વિવાનની વેદના
વિવાન પાઠક એક એવુ નામ કે જેની ફિલ્મ રિલીઝ થઈ હોય તો બોક્સઓફિસ પર સૌથી વધુ કમાણી કરે જેના નામનો ડંકો આખા બૉલીવુડમાં વાગે. અને તેનું જીવન પણ એવુ લગઝરીયસ અને હાઈફાઈ ફેસેલીટીવાળું જેનો મુંબઈના જુહુ બીચ પર મોટો બંગલો ફરારી, બુગાટી જેવી ફોરવીલ જેના દરવાજો ઉભી હોય. સારી સારી હિરોઈન તેની સાથે કામ કરવા ઉત્સુક હોય. તે ખુબ ફેમસ હતો. એક દિવસ તે પોતાની ફિલ્મ ' તૂટે રિશ્તે' ના શૂટિંગ માટે અમદાવાદ જાય છે. ત્યાં પ્રોડ્યુસર તેને જણાવે છે કે આ ફિલ્મ માટે તૃપ્તિ રૈયાણી કે જે ખુબ ફેમસ એકટ્રેસ હતી. તેની સાથે આ ફિલ્મમાં કામ કરવાનું છે. વિવાન પણ આ ફિલ્મ માટે એકસાઈટેડ હતો. અને તૃપ્તિ પણ ખુશ હતી. કેમ કે બંને તે સમયના ફેમસ એક્ટર એકટ્રેસ બંનેને રોજ મળવાનું થતું. શૂટિંગ પૂરું થાય પછી બંને વાતચીત કરતા અને બન્નેની ફ્રેન્ડશીપ થઈ ચુકી હતી. અને બંને આ ફિલ્મમાં સારા રોલ પ્લે કરે છે. અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ સારી કમાણી કરે છે. બન્ને વચ્ચે સારા રિલેશનશિપ થવા માંડે છે. ધીમેધીમે આ જોડી એકથી એક હિટ ફિલ્મ કરે છે. અને ખુબ ફેમસ થવા લાગે છે. લોકો આ જોડીને ખુબ પસંદ કરે છે. પછી બંને વારંવાર મળ્યા કરે છે.એક દિવસ તેઓ પોતાની ગોવા ટ્રીપના ફોટોસ સોશીયલ મીડિયા પર શેર કરે છે. અને તેમાં વિવાન જણાવે છે કે 'ગોવા ટ્રીપ વિથ માય લવ' અને બધા સમજી જાય છે થોડા ટાઈમમાં આ બંને મેરેજ કરશે. અને તે સમય જાણે વિવાન અને તૃપ્તિ માટે ગોલ્ડન પિરિયડ જેવો હતો. જેમા સક્સેસ તેમની પાસે દોડીદોડીને આવતી હતી. અને બંને ખુબ જ પૈસા અને નામ કમાય છે. બધે જ આ બંનેની બોલબાલા હતી. થોડા સમય બાદ બંને મેરેજ કરી લે છે. બંને સાવ સાદી રીતે શાસ્ત્રીય પદ્ધતિથી પોતાના રિલેટીવ્સની હાજરીમા મેરેજ કરે છે. અને પોતાની નવી લાઈફની શરૂઆત કરે છે. અને બંને એકબીજાને સપોર્ટ કરે છે. તૃપ્તિને પોતાની આ સારી લાઈફ અને સારા કરિયરનું જરાય અભિમાન ન હતું. પણ વિવાન ખુબ અભિમાની થઈ ગયો હતો. તેણે પોતાની ફી પણ વધારી દીધી હતી. અને બધા પ્રોડ્યૂસર તેની આગળ પાછળ થતા પણ તે બધાને ખુબ લબડાવે જાણે તેની જેવો બીજો કોઈ જ નથી. ધીમેધીમે તે ખુબ પૈસા કમાય છે. સારા સારા સિટીમાં ફ્લેટસ મુંબઈમાં બે વીલા અને એક રેસ્ટોરન્ટ જાણે લક્ષ્મી તેના પર મહેરબાન હોય તેમ બધી જગ્યાએથી તેને નામના મળવા લાગી. થોડા ટાઈમ બાદ બંને વિવાન અને તૃપ્તિ સુખેથી જીવન જીવતા હોય છે. પણ જયારે પરિસ્થિતિ ફરે છે ત્યારે બધું જ ફરિ જાય છે. અને કંઈ જ બચતું નથી. બધું જ અચાનક અને એવુ ખરાબ પરિવર્તન આવે છે કે જે આપણું બધું જ લઈ લે છે, છીનવી લે છે. અને આવુ જ કંઈક બને છે વિવાન સાથે. તે પૈસાને પાણીની જેમ વાપરે છે. તે ડ્રગ્સ, દારૂ અને બીજું બધું શરૂ કરે છે. અને તેની આ ખરાબ લત તેની જિંદગી બગાડી મૂકે છે. તે પોતાના કામ અને તૃપ્તિ પર સરખું ઘ્યાન આપતો નથી. તૃપ્તિ - તમે આમ કરશો તો આપણું જીવન બગડી જશે. અને જો તમે કામ નહિ કરો તો આપણે કંગાળ બની જશું. વિવાન - તૃપ્તિની વાત પર હસે છે. અને કહે છે કે હું તારા માટે મારી આદત નહીં બદલું. આ તરફ તૃપ્તિ ખુબ ચિંતા કરે છે. અને સામે બીજી તરફ વિવાનના મનમાં તેની કંઈ જ અસર નથી. તેણે સાવ નવરાશવાળું જીવન કરી લીધું છે. હવે ધીમેધીમે તેનું નામ ખરાબ થવા લાગે છે. અને તેનાથી તેના કરિયર પર ખરાબ અસર પડે છે. તેને કોઈપણ ફિલ્મ કે વેબ સિરીઝમાં કામ મળતું નથી. ધીમેધીમે તેની પરિસ્થિતિ સાવ ખરાબ થતી જાય છે. જે વિવાનના ઘરની બહાર ફિલ્મ સાઈન કરવા માટે પ્રોડ્યુસર લાઈન લાગતી હતી. તે જ વિવાનના ઘરે આજે કોઈ પંખી પણ ફરકતું નથી. એક દિવસ સેટ પર જાય છે. ત્યાં પણ ડ્રગ્સની લત કરીને ગયો હતો. અચાનક તેને હાર્ટ એટેક આવે છે. અને તે પડી જાય છે. અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ તરફ તૃપ્તિને આ વાતની જાણ થતા તે હોસ્પિટલમાં દોડી જાય છે. અને ખુબ લાંબી સારવાર કર્યા બાદ પણ વિવાન મૃત્યુ પામે છે. તૃપ્તિ આ બધું અચાનક જોઈને સ્તબ્ધ બની જાય છે. પછી સગા સંબંધીની હાજરીમા વિવાનના અગ્નિસંસ્કાર થાય છે. થોડો સમય વીતે છે. તૃપ્તિ આ દુઃખની વચ્ચે મન મક્કમ કરી ફરિ ફિલ્મી દુનિયામાં પગ મૂકે છે. અને ધીમેધીમે તેને કામ પણ મળે છે. પણ હવે તેનામાં પહેલા જેવી એનર્જી, એકસાઈટમેન્ટ ન હતા. હવે તો નામ માત્ર હતું. તે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને નામ, પૈસા, રેપીટેશન બધું જ મળે છે. પણ જયારે તમારો સમય બદલે છે ત્યારે તમારા માટે કાંઈજ બચતું નથી. જીવનની એક કડવી વાસ્તવિકતા કે જે દરેક માણસે સ્વીકારવી પડે તેવી છે કે 'જીવનમાં ક્યારેય પણ સફળતા મળે તો અભિમાન ન કરવું જોઈએ કેમ કે ઈશ્વર આપે છે ત્યારે બધું જ આપે છે, પણ વળતર વ્યાજ સાથે લે છે. આ મારો અનુભવ છે. ' આમ અહીં વિવાન પાઠક અને તૃપ્તિ રૈયાણીની પ્રેમ અને ફિલ્મી સફર થંભી જાય છે. અને આ કથા પણ અહીં પૂર્ણ થાય છે.
લેખન - જય પંડ્યા