણે પોતાના મોમ અને ડેડને જણાવી દીધું.કમલેશભાઈ મિતાંશને પૂછી રહ્યા હતા કે, "તેઓ કેટલા માણસો હતા અને તેમનો અવાજ તું ઓળખી શકે ખરો?"મિતાંશે પણ કોન્ફીડન્સ સાથે કહ્યું કે, "ડેડ તે લોકો ત્રણ જણાં હતા અને તેમનો અવાજ મને ઉંઘમાંથી ઉઠાડીને ઓળખવાનું કહો તો પણ હું ઓળખી કાઢું અરે ડેડી, એ અવાજ તો મારા હ્રદયની આરપાર ઊતરી ગયો છે....પણ આપણે હમણાં આ વાતને ભૂલી જ જવી છે અત્યારે આ માલ જે તૈયાર થઈ ગયો છે તે વેચવામાં પડી જવું છે અને ત્યાં સુધી તમે બરાબર સાજા થઈ જાવ અને જરા મનમાં શાંતિથી વિચારજો કે તમારી ક્યારેય કોઇની સાથે કંઈ દુશ્મની કે કંઈ બોલચાલ થઈ હોય એવું કંઈ થયું હતું ખરું? આ વ્યક્તિ જેણે આપણી સાથે આવું કર્યું તેની આપણી સાથે નક્કી કોઈ દુશ્મની હોવી જોઈએ ડેડી."કમલેશભાઈ શાંતિથી મિતાંશની આ વાત સાંભળી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે, કદી કોઈની સાથે દુશ્મની તો થઈ નથી તો પછી આ કોણ હશે જેણે આમ કર્યું અને "શાંતિથી સાચવીને રહેજો બેટા" એમ કહીને તેમણે ફોન મૂક્યો પરંતુ તેમનું મગજ વિચારે ચડી ગયું કે, કોણ હશે આવું ખતરનાક માણસ જેણે અમારી સાથે આવું કર્યું....!! એ રાત્રે તેમને જરાપણ ઊંઘ આવી નહિ તે આખી રાત તે પડખાં ફેરવતાં રહ્યા અને વિચારતા રહ્યા કે કોણ છે આ માણસ જેણે મારા મિતાંશને કીડનેપ કર્યો અને અમને બંનેને મારી નાખવાની ધમકી પણ આપી...?એ રાત્રે મિતાંશને પણ ઊંઘ આવી નહીં અને આખી રાત તે પણ વિચારતો રહ્યો કે, અમારી સાથે જ કેમ આવું થાય છે..?? અને છેવટે તે પોતાના કર્મોને દોષ દેતો રહ્યો. વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ   22/1/25